સાતતાલ

વિકિપીડિયામાંથી

સાતતાલ અથવા શનીતાલ (હિન્દીમાં તળાવ માટેનો અન્ય શબ્દ છે 'તાલ' એમુજબ 'સાત તાલ') એ ભારતના ઉત્તરાખંડ રાજ્યના નૈનિતાલ જિલ્લાના ભીમતાલ શહેરની પાસે નીચલા હિમાલયમાં આવેલા સાત તાજા મીઠા પાણીનાં તળાવોનો એકબીજા સાથે જોડાયેલો સમૂહ છે. આ સમૂહ મેહરાગાંવ ખીણમાં સરસ બગીચાઓની નીચે ૧૩૭૦ મીટરની ઊંચાઈએ સ્થિત છે. 

ઓક અને પાઇનના વૃક્ષોના ગાઢ જંગલોની વચ્ચે વસેલું સાતતાલ ભારતનાં પ્રદૂષણ વગરનાં અને સાફ રખાયેલા ચોખ્ખા પાણીનાં બાકી રહેલા જૂજ તળાવો પૈકીનું એક છે. આ સ્થળ યાયાવર પક્ષીઓ માટે સ્વર્ગ સમાન છે. વેકેશન દરમ્યાન ફરવા માટે બહાર નીકળેલા પ્રવાસીઓ માટે ખાવા-પીવાની વ્યવસ્થા માટે અહી કેમ્પો ઊભા કરાયા છે જે અહીંના સ્થાનિક લોકો દ્વારા જ ચલાવવામાં આવે છે. 

ભૂસ્તરશાસ્ત્ર [ફેરફાર કરો]

સાતતાલ હિમાલયની નીચલી પર્વતમાળામાં, તિબેટીયન પ્લેટ તેમજ ગંગાના મેદાની વિસ્તારો વચ્ચેની વિવર્તનીય ગતિવિધિ તેમજ તેમના ઉત્થાનનું પરિણામ છે. અહી પથ્થરો મુખ્યત્વે કાંપ તેમજ ક્વાર્ટ્ઝનાં બનેલા છે.

 પરિસ્થિતિ વિજ્ઞાન [ફેરફાર કરો]

સાતતાલ ખાસ કરીને પર્યાવરણના ક્ષયનની અસર હેઠળ નાજુક પરિસ્થિતિમાં આવેલા મેઝોટ્રોપિક (mesotropic) જૂથના તળાવો છે. મોટા પ્રમાણમાં જંગલોનો નાશ, વિઘટિત ન થાય તેવા કચરાનો નિકાલ તેમજ નજીકના વિસ્તારમાં નિયંત્રણ વગરનું શહેરીકરણ આ વિસ્તારના પર્યાવરણને ખૂબ જ નુકસાન પહોચાડે છે. તેના પરિણામે ઓછો વરસાદ, વનસ્પતિઓ અને પ્રાણીઓની પ્રજાતિઓમાં ઘટાડો તેમજ કાયમી ઝરણાઓ જલ્દીથી સુકાઈ જવા જેવા પરિણામો દેખાય છે. તળાવોમાં પણ ઑક્સિજનનું ઓછું પ્રમાણ તેમજ નાઈટ્રોજન અને ફોસ્ફરસનું ઊંચું પ્રમાણ જોવા મળે છે. ગેરકાનૂની શિકારના કારણે ઘણા જંગલી પ્રાણીઓનો સફાયો થઇ ગયો છે. ખુદારીયા તળાવ તેના પશ્ચિમી તરફના પાણીના રીઝાવને કારણે ‘સુખા તળાવ’ બની ગયું છે. તે ઉપરાંત લેન્ટાના, પાર્થેનિયમ અને જળકુંભી (Eichhornia) જેવી આક્રમક વનસ્પતિઓનો ફેલાવો પણ આ તળાવોનાં અસ્તિત્વ સામે ખતરો ઊભો કરે છે.

 વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિ[ફેરફાર કરો]

 જૈવિક વિવિધતા [ફેરફાર કરો]

સાતતાલ તેની જૈવિક વિવિધતા તેમજ પરિસ્થિતિજન્ય આયામ માટે બેજોડ છે. અહીના નિવાસી તેમજ પ્રવાસી પક્ષીઓ મળીને કુલ ૫૦૦ પ્રજાતિઓ, સસ્તન વર્ગની ૨૦ પ્રજાતિઓ, પતંગિયાઓની ૫૨૫થી વધારે પ્રજાતિઓ તેમજ ઊધઈ, ભમરા અને અન્ય કીટકોની ૧૧૦૦૦થી વધારે પ્રજાતિઓ છે. વનસ્પતિઓમાં દ્વિઅંગી, ઓર્કિડ, જવલ્લે જોવા મળતા વેલા જેવા છોડ, નાના છોડો, ઔષધિઓ વગેરે અલગ-અલગ અને વિશાળ પ્રમાણમાં જોવા મળે છે. દરેક તળાવનો તેનો પોતાનો ડાયાટોમ આંક છે. આ પૌષ્ટિકતા આધારિત ડાયાટોમ આંકની રચના પાણીની ગુણવત્તા અને પરિસ્થિતિનું આકલન કરીને કરવામાં આવે છે.

 પતંગિયા સંગ્રહાલય[ફેરફાર કરો]

અહી ખૂબ જ વિવિધતા ધરાવતું પતંગિયા સંગ્રહાલય આવેલું છે જે ફ્રેડરિક સ્મેટાકેકએ જોન્સ એસ્ટેટ પર બાંધ્યું હતું. આ સંગ્રહાલયમાં પતંગિયાની ૨૫૦૦થી વધુ તેમજ અન્ય કીટકોની ૧૧૦૦થી વધુ પ્રજાતિઓ છે.

 સાતતાલ મિશન ઇસ્ટેટ અને મેથડિસ્ટ આશ્રમ [ફેરફાર કરો]

સાતતાલ ખ્રિસ્તી આશ્રમની રચના ઇ. સ્ટેન્લી જોન્સ (૧૮૮૪-૧૯૭૩) દ્વારા કરવામાં આવી હતી. આ ખ્રિસ્તી આશ્રમ એક જૂના ચાનાં બગીચા પર સાતતાલ તળાવનાં કિનારા પર છે. સેન્ટ જોહ્ન ચર્ચ પણ આ આશ્રમનો એક હિસ્સો છે જે મિશ્ર સ્થાપત્ય કલાનું દર્શનિય સ્થાન છે. અહીં નજીકમાં ‘ચેપલ’ પણ છે, તેની રચના ઉત્તરાખંડનાં કુમાઉ પ્રદેશમાં ખ્રિસ્તી ધર્મનાં પ્રચાર માટે ૧૯૩૦માં કરવામાં આવી હતી. ઘણા વર્ષો સુધી આ ચર્ચનાં પ્રચારકો દ્વારા આ એક વેદાંત આશ્રમ છે તેમ કહી લોકોને ગુમરાહ કરાવામાં આવતા હતાં. ઘણા ખ્રિસ્તીઓ કહે છે કે, 'આ રીતે છેતરપિંડી કરવી તે રોમન કૅથોલિક ચર્ચ તેમજ નવા કરાર મુજબ નિષેધને પાત્ર છે એવું માનવામાં આવે છે.'

 સુભાષ ધારા [ફેરફાર કરો]

સાતતાલની પશ્ચિમ તરફે ગાઢ ઓકનાં જંગલોમાંથી નીકળતું કુદરતી તાજા પાણીનું એક અદ્ભુત જોવાલાયક ઝરણું છે, જે સુભાષ ધારા તરીકે ઓળખાય છે.

સાતતાલનાં સાત તળાવો [ફેરફાર કરો]

  1. નીલમ તળાવ અથવા ગરુડ તળાવ 
  2. નળ-દમયંતી તળાવ
  3. પૂર્ણા તળાવ
  4. સીતા તળાવ 
  5. રામ તળાવ 
  6. લક્ષ્મણ તળાવ
  7. સુકા તળાવ અથવા ખુર્દારીયા તળાવ