ઑડિશા

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
ઑડિશા
ଓଡ଼ିଶା oṛiśā
—  રાજ્ય  —
ભારતમાં ઑડિશા રાજ્યનું સ્થાન
Map of Orissa
Coordinates (ભુવનેશ્વર): 20°09′N 85°30′E / 20.15°N 85.50°E / 20.15; 85.50Coordinates: 20°09′N 85°30′E / 20.15°N 85.50°E / 20.15; 85.50
દેશ ભારત
સ્થાપના 1 April 1936
રાજધાની ભુવનેશ્વર
સૌથી મોટું શહેર ભુવનેશ્વર[૧]
Districts 30
Government
 • રાજ્યપાલ એસ.સી. જામીર
 • મુખ્ય મંત્રી નવીન પટનાયક
 • વિધાનમંડળ ઑડિશા સરકાર (૧૪૭ બેઠકો)
ઑડિશાના રાજ્યચિન્હો
ભાષા ઑડિયા
ગીત બન્દે ઉત્કલ જનની
નૃત્ય ઑડિસી
પ્રાણી સાબર[૨]
પક્ષી નીલકંઠ[૩]
ફૂલ અશોક [૪]
વૃક્ષ પીપળો - અશ્વથા[૫]
પહેરવેશ સાડી(સ્ત્રીઓ)

ઑડિશા (ઓરિસ્સા) [૬][૭]ભારતના પૂર્વ કાંઠે આવેલું રાજ્ય છે. ઓરિસ્સાની સીમાએ ઝારખંડ , પશ્ચિમ બંગાળ, આંધ્ર પ્રદેશ અને છત્તીસગઢ આવેલા છે. તેનું પાટનગર ભુવનેશ્વર છે. ઑડિશા તેની પૂર્વ તરા ૪૮૦ કિ.મી .લાંબો સમુદ્ર કિનારો ધરાવે છે. ઓરિસ્સા રાજ્ય, તેમાં આવેલા મંદિરો માટે જાણીતું છે, ખાસ કરીને પુરી અને કોણાર્ક માં આવેલા મંદીરો વિશ્વવિખ્યાત છે.

પ્રાચીન કાળમાં આ રાજ્ય કલિંગ રાજ્ય તરીકે જાણીતું હતું. ઈ.સ. પૂર્વે ૨૬૧માં મૌર્ય કુળના રાજા અશોકે આ રાજ્ય પર ચઢાઈ કરી હતી.અ ને અહીં ઐતિહાસ કલિંગનું યુદ્ધ થયું હતું. [૮]

અર્વાચિન ઑડિશા રાજ્યની સ્થાપના ૧ એપ્રિલ ૧૯૩૬ના બ્રિટિશ શાસિત ભારતમાં થઈ હતી. [૯] ઑડિયા ભાષા બોલનારા ક્ષેત્રોનો આ રાજ્યમાં સમાવેશ હતો.[૧૦] ઑડિશામાં ૧ એપ્રિલનો દિવસ સ્થાપના દિવસ તરીકે "ઉત્કલ દિબસ (દિવસ)" નામે ઉજવાય છે. [૧૧]. ભારતના રાષ્ટ્રગીતમાં આ રાજ્યનો સમાવેશ "ઉત્કલ" તરીકે થયો છે. શરૂઆતના ૮૦ વર્ષો સુધી કટક ઑડિશાની રાજધાની રહ્યું. ૧૩ એપ્રિલ ૧૯૪૮ પછી ઑડિશાની રાજધાની ભુવનેશ્વર ખસેડવામાં આવી.

ઑડિશાએ ભારતનું ૯મું સૌથી મોટું રાજ્ય છે. વસતિની દ્રષ્ટિએ ઑડિશા ૧૧મા ક્રમાંકે આવે છે. ઑડિયા ભાષા આ રાજ્યમાં સૌથી વધારે બોલાતી ભાષા છે, લગભગ પોણા ભાગના લોકો તે ભાષા બોલે છે.

નામ વ્યૂત્પત્તિ[ફેરફાર કરો]

૪ નવેમ્બર ૨૦૧૧ના દિવસે આ રાજ્યનું નામ અંગ્રેજી ઉચ્ચારણ અનુસાર "ઓરિસ્સા"થી બદલીને સ્થાનીય ઉચ્ચારણ અનુસાર "ઑડિશા" કરવામાં આવ્યું [૧૨][૧૩] [૧૪] આથી ઓરિયા ભાષાને હવેથી અન્ય ભાષાઓમાં ઑડિયા તરીકે ઓળખાવાશે.[૧૨][૧૫][૧૬][૧૭][૧૮][૧૯][૨૦]

"ઑડિશા" આ નામ પાલી અથવા સંસ્કૃત ભાષાના શબ્દો ઓરા (ઉરા) અથવા સુમેરા કે ઓદ્રા વિસાયા" પરથી ઉતરી આવ્યું છે. [૨૧] ઓદ્રાનું પ્રાચીન ઉલ્લેખ સોમદત્તને મળેલ તામ્ર પત્રિકામાં મળી આવે છે. [૨૨] પાલી અને સમ્સ્કૃત ભાષાના સાહિત્યમાં ઓદ્ર લોકોનો અનુક્રમે ઓડક કે ઓદ્રહ તરીકે ઉલ્લેખ જોવા મળે છે. પ્રાચીન પાશ્ચાત્ય લેખકો પ્લીની ધ એલ્ડર અને ટોલેમીએ ઓદ્રા લોકોનો ઉલ્લેખ ઓરેટીસ (Oretes) તરીકે કર્યો છે. મહાભારતમાં પૌંડ્ર, મેકલ, ઉત્કલ, આંધ્રા, યવનો, શકો જેવા લોકોની સાથે ઓદ્રા લોકો નો પણ ઉલ્લેખ છે.

બૌદ્ધ ધર્મના લામા તારનાથ રચિત સાહિત્યમાં અને પગ-સામ-જોન-ઝાંગના લેખકે આ ક્ષેત્રને ઓડિવિશા કે ઉડિવીશા તરીકે ઓળખાવ્યો છે. મધ્યકાલિન તાંત્રિક સાહિત્યમાં અને તંત્રસારમાં જગન્નાથને ઉડિશાનાથ તરીકે વર્ણવાયા છે. ગજપતિ કપિલેશ્વરદેવે (1435–1467 CE) જગન્નાથના મંદિર પર કરાવેલી કોતરણીમાં તેને ઑડિશા રાજ્ય કે ઓડિશા રાસ્ટ્ર તરીકે વર્ણવે છે. આમ ૧૫મી સદીથી, ઑડિયા લોકોની ભૂમિ ઑડિશા તરીકે ઓળખાવા લાગી.

ઇતિહાસ[ફેરફાર કરો]

પ્રાગૈતિહાસિક કાળથી ઑડિશા ક્ષેત્રમાં વિવિધ માનવ સમૂહો વસવાટ કરતા આવ્યાં છે. અહીં વસનારા સૌથી પહેલાં લોકો પાથમિક પહાડી ટોળકીઓ હતી. જોકે પ્રાગૈતિહાસીક કાળમાં અહીં રહેનારી ટોળકીઓ ઓળખીશકાઈ નથી પણ એ વાત જાણીતી છે કે ઑડિશામાં મહાભારતના કાળ દરમ્યાન સાઇરા અથવા સાબર ટોળીઓ વસતી હતી. પર્વતીય ક્ષેત્રોમાં સાઓરા અને મેદાની ક્ષેત્રોમાં સહારા અને સાબર નામની ટોળીઓ આજે પણ સમગ્ર ઑડિશામાં વિસ્તરેલી છે. મોટાભાગની આવી જનજાતિઓએ હિમ્દુ ધર્મ સ્વીકાર્યો છેઅને હિંદુ રીતીરિવાજોને અનુસરે છે.કોરાપુત જિલ્લાના બોન્ડા પરજન લોકો એ આવી જનજાતિનું ઉદાહરણ છે. ઑડિશામાં ઘણી જગ્યાએ પ્રાગૈતિહાસિક અવશેષો મળી આવ્યા છે જેમ કે અંગૂલમાં કાલીકાટા, મયુરભંજમાં કુચાઈ અને કુલિયાણા, ઝારસુગડા પાસે વિક્રમખોલ, કાલાહાંડીમાં ગુડાહાંડી અને યોગીમઠ, સંબલપુરમાં ઉષાકોટી, બારગઢ નજીક સિમીલીખોલ વગેરે.

ઑડિશાનો ઇતિહાસ લગભગ ૫૦૦૦ વર્ષ જુનો છે. કલિંગાના રાજ્ય પહેલા આ ક્ષેત્રને ઉદ્ર કે ઑદ્ર દેશ તરીકે ઓળખવામાં આવતું. પ્રાચીન ઓદ્ર દેશ કે ઑર્દેશનો વિસ્તાર મહા નદીની ખીણ અને સુવર્ણ રેખા નદીના નીચલા ક્ષેત્ર સુધી હતો. તે આજના કટક, સંબલપુર અને મિદના પુરના અમુક ક્ષેત્રને સમાવી લેતો. આ દેશ પશ્ચિમમાં ગોંડવન, ઉત્તરમાં સિંઘભૂમ અને જસપુરના પર્વતી રાજ્યો, પૂર્વમાં સમુદ્ર અને દક્ષિણમાં ગંજમ ક્ષેત્રથી ઘેરાયેલી હતી. [૨૩] ઑડિયાના ઓદ્ર કે ઉદ્ર પ્રજાતિ પરથી ઉતરી આવ્યું છે જે મધ્ય કિનારી ક્ષેત્રમાં (હાલના ખોર્ધા અને નયાગઢ જિલ્લામાં) વસતી. ઑડિશા અન્ય પ્રજાતિઓ જેમકે કલિંગ, ઉત્કલ, મહાકાંતરા/કાંતરા અને કોશલ જેવી જાતિઓની પણ જન્મભૂમિ છે. આ જાતિઓએ ઑડિશાના ઇતિહાસમાં મહત્ત્વપૂર્ણ ભાગ ભજવ્યો હતો. અતિ પ્રાચીન લિપીઓમાં કલિંગ લોકોનો ઉલ્લેખ આવે છે.[૨૪] ૬ઠ્ઠી શતાબ્દીમાં, વેદિક સુત્રકાર બૌધાયન લખે છે કે કલિંગ એ વેદિક સંસ્કૃતિની વેદિક સંસ્કૃતિની અસરથી લિપ્ત છે જે દર્શાવે છે કે તે સમયે અહીં બ્રાહ્મણોનો પ્રભાવ વિસ્તર્યો ન હતો.[૨૪] ભારતના અન્ય પ્રાંતો થી વિપરીતન ૧૫ મી સદી સુધી અહીંના જનજાતિય રિતિરિવાજો અને પરંપરાઓનો રાજનિતી પર ઊંડો પ્રભાવ હતો. [૨૪] પંદરમી સદી બાદ અહીં પણ બ્રાહમણોનો પ્રભાવ વધ્યો હતો જેને કારાણે જાતિ આધારીત વ્યવસ્થા જડ બની અને પ્રાચીન જનપદીય વ્યવસ્થા લુપ્ત થઈ.

ઉદયગિરી ટેકરીઓમાં હાથીગુંફા

વિશ્વના ઈતિહાસમાંની એક મહત્ત્વ પૂર્ણા ઘટના ઑડિશામાં ઘટી -[૨૪]કલિંગની લડાઈ. આ લડાઈ લગભગ ઈ.પૂ. ૨૬૧માં થઈ. સમ્રાટ અશોકે મૌર્ય સામ્રાજ્યન વિસ્તર માટે કલિંગ પર મ્ચડાઈ કરી હતી. કલિંગના લડવૈયાઓના બહાદૂરી ભર્યા વિરોધ કારણે સમ્રાટ અશોક માટે કલિંગ પર ચઢાઈ એ મૌર્ય સામ્રાજ્યની સૌથી મોટી રક્ત રંજિત સૈન્ય કાર્યવાહી બની ગઈ. લોકોની આવી બહાદૂરીને કારાણે અશોકાએ બે ખાસ જાહેર નામા કાઢ્યા જેમાં કલિંગના ન્યાયી અને સૌજન્યશીલ રાજકારભાર ચલાવવાની ખાસ ભલામણ હતી. આ યુદ્ધ પછી અશોક બૌદ્ધ ધર્મને અનુસરીને તેના પ્રચારમાં લાગ્યો. અને તે અતિવ ભૂમિ (નૈઋત્ય ઑડિશા) સ્વતંત્ર રહ્યો.

"તેલ ખીણ સંસ્કૃતિ" એ કાલાહાન્ડી, બાલણગીર, કોરાપુટ (KBK) ક્ષેત્રમાં વિક્સેલી એક્ ભવ્ય સંસ્કૃતિ તરફ ધ્યાન દોરે છે, તેના પર સંસોધન ચાલુ છે. [૨૫] પુરાતાવિક અવશેષો દ્વારા અહીં ૨૦૦૦ વર્ષ પહેલાં વસવાટ કરનાર શહેરી સંસ્કૃતિના ચિહ્નો મળ્યાં છે. [૨૬] અસુર ગઢ આ ક્ષેત્રની રાજધાની હતી. કાલાહાન્ડી કોરાપુટ અને બસ્તર એ રામાયણ અને મહાભારતમાં વર્ણવવામાં આવેલા કાન્તરા ક્ષેત્રનો એક ભાગ છે. [૨૭] ચોથી સદીમાં આ ક્ષેત્રને ઈન્દ્રવન કહેવાતું, કેમકે આ ક્ષેત્રમાંથી મૌર્ય ખજાનાના હીરા અને મૂલ્યવાન રત્નો અહીંથી મેળવાતા. [૨૮] મૌર્ય શાસક અશોક ના સમય દરમ્યાન કાલાહાન્ડી, કોરાપુટ અને બસ્તરેઅના ક્ષેત્રને અરવી ભૂમિ તરીકે ઓળખવામાં આવતો હતો. [૨૯] અશોક કાળના લેખનો અનુસાર આ ક્ષેત્ર અજેય રહ્યો હતો. [૩૦] ઈસવીસનની સહ્રૂઆતના સમય દરમ્યાન આ ક્ષેત્ર મહાવન તરીકે ઓળખાતું હતું. [૩૧] ચોથી સદીમાં કાલાહાન્ડી, અવિભાજીત કોરાપુટ અને બસ્તરનો સમાવેશ કરના મહાકન્તર ક્ષેત્રપર વ્યાઘ્રરાજાનું રાજ હતું[૩૨] અસુરગઢ એ મહાકન્તરની રાજધાની હતી.[૩૩]

રાજા ખારવેલ દ્વારા કરાવવામાં આવેલા શિલાલેખ, ઉદયગિરી અને ખડગિરી ગુફાઓ
પૂર્વ ગંગ કુળ ના રાજા દ્વારા બંધાવેલ કોણાર્ક સૂર્ય મંદિર --એક વિશ્વ ધરોહર સ્થળ

ઈ.સ પૂર્વે ત્રીજી શતાબ્દીમાં પૂર્વી ઑડિશા જૈન રાજા ખારવેલાના નેતૃત્વ હેઠળ સમૃદ્ધ બન્યું..[૨૪] તેનું રાજ્ય દક્ષિણમાં પ્રાચીન તમિલ દેશના ક્ષેત્રો સુધી ફેલાયેલું હતું. તેમણે ઉદયગિરિની પ્રચલિત મઠ ગુફાઓનું નિર્માણ કરાવ્યું. તેના પછીના કાળમાં સમુદ્રગુપ્ત અને શશંક જેવા સમ્રાટોએ અહીં રાજ કર્યું. આ ક્ષેત્ર હર્ષના સામ્રાજ્યનો પણ ભાગ બન્યું. ઈ.સ ૭૯૫માં કેસરી કે સોમા કુળના રાજા જજાતિ કેસરી-૧લા એ કોશલ અને ઉત્કલ રાજ્યને એક ધ્વજ તળે એકીકૃત કર્યા. તેણેજ પુરીમાં પહેલું જગન્નાથ મંદિર બનાવ્યું,[૩૪] હાલના જગન્નાથ મંદિરનું માળખું પહેલાના જગન્નાથમંદિર કરતાં એકદમ જુદું છે, હાલના જગન્નથ મંદિરનું બાંધકામ ૧૨મી સદીમાં પૂર્વીય ગંગ કુળના રાજા ચોડા ગંગદેવ અને અનંગ ભીમદેવે કરાવ્યું હતું. ભુવનેશ્વરમાં આવેલા પ્રચલિત લિંગરાજ મંદિરનું બાંધકામ કેશરી વંશના રાજા જજાતી કેશરી - ૩જા એ શરૂ કરાવ્યું અને તેના પુત્ર લાલનેદુએ ૧૦મી સદીમાં તેનું બાંધકામ પૂર્ણ કરાવ્યું. પ્રખ્યાત જાજરમાન કોણાર્ક સૂર્ય મંદિર રાજા નરસિંહ દેવે બંધાવ્યું. અત્યારે તો તે મંદિર ખંડિત અવસ્થામાં છે પણ એક સમયે તે [તાજ મહેલ]ની બરાબરી કરી શકે તેવું હતું. ૧૧મી સદીના શરૂઆતના કાળમાં ચોલા વંશના રાજા રાજા રાજા ચોલા-૧ અને રાજેન્દ્ર ચોલા-૧ એ ઑડિશા જીતી લીધું. [૩૫][૩૬]

ઈ.સ. ૧૫૬૮ સુધી ઑડિશાએ ઘણાં મુસ્લિમ આક્રમણોનો સામનો કર્યો અને છેવ ઈ.સ. ૧૫૬૮માં બંગાળના સુલતાને ઑડિશા જીતી લીધું. ૧૫૭૬માં મોગલોએ ઑડિશાના કિનારાના ક્ષેત્ર પર કબ્જો કર્યો. [૩૭] ગ્જપતિ મુકુંદ દેવ એ ઑડિશાનો છેલ્લો હિંદુ રાજાહતો, ગોહીરા ટીકરીની લડાઈમાં તેનું મૃત્યું થયું હતું. મેદીનીપુર થી લઈને રાજમુન્ડ્રી સુધીનો ઑડિશાનો કિનારાનો પ્રદેશ મોગલોના તાબાહતો, તેના છ ભાગ કરવામાં હતા; જાલેશ્વર સરકાર, ભદ્રક સરકાર, કટક સરકાર, ચિકાકોલે શ્રીકાકુલમ સરકાર, કલિંગ દંડપત અને રાજમુન્ડ્રી સરકાર કે ગોદાવરી રાજ્ય. ઑડિશાના મધ્ય, ઉત્તરીય, પશ્ચિમીઅને દક્ષિણી પહાડી ક્ષેત્રોપર સ્વતંત્ર હિંદુ રાજાઓ રાજ કરતા હતા. ૧૬મી સદીમાં હૈદ્રાબાદના નિઝામે શ્રી કાકુલમ અને રાજમુન્ડ્રી વચ્ચેના ક્ષેત્ર પર કબ્જો મેળવ્યો. ૧૮મી સદીમાં મેદીનીપુર બંગાળ પ્રેસીડેન્સી સાથે જ જોડાયેલું હતું, ઈ.સ. ૧૭૫૧માં તે સિવાયનો બાકીનો દરિયા કિનારોનો ક્ષેત્ર ૧૭૫૧માં મરાઠા સામ્રાજ્ય હેઠળ ગયો.

ઈ.સ ૧૭૬૦ના દશકના શરૂઆતી કાળમાં થયેલા કર્ણાટક યુદ્ધ બાદ અંગ્રેજોએ ઑડિશાના દક્ષિણી કિનારાવર્તી ક્ષેત્ર ધરાવતા ઉત્તર સરકાર ક્ષેત્ર પર કબજો મળવ્યો. આ ક્ષેત્રને ધીરે ધીરે મદ્રાસ પ્રેસીડેન્સીમાં ભેળવી દેવામાં આવ્યો. [૩૮] ઈ.સ. ૧૮૦૩માં ઈસ્ટ ઈંડિયા કંપની અને મરાઠા વચ્ચે થયેલા દ્વિતીય યુદ્ધ પછી અંગ્રેજોએ મરઠી સત્તા હેઠળના ઑડિશા પર પ્રભુત્વ મેળવ્યું. ઑડિશાના ઉત્તર અને પશ્ચિમી ક્ષેત્રો બંગાળ પ્રેસિડેન્સીમાં ભેવળી દેવાયા. ૧૮૬૬માં થયેલા ભૂખમરા અને પુર પછી ૧૯મી સદીના ઉત્ત્રરાઅર્ધમાં અહીં મોટા પાયે જળસિંચન પરિયોજનાઓ હાથ ધરવામાં આવી. ૧૯૧૨માં સ્થાનીય ઑડિયા ભાષી લોકો દ્વારા કરવામાં આવેલી ચળવળને કારણે, ઑડિશાને બંગાળથી છુટું પાડી વિહાર અને ઑડિશા પ્રોવાઈન્સ નામે નવું રાજ્ય બન્યું. ઈ.સ. ૧૯૦૩માં ૬૨ કાયમી સભ્યો સાથે ઉત્કલ સંમ્મિલનીની સ્થાપના કરવામાં આવી હતી. આ સમિતિએ ઑડિશાના એકીકરણ માટે પ્રયત્નો કર્યા.[૩૯] [૪૦][૪૧] ઈ.સ ૧૯૩૬મઆં બિહાર અને ઑડિશાને જુદા પાડીને ભિન્ન રાજ્યો બનાવવામાં આવ્યા. આમ ઘણા વર્ષોની ચળવળ પછી ઑડિયા લોકોનું અલાયદું એવું રાજ્ય બન્યું. ૧ એપ્રિલ ૧૯૩૬ના દિવસે બ્રિટિશ શાસન હેઠળ ભાષા આધારે ઑડિશા રાજ્યની સ્થાપના થઈ અને સર જ્હોન ઓસ્ટીન તેના પ્રથમ ગવર્નર બન્યા. ૧ એપ્રિલ ૧૯૩૬ના દિવસે ગંજમ જિલ્લને મદ્રાસ પ્રેસિડેંસીમાંથી હટાવી ઑડિશામાં ભેળવવામાં આવ્યું. તે દિવસથી ઑડિશાના લોકો ૧ એપ્રિલનો દિવસ ઉત્કલ દિવસ કે ઑડિશા દિવસ તરીકે ઉજવે છે.

ભારતને સ્વતંત્રતા મળ્યા પછી પૂર્વી ક્ષેત્રના રજવાડાને ઑડિશામાં જોડવામાં આવ્યા, જેથી તેનું ક્ષેત્રફળ બમણું થયું અને વસ્તી ૧/૩ જેટલી વધી ગઈ. ૧૯૫૦માં ઑડિશા ભારતનું બંધારણીય રાજ્ય બન્યું.

ભુવનેશ્વરમાં આવેલી ઉદયગિરી અને ખંડગિરી ગુફાઓનું સર્વાંગી દ્રશ્ય

ભૂગોળ[ફેરફાર કરો]

મહીનદીના ત્રિભુજ પ્રદેશનું ઉપગ્રહ છાયાચિત્ર

ઑડિશા ૧૭.૭૮૦ઉ અને ૨૨.૭૩૦ઉ અક્ષાંસ અને ૮૧.૩૭ પૂ અને ૯૭.૫૩પૂ રેખાંશ વચ્ચે આવેલું છે. આ રાજ્યનું ક્ષેત્રફળ ૧૫૫,૭૦૭ ચો. કિમી. છે.[૪૨]

ઑડિશાના પૂર્વભાગ સમુદ્ર કિનારાનો મેદાન પ્રદેશ છે. આ મેદાન પ્રદેશ ઉત્તરમાં સુવર્ણરેખા નદીથી લઈ દક્ષિણમાં ઋષિકુલ્ય નદી સુધી વિસ્તરેલો છે. ચિલ્કા સરોવર આ મેદાન પ્રદેશનો એક ભાગ છે. આ મેદાનો કાંપના ફળદ્રુપ મેદાનો છે. અહીં છ મુખ્ય નદીઓ સુવર્ણરેખા, બુધબાલંગા, બૈતરણી, બ્રહ્મણી, મહાનદી અને ઋષિકુલ્ય મેદાનોમાં કાંપ ઠાલવે છે. [૪૨]

ઑડિશાનો પોણોભાગ પર્વતીય પ્રદેશ છે. આ પ્રદેશમાં નદીઓ દ્વારા ઊંડી અને પહોળી ખીણોનું નિર્માણ થયું છે. આ ખીણ પ્રદેશો ફળદ્રુપ છે અને વસ્તીની ઘનતાઅ અહીં અધિક છે. આ સિવાય ઑડિશામાં ઉચ્ચ પ્રદેશ અને તેના કરતા ઓછી ઉંચાઈ ધરાવતો પહાડી પ્રદેશ પણ ધરાવે છે. [૪૨] ઑડિશાનું સૌથી ઉંચુ શિખર દેઓમાલી છે સમુદ્ર સપાટીથી તેની ઊંચાઈ ૧૬૭૨ મીટર છે. આ સિવાય અન્ય સિન્કારામ (૧૬૨૦મી) ગોલીકોડા (૧૬૧૭ મીટર) અને યેન્દ્રીકા (૧૫૮૨ મીટર) એ રાજ્યના સૌથી ઊંચા શિખરો છે. [૪૩]

આબોહવા[ફેરફાર કરો]

ઑડિશામાં ત્રણ ઋતુઓ અનુભવાય છે: શિયાળો (જાન્યુઆરી થી ફેબ્રુઆરી), પૂર્વ ચોમાસું (માર્ચથી મે) નૈઋત્ય ચોમાસું (જૂન તી સપ્ટેમ્બર) અને ઈશાની ચોમાસું (ઑક્ટોબરથી ડિસેમ્બર). જોકે સ્થાનીય પરંપરા અનુસાર છ ઋતુઓ માનવામાં આવે છે: વસંત, ગ્રીષ્મ, વર્ષા, શરદ, હેમન્ત અનેશિશિર. [૪૨]

ઑડિશાના ચાર સ્થળોનું સરાસરી તાપમાના અને વરસાદ [૪૪]
ભુવનેશ્વર
(૧૯૫૨-૨૦૦૦)
બાલાસોર
(૧૯૦૧-૨૦૦૦)
ગોપાલપુર
(૧૯૦૧-૨૦૦૦)
સંબલપુર
(૧૯૦૧-૨૦૦૦)
(સે) (સે) વર્ષા (મિમી) (સે) (સે) વર્ષા (મિમી) (સે) (સે) વર્ષા (મિમી) (સે) (સે) વર્ષા (મિમી)
જાન્યુઆરી ૨૮.૫ ૧૫.૫ ૧૩.૧ ૨૭.૦ ૧૩.૯ ૧૭.૦ ૨૭.૨ ૧૬.૯ ૧૧.૦ ૨૭.૬ ૧૨.૬ ૧૪.૨
ફેબ્રુઆરી ૩૧.૬ ૧૮.૬ ૨૫.૫ ૨૯.૫ ૧૬.૭ ૩૬.૩ ૨૮.૯ ૧૯.૫ ૨૩.૬ ૩૦.૧ ૧૫.૧ ૨૮.૦
માર્ચ ૩૫.૧ ૨૨.૩ ૨૫.૨ ૩૩.૭ ૨૧.૦ ૩૯.૪ ૩૦.૭ ૨૨.૬ ૧૮.૧ ૩૫.૦ ૧૯.૦ ૨૦.૯
એપ્રિલ ૩૭.૨ ૨૫.૧ ૩૦.૮ ૩૬.૦ ૨૪.૪ ૫૪.૮ ૩૧.૨ ૨૫.૦ ૨૦.૩ ૩૯.૩ ૨૩.૫ ૧૪.૨
મે ૩૭.૫ ૨૬.૫ ૬૮.૨ ૩૬.૧ ૨૬.૦ ૧૦૮.૬ ૩૨.૪ ૨૬.૭ ૫૩.૮ ૪૧.૪ ૨૭.૦ ૨૨.૭
જૂન ૩૫.૨ ૨૬.૧ ૨૦૪.૯ ૩૪.૨ ૨૬.૨ ૨૩૩.૪ ૩૨.૩ ૨૬.૮ ૧૩૮.૧ ૩૬.૯ ૨૬.૭ ૨૧૮.૯
જુલાઈ ૩૨.૦ ૨૫.૨ ૩૨૬.૨ ૩૧.૮ ૨૫.૮ ૨૯૭.૯ ૩૧.૦ ૨૬.૧ ૧૭૪.૬ ૩૧.૧ ૨૪.૯ ૪૫૯.૦
ઑગસ્ટ ૩૧.૬ ૨૫.૧ ૩૬૬.૮ ૩૧.૪ ૨૫.૮ ૩૧૮.૩ ૩૧.૨ ૨૫.૯ ૧૯૫.૯ ૩૦.૭ ૨૪.૮ ૪૮૭.૫
સપ્ટેમ્બર ૩૧.૯ ૨૪.૮ ૨૫૬.૩ ૩૧.૭ ૨૫.૫ ૨૭૫.૮ ૩૧.૭ ૨૫.૭ ૧૯૨.૦ ૩૧.૭ ૨૪.૬ ૨૪૩.૫
ઑક્ટોબર ૩૧.૭ ૨૩.૦ ૧૯૦.૭ ૩૧.૩ ૨૩.૦ ૧૮૪.૦ ૩૧.૪ ૨૩.૮ ૨૩૭.૮ ૩૧.૭ ૨૧.૮ ૫૬.૬
નવેમ્બર ૩૦.૨ ૧૮.૮ ૪૧.૭ ૨૯.૨ ૧૭.૮ ૪૧.૬ ૨૯.૫ ૧૯.૭ ૯૫.૩ ૨૯.૪ ૧૬.૨ ૧૭.૬
ડિસેમ્બર ૨૮.૩ ૧૫.૨ ૪.૯ ૨૬.૯ ૧૩.૭ ૬.૫ ૨૭.૪ ૧૬.૪ ૧૧.૪ ૨૭.૨ ૧૨.૧ ૪.૮

મ્= મહત્તમ, લ=લઘુત્તમ, સે=સેલ્સિયસ, મિમી=મિલિમીટર

જૈવિક વૈવિધ્ય[ફેરફાર કરો]

ઑડિશામાં મળી આવતા ઓર્ચિડની એક પ્રજાતિ "વૅન્ડા ટેસીલાટા[૪૫]
નંદન કાન્હા ઝુલોજીકલ પાર્કમાં બંગાળ વાઘ
ચિલ્કા સરોવરમાં ઈરાવદી ડોલ્ફીન

ભારતીય જંગલ સર્વેક્ષણના ૨૦૧૨માં પ્રસિદ્ધ થયેલા એક અહેવાલ અનુસાર, ઓડિશામાં ૪૮,૯૦૩ ચો. કિમી ક્ષેત્ર પર જંગલો આવેલા છે. આ જંગલો રાજ્યની ૩૧.૪૧% જમીન છવાયેલા છે. અહીંના જંગલોના આ પ્રમાણે વર્ગીકરણ થયા છે: ગીચ જંગલો (૭,૦૬૦ ચો. કિમી). મધ્યમ ગીચ જંગલો ( ૨૧,૩૬૬ ચો.કિમી) અને ખુલા જંગલો (વૃક્ષોની છત્રી રહિત) (૨૦,૪૭૭ ચો. કિમી) અને સુંદરવન (૪,૭૩૪ચો. કિમી). તે સિવાય આ રાજ્યમાં ૧૦,૫૧૮ ચો. કિમી. ક્ષેત્રમાં વાંસનાં જંગલો અને ૨૨૧ ચો કિમીમાં સુંદરવનના જંગલો છે. લાકડાની દાણચોરી, ખાણકામ, ઔધ્યોગીકરણ અને ઘાસચારાની જરૂર આદિને કારણે રાજ્યના જંગલ ક્ષેત્રમાં ઘટાડો થયો છે. જંગલોન સંવર્ધનના પ્રયત્નો અહીં કરવામાં આવ્યા છે. [૪૬]

અહીંના વાતાવરણ અને સારા વરસાદને કારણે અહીંનાનિત્ય લીલા અને આર્દ્ર જંગલોને કારણે અહીં જંગલી ઓર્ચિડ સારી રીતે વિકસે છે. જંગલી ઓર્ચિડની ૧૩૦ પ્રજાતિઓ આ રાજ્યમાં જોવા મળે છે.[૪૭] તેમાંની ૯૭ પ્રજાતિઓ તો માત્ર મયુરભાંજ જિલ્લામાં મળી આવે છે. નંદનકાન્હા જૈવિક ઉદ્યાનમાં આમાંની અમુક પ્રજાતિઓ જોઈ શકાય છે. [૪૮]

મયુરભાંજ જિલ્લામાં આવેલું સુમલીપાલ રાષ્ટ્રીય ઉદ્યાન એ ૨૭૫૦ ચો. કિમી માં ફેલાયેલું પ્રાણી સંરક્ષીત્ર ક્ષેત્ર અને વાઘ અભયારણ્ય છે. અહીં ૧૦૭૮ વનસ્પતિ પ્રજાતિઓ મળી આવે છે જેમાં ૯૪ પ્રજાતિઓ તો માત્ર ઓર્ચિડની છે. સાલનું વૃક્ષ એ આ જંગલનું પ્રમુખ વૃક્ષ છે. આ અભયારણ્યમાં ૫૫ સસ્તનો મળી આવે છે તેમાં ભસતાં હરણ, બંગાળ વાઘ, સામાન્ય લંગુર, ચાર શિંગડાવાળા સાબર, ભારતીય જંગલી બળદ, ભારતીય હાથી, ભારતીય મોટી ખિસકોલી, ભારતીય ચિત્તો, જંગલી બિલાડી, સાબર અને જંગલી ડુક્કરનો સમાવેશ થાય છે. અહીં પદેઓની ૩૦૪ પ્રજાતિઓ મળી આવે છે જેમાં સામાન્ય પર્વતીય મેના, ભારતીય રાખોડી દુધરાજ, ભારતીય કાબરચીતરું દૂધરાજ અને મલબારી કાબરચિતરું દૂધરાજ આદિનો સમાવેશ થાય છે. અહીં સરીસૃપોની ૬૦ જેટલી પ્રજાતિઓ રહે છે જેમાં નાગ અને ત્રિસ્તરી પર્વતીય કાચબો વિશેષ છે. નજીક આવેલા રામતીર્થમાં મગર ઉછેર કેંદ્ર છે.[૪૯]

ઑડિશાની રાજધાની ભુવનેશ્વરની બાજુમાં ચાંડક હાથી અભયારણ્ય આવેલું છે. આ અભયારણ્ય ૧૯૦ ચો. કિમી ક્ષેત્રમાં ફેલાયેલું છે. પરંતુ વધારે પડતા ચારાના ભક્ષણ અને જંગલ ક્ષેત્રમાં થયેલા ઘટાડાને પરિણામે હાથીઓ અહીંથી સ્થળાંતર કરવા વિવશ થાય છે. ઈ.સ. ૨૦૦૨માં અહીં ૮૦ હાથી હતાં જે ઘટીને ઈ.સ. ૨૦૧૨માં ૨૦ થઈ ગયાં છે. ઘણાં પશુઓ બરબર અભયારણ્ય, ચિલ્કા, નયાગઢ જીલ્લો અકે અથાગઢ માં સ્થળાંતર કરી ગયા છે. ઘણાં હાથીઓ ગામ્ડાના લોકોસાથેની અથડામણોમાં , ઘણાં સ્થળાંતર કરતાં વિજળીનો આંચકો લાગતાં, ટ્રેનની અથડામણથી કે શિકારીઓ દ્વારા હણાયા છે. [૫૦][૫૧] હાથી સિવાય અહીં ભારતીય ચિત્તો, જંગલી બિલાડી અને ચિતળ પણ જોવા મળે છે. [૫૨]

કેદ્રપાડા જીલ્લામાં આવેલું ભીતરકનિકા રાસ્ટ્રીય ઉદ્યાન ૬૫૦ ચો. કિમી. માં ફેલાયેલું છે જેમાં ૧૫૦ ચો. કિમી માં તો સુંદરવન આવેલા છે. ભીતરકનિકામાં આવેલું ગહીરમાથા સમુદ્ર કિનારો ઑલિવ રીડલી સમુદ્રી કાચબાના વિશ્વની સૌથી મોટી માળાઓની વસાહત છે. [૫૩] આ સિવાય ગંજમ જીલ્લામાં રુષીકુલ્ય,[૫૪] અને દેવી નદીનો મુખ પ્રદેશ પણ સમુદ્રી કાચબાઓના માળાને વસાહતો ધરાવે છે. [૫૫] આ સિવાય ખારા પાણીના મગરમચ્છ માટે પણ ભીતરકનિકા અભયારણ્ય જાણીતું છે. [૫૬] શિયાળામાં અહીં ઘણાં સ્થળાંતર કરનારા પક્ષીઓ આવે છે. અહીં કાળા મુગટવાળોનિશાચરી બગલો, ડાર્ટર, રાખોડી બગલો, ભારતીય જળકાગ (cormorant), પૂર્વીય સફેદ આઈબીસ, જાબુડીયો બગલો અને સારસ જેવા પક્ષીઓ જોવા મળે છે.[૫૭] શક્યતઃ ભયાતીત ઘોડાનાળ કરચલા આ ક્ષેત્રમાં જોવા મળે છે. [૫૮]

ચિલ્કા તળાવ ઑડિશાના પૂર્વ કિનારા પર આવેલું ખારા પાણીનું એક સરોવર છે તેનું ક્ષેત્રફળ ૧૧૦૫ ચો કિમી છે. એક ૩૫ કિમી લાંબી નહેર વડે તે બંગાળના ઉપસાગર સાથે જોડાયેલું છે. આ તળાવ મહાનદીના ત્રિભુજ પ્રદેશનો એક ભાગ છે. સામાન્ય રીતે સુકી ઋતુમાં ભરતી સમયે ખારું પાણી આ તળાવમાં ભરાય છે. ચોમાસાની ઋતુમાં નદી દ્વારા મીઠું પાણી અહીં ઠલવાતું હોવાથી તલાવના પાણીની ક્ષારતા ઘટી જાય છે. [૫૯] શિયાળામાં કૅસ્પિયન સમુદ્ર, બૈકલ સરોવર, રશિયાના અન્ય ભાગો, મધ્ય એશિયા, અગ્નિ એશિયા, લડાખ અને હિમાલય જેવા ક્ષેત્રોમાંથી પક્ષીઓ સ્થળાંતર કરી અહીંઅ આવે છે.[૬૦] અહીં યુરેશિયન વીજીયન, પીનટેલ, બાર-હેડેડ બતક, રાખોડી પગી બતક, સુરખાબ, મેલાર્ડ અએ ગોલિએથ બગલો જેવા પક્ષીઓ જોવા મળે છે. [૬૧][૬૨] આ તળાવમાં ભયાતિતા પ્રજાતિ - ઈરાવદી ડોલ્ફીન માછલીઓ પણ અલ્પ સંખ્યામાં જોવા મળે છે. [૬૩] અહીંના દરિયા કિનારે પક્ષહીન પોરપોઈસ, બાટલીનાક ડૉલ્ફીન, ખૂંધવાળી માછલી અને સ્પીનર ડોલ્ફીન જોવા મળે છે. [૬૪]

રાજ્ય પ્રશાસન[ફેરફાર કરો]

ઑડિશાના મંત્રાલયની ઈમારત - ભુવનેશ્વર

ભારતમાં સરકાર સંસદીય લોકશાહી ઢબે ચાલે છે. સાંસદોને પુક્તવયના નાગરીકો ચુંટણી દ્વારા ચુંટી કાઢે છે.[૬૫] ભારતની સંસદ બે ગૃહો ધરાવે છે. [૬૬] નીચલા ગૃહને લોકસભા કહેવાય છે. ઑડિશા રાજ્યમાંથી ૨૧ સાંસદો ચુંટવામાં આવે છે. તેમને સીધા મતદાન દ્વારા લોકો ચુંટી કાઢે છે. સંસદના ઉપલા ગૃહને રાજ્ય સભા કહે છે. રાજ્યસભામામ્ ઑડિશાના ૧૦ સભ્યો હોય છે. તેમને રાજ્યની વિધાનસભાના વિધાયકો ચુંટી કાઢે છે. [૬૭][૬૮]

ઑડિશા વિધાનસભા[ફેરફાર કરો]

ઓડિશા એકગૃહી વિધાનસભા કે ધારાસભા ધરાવે છે. [૬૬] ઑડિશાની વિધાનસભા ૧૪૭ બેઠકો ધરાવે છે. [૬૯] આ સિવાય તેમાં અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની પદવી હોય છે. જેમને વિધાનસભામાં ચૂંટાયેલા સભ્યો પોતાનામાંથી ચૂંટી કાઢે છે. [૭૦] રાજ શાસનની જવાબદારી મુખ્ય મંત્રી અને તેના મંત્રી મંડળની હોય છે. જોકે અને રાજ્ય શાસનના વડા રાજ્યપાલ હોય છે જેમની નીમણુંક ભારતના રાષ્ટ્રપતિ કરે છે. વિધાનસભામાં બહુમતી ધરાવનાર પક્ષ કે સંગઠનના નેતાને રાજ્યપાલ મુખ્યમંત્રી તરીકે નીમે છે. તેની સલાહ અનુઆસર રાજ્યપાલ મંત્રીમંડળની નીમણુંક કરે છે. મંત્રીમંડળ વિધાન પરિષદને જવાબદાર હોય છે.[૭૧] વિધાનસભાના સન્યને વિધાયક અથવા ધારાસભ્ય (અંગ્રેજીમાં MLA = Member of the Legislative Assembly) કહેવાય છે. રાજ્યપાલ એક ધારાસભ્ય ઍંગ્લો-ઈંડિયન સમાજમાંથી ચૂંટી નીમી શકે છે. [૭૨] જો કોઈ કારણસર વિધાનસભાનું વિસર્જન ન થાય તો સરકારની અને ચુંટાયેલા વિધાયકોની મુદ્દત પાંચ વર્ષની હોય છે. [૭૦]

પ્રશાસનિક ક્ષેત્ર[ફેરફાર કરો]

ઓરિસ્સા રાજ્યમાં કુલ ૩૦ (ત્રીસ) જિલ્લાઓ આવેલા છે.[૭૩]આ ૩૦ જિલ્લાઓને વ્યવહારની સરળતા માટે ૩ રાજ્યસ્વ વિભાગોમાં વહેંચી દેવામાં આવ્યા છે.: ઉત્તર દક્ષિણ અને મધ્ય. અને તેમના મુખ્ય મથકો અનુક્રમે સંબલપુર, બરહામપુર અને કટકમાં આવેલા છે. દરેક વિભાગમાં ૧૦ જિલ્લઓ છે અને તેમનો ઉપરી વિભાગિય રાજ્યસ્વ કમિશન હોય છે. (અંગ્રેજીમાં =Revenue Divisional Commissioner (RDC))[૭૪] વિભાગિય રાજ્યસ્વ કમિશનનું સ્થાન રાજ્ય મંત્રાલય અને જિલ્લા વહીવટની વચ્ચે આવે છે.[૭૫] વિભાગિય રાજ્યસ્વ કમિશન બોર્ડ ઑફ રેવેન્યુ ને જવાબદાર હોય છે. અને તેમના ઉપરી વરિષ્ઠ ભારતીય પ્રશાસનિક સેવાના અધિકારી (IAS) હોય છે.[૭૪]

ક્ષેત્ર અનુસાર જિલ્લાઓ[૭૩]
ઉત્તર વિભાગ મધ્ય વિભાગ દક્ષિણ વિભાગ

દરેક જિલ્લાનાનું પ્રશાસન જિલ્લા કલેક્ટર દ્વારા ચલાવવામાં આવે છે. ભારતીય પ્રશાસનીક સેવા દ્વારા તેમની નિમણૂક કરવામાં આવે છે. .[૭૬][૭૭] મહેસૂલ વસૂલી કરવી અને કાયદો તથા વ્યવસ્થા જાળવવા એ જિલ્લા કલેક્ટરની મુખ્ય જવાબદારી હોય છે. દરેક જિલ્લાના વધુ પ્રશાસનિક વિભાગો પાડવામાં આવે છે. તેમાં ઉપ-વિભાગીય કલેક્ટર અને ઉપ-વિભાગિય ન્યાયાધિશ (મેજીસ્ટ્રેટ) ઉપરી હોય છે. આ ઉપવિભાગોને વધુ નાના મહેસૂલ વિભાગોમાં વહેંચવામાં આવે છે તેને તહેસિલ કહે છે. તહેસિલના ઉપરી તહેસિલદાર હોય છે. ઑડિશા ૫૮ ઉપ-વિભાગો અને ૩૧૭ તહેસિલ ધરાવે છે.[૭૪] આ તહેસિલમાં પંચાયતો અને નગરપાલિકાઓનો સમાવેશ થાય છે.

ઑડિશાની રાજધાની અને સૌથી મોટું શહેર ભુવનેશ્વર છે. તે સિવાય અન્ય મુખ્ય શહેરો છે: બાલાસોર, બેરહામપુર, બ્રહ્મપુર, કટક, પુરી, રાઉરકેલા અને સંબલપુર. તેમાંથી ભુવનેશ્વર, સંબલપુર અને રાઉરકેલા મહાનગર પાલિકા ધરાવે છે.

આ સિવાય અન્ગુલ, બાલનગીર, બાલાસોર, બારબીલ, બારગઢ, બરીપાડા, બેલ્પાહર, ભદ્રક, ભવાનીપટના, બીરમિત્રપુર, બૌઢ, બ્યાસનગર, છત્તરપુર, ઢેંકનાલ, ગોપાલપુર, ગુનુપુર, જગતસિંહપુર, જયપુર, જેયપોર, જરસુગડા, કેન્દ્રપાડા, કેન્દુઝાર, ખોર્ધા, કોણાર્ક, કોરાપુટ, મલ્કનગિરી, નબરંગપુર, નયાગઢ, નૌપાડા, પારદીપ, પરલખેમુંડી, પુઇરી, ફુલબની, રાજગંજપુર, રાયગઢા, સોનેરપુર, સુંદરગઢ અને તાલચેરમાં નગરપાલિકાઓ આવેલી છે.

ગામ આદિના સ્થાનીય બાબતોની સંભાળ પંચાયત રાખે છે.

ન્યાય તંત્રમાં કટકમાં આવેલી ઑડિશા ઉચ્ચ ન્યાયાલય અને વિવિધ સ્થળે આવેલી અન્ય નીચલા ન્યાયાલયોનો સમાવેશ થાય છે


અર્થવ્યવસ્થા[ફેરફાર કરો]

બૃહત્-અર્થશાસ્ત્રીય વહેણ[ફેરફાર કરો]

ઑડિશા સળંગ વિકાસ સાધી રહ્યો છે. રાજ્ય થોક ઉત્પાદનમાં ઑડિશાએ સારી પ્રગતિ દર્શાવી છે. આંકડાશાસ્ત્ર અને પરિયોજના મંત્રાલયે આની પુષ્ટિ કરી છે. ઑડિશાનો વિકાસ દર દેશના સરાસરી વિકાસ દર કરતાં ઊં ચો છે. [૭૮]

ઔદ્યોગિક વિકાસ[ફેરફાર કરો]

રાઉરકેલા પોલાદ કારકારખાનું

ઑડિશા વિપુલ પ્રમાણમાં પ્રાકૃતિક સંપત્તિ અને લાંબો દરિયા કિનારો ધરાવે છે. વિદેશિ રોકાણકારો માટૅ ઑડિશા એક આકર્ષક સ્થળ બન્યું છે. .[૭૯] ભારતીય ખનિજ સંપત્તિનો પાંચમં ભાગનો કોલસો, પા ભાગનું લોહ ખનિજ, ત્રીજા ભાગનું બોક્સાઈટ અને મોટાભાગનું ક્રોમાઈટ ઑડિશામાં આવેલું છે. રાઉરકેલા પોલાદ કારખાનું Rourkela Steel Plant[૮૦] એ જાહેરક્ષેત્રનું પહેલું લોખંડ પોલાદનું કારખાનું કહતું તેનું બાંધકામ જર્મની સાથે સહયોગ કરી કરાયું હતું. જાહેર ક્ષેત્રની મોટી કંપનીઓ ના મુખ્ય મથકો અહીં આવેલા છે જેમ કે એચ એ એલ, સુનાબેડા(કોરાપટ), નેશલન્લ એલ્યુમિનિયમ કંપની - અનુગુલ, દામન્જોડી, કોરાપટ. ઑડિશામાં પોલાદ, એલ્યુમિનિયમ, તેલ શુદ્ધિકરન અને બંદર ક્ષેત્રે ઘણું રોકાણ થયું છે. ભારની મોટી માહિતી તંત્રજ્ઞાનની કંપની ઓ જેમ કે ટી.સી. એસ., મહિન્દ્રા સત્યમ, માઈન્ડ ટ્રી, પ્રાઈસ વોટર હાઉસ કુપર્સ અને ઈન્ફોસીસ વગેરેની શાખાઓ અહીં આવેલી છે. આઈ બી એમ, સીન્ટેલ અને વીપ્રો પણ પોતાની શાખાઓ અહીં ખોલવા જઈ રહ્યા છે. S&P CNX 500 માં સ્થાન પામેલી બે કંપનીઓની કોર્પોરેટ ઑફીસો અહીં આવેલી છે - નેશનલ એલ્યુમિનિયમ કંપની અને ટાટા સ્પ્ઞ આર્યન.

૧૯૯૪ માં થએલા નાણાકીય સુધારા ને અનુસરી માળખાકીય પરિવર્તનો કરનારું ઑડિશા પ્રથમ રાજ્ય હતું. વિદ્યુત પ્રવાહના પ્રવાહન અને વહેંચણીના ક્ષેત્રોમાં નિજી કરણ દાખલ કરનાર ઑડિશા પ્રથમ રાજ્ય હતું. ૧૯૯૪ અને ૨૦૦૦ની સાલની વાચમાં ઑડિશા રાજ્ય વિદ્યુત મંડળનું માળખું સુધારી ગ્રીડકોની રચના કરવામાં આવી હતી. ટ્રાન્સકો અને વહેંચણી કરનારી કંપનીઓ આ આ મહામંડળના નાના વિભાગ બન્યા. આ વહેંચણી કરનાર ભાગને નિજી ક્ષેત્રની કંપનીઓને વેચવાની યોજના બની. આ સુધારાનું પ્રમાણ અને મહત્ત્વ ભારતીય અર્થવ્યવાસ્થામાં એક મહત્વપૂર્ણ ટપ્પો ધરાવે છે.

ભારતની કેન્દ્ર સરકારે ઑડિશામાં આઠ સ્થળોને સ્પેશિયલ ઈકોનોમિક ઝોન ઘોષિત કર્યા છે. તેમાં ભુવનેશ્વર અને પારાદીપમાં ઈન્ફોસીટી શામેલ છે. પન આ ક્ષેત્રોમાં ખેડૂતો તરફથી પ્રચંડ વિરોધ નોંધાવાયો છે.

પુર અને વાવાઝોડા ઑડિશાની અર્થવ્યવસ્થા સામે વિશાળ ભય ધરાવે છે. ઑડિશાના મહત્ત્વપૂર્ણ જિલ્લાઓ બંગાળના ઉપસાગરના દરિયા કાંઠે આવેલા છે

માળખગત સુવિધાઓનો વિકાસ[ફેરફાર કરો]

પારદીપ બંદર એ ઑડિશાના પૂર્વી કિનારે આવેલું એક મહત્ત્વપૂર્ણ બંદર છે. આ સિવાય દરિયાઈ કિનારે આવેલા શહેરો ધમ્રા અને ગોપાલપુર પણ ઑડિશાના અન્ય મહત્ત્વપૂર્ણ બંદરો છે. ભારત સરકારે ઉત્તરમાં પારદીપથી લઈ દક્ષિણમાં ગોપાલપુર સુધીના કિનારાના ક્ષેત્રની વિશેષ આર્થિક ક્ષેત્ર તરીકે પસંદગી કરી છે. ભારતમાં આવા છ વિશેષ આર્થિક ક્ષેત્રો છે. ભારત સરકાર અને ઑડિશા રાજ્ય સરકાર અહીં રોટરડેમ, હ્યુસ્ટન અને પુડોન્ગ જેવી માળખાગત સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા હાથ મિલાવ્યા છે. આથી અહીં પેટ્રો કેમિકલ્સ, સ્ટીલ અને ઉત્પાદન ક્ષેત્રોની ગતિવિધીઓને વેગ મળવાની ધારણા છે.

વાહનવ્યવહાર[ફેરફાર કરો]

ઑડિશા વાહન વ્યવહારમાં રસ્તા, રેલમાર્ગો, હવાઈમથકો અને બંદરોની સુવિધાઓ ધરાવે છે. ભુવનેશ્વર ભારતના અન્ય સ્થળો સાથે રેલ, રસ્તા અને હવાઈ માર્ગે જોડાયેલું છે.

હવાઈમાર્ગ[ફેરફાર કરો]

બીજુ પટનાઈક આંતરરાષ્ટ્રીય હવાઈ મથક, ભુવનેશ્વર

ઑડિશામાં કુલ ૧૭ હવાઈમથકો અને ૧૬ હેલીપેડ આવેલા છે.[૮૧][૮૨][૮૩]

તેમાં ગોપાલપુર, જારસુગડા, બારબીલ અને રાઉરકેલાનો સમાવેશ થાય છે. [૮૪] એર ઑડિશા એ બુવનેશ્વરમાં આવેલી રાજ્યની એક માત્ર ચાર્ટર વિમાન કંપની છે.

 • ભુવનેશ્વર - બીજુ પટનાઈક આંતરરાષ્ટ્રીય હવાઈ મથક
 • બ્રહ્મપુર - બેહરામપુર હવાઈ મથક
 • કટક - ચારબતીયા એર બેઝ
 • જેયપોર - જેયપોર હવાઈ મથક
 • જારસુગડા - જારસુગડાહવાઈ મથક

બંદરો[ફેરફાર કરો]

 • ધામરા બંદર
 • ગોપાલપુર બંદર
 • પારદીપ બંદર
 • સુબર્નરેખા બંદર
 • અષ્ટરંગ બંદર
 • ચાંદીપુર બંદર

રેલ્વે[ફેરફાર કરો]

ઑડિશાના મોટા ભાગના મુખ્ય શહેરો ભારતના અન્ય શહેરો સાથે રોજની અથવા અઠવાડીક રેલ સેવા દ્વારા જોડાયેલા છે. ઑડિશામાં આવેલ રેલ્વે મોટૅ ભાગે પૂર્વ તટ રેલ્વે હેઠળ આવે છે. તેનું મુખ્ય મથક ભુવનેશ્વરમાં છે. તે સિવાય રેલ્વેનો થોડોક ભાગ દક્ષિણ પૂર્વી રેલ્વે વિભાગ હેઠળ અને દક્ષિણ પૂર્વે મધ્ય રેલ્વે હેઠળ આવે છે.

જનસંખ્યા[ફેરફાર કરો]

૨૦૧૧ની ભારતીય વસ્તી ગણતરી અનુસાર ઑડિશાની વસ્તી ૪૧,૯૪૭,૩૫૮ હતી. તેમાં ૨૧,૨૦૧,૬૭૮ (૫૦.૫૪%) પુરુષો અને ૨૦,૭૪૫,૬૮૦ (૪૯.૪૬%) સ્ત્રીઓ હતી. આમ, દર ૧૦૦૦ પુરુષે ૯૭૮ સ્ત્રીઓ હતી. વસ્તીની ઘનતા ૨૬૯ વ્યક્તિઓ પ્રતિ ચો. કિમી. છે.

અહીં મોટા ભાગની પ્રજા ઑડિયા છે અને અહીંની સત્તાવાર ભાષા ઑડિયા છે. અહીંના લગભગ ૮૧.૮% લોકો દ્વારા તે બોલવામાં આવે છે. [૮૫] આ સિવાય ઑડિશામાં બંગાળી, હિંદી, ઉર્દુ, તેલુગુ, સંતાલી જેવી ભાષાકીય લઘુમતી કોમો પણ છે. અનૂસૂચિત જાતિનું પ્રમાણ ૧૬.૫૩% અને અનુસૂચિત જનજાતિઓનું પ્રમાણ ૨૨.૧૩% જેટલું છે. સંથાલ, બોન્દા, મુંડા, ઑરાઓન, કાન્ધા મહાલી અને કોરા અહીંની અમુક પ્રજાતિઓ છે.

અહીં સાક્ષરતાનું પ્રમઆણ ૭૩% છે, તે પુરુષોમાં ૮૨% અને સ્ત્રીઓમાં ૬૪% છે.

૧૯૯૯-૨૦૦૦માં ગરીબીની રેખાની નીચે જીવનારા લોકોનું પ્રમાણ ૪૭.૧૫% હતું, જે ભારતીય સરાસરી ૨૬.૧૦% કરતાં ઘણું વધારે હતું.

૧૯૯૬-૨૦૦૧દરમ્યાન થયેલા અભ્યાસમાં લોકોની આયુ-સંભાવ્યતા ૬૧.૬૪ વર્ષ હતી, જે રાષ્ટ્રીય સરાસરી કરતાં વધુ હતી. પ્રતિ ૧૦૦૦ વ્યક્તિએ જન્મનું પ્રમાણ ૨૩.૨ છે અને મૃત્યુ દર ૯.૧ છે. બાળ મૃત્યુ દર દર ૧૦૦૦ જીવીત જન્મે ૬૫ નો છે જ્યારે દર ૧૦૦૦એ માતૃ મૃત્યુ દર ૩૫૮ છે. ૨૦૦૪માં ઑડિશાનો માનવ વિકાસ માનાંક ૦.૫૭૮ હતો.

જિલ્લો જિલ્લા મથક વસ્તી
(૨૦૧૧)
પુરુષો સ્ત્રીઓ ટકાવારી
દશકી
વૃદ્ધિ
૨૦૦૧-૧૧
લિંગ અનુપાત ઘનતા
(વ્યક્તિઓ
પ્રતિ
ચો. કિમી.)
બાળકો
વસ્તી
૦–૬ વર્ષ
બાળકો
લિંગ
અનુપાત
સાક્ષરતા
1 Angul Angul ૧૨,૭૧,૭૦૩ ૬,૫૪,૮૯૮ ૬,૧૬,૮૦૫ ૧૧.૫૫ ૯૪૨ ૧૯૯ ૧,૪૫,૬૯૦ ૮૮૪ ૭૮.૯૬
2 Balangir Balangir ૧૬,૪૮,૫૭૪ ૮,૩૧,૩૪૯ ૮,૧૭,૨૨૫ ૨૩.૨૯ ૯૮૩ ૨૫૧ ૨,૦૬,૯૬૪ ૯૫૧ ૬૫.૫૦
3 Balasore Baleswar ૨૩,૧૭,૪૧૯ ૧૧,૮૪,૩૭૧ ૧૧,૩૩,૦૪૮ ૧૪.૪૭ ૯૫૭ ૬૦૯ ૨,૭૪,૪૩૨ ૯૪૧ ૮૦.૬૬
4 Bargarh Bargarh ૧૪,૭૮,૮૩૩ ૭,૪૮,૩૩૨ ૭,૩૦,૫૦૧ ૯.૮૪ ૯૭૬ ૨૫૩ ૧,૫૬,૧૮૫ ૯૪૬ ૭૫.૧૬
5 Bhadrak Bhadrak ૧૫,૦૬,૫૨૨ ૭,૬૦,૫૯૧ ૭,૪૫,૯૩૧ ૧૨.૯૫ ૯૮૧ ૬૦૧ ૧,૭૬,૭૯૩ ૯૩૧ ૮૩.૨૫
6 Boudh Boudh ૪,૩૯,૯૧૭ ૨,૨૦,૯૯૩ ૨,૧૮,૯૨૪ ૧૭.૮૨ ૯૯૧ ૧૪૨ ૫૯,૦૯૪ ૯૭૫ ૭૨.૫૧
7 Cuttack Cuttack ૨૬,૧૮,૭૦૮ ૧૩,૩૯,૧૫૩ ૧૨,૭૯,૫૫૫ ૧૧.૮૭ ૯૫૫ ૬૬૬ ૨,૫૧,૧૫૨ ૯૧૩ ૮૪.૨૦
8 Debagarh Debagarh ૩,૧૨,૧૬૪ ૧,૫૮,૦૧૭ ૧,૫૪,૧૪૭ ૧૩.૮૮ ૯૭૬ ૧૦૬ ૩૮,૬૨૧ ૯૧૭ ૭૩.૦૭
9 Dhenkanal Dhenkanal ૧૧,૯૨,૯૪૮ ૬,૧૨,૫૯૭ ૫,૮૦,૩૫૧ ૧૧.૮૨ ૯૪૭ ૨૬૮ ૧,૩૨,૬૪૭ ૮૭૦ ૭૯.૪૧
10 Gajapati Paralakhemundi ૫,૭૫,૮૮૦ ૨,૮૨,૦૪૧ ૨,૯૩,૮૩૯ ૧૦.૯૯ ૧,૦૪૨ ૧૩૩ ૮૨,૭૭૭ ૯૬૪ ૫૪.૨૯
11 Ganjam Chhatrapur ૩૫,૨૦,૧૫૧ ૧૭,૭૭,૩૨૪ ૧૭,૪૨,૮૨૭ ૧૧.૩૭ ૯૮૧ ૪૨૯ ૩,૯૭,૯૨૦ ૮૯૯ ૭૧.૮૮
12 Jagatsinghpur Jagatsinghpur ૧૧,૩૬,૬૦૪ ૫,૭૭,૬૯૯ ૫,૫૮,૯૦૫ ૭.૪૪ ૯૬૭ ૬૮૧ ૧,૦૩,૫૧૭ ૯૨૯ ૮૭.૧૩
13 Jajpur Jajpur ૧૮,૨૬,૨૭૫ ૯,૨૬,૦૫૮ ૯,૦૦,૨૧૭ ૧૨.૪૩ ૯૭૨ ૬૩૦ ૨,૦૭,૩૧૦ ૯૨૧ ૮૦.૪૪
14 Jharsuguda Jharsuguda ૫,૭૯,૪૯૯ ૨,૯૭,૦૧૪ ૨,૮૨,૪૮૫ ૧૨.૫૬ ૯૫૧ ૨૭૪ ૬૧,૮૨૩ ૯૩૮ ૭૮.૩૬
15 Kalahandi Bhawanipatna ૧૫,૭૩,૦૫૪ ૭,૮૫,૧૭૯ ૭,૮૭,૮૭૫ ૧૭.૭૯ ૧,૦૦૩ ૧૯૯ ૨,૧૪,૧૧૧ ૯૪૭ ૬૦.૨૨
16 Kandhamal Phulbani ૭,૩૧,૯૫૨ ૩,૫૯,૪૦૧ ૩,૭૨,૫૫૧ ૧૨.૯૨ ૧,૦૩૭ ૯૧ ૧,૦૬,૩૭૯ ૯૬૦ ૬૫.૧૨
17 Kendrapara Kendrapara ૧૪,૩૯,૮૯૧ ૭,૧૭,૬૯૫ ૭,૨૨,૧૯૬ ૧૦.૫૯ ૧,૦૦૬ ૫૪૫ ૧,૫૩,૪૪૩ ૯૨૧ ૮૫.૯૩
18 Kendujhar Kendujhar ૧૮,૦૨,૭૭૭ ૯,૦૭,૧૩૫ ૮,૯૫,૬૪૨ ૧૫.૪૨ ૯૮૭ ૨૧૭ ૨,૫૩,૪૧૮ ૯૫૭ ૬૯.૦૦
19 Khordha Khordha ૨૨,૪૬,૩૪૧ ૧૧,૬૬,૯૪૯ ૧૦,૭૯,૩૯૨ ૧૯.૬૫ ૯૨૫ ૭૯૯ ૨,૨૨,૨૭૫ ૯૧૦ ૮૭.૫૧
20 Koraput Koraput ૧૩,૭૬,૯૩૪ ૬,૭૭,૮૬૪ ૬,૯૯,૦૭૦ ૧૬.૬૩ ૧,૦૩૧ ૧૫૬ ૨,૧૫,૫૧૮ ૯૭૦ ૪૯.૮૭
21 Malkangiri Malkangiri ૬,૧૨,૭૨૭ ૩,૦૩,૯૧૩ ૩,૦૮,૮૧૪ ૨૧.૫૩ ૧,૦૧૬ ૧૦૬ ૧,૦૫,૬૩૬ ૯૭૯ ૪૯.૪૯
22 Mayurbhanj Baripada ૨૫,૧૩,૮૯૫ ૧૨,૫૩,૬૩૩ ૧૨,૬૦,૨૬૨ ૧૩.૦૬ ૧,૦૦૫ ૨૪૧ ૩,૩૭,૭૫૭ ૯૫૨ ૬૩.૯૮
23 Nabarangapur Nabarangpur ૧૨,૧૮,૭૬૨ ૬,૦૪,૦૪૬ ૬,૧૪,૭૧૬ ૧૮.૮૧ ૧,૦૧૮ ૨૩૦ ૨,૦૧,૯૦૧ ૯૮૮ ૪૮.૨૦
24 Nayagarh Nayagarh ૯,૬૨,૨૧૫ ૫,૦૨,૧૯૪ ૪,૬૦,૦૨૧ ૧૧.૩૦ ૯૧૬ ૨૪૭ ૧,૦૧,૩૩૭ ૮૫૧ ૭૯.૧૭
25 Nuapada Nuapada ૬,૦૬,૪૯૦ ૩,૦૦,૩૦૭ ૩,૦૬,૧૮૩ ૧૪.૨૮ ૧,૦૨૦ ૧૫૭ ૮૪,૮૯૩ ૯૭૧ ૫૮.૨૦
26 Puri Puri ૧૬,૯૭,૯૮૩ ૮,૬૫,૨૦૯ ૮,૩૨,૭૭૪ ૧૩.૦૦ ૯૬૩ ૪૮૮ ૧,૬૪,૩૮૮ ૯૨૪ ૮૫.૩૭
27 Rayagada Rayagada ૯,૬૧,૯૫૯ ૪,૬૯,૬૭૨ ૪,૯૨,૨૮૭ ૧૫.૭૪ ૧,૦૪૮ ૧૩૬ ૧,૪૧,૧૬૭ ૯૫૫ ૫૦.૮૮
28 Sambalpur Sambalpur ૧૦,૪૪,૪૧૦ ૫,૨૯,૪૨૪ ૫,૧૪,૯૮૬ ૧૨.૨૪ ૯૭૩ ૧૫૮ ૧,૧૨,૯૪૬ ૯૩૧ ૭૬.૯૧
29 Subarnapur Sonepur ૬,૫૨,૧૦૭ ૩,૩૨,૮૯૭ ૩,૧૯,૨૧૦ ૨૦.૩૫ ૯૫૯ ૨૭૯ ૭૬,૫૩૬ ૯૪૭ ૭૪.૪૨
30 Sundergarh Sundergarh ૨૦,૮૦,૬૬૪ ૧૦,૫૫,૭૨૩ ૧૦,૨૪,૯૪૧ ૧૩.૬૬ ૯૭૧ ૨૧૪ ૨,૪૯,૦૨૦ ૯૩૭ ૭૪.૧૩

ધર્મ[ફેરફાર કરો]
Circle frame.svg

ઑડિશામઆં ધર્મ (૨૦૧૧)[૮૬]      હિંદુ (93.62%)     ખ્રિસ્તી (2.76%)     ઈસ્લામ (2.17%)     સરના ધર્મ (1.13%)     શીખ (0.05%)     બૌદ્ધ ધર્મ (0.03%)     જૈન ધર્મ (0.02%)     બિન ધાર્મિક (0.2%)

ગીત ગોવિંદ

ઑડિશામાં મોટા ભાગના લોકો (લગભગ ૯૪%[૮૭])હિંદુ ધર્મ પાળે છે અને તેઓ સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો ધરાવે છે. દા.ત. ઑડિશા ઘણાં હિંદુ પાત્રોનું ઘર છે. સંત ભીમ ભોઈ મહિમા ધર્મ ચળવળના નેતા હતા. સરલા દાસ જેઓ આદિવાસી હતા તેમણે મહાભારતનું ઑડિયામાં ભાષાંટર કર્યું હતું. ચૈતન્યદાસ બૌદ્ધ વૈષ્ણવ પંથના સ્થાપક હતા. તેમણે નિર્ગુણ મહાત્મ્ય લખ્યું. અને ગીત ગોવિંદના રચયિતા જયદેવ પણ ઑડિશાના હતા.

"ઑડિશા મંદિર પ્રાધિકાર કાયદો" ૧૯૪૮ હેઠળ ઑડિશાના દરેક હિંદુ મંદિરમાં હરિજન સહિત દરેક હિંદુઓને પ્રવેશની છૂટ આપવામાં આવી છે, [૮૮]

સૌથી પ્રાચીન ઑડિયાભાષાની કૃતિ માદલ પાંજી છે જે પુરી મંદિરમાંથી મળી આવી છે તેની રચના ઈ.સ. ૧૦૪૨માં થઈ હોવાનું મનાય છે. આ સિવાય પ્રચલિત પ્રાચીન ઑડિસી ગ્રંથોમાં જગન્નાથ દાસદ્વારા ૧૬મી સદીમાં લખાયેલી ભાગબતા (ભાવગત)નો પણ સમાવેશ થાય છે. [૮૯] આધુનિક સમયમાં ૨૦મી સદીમાં બ્રહ્મો સમાજી મધુસુદન રાવે ઑડિયા લેખન સાહિત્ય પાયો નાખ્યો. [૯૦]

૨૦૦૧ની જનગણના અનુસાર ઑડિશામાં ખ્રિસ્તી લોકોની ટકાવારી ૨.૮% છે જ્યારે મુસ્લીમ લોકોની ટાકાવારી ૨.૨% છે. સીખ, બૌદ્ધ અને જૈન લોકો સાથે મળી ૦.૧% છે. [૮૭] આદિવાસીઓનો મોટો ભાગ સરના ધર્મ પાળે છે, જેમાં તેઓ પ્રકૃતિની પૂજા કરે છે, જોકે વસ્તી ગણતરીમાં તેમને હિંદુ ધર્મના એક ભાગ તરીકે લેખવામાં આવે છે.

શિક્ષણ[ફેરફાર કરો]

રેવનશૉ વિશ્વવિદ્યાલય, કટકનું પરિછાયાચિત્ર.

હાલમાં ઑડિશાના જાજપુર જિલ્લામાં રત્નગિરી (પુપ્ફગિરી અથવા પુષ્પગિરી)માં પ્રાચીન વિશ્વવિદ્યાલય - બૌદ્ધ ધર્મનું શિક્ષણ કેન્દ્ર મળી આવ્યું છે. આ વિશ્વવિદ્યાલયમાં ગ્રીસ, પર્શિયા અને ચીનથી જીજ્ઞાસુઓ ભણવા આવતા હોવાનું મનાય છે. તક્ષશિલા અને રત્નગિરી વિશ્વની સૌથી પ્રાચીન વિશ્વવિદ્યાલય હોવાનું મનાય છે. રત્નગિરી પર સંશોધન ચાલુ છે.

શૈક્ષણિક સંસ્થાઓ

ઑડિશામાં ઘણી પ્રખ્યાત શૈક્ષણિક સંસ્થાઓ આવેલી છે જેમકે આઈ. આઈ ટી (ભુવનેશ્વર), ઑલ ઈંડિયા ઈન્સ્ટીટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ (ભુવનેશ્વર), નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઑફ ટેકનોલોજી (રાઉરકેલા), આઈ. આઈ. એમ (સંબલપુર), ઈંડિયન ઈન્સ્ટીટ્યૂટ ઑફ સાયન્સ એજ્યુકેશન ઍન્ડ રીસર્ચ (બ્રહ્મપુર) ઈત્યાદિ.

ઉચ્ચ અભ્યાસમાં પ્રવેશ ઑડિશા જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામીનેશન દ્વારા મેળવી શકાય છે. આ પરીક્ષા ૨૦૦૩થી બીજુ પટનાઈક વિશ્વવિદ્યાલ, રાઉરકેલા દ્વારા લેવામાં આવે છે. અને વૈદકીય અભ્યાસ ક્રમમાં પ્રવેશ ઑલ ઈંડિયા પ્રી મેડિકલ ટેસ્ટ દ્વારા મેળવામાં આવે છે.

કલિંગ ખિતાબ[ફેરફાર કરો]

ઑડિશાના લોકો વિજ્ઞાન અને તંત્રજ્ઞાનના પ્રસંશક રહ્યા છે. તેઓ દ્વારા ૧૯૫૨માં બીજુ પટનાકના નેતૃત્વમાં આ ઈનામની શરૂઆત કરવામાં આવી હતી. [૯૧] આ ઈનામનો કાર્યભાર કલિંગ ફાઉન્ડેશન સંભાળે છે. વિજ્ઞાન અને તંત્રજ્ઞાનના ક્ષેત્રમાં પ્રચાર ને પ્રસાર માટે આ ઈનામ યુનેસ્કો થકી આપવામાં આવે છે. કલિંગ ઈનામ મેળવનારા ૨૫ વ્યક્તિઓને પાછળથી નૉબેલ પુરસ્કાર મળ્યો છે.

સંસ્કૃતિ[ફેરફાર કરો]

ઑડિશામાં મોટ ભાગના લોકો ઑડિયા ભાષા બોલે છે. કાર્યાલયીન કામો માટે અંગ્રેજી ભાષાનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે. સ્થાનીય સ્તરે ઑડિયા ભાષા વપરાય છે. ઑડિયા ભાષા ઇંડો-યુરોપીયન ભાષાની ઈંડો-આર્યન ભાષાના વર્ગમાં આવતી ભાષા છે અને બંગાળી અને અસમિયા ભાષા સાથે સામ્ય ધરાવે છે. અહીંના આદિવાસીઓ દ્રવિડિયન અને મુંડા કુળની ભાષા બોલે છે. રાજ્યની રાજધાની ભુવનેશ્વરમાં ઘણાં મંદિરો આવેલાં છે. ઑડિસી શાસ્ત્રીય નૃત્ય આ ક્ષેત્રમાં ઉદ્ભવ્યું છે. અર્વાચીન ઑડિસી સંસ્કૃતિ પર હિંદુ, બૌદ્ધ અને જૈન ધર્મની છાપ દેખાય છે. આદિવાસી સંસ્કૃતિ પણ આધુનીલ ઑડિયા સંસ્કૃતિનો ભાગ છે.

ખાન-પાન[ફેરફાર કરો]

પહાલા રસગુલ્લા (ભુવનેશ્વર)

ઑડિશાની પાક સંસ્કૃતિ સદીઓ જુની છે. જગન્નાથ પુરીનું રસોડું વિશ્વનું સૌથી મોટું રસોડું છે, તેમાં ૧૦૦૦ રસોઈયા ૭૫૨ ચુલા પર કામ કરી અને ૧૦,૦૦૦ લોકોને દરરોજ જમાડે છે.[૯૨][૯૩]

ઑડિશામાં ઉદ્ગમ પામેલા સાકરની ચાસણીમાં ડુબાડીને બનાવવામાં આવતા રસગુલ્લા વિશ્વભરમાં પ્રખ્યાત છે. [૯૪][૯૫][૯૬] ઑડિશાની છેનાપોડા નામની એક મીઠાઈ પણ જાણીતી છે, તેનું ઉદ્ગમ નયાગઢ છે. [૯૭] પનીરને સાકરસાથે કેરેમલાઈઝ કરી તેમાં એલચી આદી ઉમેરી ચૂલાપર બાળીને આ મીઠાઈ બનાવવામાં આવે છે. છેના જીલી અને માલપુઆ અહીંની અન્ય લોકપ્રિય મીઠાઈઓ છે. કાકરા પીઠાનામની અન્ય મીઠાઈ પણ ઑડિશાની જાણીતી મીઠાઈ છે, તેને રવા અને ઘઉંના લોટ વાપરી બનાવાય છે, અને અંદરના પૂરણમાં કોપરું, મરી, એલચી, સાકર અને ઘી કે પનીર (છેના) વાપરી બનાવાય છે. તહેવારોમાં આ મીઠાઈ વિશેષ ખવાય છે. અરીશા એક અન્ય જાણીતી વાનગી છે. આ સિવાય પોડા પીઠા (એન્દુરી પીઠા), મન્દા પીઠા, ચીતોઉ પીઠા અન્ય ઉદાહરણ છે. મમરા એ દરેક ઑડિશામાં ઘરોમાં વિશેષ ખવાય છે. તેમાટે બરીપદા જાણીતું છે. મમરામાંથી બનતી છેનાચુર નામની ચેવડા જેવી વાનગી ચા દૂધ સાથે ખવાય છે.

છેનાપોડા

ગ્રામીણ ક્ષેત્રોમાં પખાલા નામની વાનગી પ્રચલિત છે. તેને ખાસ કરી ઉનાળામાં ખવાય છે. આ વાનગી દહીં પાણી અને રાંધેલા ભાતને મિશ્ર કરી બનાવવામાં આવે છે. Pakhala, a dish made of rice, water, and yoghurt that is fermented overnight is popular in summer, particularly in rural areas. Oriyas are fond of sweets and no Oriya repast is considered complete without dessert at the end. A typical meal in Odisha consists of a main course and dessert. Breads are usually served as the main course for breakfast, whereas rice is eaten with lentils (dals) during lunch and dinner. The main course includes one or more curries, vegetables and pickles. Oriya desserts are made from a variety of ingredients, with milk, chhena (a form of ricotta cheese), coconut, rice, and wheat flour being the most common.

Among the best known vegetable dishes are dalma (lentils and vegetables boiled together and then fried with other spices) and santula. The former Indian president, Dr. A. P. J. Abdul Kalam, introduced these to the Rashtrapati Bhavan menu. Ghanta and posta curries are other signature dishes.

Odisha foods are balanced between the non-vegetarian and vegetarian. Due to its vast shoreline and many rivers, fish is a very important part of the diet. Odisha boasts of extensive seafood cuisines and specializes in prawn and crab. Chilika Lake is particularly known for offering excellent seafood.(સંદર્ભ આપો)

Odisha's diet is the boundary between south Indian food habits and the north Indian ones. One can easily find dosas, vadas and idlis being served as breakfast and snacks (which are typically south Indian) and can find poori-chole, samosas (locally called singada), and other north Indian delicacies in the menu.

Rasagola of Cuttack (Salepur) is noted in Odisha and neighbouring states. One of the best combinations of north and south of India is dahibara-aludum-ghuguni especially in the city of Cuttack. Dahibara (vadaa dipped and soaked in curd), aludum (a spicy curry made from potato) and ghuguni (chickpea curry) go well together and is one of the best fusions of Indian recipes.

સંદર્ભો[ફેરફાર કરો]

 1. "LIST OF TOWNS AND THEIR POPULATION" (PDF). Retrieved ૬ ડિસેમ્બર ૨૦૧૧. 
 2. Sambar : The State Animal of Orissa
 3. Blue Jay: The State Bird of Orissa
 4. "CyberOrissa.com :: Orissa". cyberorissa.com. 2011. Retrieved ૨૬ મે ૨૦૧૨. State Flower  Check date values in: 2011 (help)
 5. "Orissa State Symbols". mapsofindia.com. 2011. Retrieved ૨૬ મે ૨૦૧૨. the state tree is the imposing ‘Ashwatha’ tree  Check date values in: 2011 (help)
 6. "Orissa celebrates Odisha". The Times of India. ૫ નવેમ્બર ૨૦૧૧. Retrieved ૧૮ નવેમ્બર ૨૦૧૧. 
 7. "Mixed views emerge as Orissa becomes Odisha". India Today. ૬ નવેમ્બર ૨૦૧૧. Retrieved ૧૦ નવેમ્બર ૨૦૧૧. 
 8. "EARLY PERIOD TO 1568 A.D.". Detail History of Orissa. Government of Orissa. Retrieved ૧૭ ફેબ્રુઆરી ૨૦૧૩. 
 9. "HC Orissa History (at Kanika Palace Cuttack)". High Court of Orissa. Archived from the original on ૮ ડિસેમ્બર ૨૦૧૦. Retrieved ૯ ઓક્ટોબર ૨૦૦૮. 
 10. Jain, Dhanesh (2003). The Indo-Aryan languages. Routledge. p. 445. ISBN 978-0-7007-1130-7.  Check date values in: 2003 (help)
 11. "Poor water management has made Orissa victim of drought and floods". The Hindu. Retrieved ૬ એપ્રિલ ૨૦૦૬. 
 12. ૧૨.૦ ૧૨.૧ It's now Odisha. The Hindu. Bhubaneswar. 5 નવેમ્બર 2011
 13. "Orissa becomes Odisha, Oriya becomes Odia". The New Indian Express. ૪ નવેમ્બર ૨૦૧૧. Retrieved ૪ નવેમ્બર ૨૦૧૧. 
 14. "Orissa becomes 'Odisha', Oriya is 'Odia' – Economic Times". Articles.economictimes.indiatimes.com. ૬ ડિસેમ્બર ૨૦૧૧. Retrieved ૨૯ ઓક્ટોબર ૨૦૧૧. 
 15. Akshaya Kumar Sahoo. Centre notification on Orissa name change.5 Nov 2011
 16. No more Orissa-Oriya; Its Odisha-Odia officially : CM declares state holiday.5 નવેમ્બર 2011
 17. Orissa changes to Odisha with state holiday.The Hill Post 4 નવેમ્બર 2011
 18. ଓରିସା ହେଲା ଓଡ଼ିଶା, ରାଷ୍ଟ୍ରପତିଙ୍କ ମୋହର ବାଜିଲାସମ୍ବାଦ (ଖବରକାଗଜ).୦୫ ନଭେମ୍ବର ୨୦୧୧
 19. "ओडिशा को मिली संसद की मंजूरी". Hindi.webdunia.com. Retrieved ૨૩ મે ૨૦૧૨. 
 20. Hi News India Orissa becomes Odisha, Oriya becomes Odia
 21. "MORE ABOUT THE STATE". Govt. of Odisha. Retrieved ૪ માર્ચ ૨૦૧૩. 
 22. http://orissa.gov.in/e-magazine/Orissareview/2010/April/engpdf/28-30.pdf
 23. "History of Odisha". india.gov.in. Retrieved ૨૯ જુલાઇ ૨૦૧૨. 
 24. ૨૪.૦ ૨૪.૧ ૨૪.૨ ૨૪.૩ ૨૪.૪ "Odisha Government Portal". Orissa.gov.in. Retrieved ૨૩ મે ૨૦૧૨. 
 25. "A tale of Tel valley civilization uncovered". The New Indian Express. Archived from the original on ૮ ડિસેમ્બર ૨૦૧૨. Retrieved ૨૧ ઓક્ટોબર ૨૦૧૦. 
 26. P.Mohanty, B. Mishra, Op. Cit,2000; C.R. Mishra, S. Pradhan, op. cit. 1989–1990, Infra, F.N.79
 27. Mahabharata Sabhaparva, 31, sloka-11-16
 28. Proceedings, Indian History Congress, 1947, 10th session, 178
 29. H. C. Rayachoudhury, Political History of Ancient India, 538
 30. B. Mishra, op.cit., 2003–2004
 31. N. K. Sahu, 1964, op. cit.
 32. N. K. Sahu, op.cit., 1964, p.200
 33. ibid.7
 34. "Odisha Government Portal". Orissa.gov.in. Retrieved ૨૩ મે ૨૦૧૨. 
 35. Social and Cultural Life in Medieval Andhra by M. Krishna Kumari: p.18
 36. Ancient India by Ramesh Chandra Majumdar p.390
 37. "Odisha Government Portal". Orissa.gov.in. Retrieved ૨૩ મે ૨૦૧૨. 
 38. "Odisha Government Portal". Odisha.gov.in. Retrieved ૨૩ મે ૨૦૧૨. 
 39. Unknown author. "Death Anniversay of Utkal Gaurab Madhusudan Das" (PDF). Odisha Government. Retrieved ૧૭ સપ્ટેમ્બર ૨૦૧૩. 
 40. Samal, Joy K. and Nayak, Pradip Kumar (1996). Makers of Modern Orrissa. p. 48.  Check date values in: 1996 (help)
 41. Padhy, K.S. (2011). Indian Political Thought. PHI Learning Private Ltd. p. 287.  Check date values in: 2011 (help)
 42. ૪૨.૦ ૪૨.૧ ૪૨.૨ ૪૨.૩ "Geography of Odisha". Know India. Government of India. Retrieved ૩ ફેબ્રુઆરી ૨૦૧૫. 
 43. Socio-economic Profile of Rural India (series II).: Eastern India (Orissa, Jharkhand, West Bengal, Bihar and Uttar Pradesh). Concept Publishing Company. 2011. p. 73. ISBN 978-81-8069-723-4. Retrieved ૪ ફેબ્રુઆરી ૨૦૧૫.  Check date values in: 2011 (help)
 44. "Monthly mean maximum & minimum temperature and total rainfall based upon 1901-2000 data" (PDF). India Meteorological Department. Retrieved ૬ ફેબ્રુઆરી ૨૦૧૫. 
 45. P.K. Dash; Santilata Sahoo; Subhasisa Bal (2008). "Ethnobotanical Studies on Orchids of Niyamgiri Hill Ranges, Orissa, India". Ethnobotanical Leaflets (12): 70–78. http://opensiuc.lib.siu.edu/cgi/viewcontent.cgi?article=1043&context=ebl&sei-redir=1&referer=http%3A%2F%2Fscholar.google.co.in%2Fscholar%3Fq%3DOrissa%2BOrchid%26btnG%3D%26hl%3Den%26as_sdt%3D0%252C5#search=%22Orissa%20Orchid%22. 
 46. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 47. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 48. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 49. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 50. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 51. "Away from home, Chandaka elephants face a wipeout". The New Indian Express. 23 August 2013.  Check date values in: 23 August 2013 (help)
 52. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 53. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 54. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 55. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 56. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 57. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 58. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 59. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 60. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 61. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 62. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 63. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 64. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 65. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 66. ૬૬.૦ ૬૬.૧ Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 67. સંદર્ભ ત્રુટિ: અમાન્ય <ref> ટેગ; OurParliamentનામના સંદર્ભ માટે કોઈ પણ લેખન અપાયું નથી
 68. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 69. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 70. ૭૦.૦ ૭૦.૧ Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 71. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 72. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 73. ૭૩.૦ ૭૩.૧ Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 74. ૭૪.૦ ૭૪.૧ ૭૪.૨ Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 75. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 76. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 77. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 78. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 79. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 80. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.[dead link]
 81. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 82. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 83. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 84. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 85. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 86. "Population by religion community - 2011". Census of India, 2011. The Registrar General & Census Commissioner, India. Archived from the original on 25 August 2015. 
 87. ૮૭.૦ ૮૭.૧ Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 88. P. 63 Case studies on human rights and fundamental freedoms: a world survey, Volume 4 By Willem Adriaan Veenhoven
 89. P. 77 Encyclopedia Americana, Volume 30 By Scholastic Library Publishing
 90. Madhusudan Rao By Jatindra Mohan Mohanty, Sahitya Akademi
 91. Kalinga Foundation Trust, http://www.kalingafoundationtrust.com/
 92. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 93. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 94. [૧]. rediff.com (2011-11-16). Retrieved on 2013-10-20.
 95. Aarini, Riya (19 October 2010). "Chicago Indian dessert review: Rasgulla-an Indian dessert well worth your time". Chicago Examiner.  Check date values in: 19 October 2010 (help);
 96. Kolkata on Wheels[dead link]. Sweet Sensation, March 2013 issue. Retrieved on 2013-29-04.
 97. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.