ગુજરાત

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
ગુજરાત
गुजरात/Gujarat
—  રાજ્ય  —
ગુજરાત રાજ્યની સ્કાયલાઇન
એશિયાઇ સિંહ, ગાંધીજી, સરદાર સરોવર યોજના, અક્ષરધામ, સોમનાથ મંદિર, ગુજરાતના ગરબા
ભારતમાં ગુજરાત રાજ્યનું સ્થાન
અક્ષાંશ-રેખાંશ 24°32′N 73°25′E / 24.53°N 73.41°E / 24.53; 73.41Coordinates: 24°32′N 73°25′E / 24.53°N 73.41°E / 24.53; 73.41
દેશ ભારત
જિલ્લા(ઓ) ૨૬
સ્થાપના મે ૧, ૧૯૬૦
રાજધાની ગાંધીનગર
સૌથી મોટું શહેર અમદાવાદ
સૌથી મોટું મહાનગર અમદાવાદ
રાજ્યપાલ ઓમ પ્રકાશ કોહલી
મુખ્ય મંત્રી આનંદીબેન પટેલ
વિધાનમંડળ (બેઠકો) ગુજરાત સરકાર (૧૮૨)
વસ્તી

• ગીચતા

૬,૦૪,૩૯,૬૯૨ (૧૦) (૨૦૧૧)

• ૩૦૮ /km2 (૭૯૮ /sq mi)

લિંગ પ્રમાણ ૧,૦૮૬ /
માનવ વિકાસ દર (૨૦૧૧) increase ૦.૫૨૭ (મધ્યમ) (૧૧)
સાક્ષરતા

• પુરુષ સાક્ષરતા
• સ્ત્રી સાક્ષરતા

૮૦.૧૮% (૧૨)

• ૮૭.૨૩%
• ૭૦.૭૩%

અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી
સમય ક્ષેત્ર આઇએસટી (+૦૫:૩૦)
વિસ્તાર

• દરિયાકિનારો

૧,૯૬,૦૨૪ ચોરસ કિલોમીટર (૭૫,૬૮૫ ચો માઈલ) (૭)

• ૧,૬૦૦ કિલોમીટર (૯૯૦ માઈલ)

આબોહવા

• વરસાદ


     ૯૩૨ મિ.મી (૩૬.૭ ઇં)

ISO 3166-2 IN-GJ
વેબસાઇટ ગુજરાત સરકારનું અધિકૃત વેબસાઇટ
ગુજરાત સરકારની મહોર
ગુજરાતના રાજ્યચિન્હો
ભાષા ગુજરાતી
ગીત જય જય ગરવી ગુજરાત
નૃત્ય ગરબા
પ્રાણી સિંહ
પક્ષી રાજહંસ
ફૂલ ગલગોટો
ફળ કેરી
વૃક્ષ વડ
રમત ક્રિકેટ, કબડ્ડી

ગુજરાત(ઉચ્ચારણ)(અંગ્રેજી ભાષા:Gujarat) ભારત દેશનું ઔદ્યોગીકૃત રાજ્ય છે[૧][૨][૩][૪] . ભારતના પશ્ચિમ છેડે આવેલું ગુજરાત પશ્ચિમે અરબી સમુદ્ર, ઉત્તરમાં સિંધ (પાકિસ્તાન), ઉત્તર અને ઉત્તરપૂર્વે રાજસ્થાન, પૂર્વે મધ્ય પ્રદેશ અને દક્ષિણે મહારાષ્ટ્ર રાજ્ય તથા દમણ અને દીવ અને દાદરા અને નગર હવેલી ના કેન્દ્રશાસિત પ્રદેશોથી ઘેરાયેલું છે. ગુજરાતનું પાટનગર ગાંધીનગર છે, જયારે તેનું સૌથી મોટું શહેર અમદાવાદ છે. અમદાવાદ ગુજરાતનું એકમાત્ર મેટ્રોપોલિટન શહેર છે[૫]. ગુજરાત રાજ્યનું નામ ગુજરાત ગુજ્જર, પરથી પડેલ છે. જેમણે ઇ.સ. ૭૦૦ અને ઇ.સ. ૮૦૦ દરમિયાન અહીં રાજ કર્યું હતું.

ગુજરાત રાજ્ય ની સ્થાપના મે ૧, ૧૯૬૦ ના રોજ બૃહદ મુંબઇ રાજ્ય માંથી ગુજરાતી બોલતા વિસ્તારો અલગ પાડીને કરવામાં આવી હતી. આ રાજ્ય સિંધુ ખીણ સંસ્કૃતિના પુરાતન અવશેષો ની પ્રમુખ જગ્યાઓ ધરાવે છે, જેમકે લોથલ અને ધોળાવીરા. લોથલ દુનિયાનું સૌ પ્રથમ બંદર હતું એવું માનવામાં આવે છે.

ગુજરાતે ભારતને તેની સ્વાતંત્ર્ય ચળવળ ના બે મોટા નેતાઓ ભેટ આપેલ છે, મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ[૬]. ગુજરાતે વિશ્વના બે દેશોને રાષ્ટ્રપિતા આપ્યા છે. ભારત ને મહાત્મા ગાંધી અને પકિસ્તાનને મહમદ અલી ઝીણા. આ ઉપરાંત ગુજરાતે ભારતને શ્રી મોરારજી દેસાઈ જેવા સિધ્ધાંતવાદી અને રાષ્ટ્રપ્રેમી વડાપ્રધાન પણ આપ્યા છે.[૭]આ ઉપરાંત સરદાર વલ્લભભાઈ પટેલ ભારતના પ્રથમ ગૃહમંત્રી અને ઉપમુખ્યમંત્રી હતા કે જેમણે ૬૦૦ કરતા પણ વધારે રજવાડાઓ ને એકઠા કરીને બૃહદ ભારતની રચના કરી હતી[૮].

સમગ્ર ભારતના ઇતિહાસમાં ગુજરાતે ભારત નાં આર્થિક વિકાસમાં ખૂબ જ અગત્યનો ભાગ ભજવ્યો છે. [૯] ગુજરાત ભારતના વિકસિત રાજ્યોમાંનું એક છે અને તેનો ઔદ્યોગિક વિકાસ દર સમગ્ર ભારતમાં સૌથી વધારે છે અને ભારતના સરેરાશ વિકાસદર કરતા પણ ઘણો વધારે છે.[૧૦]

અનુક્રમણિકા

ઇતિહાસ

પૌરાણિક ગુજરાત

વૈદિક કાળમાં ગુજરાતને આનર્ત દેશ તરીકે ઓળખવામાં આવતો હતો. સોમનાથ મંદિર, ગિરનાર પર્વતનો પૌરાણિક વાર્તાઓમાં ઘણો ઉલ્લેખ જોવા મળે છે. તે સમયે સરસ્વતી નદી પણ કદાચ ગુજરાત સુધી વહેતી હશે. મહાભારત દરિમયાન શ્રી કૃષ્ણએ ગુજરાતના પિશ્ચમ કિનારા પર દ્વારિકા નગરી વસાવી હતી. પાંડવો જે વિરાટ નગરીમાં અજ્ઞાતવાસમાં રહેલા તે વિરાટ નગરી પણ આજના કચ્છ પ્રદેશમાં આવી હશે તેવું મનાય છે. યાજ્ઞવલ્કય ઋષિ નર્મદાના કિનારાના પ્રદેશમાં રહેતા હતા.

ઐતિહાસિક ગુજરાત

ધોળાવીરા માં આવેલું પુરાતન જળ સંગ્રાહક

લોથલ તથા ધોળાવીરા માંથી સીંધુ ખીણની સંસ્કૃતિના સમૃદ્ધ અવશેષો મળી આવ્યા છે. પુરાતન કાળથી ગુજરાત હંમેશા તેના દરિયાકિનારા માટે જાણીતુ રહ્યું છે. અહિંના નગરો મૌર્ય અને ગુપ્ત સામ્રાજ્યમાં બંદરો અને વ્યાપારનાં કેન્દ્રો રહેલા છે. ત્યારબાદ ગુજરાતમાં કચ્છ, સૌરાષ્ટ્ર, પાટણ અને લાટ (દક્ષીણ ગુજરાત) એમ ચાર અલગ રાજ્યો એક સાથે અસ્તિત્વમાં રહેલા છે. ગુજરાતની સલ્તનતની સ્થાપના ૧૩મી સદી દરમ્યાન થઇ હતી જે ૧૫૭૬ સુધી સત્તામાં રહી, જે સમયે અકબરે ગુજરાત પર વિજય મેળવી તેને મુઘલ સામ્રાજ્યમાં સમાવી લીધું હતું. ૧૮મી સદીમાં મરાઠાઓએ તેના પર વિજય મેળવ્યો હતો. અંગ્રેજ શાસન કાળમાં અને આઝાદી પછી પણ છેક ૧૯૬૦ની ૩૦મી એપ્રિલ સુધી તે બૃહદ્ મુંબઈ રાજ્યનો ભાગ હતું.

પશ્ચિમી શાસન

યુરોપની વિવિધ સત્તાઓનું આગમન ગુજરાતમાં પોર્ટુગલ સાથે થયું, જેણે ઇ.સ. ૧૬૦૦ ગુજરાતના દરીયાકિનારે દમણ અને દીવ, દાદરા અને નગરહવેલી જેવા અલગ અલગ કેન્દ્રોમાં સત્તા સ્થાપી. ૧૬૧૪ માં બ્રિટને સુરતમાં એક ફેક્ટરી નાખી જે તેમનું ભારતમાં પહેલું મથક હતું, ૧૬૬૮માં મુંબઇ મેળવ્યા બાદ સુરતનો તેમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. ૧૮મી સદીમાં દ્વિતિય અંગ્રેજ-મરાઠા યુદ્ધ દરમ્યાન મોટાભાગના ગુજરાતમાં બ્રિટીશ સત્તા સ્થાપિત થઇ ચુકી હતી. આ રીતે ગુજરાત બ્રિટિશ ભારત નો ભાગ બન્યું. ગુજરાતના કેટલાક ભાગોનો વહીવટ બ્રિટન મુંબઇ રાજ્ય દ્વારા કરતું હતું. ગુજરાતની શાસન વ્‍યવસ્‍થા તત્કાલિન બોમ્‍બેના શાસક દ્વારા કરવામાં આવતી હતી. જેમાં વડોદરા સામેલ ન હતું, જે સીધા જ ભારતના ગર્વનર જનરલના તાબા હેઠળ હતું. ઇ.સ. ૧૮૧૮થી ઇ.સ. ૧૯૪૭ દરમિયાન આજનું ગુજરાત અનેક નાના-નાના વિસ્‍તારો જેવાકે કાઠિયાવાડ, કચ્‍છ અને ઉત્તર પશ્ચિમ ગુજરાતમાં વહેંચાયેલું હતું. પણ ઘણા મધ્‍યના જિલ્‍લા જેવા કે અમદાવાદ, ભરૂચ, ખેડા, પંચમહાલ અને સુરત પ્રાંતો સીધા જ બ્રિટિશ સરકારના તાબા હતાં.

ભારતની આઝાદી પછીનું ગુજરાત

૧૯૪૭માં ભારતને આઝાદી મળી અને ભારતના ભાગલા પછી ભારત સરકારે ગુજરાતના રજવાડાંઓનું ત્રણ ભાગમાં વિભાજન કર્યું. કચ્છ, સૌરાષ્ટ્ર અને બૃહદ્ મુંબઇ રાજ્ય. સૌરાષ્ટ્રમાં કાઠિયાવાડ દ્વીપકલ્પના તમામ રજવાડાંઓને ભેગા કરવામાં આવ્યા હતાં, જ્યારે મુંબઇ રાજમાં મોટાભાગના પશ્ચિમી અને મધ્ય ભારતનો સમાવેશ થયો હતો. સ્‍વતંત્રતા પછી ઇ.સ. ૧૯૪૮માં મહાગુજરાત સંમેલન થયું જેમાં ગુજરાતી બોલનાર વસ્‍તી ધરાવતા વિસ્‍તારે પોતાના અલગ રાજ્યની માંગ કરી. ૧૯૫૬ માં મુંબઇ રાજ્યમાં કચ્છ અને સૌરાષ્ટ્ર નો, તથા હૈદરાબાદ અને મધ્ય પ્રદેશ રાજ્યોના કેટલાક ભાગોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. નવા મુંબઇ રાજ્યના ઉત્તર ભાગમાં લોકો ગુજરાતી બોલતા હતા, જ્યારે બાકીના ભાગની ભાષા મરાઠી હતી. ઇ.સ. ૧૯૬૦, ૧લી મેના મરાઠી અલગતાવાદી પરીબળોના આંદોલનોથી મુંબઇ રાજ્યનું ભાષાના આધારે ગુજરાત અને મહારાષ્ટ્ર એમ બે રાજ્યોની અલગ રચના કરવામાં આવી. ગુજરાતી ભાષા બોલનાર વિસ્‍તારમાં ગુજરાત, સૌરાષ્‍ટ્ર અને કચ્‍છનો સમાવેશ કરાયો. આમ પહેલીવાર ગુજરાતે સ્વાયત રાજ્યનો દરજ્જો મેળવી લીધો. ગુજરાતની પહેલી રાજધાની અમદાવાદ હતી. ૧૯૭૦માં નવા બનાવેલા શહેર ગાંધીનગરમાં રાજધાની ખસેડવામાં આવી હતી.

૨૬ જાન્યુઆરી ૨૦૦૧ને દિવસે ગુજરાતમાં એક અત્યંત વિનાશકારી ધરતીકંપ આવ્યો હતો જેમાં ૨૦,૦૦૦થી પણ વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા. ઇ.સ. ૨૦૦૨ની ૨૭ ફેબ્રુઆરીએ ગુજરાતનાં ગોધરા રેલ્વે સ્ટેશને અયોધ્યાથી કાર સેવા કરી પરત ફરી રહેલા ૫૭ હિન્દુ રામ ભક્તોને સાબરમતી એક્સપ્રેસ ટ્રેનનાં એક ડબ્બામાં જીવતા સળગાવી દેવાતા કોમી તોફાનો થયાં. જે પછીના રમખાણોમાં ૨,૦૦૦થી વધુ માનવીઓનાં મોત નિપજ્યા હતાં.

ભૂગોળ

ગીરનાર પર્વત

ગુજરાત ભારતના પશ્ચિમ તટે આવેલું રાજ્ય છે. તે પશ્ચિમે અરબી સમુદ્ર, ઉત્તર અને ઈશાને રાજસ્થાન, પૂર્વે મધ્ય પ્રદેશ અને દક્ષિણે મહારાષ્ટ્ર થી ઘેરાયેલું છે.

ગુજરાતનું વાતાવરણ મોટે ભાગે શુષ્ક છે. ગુજરાત ના કચ્છ જિલ્લામાં બે રણ પ્રદેશ આવેલા છે, કચ્છનું નાનું રણ અને કચ્છનું મોટું રણ. ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં ગીરનું જંગલ આવેલું છે જે એશીયાઇ સિંહો માટે પ્રખ્યાત છે. ગુજરાત પાસે ૧,૬૦૦ કિ.મી.નો દરિયા કિનારો છે, જે ભારતના બધા રાજ્યોમાં પ્રથમ ક્રમાંકનો લાંબો દરિયા કિનારો છે.[૧૧] આ દરિયા કિનારો કચ્છના અખાત અને ખંભાતના અખાત તથા અન્ય દરિયા કિનારાથી બનેલો છે. સાપુતારા એ ગુજરાત નું એક માત્ર હિલ સ્ટેશન છે.

ગુજરાતના ઉત્તર ભાગ માં અરવલ્લીની પર્વતમાળા આવેલી છે. આ અરવલ્લીની પર્વતમાળા ગુજરાતમાં આબુ પાસેથી પ્રવેશે છે અને પાવાગઢ પાસે વિંધ્યાચલ પર્વતમાળામાં સમાઈ જાય છે. તારંગા પર્વતમાળા મહેસાણાથી વિસનગર સુધી ફેલાયેલી છે. અરવલ્લી પર્વતમાળાની આરાસુર શાખા દાંતા, ખેડબ્રહ્મા, ઇડર અને શામળાજી થઈને વિંધ્યાચલમાં સમાઈ જાય છે. તાપી જિલ્લામાંથી પસાર થતી સહ્યાદ્રી પર્વતમાળા એ રાજ્યનો સૌથી વધુ વરસાદ પડતો વિસ્તાર ધરાવે છે અને તદુપરાંત સૌથી વધુ ગાઢ જંગલો ધરાવે છે.

ગીરનાર પર્વત એ ગુજરાતનો સૌથી ઊંચામાં ઉંચો પર્વત છે જે, બરડા પર્વતમાળાનો એક હિસ્સો છે જેની ઉંચાઈ ૧૧૪૫ મીટર અને લંબાઈ ૧૬૦ કિમી છે. તેની ઊંચામાં ઉંચી ટોચ ગોરખનાખ તરીકે ઓળખાય છે.[૧૨]

પાલીતાણા નજીક આવેલી શેત્રુંજય પર્વતમાળા એ જૈનોની પવિત્ર પર્વતમાળામાંની એક છે[૧૩]. તળાજા પર્વતમાળા બૌધ ગુફાઓ માટે જાણીતી છે. કચ્છમાં ૩ પર્વતમાળા આવેલી છે. કચ્છનો પ્રખ્યાત કાળો પર્વત એ કચ્છ અને સિંધ વચ્ચે આવેલી પર્વતમાળા નો હિસ્સો છે. જયારે ઉત્તર તરફની પર્વતમાળા ખડીર અને પ્રાંજલ સુધી જાય છે અને દક્ષીણ તરફની પર્વતમાળા માધથી શરુ થઈને રોહા આગળ સમાપ્ત થાય છે.

નાસા દ્વારા લેવામાં આવેલી ગુજરાતની ઉપગ્રહ તસ્વીર

જિલ્લાઓ

ગુજરાતના જિલ્લાઓ

ગુજરાત રાજ્યમાં કુલ ૩૩ જિલ્લાઓ આવેલા છે.

ક્રમ જિલ્લાનું નામ જિલ્લાનું મુખ્ય મથક વસતી
(૨૦૦૧ વસતી ગણતરી)[૧૪]
વસતી
(૨૦૧૧ વસતી ગણતરી)[૧૪]
વિસ્તાર
(ચો. કિ.મી.)
વસ્તી ગીચતા
(પ્રતિ ચો. કિ.મી.) ૨૦૧૧
અસ્તિત્વમાં આવ્યાનું વર્ષ
અમદાવાદ અમદાવાદ ૫૬૭૩૦૯૦ ૭૦૪૫૩૧૩ ૭૧૭૦ ૯૮૩ ૧૯૬૦
અમરેલી અમરેલી ૧૩૯૩૮૮૦ ૧૫૧૩૬૧૪ ૬૭૬૦ ૨૨૪ ૧૯૬૦
અરવલ્લી મોડાસા ૯૦૮૭૯૭ ૧૦૩૯૯૧૮ ૩૨૧૭ ૩૨૩ ૨૦૧૩
આણંદ આણંદ ૧૮૫૬૭૧૨ ૨૦૯૦૨૭૬ ૪૬૯૦ ૪૪૬ ૧૯૯૭
કચ્છ ભુજ ૧૫૨૬૩૨૧ ૨૦૯૦૩૧૩ ૪૫૬૫૨ ૪૬ ૧૯૬૦
ખેડા ખેડા ૧૮૦૬૯૨૯ ૨૦૫૩૭૬૯ ૩૬૬૭ ૫૬૦ ૧૯૬૦
ગાંધીનગર ગાંધીનગર ૧૩૩૪૭૩૧ ૧૩૮૭૪૭૮ ૨૧૬૩ ૬૪૧ ૧૯૬૪
ગીર સોમનાથ વેરાવળ ૧૦૫૯૬૭૫ ૧૨૧૭૪૭૭ ૩૭૫૪ ૩૨૪ ૨૦૧૩
છોટાઉદેપુર છોટાઉદેપુર ૯૦૯૭૯૯ ૧૦૭૧૮૩૧ ૩૨૩૭ ૩૩૧ ૨૦૧૩
૧૦ જામનગર જામનગર ૧૨૮૧૧૮૭ ૧૪૦૭૬૩૫ ૮૪૪૧ ૧૬૭ ૧૯૬૦
૧૧ જૂનાગઢ જૂનાગઢ ૧૩૮૮૪૯૮ ૧૫૨૫૬૦૫ ૫૦૯૨ ૩૦૦ ૧૯૬૦
૧૨ ડાંગ આહવા ૧૮૬૭૧૨ ૨૨૬૭૬૯ ૧૭૬૪ ૧૨૯ ૧૯૬૦
૧૩ તાપી વ્યારા ૭૧૯૬૩૪ ૮૦૬૪૮૯ ૩૨૪૯ ૨૪૮ ૨૦૦૭
૧૪ દાહોદ દાહોદ ૧૬૩૫૩૭૪ ૨૧૨૬૫૫૮ ૩૬૪૨ ૫૮૩ ૧૯૯૭
૧૫ દેવભૂમિ દ્વારકા ખંભાળિયા ૬૨૩૦૯૧ ૭૫૨૪૮૪ ૫૬૮૪ ૧૩૨ ૨૦૧૩
૧૬ નર્મદા રાજપીપલા ૫૧૪૦૮૩ ૫૯૦૩૭૯ ૨૭૪૯ ૨૧૫ ૧૯૯૭
૧૭ નવસારી નવસારી ૧૨૨૯૨૫૦ ૧૩૩૦૭૧૧ ૨૨૧૧ ૬૦૨ ૧૯૯૭
૧૮ પાટણ પાટણ ૧૧૮૧૯૪૧ ૧૩૪૨૭૪૬ ૫૭૩૮ ૨૩૪ ૨૦૦૦
૧૯ પોરબંદર પોરબંદર ૫૩૬૮૫૪ ૫૮૬૦૬૨ ૨૨૯૪ ૨૫૫ ૧૯૯૭
૨૦ પંચમહાલ ગોધરા ૧૩૮૧૦૦૨ ૧૬૪૨૨૬૮ ૩૨૭૨ ૫૦૨ ૧૯૬૦
૨૧ બનાસકાંઠા પાલનપુર ૨૫૦૨૮૪૩ ૩૧૧૬૦૪૫ ૧૨૭૦૩ ૨૪૫ ૧૯૬૦
૨૨ બોટાદ બોટાદ ૫૪૭૫૬૭ ૬૫૬૦૦૫ ૨૫૬૪ ૨૫૬ ૨૦૧૩
૨૩ ભરૂચ ભરૂચ ૧૩૭૦૧૦૪ ૧૫૫૦૮૨૨ ૬૫૨૪ ૨૩૮ ૧૯૬૦
૨૪ ભાવનગર ભાવનગર ૨૦૬૫૪૯૨ ૨૩૯૩૨૭૨ ૮૩૩૪ ૨૮૭ ૧૯૬૦
૨૫ મહીસાગર લુણાવાડા ૮૬૧૫૬૨ ૯૯૪૬૨૪ ૨૫૦૦ ૩૯૮ ૨૦૧૩
૨૬ મહેસાણા મહેસાણા ૧૮૩૭૬૯૬ ૨૦૨૭૭૨૭ ૪૩૮૬ ૪૧૯ ૧૯૬૦
૨૭ મોરબી મોરબી ૮૨૫૩૦૧ ૯૬૦૩૨૯ ૪૮૭૧ ૧૯૭ ૨૦૧૩
૨૮ રાજકોટ રાજકોટ ૨૪૮૮૮૮૫ ૩૦૧૫૨૨૯ ૭૫૫૦ ૩૯૯ ૧૯૬૦
૨૯ વડોદરા વડોદરા ૨૭૩૨૦૦૩ ૩૦૯૩૭૯૫ ૪૩૧૨ ૭૧૮ ૧૯૬૦
૩૦ વલસાડ વલસાડ ૧૪૧૦૬૮૦ ૧૭૦૩૦૬૮ ૩૦૩૪ ૫૬૧ ૧૯૬૬
૩૧ સાબરકાંઠા હિંમતનગર ૧૧૭૩૭૩૪ ૧૩૮૮૬૭૧ ૪૧૭૩ ૩૩૩ ૧૯૬૦
૩૨ સુરત સુરત ૪૯૯૬૩૯૧ ૬૦૭૯૨૩૧ ૪૪૧૮ ૧૩૩૭ ૧૯૬૦
૩૩ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર ૧૩૭૦૮૪૩ ૧૫૮૫૨૬૮ ૯૨૭૧ ૧૭૧ ૧૯૬૦

શહેરો

ગુજરાતનાં મુખ્ય શહેરોમાં અમદાવાદ, ગાંધીનગર, અમરેલી, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, આણંદ, નડીઆદ, પોરબંદર, જૂનાગઢ, પાટણ, ભુજ, ભરૂચ, નવસારી અને મહેસાણા, વગેરેનો સમાવેશ થાય છે. અમદાવાદ ગુજરાતનું સૌથી મોટું અને વિકસિત શહેર છે. અમદાવાદ નો સમાવેશ મેટ્રોપોલીટીન સીટી માં થાય છે[૧૫].

કુદરતી વિસ્તારો

ગુજરાતમાં ઘણાં અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલાં છે, જેમાં જૂનાગઢ નજીકનો ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, ભાવનગર જિલ્લાનો વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન, નવસારી જિલ્લામાં આવેલો વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન અને કચ્છના અખાત સ્થીત જામનગર જિલ્લાનાં દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન અને ૨૨ અભયારણ્યોનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત કેટલાંય વન્ય તથા નૈસર્ગીક જોવાલાયક સ્થળો છે જેમકે - બાલારામ અંબાજી, બરડા, જામ્બુઘોડા, જેસ્સોર, કચ્છનું નાનું રણ,કચ્છનું મોટું રણ, નળ સરોવર, નારાયણ સરોવર, પાણીયા, પૂર્ણા, રામપુરા, રતનમહાલ, શૂરપાણેશ્વર, અને કચ્છનાં રણમાં જોવા મળતા જંગલી ઘુડખરો.

એશીયાઇ સિંહ વંશના છેલ્લા પ્રાણીઓ ફક્ત ગુજરાતમાં અસ્તિત્વ બચાવવામાં સફળ રહ્યા છે. જે જુનાગઢ જિલ્લાનાં સાસણ-ગીર અભયારણ્યમાં જોવા મળે છે.

નદીઓ

સરદાર સરોવર યોજના, ગુજરાત
સાબરમતી નદી પર રીવરફ્રન્ટ યોજના

નર્મદા નદી ગુજરાત ની સૌથી મોટી નદી છે, તેના પછી તાપી અને સાબરમતી નદી કે જે ગુજરાતમાં લાંબો વિસ્તાર આવરી લે છે. જ્યારે સાબરમતી ગુજરાતની સૌથી લાંબી નદી છે. સરદાર સરોવર યોજના નર્મદા નદી પર બનાવામાં આવી છે. નર્મદા નદી કે જે ૧૩૧૨ કિમી લાંબી છે તે ભારત ના મધ્ય માંથી બે ભાગલા પાડે છે. નર્મદા, તાપી, મહી માત્ર આ ત્રણ નદીઓ ભારતમાં પૂર્વથી પશ્ચિમમાં વહે છે. સાબરમતી નદી પર રીવરફ્રન્ટ યોજના બની છે. ગુજરાતની નદીઓની યાદી નીચે આપેલ છે.

 1. અંબિકા નદી
 2. આજી નદી
 3. ઊંડ નદી
 4. ઓઝત નદી
 5. ઓરસંગ નદી
 6. ઔરંગા નદી
 7. કંકાવટી નદી
 8. કરજણ નદી
 9. કાળુભાર નદી
 10. કીમ નદી
 11. ખારી નદી
 12. ઘી નદી
 13. ઘેલો નદી
 14. ઢાઢર નદી
 15. તાપી નદી
 16. દમણગંગા નદી
 17. ધાતરવડી નદી
 18. ધોળીયો નદી
 19. નર્મદા નદી
 1. નાગમતી નદી
 2. પાનમ નદી
 3. પાર નદી
 4. પુર્ણા નદી
 5. પુષ્પાવતી નદી
 6. ફાલ્કુ નદી
 7. ફુલઝર નદી
 8. બનાસ નદી
 9. બ્રાહ્મણી નદી
 10. ભાદર નદી
 11. ભુખી નદી
 12. ભોગાવો નદી
 13. મચ્છુ નદી
 14. મછુન્દ્રી નદી
 15. મહી નદી
 16. મહોર નદી
 17. માઝમ નદી
 18. માલણ નદી
 1. મીંઢોળા નદી
 2. મેશ્વો નદી
 3. રંઘોળી નદી
 4. રાવલ નદી
 5. રુક્માવતી નદી
 6. રૂપેણ નદી
 7. વાત્રક નદી
 8. વિશ્વામિત્રી નદી
 9. શિંગવડો નદી
 10. શેઢી નદી
 11. શેત્રુંજી નદી
 12. સની નદી
 13. સરસ્વતી નદી
 14. સાબરમતી નદી
 15. સાસોઇ નદી
 16. સુકભાદર નદી
 17. હાથમતી નદી
 18. હીરણ નદી
 19. બનાસ નદી

વસતી

સને ૨૦૧૧ની વસતીગણતરી પ્રમાણે રાજ્યની કુલ વસતી ૬,૦૪,૩૯,૬૯૨ છે. જેમાં ૩,૪૬,૯૪,૬૦૯ ગ્રામ્ય અને ૨,૫૭,૪૫,૦૮૩ શહેરી વસતી છે. વસતીની ગીચતા ૩૦૮ લોકો/ચો.કિ.મી. છે. વસતીના પ્રમાણે રાજ્ય દેશમાં ૧૦મો ક્રમાંક ધરાવે છે.

રાજકારણ

ગુજરાત હાઇકોર્ટ

ગુજરાતમાં લાંબા સમયથી ભારતીય જનતા પક્ષ (ભાજપ) નો સબળ પ્રભાવ રહ્યો છે. ૧૯૪૭ માં આઝાદી પછી, મુંબઇ રાજ્યના ભાગ તરીકે ગુજરાતમાં કોંગ્રેસ ની સત્તા રહી હતી. ૧૯૬૦ માં રાજ્ય છુટું પડ્યા પછી પણ ત્યાં કોંગ્રેસની સત્તા કાયમ રહી અને ડો. જીવરાજ મહેતા ગુજરાત નાં પ્રથમ મુખ્યમંત્રી બન્યા. તેમણે ૧લી મે ૧૯૬૦થી ૧૯મી સપ્‍ટેમ્‍બર ૧૯૬૩ સુધી શાસન કર્યું. પરંતુ ૭૦નાં દાયકાનાં પાછલા ભાગમાં કટોકટી દરમ્યાન કોંગ્રેસની લોકમતમાં પડતી થઇ અને ભાજપ ધીમે ધીમે આગળ આવ્યું. તે છતાં ૧૯૯૫ સુધી કોંગ્રસનુ રાજ્ય ગુજરાતમાં ચાલ્યું.

૧૯૯૫ની ચુંટણીમાં કોંગ્રેસ સામે ભાજપનો વિજય થયો અને કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી બન્યાં. પરંતુ શંકરસિંહ વાઘેલાનાં બંડને કારણે આ સરકાર ફક્ત ૨ વર્ષ ચાલી. ૧૯૯૮ ની ચુંટણી માં ભાજપ ફરી સત્તામાં આવ્યું અને ત્યાર પછીથી હજુ સુધી તે મોટા ભાગની ચુંટણીઓ જીતતું આવ્યું છે. કેશુભાઈએ રાજીનામું આપ્યું અને સત્તાનો દોર નરેન્દ્ર મોદીનાં હાથમાં આવ્યો. નરેન્દ્ર મોદી હિંદુત્વના સમર્થક નેતા છે. ઇ.સ. ૨૦૦૨માં જ્યારે આખા ગુજરાતમાં હિન્દુ અને મુસ્લિમો વચ્ચે ગોધરા કાંડને કારણે તોફાનો ફાટી નિકળ્યા હતા ત્યારે મોદીએ રાજીનામુ આપ્યું હતું પણ ડીસેમ્બર ૨૦૦૨માં થયેલી ચુંટણીમાં ફરીથી ભાજપ વિજેતા બન્યુ અને તેમની નિમણુંક મુખ્યમંત્રી તરીકે થઇ. ૨૦૦૪માં થયેલી લોકસભાની ચુંટણીમાં ગુજરાતમાં સત્તાધીશ ભાજપની હાર માટે ઉત્તરોત્તર મોદીની કોમી રમખાણો રોકવામાં બતાવેલી નિષ્ફળતાને જવાબદાર ગણવામાં આવી છે. ૨૦૦૪ લોકસભાની ચુંટણીમાં ભાજપની બેઠકો ૨૧થી ઘટીને ૧૪ થઇ હતી, જ્યારે કોંગ્રેસે ૫ ને બદલે ૧૨ બેઠકો મેળવી. ૨૦૦૭ ની વિધાનસભા ની ચુંટણીમાં ફરીથી ભારતીય જનતા પાર્ટી વિજેતા બન્યું અને નરેન્દ્ર મોદી ફરીથી ગુજરાત ના મુખ્ય મંત્રી બન્યા. ૧ જુન, ૨૦૦૭ ના રોજ નરેન્દ્ર મોદી ગુજરાતમાં સૌથી લાંબો શાસન કરનાર મુખ્‍યમંત્રી બન્‍યાં. [૧૬] ઇ.સ. ૧૯૬૦ માં વિભાજન થયા બાદ અત્યાર સુધી ગુજરાતમાં ૧૪ મુખ્‍યમંત્રી આવ્‍યા છે.

અર્થતંત્ર

ગુજરાત ભારતના સૌથી ધનિક રાજ્યોમાંનુ એક છે, તથા તેની માથાદીઠ સરેરાશ આવક જીડીપી ભારતના સરેરાશ જીડીપી કરતાં વધારે છે[૧૭]. રાજ્યની મુખ્ય પેદાશોમાં કપાસ, મગફળી, ખજૂર, શેરડી, અને પેટ્રોલીયમનો સમાવેશ થાય છે.

ખંભાતના અખાત પાસે આવેલ શહેર સુરતએ વિશ્વભરના હીરાના વ્યાપાર તથા કારીગરી નું એક મુખ્ય કેન્દ્ર છે. ખંભાતના અખાત પર ભાવનગરની દક્ષીણ-પૂર્વ દીશામાં ૫૦ કીમીના અંતરે અલંગમાં દુનિયાનું સૌથી મોટું વહાણ ભાંગવાનું કારખાનું આવેલું છે. મહેસાણા શહેરમાં આવેલી દુધસાગર ડેરી એ વિશ્વની સૌથી મોટી દૂધ ની બનાવટોના ઉત્પાદનની સંસ્થા છે. ગુજરાત, ભારતમાં દૂધના ઉત્પાદનમાં પ્રથમ સ્થાને આવે છે. મીઠાંનાં ઉત્પાદનમાં પણ તે આગળ પડતુ સ્થાન ધરાવે છે.

ભારતના અમુક સૌથી મોટા ઉદ્યોગો આવેલાં છે. રાજ્યની મુખ્ય ખેત પેદાશોમાં કપાસ, મગફળી, ખજૂર, શેરડી, અને દૂધ અને દુગ્ધ પેદાશોનો સમાવેશ થાય છે. ઔદ્યોગિક ઉત્પન્નોમાં સિમેંટ અને પેટ્રોલ નો સમાવેશ થાય છે.[૧૮] કેટો ઈન્સ્ટીટ્યૂટ ના આર્થિક રિપોર્ટ અનુસાર ઔદ્યોગિક સ્વાતંત્ર્યની બાબતમાં ભારતીય રાજ્યોમાં તામિલનાડુ પછી ગુજરાત બીજા ક્રમે આવતું રાજ્ય છે. [૧૯]

રિલાયન્સ ઈનડસ્ટ્રીઝના માલિકીની જામનગર રિફાઈનરી એ વિશ્વની સૌથી મોટી રિફાઈનરી છે.
હઝીરા ઈનડસ્ટ્રીઝ વિસ્તાર

રિલાયન્સ ઈનડસ્ટ્રીઝ એ જામનગરમા એક તેલ શુદ્ધિકરણ કારખાનું ચલાવે છે. આ કારખાનું નિશ્વનું સૌથી મોટું મૂળથી ખનિજ તેલ શુદ્ધ કરતું કારખાનું છે. આ સિવાય વિશ્વનું સૌથી મોટું જહાજચ્છેદન કારખાનું, (શીપબ્રેકીંગ યાર્ડ) અલંગમાં આવેલું છે. ભારતનું એક માત્ર પ્રવાહી રસાયણ બંદર દાહેજમાં આવેલું છે જેને ગુજરાત કેમીકલ પોર્ટ ટર્મિનલ કમ્પનીએ વિકસાવ્યું છે. ભારતમાં આવેલા ત્રણ પ્રાકૃતિક પ્રવાહી વાયુના ટાર્મિનલ પૈકીના બે ગુજરાતમાં (દાહેજ અને હજીરા) આવેલાં છે. આ સાથે બે અન્ય ટાર્મિનલ ને પીપવાઅને મુંદ્રામાં વિકસાવવાની યોજના છે. ગુજરાત ભારતનું એકમાત્ર એવું રાજ્ય છે જેમાં રાજ્ય વ્યાપી ૨૨૦૦ ચો. કિમી ની ગૅસ ગ્રીડ ફેલાયેલી છે. રાજ્યના ૮૭.૯% રસ્તા ડામરના પાકા રસ્તા છે. ગુજરાતના ૯૮.૮૬% ગામડાઓ સર્વ ઋતુમાં વાપરી શકાય એવા પાકા રસ્તા વડે જોડાયેલા છે જે ટકાવારી ભારતમાં સૌથી વધુ છે. ગુજરાતના ૧૮૦૦૦ જેટલા ગામડાઓ પૈકી ૧૦૦% ટકા ગામડાઓને ગ્રામ જ્યોતિ યોજના હેથળ ૨૪ કલાક વિદ્યુત પુરવઠો અપાય છે. પ્રાકૃતિક ગૅસ આધારીત વિદ્યુત શક્તિના ઉત્પન્નમાં ગુજરાતનો ભારતમાં પ્રથમ ક્રમાંક આવે છે તેનો રાષ્ટ્રીય ફાળો ૮% છે. આણ્વીક વિદ્યુત ઉર્જાના ઉત્પન્નમાં ગુજરાત ભારતમાં બીજા ક્રમાંકે આવે છે. જેમાં તેનો રાષ્ટ્રીય ફાળો ૧% જેટલો છે.


શૈક્ષિણક સંસ્થાનો

ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ, અમદાવાદ

ગુજરાત સરકાર દ્વારા ચાલવામાં આવતી શાળા ઓ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHSEB) ના હવાલામાં આવે છે. જો કે, ગુજરાતમાં ખાનગી શાળાઓ કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE) અને કાઉન્સિલ ફોર ધ ઇન્ડિયન સ્કુલ સર્ટીફિકેટ એકઝામીનેશન (CISCE) દ્વારા પ્રમાણિત છે. ગુજરાતમાં ૧૩ યુનિવર્સિટીઓ અને ચાર કૃષિ યુનિવર્સિટીઓ છે.

અમદાવાદમાં આવેલી ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ (IIM-A) મેનેજમેન્ટના વિષયમાં દુનિયાની સૌથી ઉત્તમ સંસ્થાઓમાંની એક ગણાય છે. અહીંના સ્નાતકો દુનિયાની ફોર્ચ્યુન ૫૦૦ કંપનીઓમાં અને અન્ય મહત્વની વિશ્વસ્તરીય કંપનીઓમાં ઊંચા હોદ્દાઓ પર ફરજ બજાવે છે.

વર્ષ ૨૦૦૮માં ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ ટેક્નોલોજી (IIT) ગાંધીનગર ખાતે સ્થાપવામાં આવી. આઈ.આઈ.ટી ગાંધીનગર એ આઈ.આઈ.ટી. મુંબઈ ધ્વારા ચલાવામાં આવે છે[૨૦]. આ ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ ટેક્નોલોજી અત્યારે કામચલાઉ રીતે સરકારી ઇજનેરી કોલેજ, ચાંદખેડા ખાતે ચલાવામાં આવે છે. આ આઈ.આઈ.ટી.ની પ્રથમ બેચ ૧ ઓગસ્ટ ૨૦૦૮ ના રોજ શરુ થઇ હતી.

મુખ્ય પ્રવેશદ્વાર SVNIT,સુરત

સેપ્ટ યુનિવર્સીટી સ્થાપત્ય ક્ષેત્રે સમગ્ર એશિયામાં પ્રખ્યાત છે. આ ઉપરાંત ગુજરાત માં સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેક્નોલોજી (SVNIT), ધીરુભાઈ અંબાણી ઇન્સ્ટીટ્યુટ ઓફ ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનીકેશન ટેક્નોલોજી (DAIICT), પંડિત દીનદયાલ પેટ્રોલીયમ યુનીવર્સીટી (PDPU), લાલભાઈ દલપતભાઈ ઇજનેરી મહાવિદ્યાલય (LDCE) અને નિરમા યુનીવર્સીટી (NIT) જેવી પ્રખ્યાત ટેક્નોલોજીકલ સંસ્થાનો આવેલા છે.

સંસ્કૃતિ

ગુજરાતી લોકોની જન્મભૂમિ ગુજરાત છે. અહીં નોંધપાત્ર મરાઠી અને મારવાડી વસ્તી પણ ગુજરાતમાં વસવાટ કરે છે. અહીંની મુખ્ય ભાષા ગુજરાતી છે. અહીંની મુખ્ય વસ્તી હિંદુ ધર્મ પાળે છે અને ઇસ્લામ, જૈન, પારસી, અને ખ્રિસ્તીજેવા અન્ય ધર્મ પાળતા લોકો પણ નોંધપાત્ર સંખ્યામાં વસે છે. ગુજરાત એક અત્યંત ઔદ્યોગિકરણ પામેલું રાજ્ય હોવાના કારણે અહીં અન્ય પ્રદેશો જેવાં કે ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્ય પ્રદેશ, ઓરિસ્સા અને દક્ષિણ ભારતમાંથી અનેક લોકો આવીને રોજગાર મેળવવા સ્થાયી થયેલા છે.

ગુજરાતી ભોજન

ગુજરાતી ભોજન મુખ્યત્વે શાકાહારી હોય છે. એવું માનવામાં આવે છે કે તે ભારતમાં પિસાતું સૌથી વધુ તંદુરસ્ત ભોજન છે. ઘણીવાર તે કેટલીક બોલિવુડ ફિલ્મોમાં દર્શાવામાં આવ્યું છે, જેમાં ૨૦૦૯ની ફિલ્મ ૩ idiotsનો પણ સમાવેશ થાય છે. સામાન્ય ગુજરાતી ભોજન થાળીમાં રોટલી કે ભાખરી, દાળ કે કઢી, ભાત અને શાક હોય છે. ભારતીય અથાણું અને છુંદો પણ ભોજનમાં નિયમિતપણે લેવાય છે. ઉત્તર ગુજરાત, કાઠીયાવાડ, કચ્છ અને સુરત - આ ચાર પ્રદેશોનાં ગુજરાતી ભોજનના પોતાના જ અલગ રૂપ છે. ઘણી ગુજરાતી વાનગીઓ એક જ સમયે મિઠાસવાળી, નમકીન અને તીખાસવાળી વાળી હોય છે. સૌરાષ્ટ્રમાં છાસનું ભોજનમાં અગત્યનું સ્થાન છે.

ગુજરાતી ભાષા

ગુજરાતી એ ભારતીય આર્ય કુટુંબની અને સંસ્કૃતમાંથી ઉદ્ભવેલી ભાષા છે, જે ગુજરાતમાં જ ઉદભવેલી અને ગુજરાત તથા દમણ અને દીવ , દાદરા અને નગર હવેલી જેવા કેન્દ્ર શાસિત પ્રદેશોમાં બોલાતી મુખ્ય ભાષા છે.

આખા વિશ્વમાં ૫ કરોડ ૯૦ લાખ લોકો ગુજરાતી બોલે છે, જે તેને વિશ્વમાં ૨૬માં ક્રમની સૌથી વધુ બોલાતી ભાષા બનાવે છે. ભારત દેશના રાષ્ટ્રપિતા શ્રી મોહનદાસ કરમચંદ ગાંધી તથા દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની માતૃભાષા છે. ગુજરાતી લેખનપધ્ધતિ નાગરી લેખનપધ્ધતિને અનુસરે છે. નાગરી પોતે દેવનાગરી હસ્તલિપિમાંથી પેદા થયેલી છે, આ બંને હસ્તલિપિ વચ્ચેનું મુખ્ય તફાવત એ છે કે નાગરી લિપિમાં મથાળું બાંધવામાં નથી આવતું.

કળા

ગુજરાતે શિલ્પકળા, ચિત્રકળા , વણાટ, છાપકામ, કોતરણી, કાચકામ, ભરતકામ વગેરે કળાઓમાં પોતાની આગવી ઓળખ વૈશ્વિક ક્ષેત્રે ઉભી કરી છે અને આ ઉપરાંત ખાસ કરીને તેની હસ્તકળા કે જેમા રહેલી કલાત્મકતા, વૈવિધ્યતા અને સર્જનાત્‍મકતાને લીધે સમગ્ર વિશ્વમાં પોતાની આગવી છાપ ઉભી કરી છે અને સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત બની છે. ભવ્ય કળા અને કારીગરીનો વારસો ગુજરાતને મળેલો છે. વર્તમાન સમયે તેના વૈવિધ્યસભર અને નવીન સ્વરૂપો જોવા મળે છે. ભરતગુંથણ કળા, વાંસ - લાકડાકામ, પત્થરકામ, કાચકામ, ઘરેણાકામ વગેરે માં ગુજરાત આગવું તરી આવે છે. માટીકામ અને અનેક પ્રકારની હસ્તકળા દ્વારા બનાવતી સ્થાપત્યની બેનમુન કલાકૃતિ ગુજરાતનું અનેરું નજરાણું છે.

હસ્તકળા

ગુજરાત વિવધ પ્રકારની હસ્તકળા માટે પ્રખ્યાત છે. નીચે કેટલીક હસ્તકળા નાં નામ દર્શાવેલ છે.

 • ભરતગુંથણ કામ
 • માટીકામ
 • બાંધણી
 • કાષ્ટકામ
 • પટોળા
 • જરીકામ
 • ઘરેણા
 • બીડ વર્ક

સાહિત્ય

ગુજરાતનું સાહિત્‍ય સ્‍વતંત્રતા, પરંપરા, સંસ્‍કૃતિ, નૃત્ય, સંગીત, લેખો, વાર્તાઓ, નાટ્યના રચયિતાઓ વગેરે ક્ષેત્રે ખૂબજ સમૃદ્ધ છે. ગુજરાતે વિશ્વને અનેકવિધ સાહિત્યકારોની ભેટ આપી છે.

સંગીત અને નૃત્ય

ગુજરાતના પ્રખ્યાત ગરબા

ગુજરાત તેના પારંપરિક સંગીત અને નૃત્‍ય માટે ખાસ્‍સું જાણીતું છે. ગરબા, ગરબી, રાસ જેવા નૃત્‍યનાં પ્રકાર ગુજરાત ની ઓળખાણ છે.

ગુજરાતના સંગીત અને તેના પ્રકારોમાં ખૂબજ સર્જનાત્‍મકતા અને અનેરી વિવિધતા જોવા મળે છે.

સિનેમા

ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ દેશના મુખ્ય પ્રાદેશિક ફિલ્મ ઉદ્યોગમાંનો એક છે. ગુજરાતી સિનેમાની પ્રથમ ફિલ્મ નરસિંહ મેહતા ૧૯૩૨માં પ્રસ્તુત થયેલી. ભવની ભવાઈ એ ગુજરાતી ફિલ્મોમાં સૌથી વખાયેલી ફિલ્મ છે, જે રાષ્ટ્રીય એકીકરણ પર આધારિત શ્રેષ્ઠ ફિલ્મનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર અને શ્રેષ્ઠ કલા નિર્દેશન માટેનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર જીતેલી. અનેક સુપ્રસિદ્ધ કલાકારો જેવા કે સંજીવ કુમાર, બિંદુ, આશા પારેખ, કિરણ કુમાર, અરુણા ઈરાની, મલ્લિકા સારાભાઈ, અસરાની, નરેશ કનોડિયા, પરેશ રાવલ, દિલીપ જોશી, નીરજ વોરા એ ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં કામ કરેલું છે.

તહેવારો

ગુજરાતમાં સામાજિક, સાંસ્‍કૃતિક, ધાર્મિક એમ ત્રણેય પાસાઓ ને આવરી લે તેવા તહેવારો ઉજવાય છે. ગુજરાતમાં ઉજવાતા મુખ્ય તહેવારોની યાદી નીચે મુજબ છે:

 • નવરાત્રી
 • દિવાળી
 • ધુળેટી
 • ઉત્તરાયણ
 • જન્‍માષ્‍ટમી
 • શિવરાત્રી

મેળાઓ

તરણેતરનો મેળો

ગુજરાતના પરંપરાગત મેળાઓ એ સમગ્ર વિશ્વમાં પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. વર્ષ દરમિયાન રાજ્યમાં ૩૫૦૦ જેટલા મેળા અને તહેવારો ઉજવવામાં આવે છે[૨૧]. ગુજરાતના કેટલાક મુખ્ય મેળાની યાદી નીચે મુજબ છે.

 • ભવનાથ મહાદેવનો મેળો
 • વૌઠાનો મેળો
 • ચિત્ર-વિચિત્ર મેળો
 • મોઢેરા - નૃત્‍ય મહોત્‍સવ
 • ડાંગ - દરબાર મેળો
 • કચ્‍છ રણ ઉત્‍સવ
 • ધ્રાંગ મેળો
 • અંબાજી પૂનમનો મેળો
 • તરણેતરનો મેળો (ત્રીનેતેશ્વર મહાદેવનો મેળો)
 • શામળાજીનો મેળો

ગુજરાતના મેળાઓ સામાજિક, સાંસ્કૃતિક અને ધાર્મિક પરંપરાના પ્રતિક છે.

પરિવહન

હવાઈ પરિવહન

સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈમથક, અમદાવાદ
ભાવનગર હવાઇમથક

ગુજરાતમાં ૧૭ એરપોર્ટ છે. ગુજરાત નાગરિક વિમાન ઉડ્ડયન બોર્ડ (GUJCAB) એ ગુજરાતમાં વિમાન ઉડ્ડયન માટે જરૂરી આધારરૂપ વ્યવસ્થાના નિર્માણ માટે પ્રોત્સાહન આપે છે. બોર્ડના ચેરમેન પદે મુખ્યમંત્રી બિરાજે છે. .[૨૨]

આંતરરાષ્ટ્રીય હવાઈમથક

પ્રાદેશિક હવાઈમથક

ભારતીય હવાઈદળ હેઠળના હવાઈમથક

 • ભુજ હવાઈમથક - આ હવાઈમથકનું તાજેતરમાં નામ બદલીને શ્યામજી કૃષ્ણ વર્મા કરવામાં આવ્યું છે.
 • જામનગર હવાઈમથક- જામનગર શહેરથી ૧૦ કિમી દૂર આવેલ છે.
 • નલિયા હવાઈદળ મથક - આ હવાઈમથક માત્ર સૈન્ય ઉપયોગ માટે જ છે.

રાજ્ય સરકાર હેઠળના હવાઈમથક

 • મહેસાણા હવાઈમથક - મહેસાણા શહેરથી ૨ કિમી દૂર આવેલ છે.
 • માંડવી હવાઈમથક
 • અમરેલી હવાઈમથક - તાલીમ માટેની હવાઈ પટ્ટી

ભવિષ્યના હવાઈમથક

રેલ્વે પરિવહન

ભારતીય રેલવેના પશ્ચિમ રેલ્વે ઝોનમાં ગુજરાતનો સમાવેશ થાય છે. વડોદરા રેલ્વે સ્ટેશન ગુજરાતનું સૌથી વધુ વ્યસ્ત અને ભારતનું ૪થા ક્રમનું સૌથી વધુ વ્યસ્ત રેલ્વે સ્ટેશન છે. તે મુંબઈ -દિલ્હી પશ્ચિમી રેલવેની મુખ્ય લાઈન પર આવેલ છે.અન્ય અગત્યના રેલ્વે સ્ટેશનોમાં અમદાવાદ રેલ્વે સ્ટેશન, સુરત રેલ્વે સ્ટેશન અને રાજકોટ રેલ્વે સ્ટેશનનો સમાવેશ થાય છે. ભારતીય રેલ્વે ગુજરાતમાંથી પસાર થતો દિલ્હી-મુંબઈ માર્ગ પર માલગાડી માટે સમર્પિત અલગ રેલ્વે માર્ગ બનાવવા માટે આયોજન કરી રહી છે. અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે મેટ્રો રેલસેવા માટે ૧,૧૦૦ કરોડ રૂપિયાના મુલ્યની પરિયોજનાનો પ્રથમ તબક્કાનું કામ ચાલુ છે. પ્રથમ તબક્કો અમદાવાદ - ગાંધીનગર વચ્ચે ઉત્તર દક્ષિણ દિશામાં ૩૨.૬૫ કિમીનું અંતર આવરી લેશે.

દરિયાઈ પરિવહન

ગુજરાત રાજ્ય ભારતમાં ૧૬૦૦ કિમીનો સૌથી લાંબો દરિયાકિનારો ધરાવે છે. કંડલા બંદર પશ્ચિમી ભારતના સૌથી મોટા બંદરોમાનું એક છે. આ સિવાય ગુજરાતમાં નવલખી બંદર, મગદલ્લા બંદર, પીપાવાવ બંદર, પોરબંદર બંદર અને ખાનગી માલિકીના મુદ્રા બંદર જેવા અગત્યના બંદરો આવેલા છે.

રોડ પરિવહન

અમદાવાદની શહેરી બસ
ઓટોરિક્ષા

સ્થાનિક પરિવહન ગુજરાત રાજ્ય રોડ પરિવહન કોર્પોરેશન (GSRTC) એ ગુજરાત રાજ્યમાં તથા ગુજરાત અને પડોશી રાજ્યો વચ્ચે બસસેવા પૂરી પાડવા માટેની મુખ્ય જવાબદાર સંસ્થા છે. આ ઉપરાંત તે ગુજરાતના ગામડાઓને જોડતી બસસેવા, ગુજરાતના મોટા શહેરોને સીધી જોડતી ઇન્ટરસીટી બસસેવા, આંતરરાજ્યોને જોડતી બસસેવા, પાર્સલ સેવા તેમજ સુરત, બરોડા, ગાંધીનગર, અમદાવાદ અને વાપી જેવા શહેરોમાં સિટી બસસેવા પૂરી પાડે છે. શાળા, મહાવિદ્યાલયો, ઔધાગિક વિસ્તારો તથા તહેવારો માટે ખાસ બસોની સુવિધા પૂરી પાડે છે.

 • અમદાવાદ, વડોદરા, ગાંધીનગર જેવા શહેરોમાં સિટી બસસેવાની વ્યવસ્થા પણ છે.

ઓટોરિક્ષા ગુજરાતનું અગત્યનું અને વારંવાર વપરાતું પરિવહન સાધન છે. ગુજરાત સરકાર પ્રદુષણ ઘટાડવા સાયકલના ઉપયોગને પ્રોત્સાહન આપી રહી છે..

સૌથી મોટુ

 • જિલ્લો (વિસ્તાર): કચ્છ, વિસ્તાર: ૪૫,૬૫૨ ચો .કિમિ[૨૪]
સરદાર સરોવર ડેમ

ગુજરાતના જોવાલાયક સ્થળો

ધાર્મિક સ્થળો/યાત્રાધામો

નીચે ફક્ત મુખ્ય અને વધુ પ્રચલિત સ્થળોની યાદી આપી છે, આ ઉપરાંત ગુજરાત રાજ્યમાં સેંકડો અન્ય સ્થળો છે જે એક અથવા બીજા સમુદાય માટે યાત્રા ધામ છે, અને પ્રાદેશિક ધોરણે કે મોટા પાયે ધાર્મિક સ્થળ તરિકે ખ્યાતનામ છે. આવા અન્ય સ્થળોની યાદી આપને અહીં જોવા મળશે.

 1. સોમનાથ
 2. શામળાજી, સાબરકાંઠા જિલ્લો
 3. કનકાઈ-ગીર
 4. પાલીતાણા
 5. પ્રભાસ-પાટણ
 6. ડાકોર
 7. પાવાગઢ
 8. દ્વારકા
 9. અંબાજી
 10. બહુચરાજી
 11. સાળંગપુર
 12. ગઢડા
 13. વડતાલ
 14. નારેશ્વર
 15. ઉત્કંઠેશ્વર
 16. સતાધાર
 17. પરબધામ, તા. ભેસાણ
 18. ચોટીલા
 19. વીરપુર
 20. તુલસીશ્યામ
 21. સપ્તેશ્વર
 22. અક્ષરધામ, ગાંધીનગર
 23. બગદાણા
 24. ગિરનાર
 25. તરણેતર
 26. સંતરામ મંદિર, નડીઆદ
 27. કબીરવડ, ભરુચ
 28. માટેલ, તા. મોરબી

પર્યટન સ્થળો

 1. દીવ
 2. તુલસીશ્યામ
 3. દમણ
 4. સાપુતારા

રાષ્ટ્રિય ઉદ્યાનો અને અભયારણ્યો

ગુજરાતમાં ૪ રાષ્ટ્રિય ઉદ્યાનો અને ૨૨ અભયારણ્યો આવેલા છે. રાષ્ટ્રિય ઉદ્યાનો અને અભયારણ્યોની યાદી નીચે મુજબ છે[૨૯].

એશીયાઇ સિંહ

રાષ્ટ્રિય ઉદ્યાનો

 1. ગીર રાષ્ટ્રિય ઉદ્યાન,જુનાગઢ
 2. વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન, નવસારી
 3. કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન, વેળાવદર
 4. દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન, જામનગર

અભયારણ્યો

 1. નળ સરોવર પક્ષી અભયારણ્ય, અમદાવાદ
 2. બરડા વન્યજીવ અભયારણ્ય, પોરબંદર
 3. ગીર અભયારણ્ય, જુનાગઢ
 4. જેસોર રીંછ અભયારણ્ય, બનાસકાંઠા
 5. વેળાવદર કાળિયાર અભયારણ્ય, ભાવનગર
 6. ઈંદ્રોડા પ્રકૃતિ શિક્ષણ અભયારણ્ય, ગાંધીનગર
 7. થોળ પક્ષી અભયારણ્ય, મહેસાણા
 8. જાંબુઘોડા અભયારણ્ય, પંચમહાલ
 9. રતનમહાલ વન્ય પ્રાણી અભયારણ્ય, દાહોદ
 10. પાણીયા અભયારણ્ય, અમરેલી
 11. હિંગોળગઢ પ્રકૃતિ શિક્ષણ અભયારણ્ય, રાજકોટ
 12. ગાગા અભયારણ્ય, જામનગર
 13. ખીજડીયા અભયારણ્ય, જામનગર
 14. નારાયણ સરોવર ચિંકારા અભયારણ્ય, કચ્છ
 15. કચ્છ ઘોરાડ અભયારણ્ય, કચ્છ
 16. મિતિયાળા વન્ય પ્રાણી અભયારણ્ય, અમરેલી

ઔદ્યોગિક કેન્દ્રો

 1. કચ્છ
 2. અમદાવાદ
 3. અંકલેશ્વર
 4. ભરુચ
 5. દહેજ
 6. સુરત
 7. રાજકોટ
 8. વડોદરા
 9. વાપી
 10. જામનગર
 11. હજીરા
 12. અલંગ

પુરાતત્વીક સ્થળો

 1. લોથલ
 2. હાથબ
 3. ધોળાવીરા
 4. ઘુમલી

ગુજરાતી વર્તમાનપત્રો

ગુજરાતી સામયિકો

બાહ્ય કડીઓ

Wikivoyage
વિકિયાત્રા (Wikivoyage) પર આ વિષયક વધુ માહિતી ઉપલબ્ધ છે:

સંદર્ભો

 1. "ગુજરાતની જીડીપી ભારતના સરેરાશ જીડીપી કરતાં વધારે". ડી.એન.એ. 
 2. "Bihar grew by 11.03%, next only to Gujarat - Times Of India". The Times Of India. 
 3. GDP: The top 10 cities in India - Rediff.com Business
 4. Gujarat | DeshGujarat.Com » Archives » Surat:India’s Fastest Growing City, Ahmedabad 3rd(English Text)
 5. "અમદાવાદ -મેટ્રોપોલીટીન સીટી". ઇન્ડિયા નેટઝોન accessdate=૨૪-૪-૨૦૧૨.  line feed character in |publisher= at position 15 (help)
 6. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 7. "મોરારજી દેસાઈ : જન્મસ્થાન ગુજરાત". imdb.com. Retrieved ૯ જુન ૨૦૧૨. 
 8. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 9. Introduction to Gujarat
 10. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 11. "ગુજરાત પાસે ભારતનો સૌથી લાંબો દરિયા કિનારો". travelindia360. Retrieved ૨૪-૪-૨૦૧૨. 
 12. "ગીરનાર, પર્વત ગુજરાતનો સૌથી ઊંચામાં ઉંચો પર્વત". Retrieved 9-6-2012. 
 13. "શેત્રુંજય પર્વતમાળા : જૈનોની પવિત્ર પર્વતમાળા". Retrieved 9-6-2012.  Text "publisher:ટાઇમ્સ ઓફ ઇન્ડિયા " ignored (help)
 14. ૧૪.૦ ૧૪.૧ "Ranking of Districts by Population Size, 2001 and 2011". ૨૦૧૧ની (ભારતની) વસ્તિ ગણતરી. ભારત સરકાર. Retrieved ૩ મે ૨૦૧૨. 
 15. "અમદાવાદ -મેટ્રોપોલીટીન સીટી". ઇન્ડિયા નેટઝોન accessdate=૨૪-૪-૨૦૧૨.  line feed character in |publisher= at position 15 (help)
 16. "નરેન્દ્ર મોદી ગુજરાતમાં સૌથી લાંબો શાસન કરનાર મુખ્‍યમંત્રી". ટાઈમ્સ ઓફ ઇન્ડિયા.  zero width joiner character in |title= at position 51 (help)
 17. "ગુજરાતની જીડીપી ભારતના સરેરાશ જીડીપી કરતાં વધારે". ડી.એન.એ. 
 18. "Reliance commissions world’s biggest refinery", The Indian Express, December 26, 2008
 19. Economic Freedom of the States of India 2011 Cato Institute
 20. "ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ ટેક્નોલોજી ગાંધીનગર ખાતે સ્થાપવામાં આવી". સિલિકોન ઇન્ડિયા ન્યુઝ. 
 21. "રાજ્યમાં ૩૫૦૦ જેટલા મેળા અને તહેવારોની ઉજવણી". ધ કલર્સ ઓફ ગુજરાત. Retrieved ૨૭-૦૪-૨૦૧૨. 
 22. ૨૨.૦ ૨૨.૧ Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 23. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 24. Census 2011. "ભારતનો સૌથી મોટો જિલ્લો: કચ્છ". Census 2011. Retrieved 9-6-2012. 
 25. "ગુજરાતમાં સૌથી વધુ વસ્તી ધરાવતો જિલ્લો:અમદાવાદ". Indiaonlinepages.com. Retrieved 9-6-2012. 
 26. રીચા બંસલ (૧૬-૧૧-૨૦૦૪). "ગુજરાતનું મોટુ સરોવર:નળ સરોવર". ધ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા. Retrieved 10-6-2012. 
 27. "ગીરનાર પર્વત ગુજરાતનો સૌથી ઊંચામાં ઉંચો પર્વત". Retrieved 9-6-2012. 
 28. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 29. "[[ગુજરાત]] રાજ્યના અભયારણ્ય તથા રાષ્ટ્રીય ઉદ્યાનોની યાદી". વન અને પર્યાવરણ વિભાગ, ગુજરાત સરકાર.  URL–wikilink conflict (help)