લખાણ પર જાઓ

ઉત્તરાયણ

વિકિપીડિયામાંથી
સૂર્યની ઉત્તર દિશામાં ખસવાની ઘટના.
સૂર્યની ઉત્તર દિશામાં ખસવાની ઘટનાની અસરો.

ઉત્તરાયણ એ અવકાશમાં સુર્યની એક સ્થિતિ છે. ઉત્તરાયણ ના દિવસે સુરજ માથાની સીધી દિશાથી એકદમ દક્ષિણ દિશા તરફ હોય છે. ઉત્તરાયણ (ઉત્તર+અયન) નો શાબ્દિક અર્થ છે ઉત્તરમાં ગમન. દિવસમાંં સુર્ય એકદમ માથા ઉપર હોય ત્યારની સ્થિતિમાં દરરોજ સુર્ય ઉત્તર દિશા તરફ નમતો દેખાશે. ઉતરાયણ ના સમયે સૂર્ય પૃથ્‍વી આજુબાજુની પોતાની પરિભ્રમણ ની દિશામાં પરિવર્તન કરી થોડો-થોડો ઉત્તર દિશા તરફ ખસતો જાય છે. આમ, સૂર્ય ઉત્તર તરફ ખસવાનુ ચાલુ કરે તે દિવસને ઉત્તરાયણ તરીકે ઓળખવામાં આવે છે. ઉત્તરાયણનો પ્રારંભ ૨૧ થી ૨૨ ડીસેમ્બર થી થાય છે.

ઉત્તરાયણના દિવસે વર્ષની સૌથી લાંબી રાત ભારતમાં ૧૩:૧૨ કલાકની અને દિવસ ૧૦:૪૮ કલાકનો હોય છે. જ્યારે ૨૧ જુને દક્ષિણાયનના દિવસે આનાથી વિપરીત. વર્ષમાં બે દિવસ એટલે કે ૨૧ ડિસેમ્બરે સૌથી લાંબી રાત અને ૨૧ જૂને સૌથી લાંબો દિવસ હોય છે. સૂર્યના કિરણો દક્ષિણ ગોળાર્ધ પર સીધા પડતાં હોવાથી ઉત્તર ગોળાર્ધમાં લાંબી રાત્રિઓનો સમય હોય છે. આ સમયને ઉત્તરાયણ પણ એટલે જ કહે છે. ૨૨ ડિસેમ્બરથી ૨૧ જૂન સૂધી દિવસ મોટો થતો જશે. જે ૨૧ જૂને દિવસ સૌથી મોટો હસે અને રાત સોથી નાની. આ દિવસને દક્ષિણાયન કહે છે.

મકર સંક્રાંતિ ઉત્તરાયણથી અલગ હોય છે. સૂર્ય એક રાશિમાંથી બીજી રાશીમાં સ્થાનાંતર કરે તેને સંક્રાંતિ કહે છે. આ પ્રમાણે વર્ષમાં કુલ બાર સંક્રાંતિઓ થાય છે. પરંતુ સૂર્ય ધનુ રાશિ માંથી મકર રાશિમાં સ્થાનાંતર કરે છે. ત્યારે મકર સંક્રાંતિ શરૂ થાય છે, જે ૧૪ જાન્યુઆરીની આસપાસનો સમય હોય છે. ઇ.સ. ૨૦૧૬નાં જાન્યુવારી મહિનામાં ખગોળીય દૃષ્ટીએ મકર સંક્રાંતિ ૧૪ જાન્યુવારીના બદલે ૧૫ જાન્યવારીના દિવસે હતી.