લખાણ પર જાઓ

મહેસાણા હવાઈમથક

વિકિપીડિયામાંથી
મહેસાણા હવાઈમથક
મહેસાણા હવાઈમથકનો દરવાજો
સારાંશ
હવાઇમથક પ્રકારજાહેર
માલિકએરપોર્ટ્સ ઓથોરીટી ઓફ ઇન્ડિયા
સંચાલકએરપોર્ટ્સ ઓથોરીટી ઓફ ઇન્ડિયા
વિસ્તારમહેસાણા
સ્થાનમહેસાણા, ભારત
ઉદ્ઘાટન૨૦૦૭
ઉંચાઈ (સમુદ્ર તળથી સરેરાશ)૨૭૬ ft / 84 m
અક્ષાંશ-રેખાંશ23°36′17″N 72°23′42″E / 23.60472°N 72.39500°E / 23.60472; 72.39500[]
નકશો
મહેસાણા હવાઈમથક is located in ગુજરાત
મહેસાણા હવાઈમથક
મહેસાણા હવાઈમથક
હવાઈમથકનું ગુજરાતમાં સ્થાન
રનવે
રનવે દિશા લંબાઈ સપાટી
ફીટ મીટર
૦૫/૨૩ ૩,૨૫૦ 991 ડામર
મહેસાણા હવાઈમથકની હવાઈપટ્ટી

મહેસાણા હવાઇમથક એ ગુજરાત રાજ્યના મહેસાણા જિલ્લામાં આવેલ નાગરિક ઉડ્ડયન તાલિમી મથક છે.[][] આનો ઉપયોગ અનિશ્ચિત કામગીરી માટે કરવામાં આવે છે.[]

ગુજરાત સરકાર અને ખાનગી કંપની અમદાવાદ એવિએશન એન્ડ એરોનોટિક્સ લિમીટેડ(AAA Ltd) દ્વારા એક ત્યજીત હવાઇક્ષેત્ર જાહેર-ખાનગી ભાગીદારીના ધોરણે ૨૦૦૭માં વિકસાવવામાં આવેલી, ગુજરાતમાં પ્રથમ વાર આવા પ્રકારની ભાગીદારી કરવામાં આવેલી. ભારતીય હવાઇ દળ અને ડીજીસીએના સહયોગથી ૬૪ એકરના હવાઇમથકનું નિર્માણ કરવામાં આવેલુ. આ હવાઇમથકનું ઉદ્ઘાટન ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલું.[] AAA Ltdએ તેની તાલીમી પ્રવૃતિઓ ૨૦૦૭માં મહેસાણામાં ખસેડી એ પહેલા અમદાવાદમાં સરદાર વલ્લભભાઈ પટેલ આતંરરાષ્ટ્રીય હવાઇ મથક ખાતે કરવામાં આવતી હતી.[]

આ હવાઇમથક તેના માલિક અને મહેસાણા મ્યુનિસિપાલટી વચ્ચેના મતભેદનું કેન્દ્ર હતું. મ્યુનિસિપાલટી એ ૨૦૧૦માં ટેક્ષના બિનચુકવણીને કારણે બે વખત સુવિધાને સીલ કરી હતી. જો કે AAA Ltd એ વારંવાર જણાવ્યુ હતુ કે તે ટેક્ષ માટે લાયક નથી. ગુજરાત હાઇકોર્ટના ચુકાદા પછી સુવિધા ફરીથી ખોલવામાં આવી હતી.[]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "Mehsana Airstrip". Civil Aviation Department, Government of Gujarat. મેળવેલ ૨૩ જાન્યુઆરી ૨૦૧૨.[હંમેશ માટે મૃત કડી]
  2. "Modi dedicates Mehsana airport for civil aviation training". oneindia.in. મેળવેલ ૨૩ જાન્યુઆરી ૨૦૧૨.[હંમેશ માટે મૃત કડી]
  3. "Airfields in Gujarat". Civil Aviation Department, Government of Gujarat. મેળવેલ ૨૩ જાન્યુઆરી ૨૦૧૨.[હંમેશ માટે મૃત કડી]
  4. "Aviation infrastructure to get a facelift by next year". The Indian Express. ૧૦ ફેબ્રુઆરી ૨૦૦૯. મેળવેલ ૨૩ જાન્યુઆરી ૨૦૧૨.
  5. "PPP can create new avenues: Modi". The Economic Times. ૧૪ ઓગસ્ટ ૨૦૦૭. મેળવેલ ૨૩ જાન્યુઆરી ૨૦૧૨.
  6. ૬.૦ ૬.૧ "Mehsana civic body opens airfield seal after HC orders". The Times of India. ૨૮ સપ્ટેમ્બર ૨૦૧૦. મૂળ માંથી 2013-01-03 પર સંગ્રહિત. મેળવેલ ૨૩ જાન્યુઆરી ૨૦૧૨.