લખાણ પર જાઓ

મહેસાણા

વિકિપીડિયામાંથી
મહેસાણા
—  શહેર  —
રાજમહેલ, મહેસાણા
રાજમહેલ, મહેસાણા
મહેસાણાનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 23°35′17″N 72°22′10″E / 23.587961°N 72.369325°E / 23.587961; 72.369325
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો મહેસાણા
કલેક્ટર એચ. કે. પટેલ
રેસીડેન્ટ એડીશનલ કલેક્ટર મુકેશ ગઢવી
વસ્તી

• ગીચતા
• મેટ્રો

૧,૮૪,૧૩૩[૧] (૨૦૧૧)

• 5,790/km2 (14,996/sq mi)
• ૧,૯૦,૧૮૯[૨] (૨૦૧૧)

લિંગ પ્રમાણ ૧.૧૨ /
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ

31.8 square kilometres (12.3 sq mi)

• 81 metres (266 ft)

કોડ
  • • પીન કોડ • ૩૮૪૦૦૧
    • ફોન કોડ • +૯૧ ૨૭૬૨
    વાહન • જીજે ૨

મહેસાણા ‍(audio speaker iconઉચ્ચાર ) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મહેસાણા જિલ્લાના મહેસાણા તાલુકાનું શહેર અને જિલ્લા તેમ જ તાલુકાનું મુખ્ય મથક છે.

ઇતિહાસ[ફેરફાર કરો]

ચાવડા વંશના રાજપૂત મેહસાજી ચાવડાએ મહેસાણાની સ્થાપના કરી હતી. તેમણે વિક્રમ સંવત ૧૪૧૪, ભાદરવા સુદ ૧૦ (ઇ.સ. ૧૩૫૮) ના રોજ શહેરનું તોરણ અને મંદિર બંધાવ્યું હતું.[૩] તેનું વર્ણન ૧૯૩૨માં જયસિંહ બ્રહ્મભટ્ટે કર્યું હતું.

ગાયકવાડે વડોદરા જીતીને પાટણને ઉત્તર ગુજરાતનું સંચાલન મથક બનાવ્યું હતું, જે પછીથી કડી અને ત્યારબાદ ૧૯૦૨માં મહેસાણામાં ખસેડાયું હતું. ૧૯૪૭માં ભારતની આઝાદી પછી તે ભારત સંઘમાં ભળ્યું હતું અને બોમ્બે રાજ્યમાં તેનો સમાવેશ થયો હતો. ૧૯૬૦માં તે ઉત્તર ગુજરાતમાં અલગ જિલ્લા રૂપે અસ્તિત્વમાં આવ્યું.[૪]

૧૯૦૪માં સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ બંધાવેલો મહેલ રાજમહેલ તરીકે ઓળખાય છે.

ભૂગોળ[ફેરફાર કરો]

સમુદ્ર સપાટીથી મહેસાણાની સરેરાશ ઉંચાઇ 265 feet (81 m) છે.

મહેસાણામાં પરા તળાવ આવેલું છે.

વસતી[ફેરફાર કરો]

મહેસાણાનો એક માર્ગ

૨૦૧૧ની વસતી ગણતરી પ્રમાણે મહેસાણાની વસતી ૧,૮૪,૧૩૩ની હતી.[૨] લિંગ ગુણોત્તર ૮૯૪ છે.[૨] મહેસાણામાં સાક્ષરતા દર ૮૪.૨૬% છે.[૨]

મહેસાણામાં બાળકોમાં જાતિ ગુણોત્તર ૭૬૨ છે,[૨] જે ભારતના શહેરી વિસ્તારોમાં સૌથી ઓછો છે.[૫]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Provisional Population Totals, Census of India 2011; Cities having population 1 lakh and above" (pdf). Office of the Registrar General & Census Commissioner, India. મેળવેલ ૨૬ માર્ચ ૨૦૧૨.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ ૨.૪ "Provisional Population Totals, Census of India 2011; Urban Agglomerations/Cities having population 1 lakh and above" (pdf). Office of the Registrar General & Census Commissioner, India. મેળવેલ ૨૬ માર્ચ ૨૦૧૨.
  3. "Mehsana - History". NRI Division. Government of Gujarat. ૨૦૦૯. મૂળ માંથી 2014-10-21 પર સંગ્રહિત. મેળવેલ ૧૭ માર્ચ ૨૦૧૩.
  4. "History". Government of Gujarat. mehsanadp.gujarat.gov.in. ૧૭ જુલાઇ ૨૦૧૨. મૂળ માંથી 2016-03-31 પર સંગ્રહિત. મેળવેલ ૧૭ માર્ચ ૨૦૧૩.
  5. Radha Sharma & Bharat Yagnik (૧૩ જાન્યુઆરી ૨૦૧૨). "Mehsana, shame of India!". The Times of India. મૂળ માંથી ૨૩ ફેબ્રુઆરી ૨૦૧૭ પર સંગ્રહિત. મેળવેલ ૨૩ જાન્યુઆરી ૨૦૧૨.