લખાણ પર જાઓ

બોત્તેર કોઠાની વાવ

વિકિપીડિયામાંથી
બોંત્તેર કોઠાની વાવ
વાવનો અંતરિયાળ ભાગ
નકશો
અન્ય નામોમહેસાણા વાવ
સામાન્ય માહિતી
નગર અથવા શહેરમહેસાણા
દેશભારત
અક્ષાંશ-રેખાંશ23°36′12″N 72°24′05″E / 23.603431°N 72.401489°E / 23.603431; 72.401489
પૂર્ણ૧૬૭૪
તકનિકી માહિતી
માળની સંખ્યા૧૧
રચના અને બાંધકામ
સ્થપતિસ્થાનિક

બોત્તેર કોઠાની વાવ, કે જે મહેસાણા વાવ તરીકે અથવા ઇંટેરી વાવ તરીકે પણ ઓળખાય છે, જે મહેસાણા, ગુજરાત, ભારત સ્થિત એક વાવ છે.[][]

ઇતિહાસ

[ફેરફાર કરો]

મુગલ બાદશાહ ઔરંગઝેબના શાસન દરમિયાન વાવનું નિર્માણ કરાયું હતું. સંવત ૧૭૩૧ (ઇ.સ. ૧૬૭૪)નો ફારસી અને દેવનાગરી લિપિમાં લખેલો શિલાલેખ જણાવે છે કે શ્રીમાળી જ્ઞાતિની લઘુ શાખાના શાહ ગોકળદાસ અને તેમની માતા માણબાઈ દ્વારા લોકકલ્યાણ માટે વાવ બાંધવામાં આવી હતી.[][]

ગાયકવાડ શાસન દરમિયાન આ વાવનું સમારકામ અને નવીનીકરણ કરવામાં આવેલું.[][] ત્યારપછી આ વાવ ઉપેક્ષિત રહેતા પ્રદૂષિત બની ગઈ હતી. મહેસાણા નગરપાલિકા દ્વારા તેને ૨૦૧૩માં સાફ કરવામાં આવી હતી.[] [] ૨૦૨૦માં તેને ફરીથી સાફ કરવામાં આવી હતી અને તેના પાણીનો ઉપયોગ બગીચાઓમાં કરવાની પરવાનગી આપવામાં આવી હતી.[]

સ્થાપત્ય

[ફેરફાર કરો]

તે પરા વિસ્તારના ભીમનાથ મહાદેવ મંદિર નજીક આવેલી છે.[] તે ઇંટો અને રેતીના પત્થરોથી બાંધવામાં આવી છે.[] તે ૧૪થી ૧૫ મીટર (૪૦થી ૫૦ ફૂટ) લાંબી અને અગિયાર માળ ઉંડી છે; સાથે જ બે જોડિયા કૂવા છે. તેમાં ૭૨ કોઠા આવેલ હોવાથી તે બોતેર કોઠાની વાવ તરીકે ઓળખાય છે.[][૧૦]

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. ૧.૦ ૧.૧ Purnima Mehta Bhatt (16 December 2014). Her Space, Her Story: Exploring the Stepwells of Gujarat. Zubaan. પૃષ્ઠ 57–58. ISBN 978-93-84757-08-3. મૂળ માંથી 24 August 2017 પર સંગ્રહિત.
  2. "મહેસાણાની ઐતિહાસીક વિરાસત એવી 'બોત્તેર કોઠા'ની વાવ ફરીથી તંત્રની ઉદાસિનતાનો". Divya Bhaskar. 2015-05-13. મેળવેલ 2020-11-06.
  3. ૩.૦ ૩.૧ S. B. Rajyagor, સંપાદક (1975). Gujarat State Gazetteers: Mehsana District. Gujarat State Gazetteers. 5. Directorate of Government Print., Stationery and Publications, ગુજરાત સરકાર. પૃષ્ઠ 805. મૂળ માંથી 2017-02-16 પર સંગ્રહિત.
  4. Shukla, Rakesh (24 June 2014). "ક્યારેક લોકોની તરસ છિપાવતા હતા ગુજરાતના આ જળ મંદિરો-બોતેર કોઠાની વાવ". gujarati.oneindia.com. મૂળ માંથી 20 November 2016 પર સંગ્રહિત. મેળવેલ 20 November 2016.
  5. ૫.૦ ૫.૧ "શિલ્પ-સ્થાપત્યની બેનમૂન બોતેર કોઠાની વાવ કચરાપેટી બની ગઈ". Webdunia. 2 December 2013. મૂળ માંથી 24 August 2017 પર સંગ્રહિત. મેળવેલ 20 November 2016.
  6. "૭૨ કોઠા વાવ : મહેસાણાની શાન અને જાન છે". દિવ્ય ભાસ્કર. 2013-12-04. મેળવેલ 2020-11-06.
  7. "Enthusiasts to revive stepwell in Mehsana". ટાઇમ્સ ઑફ ઇન્ડિયા. 21 March 2013. મૂળ માંથી 22 March 2013 પર સંગ્રહિત. મેળવેલ 20 November 2016.
  8. "મહેસાણાની અવાવરૃં બનેલી 72 કોઠાની વાવ જીવંત કરાશે". ગુજરાત સમાચાર. 2020-10-30. મેળવેલ 2020-11-06.
  9. "અયોગ્ય@મહેસાણા: ઐતિહાસિક 72 કોઠાની વાવમાં સ્વચ્છતા અભિયાનનું સુરસુરીયું". Atal Samachar. 2019-11-27. મેળવેલ 2020-11-06.
  10. Census of India, 1991: Mahesana (અંગ્રેજીમાં). Government Photo Litho Press. 1992. પૃષ્ઠ 29.