ખેડા જિલ્લો

વિકિપીડિયામાંથી
ખેડા જિલ્લો
જિલ્લો
ગુજરાતમાં સ્થાન
ગુજરાતમાં સ્થાન
દેશ ભારત
રાજ્યગુજરાત
મુખ્ય મથકનડીઆદ
વસ્તી
 (૨૦૧૧)[૧]
 • કુલ૨૨,૯૯,૮૮૫
સમય વિસ્તારUTC+૫:૩૦ (ભારતીય માનક સમય)

ખેડા જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્યમાં આવેલો એક જિલ્લો છે. નડીઆદ આ જિલ્લાનું મુખ્ય મથક છે.

ખેડા જિલ્લો ખેતીમાં ઘણો જ સમૃદ્ધ છે. જિલ્લાનાં મુખ્ય પાકમાં તમાકુ છે. આ ઉપરાંત કપાસ, બાજરી અને ઘઉં પણ સારા એવા પ્રમાણમાં પાકે છે.

ઇતિહાસ[ફેરફાર કરો]

ખેડા જિલ્લો ‍(૧૮૫૫)

૧૯૯૭ના ઓક્ટોબર મહિનામાં ગુજરાત રાજ્યમાં જિલ્લા તેમ જ તાલુકાઓના વિભાજન થવાથી ખેડા જિલ્લામાંથી આણંદ જિલ્લાને અલગ કરવામાં આવ્યો હતો.[૨] ખેડા જિલ્લાનો ચરોતર વિસ્તાર મૂળ ચાર તાલુકા ધરાવતો હતો: આણંદ તાલુકો, બોરસદ તાલુકો, નડીઆદ તાલુકો અને પેટલાદ તાલુકો.[૩] જ્યારે જિલ્લાનું વિભાજન કરવામાં આવ્યું ત્યારે, નડિયાદ તાલુકો ખેડા જિલ્લામાં આવ્યો અને બાકીના ત્રણ તાલુકાઓ આણંદ જિલ્લામાં ગયા.[૪]

૨૦મી સદીના પ્રથમ ભાગમાં સ્વતંત્રતાની ચળવળ દરમિયાન ખેડા જિલ્લાના ચરોતર અને અન્ય વિસ્તારોના પાટીદારો બ્રિટિશ સરકાર સામે અસંખ્ય આંદોલન કર્યા હતા, જેમાં ૧૯૧૭-૧૮નો ખેડા સત્યાગ્રહ, ૧૯૨૩નો બોરસદ સત્યાગ્રહ,[૫] અને ૧૯૨૮નો બારડોલી સત્યાગ્રહ મુખ્ય હતો.[૬]

વિભાજન બાદ ખેડા જિલ્લાનું મુખ્‍ય મથક નડીઆદ ખાતે ખસેડવામાં આવ્યું છે.

વસતી[ફેરફાર કરો]

૨૦૧૧ની વસતી ગણતરી પ્રમાણે ખેડા જિલ્લાની વસતી ૨૨,૯૯,૮૮૫ વ્યક્તિઓની હતી.[૭][૧] વસતી મુજબ જિલ્લો ભારતમાં ૧૯૭મો ક્રમ ધરાવે છે.[૭] જિલ્લાની વસતી ગીચતા 541 inhabitants per square kilometre (1,400/sq mi) છે.[૭] વસતી વધારાનો દર ૨૦૦૧-૨૦૧૧ દરમિયાન ૧૨.૮૧% રહ્યો હતો.[૭] ખેડા જિલ્લામાં સાક્ષરતાનો દર ૮૪.૩૧% છે.[૭]

ખેડા જિલ્લામાં આવેલા તાલુકાઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ "Kheda District Population Religion - Gujarat, Kheda Literacy, Sex Ratio - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મેળવેલ ૪ ડિસેમ્બર ૨૦૧૭.
  2. "History of Anand District". Gujarat Government. મૂળ સંગ્રહિત માંથી ૧૦ ફેબ્રુઆરી ૨૦૧૫ પર સંગ્રહિત.
  3. Heredia, Ruth (૧૯૯૭). The Amul India Story. New Delhi: McGraw-Hill. પૃષ્ઠ 8. ISBN 978-0-07-463160-7.
  4. "Gujarat Administrative Divisions 2011" (PDF). Office of The Registrar General & Census Commissioner, Ministry of Home Affairs, Government of India. મૂળ સંગ્રહિત (PDF) માંથી ૨૬ ઓક્ટોબર ૨૦૧૧ પર સંગ્રહિત.
  5. Gandhi, Mahatma K. (૧૯૫૧). Non-Violent Resistance (Satyagraha). New York: Schocken. પૃષ્ઠ 189–190. OCLC 606004619.
  6. Heredia 1997, p. 10
  7. ૭.૦ ૭.૧ ૭.૨ ૭.૩ ૭.૪ "District Census 2011". Census2011.co.in. ૨૦૧૧. મેળવેલ ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૧.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]