મહેમદાવાદ
મહેમદાવાદ | |
— નગર — | |
અક્ષાંશ-રેખાંશ | 22°50′N 72°46′E / 22.83°N 72.77°E |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | ખેડા |
વસ્તી | ૩૦,૭૬૯ (૨૦૦૧) |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
વિસ્તાર • ઉંચાઇ |
• 33 metres (108 ft) |
મહેમદાવાદ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ખેડા જિલ્લામાં આવેલા મહેમદાવાદ તાલુકાનું નગર અને તાલુકાનું મુખ્ય મથક છે.
ઇતિહાસ
[ફેરફાર કરો]આ શહેર મહેમુદશાહ બાદશાહે વસાવ્યું હતું અને તેના નામ પરથી આ શહેરનું નામ મહેમુદાબાદ રાખવામાં આવેલું હતું, જે સમય જતાં અપભ્રંશ થઇને મહેમદાવાદ થઇ ગયું. શહેર મધ્યે એક મોટી વાવ બાદશાહે બનાવડાવી છે, જે ગુજરાત રાજ્ય સંરક્ષિત સ્મારક (S-GJ-43) છે.
ભૂગોળ
[ફેરફાર કરો]મહેમદાબાદ 22°50′N 72°46′E / 22.83°N 72.77°E પર સ્થિત છે.[૧] અમદાવાદ-મુંબઇ રેલ્વે લાઇન મહેમદાવાદથી પસાર થાય છે. આ ઉપરાંત અહીંથી ગાંધીનગરથી ઈંદોર જતો રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૫૯ પણ પસાર થાય છે.
જોવાલાયક સ્થળો
[ફેરફાર કરો]અહીં ભમ્મરિયો કૂવો તેમજ રોજા-રોજી દરગાહ જોવાલાયક સ્થળો છે. વાત્રક નદીના કાંઠે સિદ્ધિવિનાયક દેવસ્થાન આવેલું છે, જે ઘણું જ રમણીય સ્થળ છે.
શિક્ષણ
[ફેરફાર કરો]અહીં પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક તેમ કુલ દસેક નિશાળો તેમજ ત્રણ મહાવિદ્યાલયો આવેલ છે.
સંદર્ભ
[ફેરફાર કરો]બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |