ભમ્મરીયો કૂવો,મહેમદાવાદ

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
ભમ્મરીયો કૂવો, મહેમદાવાદ

ભમ્મરીયો કૂવો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ખેડા જિલ્લામાં આવેલા મહેમદાવાદ તાલુકાનાં મુખ્યમથક એવા મહેમદાવાદ ખાતે આવેલું એક પ્રાચીન સ્થાપત્ય છે. આ કૂવાનું નિર્માણ ૧૫મી સદીમાં મહેમુદશાહ બેગડા નામના બાદશાહે કરાવ્યું હતું.[૧] આ સ્થાપત્ય કેન્દ્રના પુરાતત્વ વિભાગ દ્વારા ક્રમાંક N-GJ-143 હેઠળ રક્ષિત જાહેર કરવામાં આવ્યું છે.[૨] આ પુરાતન અવશેષ મહેમદાવાદથી ખેડા જતા માર્ગ પર આવેલા છે.

વિશેષતાઓ[ફેરફાર કરો]

આ કૂવાની આસપાસ ભૂગર્ભમાં નિવાસસ્થાનના ખંડો બનાવવામાં આવેલા છે. આ અષ્ટકોણાકાર કૂવો ૩૬ ફૂટ જેટલો વ્યાસ ધરાવે છે. હાલ જમીનમાં ત્રણ મજલાનું બાંધકામ છે, જેમાં ઉપરના બે મજલામાં ખંડો આવેલા છે, જ્યારે નીચેના મજલે સાંકડા પગથિયાં દ્વારા સીધા કૂવામાં જવાય છે. ખંડમાં જવા માટે ચાર સીડીઓ આવેલી છે તેમ જ બે સીડીઓ ગોળાકારે ફરતી બનાવવામાં આવેલી હોવાથી આ કૂવાનું નામ ભમ્મરીયો કૂવો પડ્યું હતું.[૩]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. શુક્લ, રાકેશ (૨૪ જુન ૨૦૧૪). "ક્યારેક લોકોની તરસ છિપાવતા હતા ગુજરાતના આ જળ મંદિરો-ભમરિયો કૂવો". ગુજરાતી વન ઇન્ડિયા ડોટકોમ. Retrieved ૨૨ જુલાઈ ૨૦૧૬. Check date values in: |accessdate=, |date= (મદદ)
  2. "કેન્દ્ર રક્ષિત સ્મારકોની યાદી" (PDF). રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ, ગુજરાત સરકાર. ૨૪ જુન ૨૦૧૪. Retrieved ૨૨ જુલાઈ ૨૦૧૬. Check date values in: |accessdate=, |date= (મદદ)
  3. "ભમ્મરીયો કૂવો". બાલસૃષ્ટિ. ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ. એપ્રિલ-મે ૨૦૧૬. p. ૨૫. Check date values in: |year= (મદદ)

સ્થાન: 22°48′42″N 72°44′57″E / 22.81168°N 72.74922°E / 22.81168; 72.74922