લખાણ પર જાઓ

ઈંદોર

વિકિપીડિયામાંથી

ઇન્દૌર' ભારત દેશના મધ્ય ભાગમાં આવેલા મધ્ય પ્રદેશ રાજ્યના ઇન્દૌર જિલ્લામાં આવેલું નગર છે. ઇન્દૌરમાં ઇન્દૌર જિલ્લાનું મુખ્યાલય છે.

ઈંદોર (હિંદી:इंदौर) એ ભારતનું મહત્ત્વનું શહેર છે. તે મધ્ય ભારતના રાજ્ય મધ્ય પ્રદેશનું સૌથી મોટું વાણિજ્ય મથક છે. તે રાજ્યની રાજધાની ભોપાલથી ૧૯૦ કિમીના અંતરે આવેલું છે. ૨૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે ઈંદોરની વસ્તી ૧૯,૬૦,૬૩૧ હતી. આ શહેર મધ્ય પ્રદેશનું સૌથી મોટું, ભારતનું ૧૫મું [૧] અને વિશ્વનું ૧૪૭મું[૨] સૌથી મોટું શહેર છે. આ શહેરમાં આવેલી મરાઠી, સિંધી, દક્ષિણ ભારતીય, પંજાબી, મારવાડી અને રાજસ્થાનીઓની મિશ્ર વસતિને કારણે આને "મિની મુંબઈ" પણ કહે છે. આ શહેર ઘણી રીતે મુંબઈ સાથે સામ્ય ધરાવે છે જેમકે ગીચ વસ્તી, ખરીદી પદ્ધતિ, ખોરાક અને મનોરંજન પદ્ધતિઓ, વગેરે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Some 108 million people live in India's largest cities". City Mayors. મેળવેલ 2010-07-04.
  2. "The world's largest cities". City Mayors. મેળવેલ 2010-07-04.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]