વિજયવાડા
Appearance
વિજયવાડા શહેર બેઝવાડા તરીકે પણ ઓળખાય છે. વિજયવાડા ભારત દેશના આંધ્ર પ્રદેશ રાજ્યનું ત્રીજા નંબરનું સૌથી મોટું શહેર છે. આ શહેર કૃષ્ણા નદીના કિનારા પર વસેલું છે. પશ્ચિમ દિશામાં ઇન્દ્રકિલાદ્રીની ટેકરીઓથી ઘેરાયેલા વિજયવાડા શહેરની ઉત્તર દિશામાં બુડેમેરુ નદી વહે છે. ધંધા અને વેપારની વ્યાપકતાને કારણે વિજયવાડાને રાજ્યનું વાણિજ્ય કેન્દ્ર પણ કહેવામાં આવે છે. આ શહેર ચેન્નાઇ-હાવરા અને ચેન્નાઇ-દિલ્હી રેલવે માર્ગ પર આવેલું દક્ષિણમધ્ય રેલવેનું સૌથી મોટું જંકશન છે. વિજયવાડા શહેર આંધ્ર પ્રદેશ રાજ્યના મુખ્ય મથક હૈદરાબાદથી ૨૭૫ કિલોમીટર અંતરે આવેલું છે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |