સુરત

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
સુરત
સુરત
સૂર્યપુર
મેટ્રો શહેર
સુરત
સુરત
અન્ય નામો: ડાયમંડ સીટી, સિલ્ક સીટી
સુરત is located in ગુજરાત
સુરત
સુરત
Coordinates: 21°10′12.864″N 72°49′51.819″E / 21.17024000°N 72.83106083°E / 21.17024000; 72.83106083
દેશભારત
રાજ્યગુજરાત
જિલ્લોસુરત
અધિકૃત ભાષાગુજરાતી
વિસ્તાર
નામ વ્યુત્પત્તિસૂર્યનું શહેર (સૂર્યપુર)
સરકાર
 • પ્રકારમેયર-કાઉન્સિલ
 • પ્રકારસુરત મ્યુનિસિપલ કોર્પોરેશન
 • મેયરડો. જગદીશ પટેલ (ભાજપ)[૧]
 • મ્યુનિસિપલ કમિશ્નરશ્રી બંછાનિધિ પાની, આઈ.એ.એસ.
 • પોલીસ કમિશ્નરશ્રી અજયકુમાર તોમર, આઈ.પી.એસ.[૨]
વિસ્તાર[૩]
 • કુલ૪૭૨ km (૧૮૨ sq mi)
ઉંચાઇ૧૩ m (૪૩ ft)
વસ્તી (૨૦૧૧)[૪]
 • ક્રમ૮મો (ગુજરાતમાં ૨જો)
 • મેટ્રો ક્રમ૯મો
સમય વિસ્તારભારતીય માનક સમય (UTC+૫:૩૦)
પિનકોડ૩૯૪ XXX, ૩૯૫ XXX
ટેલિફોન કોડ૯૧-૨૬૧-XXX-XXXX
વાહન નોંધણીGJ-05 & GJ-28[૫]
જાતિ પ્રમાણ૧.૨૭[૬] /
દરિયાકિનારો35 kilometres (22 mi)
સાક્ષરતા૮૬.૬૫%[૭]
HDIઉંચો
વેબસાઇટwww.suratmunicipal.gov.in

સુરત(ઉચ્ચારણ), દક્ષિણ ગુજરાતનું દરિયા કિનારાથી માત્ર ૧૪ કિલોમીટરના અંતરે આવેલું શહેર તથા સુરત જિલ્લાનું વડું મથક છે. તે તાપી નદીનાં દક્ષિણ તટ પર વસેલું શહેર છે અને તાપીના મુખ પ્રદેશથી ૧૪ કિલોમીટર અંતરે આવેલું છે. સુરત ગુજરાતનું બીજા ક્રમનું અને ભારતનું નવમા ક્રમનું મોટું શહેર છે. વસ્તી તેમજ ઔદ્યોગીક ઉત્પાદન પ્રમાણે ગુજરાતમાં અમદાવાદ પછી સુરતનો ક્રમાંક આવે છે. વિશ્વના ૯૦ થી ૯૫ ટકા જેટલા હીરા સુરતમાં ઘસીને તૈયાર કરવામાં આવે છે. સુરતનો સૌથી મોટો ઉધોગ કાપડ વણાટ (જરી, કિનખાબ અને અન્ય) અને ડાઈંગ–પ્રિન્ટિંગનો છે. સાલ ૨૦૦૮માં સુરત ૧૬.૫% જી.ડી.પી સાથે ભારતનાં સર્વાધિક જી.ડી.પી. વિકાસ દર ધરાવતા શહેરોમાંનું એક હતું. શહેરી વિકાસ મંત્રાલય પ્રમાણે સુરત ભારતનું ત્રીજા ક્રમનું સૌથી ચોખ્ખું શહેર,[૯] અને વિશ્વમાં ચોથા ક્રમનું સૌથી ઝડપથી પ્રગતિ પામતું શહેર છે.[૧૦]

ઇતિહાસ[ફેરફાર કરો]

સુર્યપુર [૧૧] નામથી આદિકાળમાં તાપી નદી કિનારે વસેલું આ શહેર પહેલાં મુઘલો ત્યાર બાદ પોર્ટુગીઝો અને પછી અંગ્રેજો માટે મુખ્ય બંદર બની રહ્યું. ઐતિહાસિક સંશોધનોને આધારે જાણવા મળ્યું છે કે શ્રી કૃષ્ણ જ્યારે મથુરાથી દ્વારકા જતાં હતાં, ત્યારે તેમણે સુરતમાં આગમન કર્યું હતું[સંદર્ભ આપો]. તેનો બીજો ઉલ્લેખ સમ્રાટ અશોકનાં સોપારા (મુંબઇ) અને સૌરાષ્ટ્રનાં શીલાલેખોમાં મળી આવે છે. જેમાં સુર્યપુરને લાટપ્રદેશનું મુખ્ય નગર ગણવામાં આવ્યું હતું. ત્યારબાદ સાતવાહનનું સામ્રાજ્ય દખ્ખણપ્રદેશથી લાટ તરફ વિસ્તર્યું હતું, પણ તે ફક્ત દમણની આસપાસનાં મહાળ ક્ષેત્ર પૂરતું સીમિત હતું. તેમની ઇચ્છા સુર્યપુરને મેળવવાની હતી પણ તે થઇ શક્યું નહીં. ત્યારબાદ સોલંકીકાળ દરમિયાન તે ગુજરાતનું એક મહત્વનું બંદર બની રહ્યું.

મુઘલકાળનું સુરત[ફેરફાર કરો]

૧૬મી સદી દરમ્યાન જ્યારે મુઘલ કાળમાં ભારતની પ્રજા એકંદરે સ્થિર અને શાંત તથા પ્રગતિશીલ હતી, ત્યારે સુરત ભારતનું એક સમૃદ્ધ શહેર અને બંદર બની ગયુ હતું. ભૌગોલિક રીતે સુરત શહેર ભારતનાં પશ્ચિમ ભાગમાં આવેલું છે. તેથી મુઘલ બાદશાહ જહાંગીરે ભારતથી મક્કા તરફ હજ પઢવા જતા યાત્રીઓ માટે અહીનાં બંદરનો ખૂબ જ વિકાસ કર્યો હતો, તેમજ તેમના રોકાણ માટે શહેરમાં એક ભવ્ય ધર્મશાળા (મુઘલસરાય) બનાવી હતી. વળી દેશ-વિદેશનાં અનેક વેપારીઓ અહી વેપાર કરવા આવતાં અને તેમના ચલણ અને ભારતીય ચલણ વચ્ચે વિનીમય સ્થાપવા તે સમયે "નાણાવટ" નામનું સૌથી સમૃદ્ધ બજાર અહીં વિકસ્યું હતું. જેમાં શાહી ટંકશાળ પણ હતી, આ શાહી ટંકશાળ તેમજ શહેરની સુરક્ષા માટે સમગ્ર શહેરની ફરતે એક મજબુત અને ઊંચી દિવાલ (કોટ) બાંધવામાં આવી, જેનું નામ શેહરે પનાહ આપવામાં આવ્યું, જેને સ્થાનિક લોકો "નાના કોટ" તરીકે પણ ઓળખતાં હતાં. સમય જતાં શહેરનું વિસ્તરણ થયું અને તે "શેહેરે પનાહ"ની બહાર નીકળી ગયું. સુરતની સમૃદ્ધિ દિન-પ્રતિદિન વધી રહી હતી, તેથી શહેરની સુરક્ષાનો પ્રશ્ન ફરી ઉદભવ્યો. જેથી ફરી એક વખત નવા શહેરને સુરક્ષા આપવા એક નવા કોટનું નિર્માણ થયું, જેને આલમ પનાહ નામ આપવામાં આવ્યું, જેને સ્થાનિક લોકો "મોટા કોટ" તરીકે ઓળખતાં હતાં.

બ્રિટીશકાળનું સુરત[ફેરફાર કરો]

સુરત, ૧૮૭૭

૧૬મી સદી દરમિયાન સુરતની શાખ વિશ્વભરમાં પ્રસરી ચૂકી હતી, જેથી અનેક વિદેશી પ્રજાઓ પોતાનો વેપાર વિક્સાવવા માટે અહીં આવવા લાગી. તેમાં આરબો, ડચ ફ્રેન્ચો, પોર્ટુગીઝો અને બ્રિટીશરો મુખ્ય હતાં. ૨૪ ઓગસ્ટ ૧૬૦૦નાં રોજ ઇસ્ટ ઇન્ડિયા કંપનીનું જહાજ "હેક્ટર" સુરત બંદરે વેપાર કરવાનાં ઉદ્દેશ્યથી આવ્યું અને બાદશાહ જહાંગીર પાસે વેપાર કરવાના પરવાના માંગ્યા. પરંતુ અગાઉથી જ વેપારી કોઠી સ્થાપી ચુકેલા ફ્રેન્ચો અને પોર્ટુગીઝોએ યેનકેન રીતે તેમને અટકાવવાની કોશિશ કરી. પણ લગભગ ૧૩ વર્ષ બાદ તેમને વેપારી પરવાનો મળી ગયો અને તેમણે પાતળીયા હનુમાન ઓવારા પર પોર્ટુગીઝોની કોઠી સામે પોતાની કોઠી સ્થાપી.

હાલના ગાંધીસ્મૃતિ ભવનની સામેનાં ભાગમાં ફ્રેન્ચોએ સુરતનું પહેલુ ચર્ચ બાંધ્યુ. ડચ પ્રજાએ હાલનાં ડચ ગાર્ડનની સામે કોઠી બાંધી, જે સુરતની પહેલી વહીવટી કચેરી બની. પોર્ટુગીઝોએ આઇ.પી. મીશન સ્કુલની સામે કોઠી બાંધી, જે હાલ પારસીની વાડી તરીકે ઓળખાય છે અને બ્રિટીશરો એ પહેલું છાપખાનું, કન્યાશાળા તેમજ કુમાર શાળા બંધાવી, જે આઇ.પી. મીશન સંકુલ તરીકે ઓળખાય છે. આ ગાળા દરમ્યાન શીવાજીનાં આક્રમણો સુરત પર વધ્યાં હતાં અને તેણે અનેક વખત સુરત તેમજ "નાણાંવટ"ને લૂંટ્યું હતું. સમય જતાં લૂંટફાટ, કુદરતી આપત્તિઓને કારણે હવે સુરતની જગ્યા ધીરે-ધીરે મુંબઇ લેવા માંડ્યુ હતુ. છતાં આ સમય દરમ્યાન અહીંના સ્થાનિક વેપારીઓ તેમજ પ્રજાએ સુરતની જાહોજલાલી ટકાવવા પૂરતાં પ્રયત્નો કર્યા. જેમાં શેઠ ગોપીચંદ (કે જેમણે ગોપીપુરા અને ગોપીતળાવ વિક્સાવ્યા) અને માણેકજી વાડિયા (કે જેમણે સુરતનાં અને મુંબઇનાં જહાજવાડામાં અનેક ઐતિહાસિક જહાજો બનાવ્યાં હતાં) તથા તેમના કુટુંબે બ્રિટીશરો વતી ઇજિપ્ત પાસે નેપોલીયનની સામે અને અમેરીકાનાં સ્વાતંત્ર વિગ્રહમાં લડત આપી હતી.

આજનું સુરત[ફેરફાર કરો]

ભારતની સ્વતંત્રતા પછી પણ ત્રીસેક વર્ષ સુધી સુરત વડોદરા પછીના ત્રીજા સ્થાને આવતું. ઇ.સ.૧૯૮૦નાં દાયકામાં, પહેલાં કાપડ ઉદ્યોગ અને પછી હીરા ઉદ્યોગનાં વીજવેગી વિકાસને લીધે આજે સુરત ગુજરાતનું જ નહિ, પરંતુ ભારતનું પણ સૌથી વધુ ઝડપે વિકાસ કરી રહેલું શહેર છે. સુરતનો ટૂંક સમયમાં ઘણા મોટા પાયે વિકાસ થયો પણ તેની સામે શહેરી સરકારી સેવાઓ ઘણી અવિકસિત રહી હતી અને તેના કારણે સુરત લગભગ આખા ભારતનું ગંદામાં ગંદુ શહેર બની રહ્યું હતું. પરંતુ એસ.આર.રાવનાં આગમન બાદ સુરતની કાયાપલટ થઇ ગઇ. સુરતને આજે ભારતનું ત્રીજા નંબરનું સ્વચ્છ શહેર ગણવામાં આવે છે.

ઇ.સ. ૧૯૯૪નાં ચોમાસામાં ભારે વરસાદ અને નદીમાં આવેલા પુરને કારણે શહેરમાં બધે જ મરેલા પશુ-પક્ષીઓ પથરાયેલા હતાં. મહાનગરપાલિકામાં માણસો તેમજ વાહનોનાં અભાવે ગંદકી સમયસર સાફ થઇ નહી અને આખરે વીસમી સદીમાં પહેલીવાર બ્યુબૉનીક પ્લેગ ફેલાયો. આમ તો ૨૫ લાખની વસ્તીમાં ખાલી ૪૦ જેટલાં જ લોકોને રોગની અસર થઇ પણ, આખા દેશમાં એના પડઘા પડ્યાં હતા. એક જ અઠવાડિયામાં સુરત પોણા ભાગે ખાલી થઇ ગયું હતું.

બીજીવાર ૭ ઓગસ્ટ ૨૦૦૬એ થયેલી અત્યધિક વર્ષા અને નદીમાં આવેલા પૂરને લીધે લગભગ આખું શહેર પાણીમાં ગરકાવ થઇ ગયું હતુ. આ વખતનું પૂર સુરતનાં ઇતિહાસનું સૌથી વિનાશક પૂર હતું. આ વિનાશક રેલમાં સુરત શહેરને અબજો રુપિયાનું નુક્સાન થયુ હતું. આ પૂરને લીધે આખા શહેરને લગભગ ૪૦ વર્ષો સુઘી વપરાશમાં લઇ શકાય તેટલું પાણી દરિયામાં વહી ગયું હતું[સંદર્ભ આપો].

રાજ્યમાં અમદાવાદ સૌથી મોટું શહેર હોવા છતાં માથાદીઠ આવકમાં અમદાવાદ બીજા ક્રમે આવે છે. સમગ્ર દેશમા સૌથી વધુ માથાદીઠ આવક સુરત શહેરની જ છે. સુરતની માથાદીઠ આવક રૂ. ૪,૫૭,૦૦૦ છે, જ્યારે અમદાવાદની માથાદીઠ આવક રૂ. ૩,૨૮,૦૦૦ છે.[સંદર્ભ આપો] ૨૦૦૮માં સુરત શહેરનો જી.ડી.પી. વિકાસ દર સૌથી વધારે ૧૧.૫% હતો.[સંદર્ભ આપો] આ ઉપરાંત સુરત દેશનું સૌથી યુવાન શહેર છે. સુરત શહેરની કુલ વસ્તીના લગભગ ૭૪ ટકા એટલે કે, ૩૩ લાખ લોકો ૩૫ વર્ષથી આછી ઉંમર ધરાવે છે.[સંદર્ભ આપો]

સુરતનું આંતરિક હવાઇ મથક ૨૯ એપ્રિલ, ૨૦૦૭નાં રોજ ખુલ્લું મુકવામાં આવ્યું, જ્યાંથી પ્રથમ ફ્લાઇટ ૬ મે, ૨૦૦૭નાં રોજ શરૂ કરવામાં આવી. પહેલા અહીંથી ફ્કત દિલ્હીની સીધી સેવાઓ ઉપલબ્ધ હતી. પરંતુ હવે મુંબઈની રોજની હવાઈ સેવા પણ શરુ કરાયેલ છે.

સુરતના લોકો ખાવા-પીવાના શોખીન છે, માટે કહેવત છે કે "સુરતનું જમણ અને કાશીનું મરણ". હાલમાં સુરતનો હીરા ઉદ્યોગ વિશ્વભરમાં જાણીતો છે.

સુરતનો વસતી વધારો 
વસતી ગણતરીવસતી
1871૧,૦૭,૧૦૦
1881૧,૦૯,૮૦૦2.5%
1891૧,૦૯,૨૦૦-0.5%
1901૧,૧૯,૩૦૦9.2%
1911૧,૧૪,૯૦૦-3.7%
1921૧,૧૭,૪૦૦2.2%
1931૯૮,૯૦૦-15.8%
1941૧,૭૧,૪૦૦73.3%
1951૨,૨૩,૨૦૦30.2%
1961૨,૮૮,૦૦૦29.0%
1971૪,૯૨,૭૦૦71.1%
1981૯,૧૨,૬૦૦85.2%
1991૧૫,૧૯,૦૦૦66.4%
2001૨૮,૧૧,૬૧૪85.1%
2011૪૫,૯૧,૨૪૬63.3%
source:[૧૨]

ભૂગોળ[ફેરફાર કરો]

તાપી નદી

સુરત તાપી નદીનાં કિનારે વસેલું એક બંદર છે. જોકે તાપી નદી ઉપર બનાવાયેલા બંધોના કારણે હાલનું બંદર ખૂબ જ નાનું થઈ ગયું છે, જે હજીરા પાસે આવેલ છે. સુરતની આસપાસ તાપી જિલ્લો,ભરૂચ જિલ્લો,વલસાડ જિલ્લો, નર્મદા જિલ્લો, નવસારી જિલ્લો અને ડાંગ જિલ્લા આવેલાં છે, જ્યારે પશ્ચિમે અરબી સમુદ્ર આવેલ છે. નક્શા મુજબ સુરત ૨૧.૧૭° ઉ. અક્ષાંશ અને ૭૨.૮૩° પૂ. રેખાંશ ઉપર આવેલ છે.

હવામાન[ફેરફાર કરો]

સુરતની આબોહવા
મહિનો જાન્યુ ફેબ્રુ માર્ચ એપ્રિલ મે જૂન જુલાઇ ઓગ સપ્ટે ઑક્ટ નવે ડિસે વર્ષ
રેકોર્ડ ઉચ્ચતમ °સે (°ફે) ૩૭.૮ ૩૯.૪ ૪૩.૩ ૪૫ ૪૫ ૪૫.૬ ૩૮.૯ ૩૭.૨ ૩૮.૯ ૪૧.૧ ૩૮.૯ ૩૬.૭ ૪૫.૬
સરેરાશ ઉચ્ચતમ °સે (°ફે) ૩૦.૬ ૩૩.૩ ૩૬.૭ ૩૯.૪ ૪૦.૬ ૩૫ ૩૧.૭ ૩૧.૭ ૩૧.૭ ૩૨.૮ ૩૦.૬ ૨૯.૪ ૩૩.૬૩
સરેરાશ લઘુતમ °સે (°ફે) ૧૫.૬ ૧૭.૮ ૨૧.૧ ૨૪.૪ ૨૫ ૨૩.૩ ૨૨.૨ ૨૧.૭ ૨૧.૭ ૨૦.૬ ૧૭.૨ ૧૫ ૨૦.૪૭
રેકોર્ડ લઘુતમ °સે (°ફે) ૪.૪ ૫.૬ ૧૦.૬ ૧૫ ૧૯.૪ ૨૧.૭ ૨૦.૬ ૨૧.૧ ૨૦.૬ ૧૪.૪ ૧૦.૬ ૬.૭ ૪.૪
વરસાદ મિ.મી. (ઇંચ)
(૦.૧૧૮)

(૦.૧૧૮)

(૦.૦૭૯)

(૦.૦૭૯)

(૦.૧૯૭)
૨૧૮
(૮.૫૮૩)
૪૪૨
(૧૭.૪૦૨)
૧૯૧
(૭.૫૨)
૧૫૦
(૫.૯૦૬)
૩૮
(૧.૪૯૬)

(૦.૩૧૫)

(૦.૧૧૮)
૧,૦૬૫
(૪૧.૯૩)
સરેરાશ માસિક સૂર્યપ્રકાશિત દિવસો ૨૭૯ ૨૮૨.૪ ૨૭૯ ૩૦૦ ૩૧૦ ૨૧૦ ૧૨૪ ૯૩ ૨૧૦ ૨૭૯ ૨૭૦ ૨૭૯ ૨,૯૧૫.૪
સંદર્ભ ૧: Sistema de Clasificación Bioclimática Mundial[૧૩]
સંદર્ભ ૨: World Climate Guide (sunshine only)[૧૪]

સુરતના જાણીતા વિસ્તારો[ફેરફાર કરો]

સુરત શહેર ખાતે પાર્લે પોઇન્ટ વિસ્તારમાં એફીલ ટાવરની પ્રતિકૃતિ (જે હાલ હયાત નથી )
ભાગળ અઠવાલાઇન્સ ચોક ચૌટાબજાર નાણાવટ
સીટીલાઇટ મુગલીસરા વરાછા રાંદેર સૈયદપુરા
રામપુરા રુઘનાથપુરા ગોપીપુરા ઘોડદોડ રોડ લાલ દરવાજા
ભટાર રોડ સગરામપુરા મજુરા ગેટ કતારગામ વેડરોડ
અમરોલી નાનપુરા અડાજણ ઉધના જહાંગીરપુરા
ડુમસ બેગમપુરા નાના વરાછા વરાછા રોડ પાલનપુર પાટિયા
હિરાબાગ કતારગામ ટાવર રોડ પુણા ગામ કાપોદ્રા
સુમુલ ડેરી રોડ સરથાણા મોટા વરાછા ડિંડોલી પિપલોદ
અડાજણ યોગી ચોક મોડેલ ટાઉન

છબીઓ[ફેરફાર કરો]

સુરતનાં ભવિષ્યના પ્રોજેક્ટ[ફેરફાર કરો]

 • બી.આર.ટી.એસ. પરીયોજના
 • રીવરફ્રન્ટ યોજના
 • દિલ્હીગેટ ફ્લાયઓવર બ્રિજ
 • પંડિત દિનદયાલ ઉપાધ્યાય કેબલ સ્ટેઇડ બ્રિજ: સુરતના આઠવા અને અડાજણ વિસ્તારને જોડતો પંડિત દિનદયાલ ઉપાધ્યાય પૂલ બનાવવામાં આવશે. આ પૂલ કેબલ સ્ટેઇડ બ્રિજ (Cable Stayed Bridge) પ્રકારનો હશે, એટલે કે બે ઊંચા થાંભલા પરથી તારના જાડા દોરડા (કેબલ) પરથી લટકાવીને તેને આધાર આપવામાં આવશે. અંદાજીત ૧૪૩.૬૫ કરોડના ખર્ચે આ પૂલ તૈયાર થશે. તારના દોરડાના આધારે લટકતો ભાગ ૩૦૦ મીટરનો હશે અને તેનો કોન્ટ્રાક્ટ મુંબઈની કંપની ગેમોન ઇન્ડિયા લિમીટેડને આપવામાં આવ્યો છે[૧૫].
 • સુરત મેટ્રો - આ પ્રોજેક્ટ કેન્દ્ર સરકારે ૨૦૧૯માં મંજુર કર્યો છે.

આ પણ જુઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

 1. "Dr Jagdish Patel is new mayor of Surat - Times of India". The Times of India. Retrieved ૨૫ ઓગસ્ટ ૨૦૧૮. Check date values in: |access-date= (મદદ)
 2. "પોલીસ કમિશનરશ્રીની કચેરી, સુરત".
 3. "Statistics for Surat Municipal Corporation". Official website of Surat Municipal Corporation. Retrieved ૪ જૂન ૨૦૧૫. Check date values in: |accessdate= (મદદ)
 4. "District Census Handbook - Surat" (PDF). Census of India. pp. ૪૦. Retrieved ૧૦ ફેબ્રુઆરી ૨૦૧૬. Check date values in: |accessdate= (મદદ)
 5. "SURAT GETS ADDL GJ-5 & GJ-28 SERIES FOR VEHICLE REGISTRATION". dnaindia.com.
 6. "Distribution of Population, Decadal Growth Rate, Sex-Ratio and Population Density". 2011 census of India. Government of India. Retrieved ૧૨ ફેબ્રુઆરી ૨૦૧૬. Check date values in: |accessdate= (મદદ)
 7. "Literacy Rates by Sext for State and District". 2011 census of India. Government of India. Retrieved ૨૫ જૂન ૨૦૧૨. Check date values in: |accessdate= (મદદ)
 8. "Surat City Population Census 2011 - Gujarat". Retrieved ૨૭ જુલાઇ ૨૦૧૫. Check date values in: |accessdate= (મદદ)
 9. Ministry of Urban Development: RANK OF CITIES ON SANITATION 2009–2010, Ministry of Urban Development, 10 May 2010.
 10. "World's fastest growing urban areas". City Mayors.
 11. ગુજરાતી નવલકથા કરણઘેલો
 12. "Historical Census of India".
 13. "INDIA – SURAT". Centro de Investigaciones Fitosociológicas. Retrieved ૨૪ સપ્ટેમ્બર ૨૦૧૧. Check date values in: |accessdate= (મદદ)
 14. "Surat Climate Guide". World Climate Guide. Retrieved ૨૪ સપ્ટેમ્બર ૨૦૧૧. Check date values in: |accessdate= (મદદ)
 15. સુરત મહાનગર પાલિકા. "Construction of " Pandit Dindayal Upadhyay" Cable Stay Bridge across river Tapi joining Athwa & Adajan". Surat Municipal Corporation. the original માંથી ૧૪ સપ્ટેમ્બર ૨૦૧૫ પર સંગ્રહિત. Retrieved ૧૪ સપ્ટેમ્બર ૨૦૧૫. Check date values in: |accessdate=, |archivedate= (મદદ)

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

Wikivoyage
વિકિયાત્રા (Wikivoyage) પર આ વિષયક વધુ માહિતી ઉપલબ્ધ છે:

વહીવટ[ફેરફાર કરો]

અન્ય વેબસાઈટો[ફેરફાર કરો]