કતારગામ

વિકિપીડિયામાંથી
કતારગામ
—  નગર  —
કતારગામનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 21°13′42″N 72°49′52″E / 21.22826°N 72.83117°E / 21.22826; 72.83117
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો સુરત
નજીકના શહેર(ઓ) સુરત
નગર નિગમ સુરત મહાનગર પાલિકા
વસ્તી

• ગીચતા

૭,૬૫,૦૦૦ (૨૦૦૮)

• 20,676/km2 (53,551/sq mi)

સાક્ષરતા ૮૯% 
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ

37 square kilometres (14 sq mi)

• 12 metres (39 ft)

કોડ
  • • પીન કોડ • 395004
    • ફોન કોડ • +૦૨૬૧
    વાહન • GJ-5

કતારગામસુરત શહેરનો એક વિસ્તાર છે અને તે વિશ્વ પ્રસિદ્ધ સુરત હીરા ઉદ્યોગનું યજમાન છે. આજે કતારગામની ગણના સુરત શહેરના શ્રેષ્ઠ વિકસિત વિસ્તારોમાં થાય છે અને હીરા ઉદ્યોગનું ગૌરવ ગણાય છે. આ વિસ્તાર એક ગાઢ કોન્ક્રીટ જંગલ તરીકે પણ જાણીતો છે. કતારગામ ૧૯૭૦ના દશકમાં સ્વતંત્ર પંચાયત હતું, પરંતુ ત્યાર બાદ તેનો સમાવેશ સુરત મહાનગરપાલિકામાં થઇ ગયો. હીરા ઉદ્યોગના વિકાસને કારણે અહીંની વસ્તીમાં ધરખમ વધારો નોંધાયો અને ૨૦૦૮માં અંદાજિત આંકડો સાત લાખને પાર કરી ગયો. અહીંની મોટાભાગની વસ્તી ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર બાજુની છે, સને ૨૦૦૬માં અમરોલી, છાપરાભાઠા અને કોસાડ નગરપાલિકાઓનાં સમાવેશ બાદ કતારગામ ઝોનલ વિસ્તારનાં કદમાં પણ વધારો થયો.

સંદર્ભો[ફેરફાર કરો]