અમરોલી
Appearance
અમરોલી | |||||
— વિસ્તાર — | |||||
અક્ષાંશ-રેખાંશ | 21°14′24″N 72°51′23″E / 21.239942°N 72.856522°E | ||||
દેશ | ભારત | ||||
રાજ્ય | ગુજરાત | ||||
જિલ્લો | સુરત | ||||
તાલુકો | ચોર્યાસી | ||||
નજીકના શહેર(ઓ) | સુરત | ||||
નગર નિગમ | સુરત મહાનગરપાલિકા | ||||
વસ્તી • ગીચતા |
૧,૬૯,૭૮૪ (૨૦૧૧) • 11,207/km2 (29,026/sq mi) | ||||
લિંગ પ્રમાણ | ૬૬૪ ♂/♀ | ||||
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] | ||||
---|---|---|---|---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) | ||||
વિસ્તાર • ઉંચાઇ |
15.15 square kilometres (5.85 sq mi) • 12 metres (39 ft) | ||||
કોડ
|
અમરોલી ભારતનાં ગુજરાત રાજ્યનાં સુરત જિલ્લાની એક નગરપાલિકા હતી, જે ફેબ્રુઆરી ૨૦૦૬ પછી કતારગામ ઝોન (નોર્થ ઝોન) અને સુરત મહાનગરપાલિકાનો એક વિસ્તાર છે.
ભૌગોલિક સ્થાન
[ફેરફાર કરો]અમરોલીની સમુદ્ર સપાટીથી સરેરાશ ઉંચાઇ ૧૨ મીટર છે.[૧]
વસ્તી
[ફેરફાર કરો]૨૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે,[૨] અમરોલીની વસ્તી ૧,૬૯,૭૮૪ છે. જેમાં ૬૩% પુરુષો અને ૩૭% સ્ત્રીઓ છે. અમરોલીનો સરેરાશ સાક્ષરતા દર ૭૪% છે, જેમાં પુરુષ સાક્ષરતા દર ૮૧% અને સ્ત્રી સાક્ષરતા દર ૬૩% છે. કુલ વસ્તીના ૧૪% લોકોની ઉંમર ૬ વર્ષ કરતા નાની છે.
પરિવહન
[ફેરફાર કરો]રસ્તા માર્ગે અમરોલી સુરતથી ૯ કિ.મી. અને ઉધનાથી ૧૩ કિ.મી દૂર છે.
હવાઇ સેવા: અમરોલીથી નજીકનું એરપોર્ટ સુરત છે, જે ૧૯ કિ.મી. અંતરે આવેલું છે.
રેલ્વે: અમરોલી (ઉત્રાણ રેલ્વે સ્ટેશન) થી સુરત ૨.૫ કિ.મી. અંતરે છે.
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ Falling Rain Genomics, Inc - Amroli
- ↑ "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. મૂળ માંથી 2004-06-16 પર સંગ્રહિત. મેળવેલ 2008-11-01. CS1 maint: discouraged parameter (link)
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |