સુરત મહાનગરપાલિકા

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
Surat Municipal Corporation
સુરત મહાનગર પાલિકા
પ્રકાર
પ્રકાર
મહાનગરપલિકા of the સુરત
નેતૃત્વ
મેયર
સંરચના
રાજકીય સમૂહ
Bhartiya Janata Party, Indian National Congress
ચૂંટણીઓ
છેલ્લી ચૂંટણી
૨૦૧૫
વેબસાઇટ
http://www.suratmunicipal.gov.in

સુરત મ્યુનિસિપલ કૉર્પોરેશન એ સ્થાનિક વ્યવસ્થાપન સંસ્થા છે જે સુરત શહેરના વહીવટ માટે જવાબદાર છે. તેની સ્થાપના બોમ્બે પ્રોવિન્સિયલ મ્યુનિસિપલ ઍક્ટ, ૧૯૪૯ હેઠળ કરવામાં આવી હતી. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાપના ૨ ઓક્ટોબર ૧૯૬૬ ના દિવસે કરવામાં આવી હતી. તે બી.પી.એમ.સી. એક્ટ, ૧૯૪૯ હેઠળ સોંપવામાં આવેલા તમામ ફરજિયાત કાર્યો અને નીચેના ધ્યેય વાક્ય સાથે કરે છે:

સુરતને તમામ મૂળભૂત સુવિધાઓ સાથે ગતિશીલ, સુંદર, આત્મનિર્ભર અને શાશ્વત બનાવવું અને જીવનની સારી ગુણવત્તા પ્રદાન કરવી

ઇતિહાસ[ફેરફાર કરો]

સુરત નગરપાલિકા સ્થાનિક સ્વરાજ્ય સંસ્થા છે જેની સ્થાપના બોમ્બે પ્રોવિન્સિયલ મ્યુનિસિપલ ઍક્ટ, ૧૯૪૯ ની જોગવાઈઓ હેઠળ કરવામાં આવી હતી.

સેવાઓ[ફેરફાર કરો]

સુરત નગરપાલિકા, નીચે આપેલ સેવાઓ પ્રદાન કરી જીવનની વધુ સારી ગુણવત્તા પ્રદાન કરનાર પ્રમુખ કાર્યવાહક પોતાની ભૂમિકા ભજવે છે.

સુરક્ષિત પાણીનો પુરવઠો

સુરત નગરપાલિકા, સુરતના રહેવાસીઓને પીવાનું પાણી પીવાનું પાણી પૂરું પાડે છે. પાણી તાપી નદીથી ખેંચવામાં આવે છે અને શહેરમાં શુદ્ધિકરણ કારખાનનામાં સ્વચ્છ કરવામાં આવે છે. ૨૦૧૦ માં સપ્લાય કરેલા પાણીને આઇ.એસ.ઓ. -૯૦૦૦-૨૦૦૮ પ્રમાણપત્ર મળ્યું. [૧]

સમગ્ર શહેરમાં ભૂગર્ભ ગટર વ્યવસ્થા

સર્વ હવામાનમાં ટકનારા પાકી સડકો

ઘન કરચાનું વ્યવસ્થાપન

આરોગ્ય સેવા

પ્રાથમિક શિક્ષણ અને પુસ્તકાલય

ઝૂંપડપટ્ટી વિકાસ અને વૈકલ્પિક આવાસ

પર્યાવરણ

મનોરંજન

અગ્નિશમન સેવા

શહેરી આયોજન અને વિકાસ

એસ.એમ.સી પરિવહન .

જાહેર-ખાનગી ભાગીદારી હેઠળ શહેરમાં બસ સેવાઓનું સંચાલન કરે છે.

વહીવટ[ફેરફાર કરો]

સુરત મહાનગરપાલિકા મ્યુનિસીપલ કમિશનરની કાર્યકારી શક્તિ હેઠળ બોમ્બે પ્રોવિન્સિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન્સ એક્ટ, 1949 ની જોગવાઈઓ અનુસાર કાર્ય કરે છે.

૨૦૧૪ માં ભારતના શ્રેષ્ઠ વહીવટી વ્યવહારો માટે સુરત મહાનગરપાલિકાએ ૨૧ શહેરોમાંથી ૭ મો ક્રમ મેળવ્યો હતો. તેણે ૩.૩ ની રાષ્ટ્રીય સરેરાશની તુલનામાં ૧૦માંથી ૩.૫ અંક મેળવ્યા હતા. સાપ્તાહિક ધોરણે મ્યુનિસિપલ બજેટ જાહેર કરનાર દેશનું આ એકમાત્ર શહેર છે. [૨]

આ પણ જુઓ[ફેરફાર કરો]

સુરતમાં જોવાલાયક સ્થળોની સૂચિ

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Thomas, Melvyn (18 June 2010). "SMC gets ISO-9000-2008 certificate for potable water supply". Surat. Times of India. મેળવેલ 28 July 2014.
  2. Gumber, Anurag (6 June 2014). Annual Survey of India's City-Systems (PDF) (2nd આવૃત્તિ). Bangalore: Janaagraha Centre for Citizenship and Democracy. પાનાઓ 64–68. મેળવેલ 5 March 2015.