લખાણ પર જાઓ

આમ આદમી પાર્ટી

વિકિપીડિયામાંથી
આમ આદમી પાર્ટી
Leaderઅરવિંદ કેજરીવાલ
Presidentઅરવિંદ કેજરીવાલ
Founded૨૬ નવેમ્બર ૨૦૧૨
Headquarters૨૦૬, રાઉસ એવન્યુ, દીન દયાલ ઉપાધ્યાય માર્ગ, ITO, નવી દિલ્હી, ભારત-08.[૧]
Student wingછાત્ર યુવા સંઘર્ષ સમિતિ (CYSS)[૨]
Youth wingઆમ આદમી પાર્ટી યુવા પાંખ[૩]
Women's wingઆપ કી મહિલા શક્તિ[૪]
Labour wingશ્રમિક વિકાસ સંગઠન
Ideologyલોકશાહી સમાજવાદ
ભષ્ટ્રાચારનો વિરોધ
Political positionમધ્ય ડાબેરી
Colours 
ECI Statusરાજ્ય પક્ષ (દિલ્હી & પંજાબ)
લોક સભામાં બેઠકો
૧ / ૫૪૫
રાજ્ય સભામાં બેઠકો
૩ / ૨૪૫
Seats in Legislative Assembly
Indian states
૬૨ / ૭૦
(દિલ્હી વિધાનસભા)
૧૯ / ૧૧૭
(પંજાબ વિધાનસભા)
Election symbol
ઝાડૂ
વેબસાઇટ
www.aamaadmiparty.org

આમ આદમી પાર્ટી (AAP) એ ભારતનો એક રાજકીય પક્ષ છે, જેની સ્થાપના ૨૬ નવેમ્બર ૨૦૧૨ના રોજ થઇ હતી. હાલમાં આ પક્ષ દિલ્હી અને પંજાબ રાજ્યોમાં સત્તા પર છે.

પક્ષની સ્થાપના અરવિંદ કેજરીવાલ અને અણ્ણા હઝારે વચ્ચેના મતભેદ સાથે થઇ હતી. ભષ્ટ્રાચાર સામેની લડાઇને રાજનૈતિક રુપ આપવું કે નહી એ બાબતે બન્નેના મત જુદા હતાં. અગાઉ બન્ને ૨૦૧૧થી જન લોકપાલ બિલની માંગણી કરી રહ્યા હતા. હજારેનું માનવું હતું કે જન લોકપાલ આંદોલનને રાજકારણથી દૂર રાખવું જોઇએ જ્યારે કેજરીવાલ આ આંદોલનની નિષ્ફળતા પછી રાજકારણમાં પ્રવેશ જરુરી સમજતા હતા.

૨૦૧૩માં દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં પક્ષને ૭૦ માંથી ૨૮ બેઠકો મળતાં બીજા સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યો હતો. કોઇ પક્ષને સ્પષ્ટ બહુમતી ન મળતા, આપ પક્ષે ત્યારબાદ કોંગ્રેસ સાથે સંગઠન કર્યું હતું. પરંતુ ૪૯ દિવસો બાદ જન લોકપાલ બિલનું કોઇ પક્ષે સમર્થન ન કરતાં પક્ષે સરકારમાંથી રાજીનામું આપ્યું હતું.

૨૦૧૫ની દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં પક્ષને ૭૦ માંથી ૬૭ બેઠકો મળતાં સ્પષ્ટ બહુમતી મેળવી હતી. પક્ષના મુખ્ય હરીફ ભારતીય જનતા પાર્ટીને ૩ અને કોંગ્રેસને ૦ (શૂન્ય) બેઠકો મળી હતી.[૫] ૨૦૨૦ની દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં પક્ષને ૭૦માંથી ૬૨ બેઠકો, ભારતીય જનતા પાર્ટીને ૮ અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસને ફરીથી ૦ બેઠકો મળી હતી.[૬]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Internal Lokpal". Aam Aadmi Party. મૂળ માંથી 2015-04-03 પર સંગ્રહિત. મેળવેલ 2016-08-31.
  2. Volunter, Aam. "CYSS".
  3. Our Bureau. "AAP to launch youth wing on Sept 27". The Hindu Business Line.
  4. "AAP Ki Mahila Shakti completes first target of Vidhan Sabha level committees". Aam Aadmi Party. મૂળ માંથી 2014-09-21 પર સંગ્રહિત. મેળવેલ 2016-08-31.
  5. name=polldate "EC cracks whip as Delhi goes to polls". ધ હિન્દુ. ૧૩ જાન્યુઆરી ૨૦૧૫. મેળવેલ ૧૩ જાન્યુઆરી ૨૦૧૫.
  6. "Delhi Assembly election results 2020". The Hindu. February 11, 2020. મેળવેલ February 12, 2020.