નાણાવટ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

નાણાવટ વિસ્તાર પ્રાચીન સુરત શહેરની જાહોજલાલીનું પ્રતીક ગણાય છે, કારણ કે ત્યાં પહેલાં નાણાંનો વિનીમય કરવામાં આવતો હતો. તેથી જ તો શિવાજીએ તેને અવાર નવાર (ઇ.સ.૧૬૬૪ થી ૧૬૭૦ દરમ્યાન) લુટ્યું હતું. શિવાજીએ લુંટ ચલાવતી વખતે નાણાવટ વિસ્તારમાંના ફક્ત એક જ ઘરમાંથી ૪ કોથળા ભરીને રત્નો કાઢ્યા હતાં. હજુ આજે પણ નાણાવટનાં મોટાભાગના જુના ઘરો ભોંયરાવાળાં છે, જેમાં ભુતકાળમાં સંપત્તિનો સંગ્રહ થતો હતો. શિવાજીના આક્રમણોએ મોગલ સામ્રાજ્યનો અંત કર્યો અને ગુજરાતમાં મરાઠાઓનું શાસન આવ્યું.