એન્ડ્રુઝ લાયબ્રેરી, સુરત

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
એન્ડ્રુઝ લાયબ્રેરી, સુરત
સામાન્ય માહિતી
સ્થાનસુરત, ગુજરાત
વેબસાઇટ
andrewzlibrary.com

એન્ડ્રુઝ લાઇબ્રેરીની સ્થાપના ઈ. સ. ૧૮૫૦ના સમયમાં ભારત દેશના ગુજરાત રાજ્યના સુરત શહેર ખાતે કરવામાં આવી હતી અને પછી તેનું નામ એન્ડ્રુઝ એક નિવૃત્ત મેજિસ્ટ્રેટના નામ પરથી આપવામાં આવ્યું હતું. તેના સહ-સ્થાપક રાવ બહાદુર નગીનચંદ ઝવેરી (એક શ્રીમંત મોતીના વેપારી), કે જેમણે ઘણી વખત શહેરના વિકાસ માટે ફાળો આપ્યો હતો.[૧][૨] આ પુસ્તકાલય કેટલાક દુર્લભ કલા અને ઇતિહાસ ક્ષેત્રનાં સાહિત્ય ઉપરાંત વિજ્ઞાન (સાયન્સ), વાણિજ્ય (કોમર્સ), ઈજનેરી (એન્જિનિયરિંગ) અને તબીબી (મેડિકલ) ક્ષેત્રોનું સાહિત્ય પણ વિદ્યાર્થીઓને પૂરું પાડે છે. અહીં ઘણી ભાષાઓનાં અખબારો અને સામયિકો પણ આવે છે.

આ પણ જુઓ[ફેરફાર કરો]

  • સુરત શહેરમાં પર્યટન આકર્ષણો

સંદર્ભો[ફેરફાર કરો]

  1. http://www.myyellowmug.com/the-andrews-library-in-surat-turns-175-years-old/
  2. Thanuskodi, S. (૧૭ જુલાઈ ૨૦૧૫). Handbook of Research on Inventive Digital Tools for Collection Management and Development in Modern Libraries. IGI Global. pp. 288–. ISBN 978-1-4666-8179-8. Check date values in: |date= (મદદ)