ભાગળ

વિકિપીડિયામાંથી
ચિત્ર:Bhagal.jpg
ભાગળ વિસ્તારમાં આવેલી મિનારા મસ્જીદ

ભાગળ સુરત શહેરનો એક વિસ્તાર છે, જેને સુરતનું હૃદય કહી શકાય તેમ છે.

રેલ્વે સ્ટેશન અને એસ.ટી સ્ટેન્ડ પછી સુરત શહેરનો આ એકમાત્ર એવો વિસ્તાર હશે કે જ્યાંથી સુરતના દરેક ખુણે જઇ શકાય છે. ભાગળએ જુના સુરત શહેરનો ભાગ છે. ઇ.સ. ૧૯૬૦ પહેલાં તે સમગ્ર દક્ષિણ ગુજરાતનું સૌથી આધુનીક અને મોટું બજાર ગણાતું હતું. ભાગળમાં સુરતનુ સૌથી મોટુ બજાર આવેલુ છે. આજે પણ તેનું મહત્વ અકબંધ છે. સુરતના જાહેર તહેવારોમાં તેનું વિશેષ મહત્વ હોય છે. જેમ કે ગણેશોત્સવ, તાઝીયાનું ઝુલુસ, ગોકુળ આઠમ તથા સાંઇની પાલખી જેવા ઉત્સવો ભાગળના મુખ્ય જંકશન પર અત્યંત ઉલ્લાસથી ઉજવાય છે. ભાગળની ઓળખ તરીકે તેની મિનારાવાળી મસ્જીદ પ્રખ્યાત છે. તેનાથી લગભગ ૧૫૦ મીટર દૂર લાલ ટાવર આવેલુ છે. જે કલોક ટાવર તરીકે ઓળખાય છે.