મુગલીસરા
Appearance
મુગલીસરા દક્ષિણ ગુજરાતનાં સુરત શહેરનો એક વિસ્તાર છે. આ વિસ્તારનું નામ ત્યાં આવેલી પ્રસિધ્ધ મુઘલ સરાઇના નામ પરથી પડ્યું છે, જેને મુઘલોએ મકકા જતા મુસાફરોને આરામ કરવા માટે બનાવી હતી. વખત જતા ત્યાં સુરતની મહાનગરપાલિકાની કચેરી સ્થાપવામાં આવી. તેની આસપાસ પોર્ટુગીઝોની કોઠી, અંગ્રેજોની કોઠી, આઇ.પી.મીશન હાઇસ્કુલ, સી.એન.આઇ. ચર્ચ, મુગલીસરા, સર જે.જે. હાઇસ્કુલ, પારસી પંચાયત જેવા ઐતિહાસીક સ્થાપત્યો આવેલાં છે. ગુજરાતનું પહેલું છાપખાનું પણ અહીં સ્થાપવામાં આવ્યું હતુ. આજે પહેલું છાપખાનું, પોર્ટુગીઝોની કોઠી તથા અંગ્રેજોની કોઠી અહીં જોવા મળતાં નથી.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |