અડાજણ

વિકિપીડિયામાંથી
નકશો
અડાજણ, સુરત

અડાજણભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા રાજ્યનાં મહત્વના અને મોટા શહેર પૈકીના એક તથા સુરત જિલ્લાના મુખ્ય મથક સુરત શહેરના ઉત્તર-મધ્ય ભાગમાં આવેલો એક મોટો વિસ્તાર છે.

મુઘલકાલ સુધી તે તાપી નદીના સામે કિનારે આવેલુ એક નાનકડું ગામ હતું પણ પછીથી અંગ્રેજો શાસન દરમિયાન તેનો વિકાસ શરુ થયો. મિ. હોપ નામના એક અંગ્રેજ અધીકારીએ તેમના શાસનમાં સુરતના ઐતિહાસિક સુરત કિલ્લાથી શરુ કરીને સામે છેડે અડાજણ ગામ સુધીનો તાપી નદી પરનો પહેલો પુલ બનાવ્યો જે "હોપ પૂલ" તરીકે જાણીતો થયો. પુલ બનતાની સાથેજ અડાજણ ગામનો નિકાસ ઝડપી બન્યો અને તે સમયનું નાનક્ડુ ગામ આજે સુરત શહેરનો એક સુવિકસીત અને આધુનીક વિસ્તાર છે.

આ વિસ્તારમા આવેલી એલ.પી.સવાણી શાળા એ સુરતની સૌથી પ્રખ્યાત શાળાઓમાંની એક છે. આ ઊપરાત આ વિસ્તારમા આવેલો હનીપાર્ક રોડ એ અડાજણનો સૌથી જુનો અને પ્રખ્યાત માર્ગ છે. સાથે સાથે અહીં નો એલ.પી. સવાણી રોડ જે આધુનિક સુરતની ઓળખ સમાન છે. અહીં મોટા શોપિંગ મોલ છે. સહજ સુપર સ્ટોર, સ્ટાર ઇન્ડિઆ બાઝાર, પ્રાઇમ આર્કેડ, શ્રીજી આર્કેડ વગેરે ખરીદી માટેના જાણીતા બજાર છે. અહીં આવેલુ રાજહંસ સિનેમા ખૂબ જાણીતુ છે.

આ પણ જુઓ[ફેરફાર કરો]