લખાણ પર જાઓ

સરસ્વતી મંદિર

વિકિપીડિયામાંથી
સરસ્વતી મંદિર
ઈ.સ. ૧૯૩૩ માં સરસ્વતી મંદિર
નકશો
સ્થાપના24 August 2015 (2015-08-24)
સ્થાનઅમલીરાન, સુરત, ગુજરાત, ભારત
પ્રકારલેખકનું સંગ્રહાલય, ઐતિહાસિક સ્થળ
માલિકસુરત મહાનગરપાલિકા

સરસ્વતી મંદિર, એ ભારતના ગુજરાત રાજ્યના સુરત શહેરમાં આવેલું ગુજરાતી સાહિત્યકાર નર્મદનું ઘર છે, જે સારિકા સદન અથવા નર્મદ હાઉસ તરીકે પણ ઓળખાય છે. આ ઈમારત ૧૮૬૬ માં ગુજરાતી કવિ નર્મદ દ્વારા બંધાવવામાં આવી હતી ઈ.સ. ૨૦૧૫માં, આ ઘરનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું અને નર્મદને સમર્પિત મ્યુઝિયમ અને સ્મારક મકાનમાં રૂપાંતરિત કરવામાં આવ્યું છે.

ઇતિહાસ

[ફેરફાર કરો]

નર્મદ સુરતમાં રહેતા હતા અને તેમણે સુરતના ગોપીપુરાના પડોશી લત્તા અમલીરન શેરી [] માં તેના પૂર્વજોના મકાનની સામે ૬૦૦ (US$૭.૯૦) ની કિંમત આપી જમીન ખરીદી હતી. તેમણે જાન્યુઆરી ૧૮૬૬ માં જૂના મકાનના નવીનીકરણની સાથે નવા મકાનનું બાંધકામ પણ કામ શરૂ કર્યું હતું જે સપ્ટેમ્બર ૧૮૮૬ માં પૂર્ણ થયું હતું.[] તેમણે આ નવા મકાનનું નામ સરસ્વતી મંદિર રાખ્યું અને તેનો ઉપયોગ તેઓ લેખન અને સંશોધન માટે કરતા. મકાનના નિર્માણથી તેમની આર્થિક સમસ્યાઓ વધી ગઈ.

આ ઘર બાદમાં જટાશંકર ત્રિવેદીએ ખરીદ્યું હતું. ત્યારબાદ તેને ગજેન્દ્રશંકર લાલશંકર પંડ્યાએ તેમની મોટી પુત્રી સારિકાના આગ્રહથી આ ઘર તેને ખરીદ્યું હતું.[] તેણે આ ઘરનો વિસ્તાર કર્યો અને દક્ષિણના એક તૃતીયાંશ ભાગમાં તેને વધાર્યો અને ઘરની ઉપર ટીનની છત ઉમેરી. તેણે પોતાની મોટી દીકરીના નામ પરથી તેનું ઘરનું નામ સારિકા સદન રાખ્યું.[] તેમના મૃત્યુ પછી, તેની પત્ની કૈલાસ ત્યાં જ રહેતી હતી.[] તેઓ આ મકાન વેચવા માંગતા હતા પરંતુ સ્થાનિક રહેવાસીઓ અને નર્મદના ચાહકો તેનો વિરોધ કરતા હતા અને આ મકાન સંગ્રહાલય અથવા પુસ્તકાલયમાં ફેરવાય તેમ ઇચ્છતા હતા. સુરત મહાનગર પાલિકાએ આ ઘર ખરીદીને નર્મદની જન્મજયંતિ ના દિવસે એટલે કે ૨૪ ઑગસ્ટ ૧૯૯૨ ના દિવસે કવિ નર્મદ યુગાવર્ત ટ્રસ્ટને સોંપી દીધું. આ ટ્રસ્ટ નર્મદના કાર્યોના પ્રકાશન અને સંરક્ષણ માટે સમર્પિત છે. તેઓએ તેને આંશિક રીતે પુનર્સ્થાપિત કર્યું અને તેને સ્મારકમાં પરિવર્તિત કર્યું પરંતુ પાછળથી તેને ફરીથી સુરત મહાનગરપાલિકાને સોંપ્યું. વર્ષ ૨૦૧૦ સુધી આ સ્થળ અવગણાતું રહ્યું છેવટે ૨૦૧૦માં તેનું નવીનીકરણ કરવામાં આવ્યું.[][]

સુરત મહાનગર પાલિકાએ વર્ષ ૨૦૧૮ માં તેના મકાનના મૂળ સ્વરૂપમાં નવીનીકરણ, પુન: સ્થાપન અને જાળવણીના કાર્યની શરૂઆત કરી.[] તેઓએ આ ઘરનો વિસ્તારીત ભાગનું હટાવ્યું અને સડી ગયેલા લાકડાના ભાગો, છત અને લાદીને બદલ્યા.[] નવીનીકૃત મકાનને સંગ્રહાલયમાં પરિવર્તિત કરવામાં આવ્યું અને તેમાં નર્મદના જીવન, કુટુંબ અને કાર્યો વિશેના લેખો અને માહિતી પ્રદર્શિત કરવામાં આવી છે. ભોંયતળિયે નર્મદનું પૂતળું છે. આ સંગ્રહાલયમાં તેમના પુસ્તકો અને તેના દ્વારા ઉપયોગમાં લેવામાં આવતું કેટલુંક રાચરચિલું પણ પ્રદર્શનમાં મુકવામાં આવેલ છે. આ પરિયોજના પાછળ ૩૫ lakh (US$૪૬,૦૦૦) નો ખર્ચ કરવામાં આવ્યો છે.[]

નર્મદની ૧૮૨મી જન્મજયંતી ના દિવસે એટલે કે ૨૪ ઑગસ્ટ ૨૦૧૫ ના રોજ આ સંગ્રહાલયને જાહેર જનતા માટે ખુલ્લું મુકવામાં આવ્યું હતું.[][]

પ્રતિકૃતિ

[ફેરફાર કરો]

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં લગભગ ૧.૫ crore (US$૨,૦૦,૦૦૦) ના ખર્ચે સારિકા સદનની પ્રતિકૃતિ બનાવવામાં આવી છે અને તેનું નામ નર્મદ સ્મૃતિ ભવન રાખવામાં આવ્યું છે. તેને પણ ૨૪ ઑગસ્ટ ૨૦૧૫ ના રોજ પણ જાહેર જનતા માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે.[] આ ભવનમાં નર્મદની હસ્તલિખિત હસ્તપ્રતો અને કેટલીક અન્ય વસ્તુઓ છે.[]

સ્થાપત્ય

[ફેરફાર કરો]

મૂળ એક માળનું મકાન 102 square metres (1,100 sq ft) ના વિસ્તારમાં ફેલાયેલું હતું.[] તેમાં લાકડાનું બનેલું માળખું હતું અને દિવાલો ઇંટોથી બનેલી હતી. દિવાલોને ચૂનાના પથ્થરથી પ્લાસ્ટર કરવામાં આવી હતી. તેની ફરશ પર ચમકદાર કોટા પથ્થરની લાદીઓ જડવામાં આવી હતી. તેમાં મેંગ્લોર ટાઇલ્સ ના નળિયા ધરાવતી છત હતી.[]

આ પણ જુઓ

[ફેરફાર કરો]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. ૧.૦ ૧.૧ ૧.૨ "Kavi Narmad's house to regain glory". The Times of India. 14 January 2016. મેળવેલ 23 July 2017.
  2. Dave, Narmadashanker Lalshanker (1994). Ramesh M. Shukla (સંપાદક). Mari Hakikat (1 આવૃત્તિ). Surat: Kavi Narmad Yugavart Trust. પૃષ્ઠ 67. મૂળ માંથી 2016-10-25 પર સંગ્રહિત.
  3. ૩.૦ ૩.૧ ૩.૨ Tv9 Gujarati (2015-08-23), Surat: Kavi Narmad's house regains glory - Tv9 Gujarati, https://www.youtube.com/watch?v=gIrUn9opN_Y, retrieved 2017-07-23 
  4. ૪.૦ ૪.૧ S9 NEWS - GUJARAT (2015-08-24), Surat Smc Kavi Narmad Home Opening, https://www.youtube.com/watch?v=tzoi9ZY1U6s, retrieved 2017-07-23 
  5. Bhairvi Pandya (2016-04-16), Kavi Narmad's home "Saraswati Mandir" in Surat- historic renovation commentary by Dr Deepak Pandya, https://www.youtube.com/watch?v=nEvMnv6bwlY, retrieved 2017-07-23 
  6. Mehta, Deepak. "અરે એ તે ક્યારે, ભસમ સહુ થઈ જાય પછીથી?". મુંબઇ સમાચાર. મૂળ માંથી 23 જુલાઈ 2017 પર સંગ્રહિત. મેળવેલ 23 July 2017. Check date values in: |archive-date= (મદદ)
  7. "Kavi Narmad's house lies in shambles". OneIndia. 25 August 2008. મેળવેલ 23 July 2017.[હંમેશ માટે મૃત કડી]
  8. ૮.૦ ૮.૧ ૮.૨ "Narmad house thrown open to public". The Times of India. 18 January 2016. મેળવેલ 23 July 2017.
  9. "VNSGU to build a real size replica of poet Narmad's house". DeshGujarat. 25 August 2013. મેળવેલ 23 July 2017.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]