ચોકબજાર, સુરત

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

ચોક બજાર સુરત શહેરમાં આવેલો એક વિસ્તાર છે.

ઐતિહાસીક દ્રષ્ટીએ જોતાં આ વિસ્તાર મહત્વનો છે. અંગ્રેજોએ આ વિસ્તારમાં કોઠીનું નિર્માણ કરી, ખુબ જ વિકાસ કરેલો. મુઘલકાળમાં પણ આ વિસ્તાર મહત્વનો હતો . ચોક વિસ્તાર તાપી નદીના કીનારે આવેલો છે અને ભુતકાળનું પ્રસિધ્ધ મક્કાબંદર પણ ત્યાં જ આવેલું હતું તથા કિલ્લો પણ ત્યાં આવેલો છે. તે ઉપરાત અહીં ઘણા મહત્વના સ્થાપત્યો આવેલા છે. જેમ કે ચંદ્રવદન ચીમનલાલ મહેતા રંગઉપવન - નાટ્યગૃહ, નગીનચંદ્ર હોલ, સી.એન.આઇ ચર્ચ, પી.ટી.સી કોલેજ, એન્ડ્રુસ લાઇબ્રેરી, જુની સીવીલ હોસ્પીટલ, ગાંધીબાગ વગેરે.

શહેરના મધ્યભાગમાં આવેલા આ વિસ્તારમાં શહેરી બસ સેવા (સીટી બસ)નું મધ્યસ્થ મથક આવેલું હતું, જે ગુજરાત વાહન વ્યવહાર નિગમ દ્વારા સંચાલિત કરવામાં આવતું હતું. હાલમાં આ સેવા ખાનગી સંસ્થા દ્વારા પૂરી પાડવામાં આવે છે. જોકે વર્તમાન સમયમાં પણ શહેરના કોઇપણ ભાગમાં જવા માટે અહીંથી સરળતાથી સગવડ મળી રહે છે.

ઈ. સ. ૧૯૦૦ના વર્ષમાં સુરતનો કિલ્લો (તાપી નદીના સામા કિનારા પરથી