કવિ નર્મદ મધ્યસ્થ પુસ્તકાલય

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
કવિ નર્મદ મધ્યસ્થ પુસ્તકાલય
સામાન્ય માહિતી
સ્થાનસુરત, ગુજરાત

કવિ નર્મદ મધ્યસ્થ પુસ્તકાલય એક જાહેર પુસ્તકાલય છે, જે ભારત દેશમાં ગુજરાત રાજ્યના સુરત શહેરમાં સુરત મહાનગરપાલિકા (મ્યુનિસિપલ કોર્પોરેશન) દ્વારા ઈ. સ. ૧૯૯૧ના વર્ષમાં ઘોડદોડ રોડ પર બનાવવામાં આવેલ છે.[૩] આ લાઇબ્રેરી ૨,૨૬,૩૯૧ પુસ્તકો સાથે આ શહેરનું સૌથી મોટું પુસ્તકાલય છે અને તેના સભ્યો ૪૬,૮૫૫ જેટલા છે. આ પુસ્તકાલયનો કુલ વિસ્તાર ૬૧૫૮ ચોરસ મીટર જેટલો છે અને તે  ૪.૦૩ કરોડના ખર્ચે બાંધવામાં આવી હતી.[૪] આ પુસ્તકાલય ખાતે એક વાંચન રૂમ અને એક અખબાર વિભાગ જાહેર જનતા માટે ખુલ્લો રહે છે. તેને સુરતના પ્રખ્યાત ગુજરાતી કવિ વીર નર્મદનું નામ આપવામાં આવ્યું છે અને તેમની ૧૫૮મી જન્મ જયંતીના અવસરે આ પુસ્તકાલય જાહેર જનતા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે.

૧૮મી જાન્યુઆરી, ૨૦૧૧ના દિને માહિતી કેન્દ્ર, વરિષ્ઠ નાગરિક માટે અલગ વિભાગ અને દુર્લભ પુસ્તક સંગ્રહ, સભાખંડ અને દૃશ્ય-શ્રાવ્ય ખંડ (ઓડિયો વિઝ્યુઅલ રૂમ) ઉમેરવામાં આવ્યા હતા. તાજેતરમાં આ પુસ્તકાલયનું સમારકામ પૂર્ણ કરવામાં આવ્યું હતું.

આ પણ જુઓ[ફેરફાર કરો]

  • સુરત શહેરમાં પર્યટન આકર્ષણો
  • વિજ્ઞાન કેન્દ્ર, સુરત

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "Narmad Central Library". સુરત મહાનગરપાલિકા. મૂળ માંથી 2012-11-18 પર સંગ્રહિત. મેળવેલ 2017-05-31.
  2. "Narmad Central Library". સુરત મહાનગરપાલિકા. મૂળ માંથી 2012-10-17 પર સંગ્રહિત. મેળવેલ 2017-05-31.
  3. "Attractions of Surat". મૂળ માંથી 2012-06-17 પર સંગ્રહિત. મેળવેલ 2017-05-31.
  4. "Narmad Central Library". ઘોડદોડ રોડ, સુરત. મૂળ માંથી 2012-10-17 પર સંગ્રહિત. મેળવેલ 2017-05-31.