ગોપી તળાવ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

ગોપી તળાવ ભારતના ગુજરાત રાજ્યના સુરત શહેરના ગોપીપુરા વિસ્તારમાં આવેલું એક તળાવ છે. તે ઈ.સ. ૧૫૧૦ની સાલમાં મલિક ગોપી નામના મોગલ સામ્રાજ્યમાં સુરતના એક સમૃદ્ધ વેપારી અને ગવર્નર દ્વારા બંધાવવામાં આવ્યું હતું. ઈ.સ. ૨૦૧૨માં, આ તળાવનું સુરત મહાનગરપાલિકા દ્વારા નવીનીકરણ કરવામાં આવ્યું હતું અને તેની આસપાસનો વિસ્તાર મનોરંજક સુવિધા તરીકે વિકસાવવામાં આવ્યો હતો.

ઇતિહાસ[ફેરફાર કરો]

મલિક ગોપી, એક બ્રાહ્મણ વેપારી હતા,[નોંધ ૧] તેઓ સૂરતમાં સ્થાયી થયા હતા. શહેરના વિકાસમાં તેમનું યોગદાન ઘણું છે. તેમણે જે ક્ષેત્રનો વિકાસ કર્યો હતો તેને ગોપીપુરા કહેવામાં આવે છે, તેના સન્માનમાં અને ગુજરાતના રાજાએ [નોંધ ૨] તેમને "મલિક" નો ખિતાબ આપ્યો હતો. તેમણે જે નગર વિકસાવ્યું તે હજી પણ અનામી હતું આની માટે તેઓ જ્યોતિષો સાથે વાતચીત કરતા હતા. જ્યોતિષીઓએ નગરને "સૂરજ" અથવા "સૂર્યપુર" નામ આપવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. આ નામોના હિન્દુ વલણને નાપસંદ કરતા રાજાએ તેને "સૂરત" (એટલે કે કુરાનના પ્રકરણોના શિર્ષકો) માં બદલી દીધું.[૧] પોર્ટુગીઝ સાહિત્યમાં "સુરત અને ભરૂચના નગરપતિ" તરીકે ગોપીનો ઉલ્લેખ જોવા મળે છે.[૨]

નોંધ[ફેરફાર કરો]

  • ^[નોંધ ૧] મલિક ગોપીની જ્ઞાતિ અસ્પષ્ટ છે અને તેઓ નાગર બ્રાહ્મણ અથવા અનાવીલ બ્રાહ્મણ હશે એમ મનાય છે.[૧]
  • ^[નોંધ ૨] વિવિધ સંદર્ભોમાં આ રાજા તરીકે મહમદ બેગડો અથવા તેનો પુત્ર મુઝફ્ફર શાહ બીજાનો ઉલ્લેખ થયો છે.[૧]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ ૧.૨ Gazetteer of the Bombay Presidency, Volume 2. Government Central Press. 1877. p. 70. Check date values in: |year= (મદદ)
  2. M. S. Commissariat (1996). Mandelslo's Travels In Western India. Asian Educational Services. p. 11. ISBN 9788120607149. Check date values in: |year= (મદદ)