નાનપુરા પારસી લાયબ્રેરી

વિકિપીડિયામાંથી
નાનપુરા પારસી લાયબ્રેરી અને વાંચન ખંડ
સ્થાનનાવડી બંદર રોડ, લાલભાઈ કોમ્પલેક્સની સામે, નાનપુરા, સુરત, ગુજરાત, ભારત ૩૯૫૦૦૧
અન્ય માહિતી
સંચાલકમાનવ વિકાસ સંસ્થાન ટ્રસ્ટ

નાનપુરા પારસી લાયબ્રેરી અને વાંચન ખંડ ‍(અંગ્રેજી: Nanpura Parsi Library and Reading Room)[૧] ભારત દેશના ગુજરાત રાજ્યમાં આવેલા સુરત શહેરનું સૌથી જૂનું સાર્વજનિક પુસ્તકાલય છે, જે પહેલાં પારસી સંસ્કૃતિ સંબંધિત પુસ્તકોના મોટા સંગ્રહ માટે પ્રસિદ્ધ હતી.

પુસ્તકાલયની વાંચન પ્રવૃત્તિમાં ઘટતા જતા રસને કારણે આ લાઇબ્રેરી ક્રમશ: બંધ કરવામાં આવી છે. આ પુસ્તકાલયમાં સમાવિષ્ટ પુસ્તકો નવસારી, મુંબઈ તેમ જ અન્ય સુરત પારસી પંચાયતના નિયંત્રણ હેઠળનાં પુસ્તકાલયોને મોકલવામાં આવ્યાં હતાં.[૨]

માનવ વિકાસ સંસ્થાન ટ્રસ્ટ દ્વારા સુરત શહેરમાં અન્ય પુસ્તકાલયોનો કાર્યભાર સંભાળવામાં આવ્યો, ત્યાર પછી ૧૯૮૦ના વર્ષથી આ લાયબ્રેરી બંધ કરવામાં આવી હતી. અહીં હવે માત્ર સાપ્તાહિક, સામાયિકો તેમ જ સમાચારપત્રો અંગ્રેજી, ગુજરાતી અને હિન્દી ભાષાઓમાં વાંચવા મળે છે.[૨]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. ક્ષત્રિય કારડીયા રાજપુત રક્ત શુદ્ધ રાજપૂત તરીકે પણ જાણીતા છે,
  2. ૨.૦ ૨.૧ "Parsi library now has newspapers & periodicals". dnasyndication.com.