આલમપનાહ

વિકિપીડિયામાંથી

આલમપનાહ સુરત શહેરમાં આવેલો એક વિસ્તાર છે. આ વિસ્તાર મુઘલ સમયમાં સુરતની વધતી જતી વસ્તીને લીધે બનાવવામાં આવ્યો હતો.

આલમપનાહઉર્દૂ શબ્દ છે, જેનો અર્થ પ્રજાને આશ્રય-સુરક્ષા આપવી થાય છે. ૧૬ મી સદી દરમ્યાન જ્યારે સુરત સમગ્ર ભારતનું સૌથી ધનાડ્ય અને વિકસીત શહેર તથા બંદર હતું, મોગલ સામ્રાજ્યના શાહી ખજાનાની મોટા ભાગની આવક અહીંની જકાત અને વેપારથી આવતી હતી. ઉપરાંત સુરત બંદરેથી મક્કાની હજ પઢવા જતા ધાર્મિક લોકોની સંખ્યા પણ વિશેષ રહેતી હતી , આથી સમગ્ર શહેરને ફરતે એક મજબૂત ઊંચો કોટ બનાવવાનું નક્કી થયું અને આ કોટ બન્યા બાદ તેનું નામ "શેહરે પનાહ" રાખવામાં આવ્યું, પણ સમય જતા સુરતની વસ્તી અને સમૃદ્ધિ વધતી ગઇ અને હવે "શેહરે પનાહ" ની બહાર પણ નવું શહેર વિકસી ચુક્યું હતું તેથી મુઘલ સરકારે આ મહત્વના શહેરને મરાઠા તેમજ અન્ય પ્રજાથી રક્ષણ આપવા સમગ્ર શહેરને ફરતે એક વધુ મજબુત ઊંચો કોટ બાંધ્યો જે નવા શહેરને પણ આવરી લેતો હતો આ નવા બનેલા કોટને આલમ પનાહ નામ આપવામાં આવ્યું.

સ્થાપત્ય રચના[ફેરફાર કરો]

આલમ પનાહ કોટની ઊંચાઈ પણ શેહરે પનાહ કોટની જેમ ૨૦ થી ૨૫ જેટલી રાખવામાં આવી હતી અને આ કોટ લગભગ ૪ થી ૫ ફુટ જેટલો જાડો હતો પણ તેની દિવાલ વધુ મજબુત નાની લાલ ઈંટોથી થયું હતુ, વળી તેના પાયામાં મજબૂત તપખીરીયા પથ્થરોના મોટા બ્લોક ગોઠવેલા હતા વળી શહેરની બહાર લગભગ કિ.મી લાંબા આ કોટની ફરતે રસ્તાનુ નિર્માણ થયેલું હતું જે આજે રિંગ રોડ તરીકે વિકસી ચુક્યો છે. આ કોટનાં અમુક અમુક અંતરે શહેરની બહાર જવા માટે દરવાજા પણ બનાવાયા હતાં, આ દરવાજાઓને આધારે આજનાં આધુનિક સુરતનાં વિસ્તારોનાં નામો પણ પડ્યા છે જેવાકે વેડદરવાજા, કતારગામ દરવાજા, લાલ દરવાજા, દિલ્હી દરવાજો (દિલ્હી ગેટ), સહરા દરવાજા, કમેલા દરવાજા, ઉધના દરવાજા, મજુરા દરવાજા (મજુરા ગેટ), તથા અઠવા દરવાજો (અઠવા ગેટ), કહેવાય છે કે આ કોટની અંદરનું નવું શહેર સુંદર રીતે અમુક વિભાગોમાં વહેંચાયેલું હતું જેને પરા કહેવામાં આવતા જેમાં સૈયદપુરા, રામપુરા, રૂદર પુરા, નાનપુરા, સલાબતપુરા, બેગમપુરા, સગ્રામ પુરા, વગેરે વિસ્તારો આવરી લેવાયા હતા. આજે આ ઐતિહાસિક કોટ લગભગ નાશ પામ્યો છે, છતાં તેનાં થોડા ઘણા અવશેષો કતારગામ - ગોતાલાવાળી પાસે જોઇ શકાય છે.