કૃષ્ણ

વિકિપીડિયામાંથી

કૃષ્ણ, શ્રી કૃષ્ણ કે શ્રીકૃષ્ણ (સંસ્કૃત: कृष्ण) હિંદુ સંસ્કૃતિના મોટા ભાગના ધર્મો અને સંપ્રદાયોમાં ભગવાન તરીકે પૂજાય છે. વળી કૃષ્ણને જગદ્‌ગુરુ કહેવામાંં આવે છે. કૃષ્ણનું વર્ણન મોટે ભાગે શ્યામ વર્ણના કિશોર તરીકે જોવા મળે છે જે હંમેશા હાથમાં વાંસળી સાથે ફરતા હોય છે કે વાંસળી વગાડતા હોય છે. હિંદુ કથાઓમાં કૃષ્ણ એક મુત્સદી સલાહકાર, ઉપદેશક, વગેરે સુપે આલેખાયેલા છે, તેમની સાથે સંકળાયેલી કથાઓ વિવિધ સંપ્રદાયો અને સમુદાયોમાં બહોળા પ્રમાણમાં સાંભળવા મળે છે.[૧] ભલે આ વાતોમાં વર્ણવેલી અમુક હકીકતો જુદા જુદા સંપ્રદાયોમાં જુદી જુદી હોય, પરંતુ તેનું હાર્દ તો હંમેશા એકસરખું હોય છે.[૨]

જન્મ[ફેરફાર કરો]

૧૮મી સદીના ચિત્રમાં કૃષ્ણને લઈ જતા વાસુદેવ.

કૃષ્ણનો જન્મ શ્રાવણ વદ આઠમના રોજ થયો હતો તેથી તેમના જન્મનો દિવસ જન્માષ્ટમી તરીકે ઉજવાય છે. ભગવાન વિષ્ણુએ ધારણ કરેલા મુખ્ય દશ અવતારોમાં સૌથી પ્રચલિત બે અવતારો રામ અને કૃષ્ણના છે. કૃષ્ણ અવતાર તેમણે વૈવસ્વત્ મન્વંતરના અઠ્ઠાવીસમા દ્વાપરમાં કૃષ્ણના રૂપે દેવકીના પૂત્ર રુપે મથુરાના કારાગૃહમાં લીધો હતો.

મુખ્ય નામો[ફેરફાર કરો]

 1. કૃષ્ણ
 2. ઠાકર
 3. કનૈયો / કાનુડો / ક્‌હાન / કાનાજી
 4. ગિરિધર
 5. ગોપાલ
 6. યદુનંદન
 7. દેવકીનંદન
 8. નંદલાલ
 9. યશોદાનંદન
 10. હરિ
 11. અચ્યુત
 12. મુરલીધર
 13. મોહન
 14. શ્યામ / ઘનશ્યામ
 15. દ્વારકાધીશ
 16. માધવ
 17. લાલો
 18. યોગેશ્વર
 19. ગોવિંદ
 20. હૃષીકેશ
 21. મુકુંદ
 22. દામોદર
 23. ગોકુલેશ
 24. કેશવ
 25. મધુસુદન
 26. વાસુદેવ
 27. જનાર્દન
 28. રણછોડરાયજી
 29. માધવ
 30. મુરારી
 31. જગન્નાથ
 32. પુરુષોત્તમ
 33. મનોહર
 34. નારાયણ
 35. નંદગોપાલ
 36. નદગોપલ

બાળપણ[ફેરફાર કરો]

કૃષ્ણનો જન્મ મથુરાના કારાગૃહમાં થયો હતો. તેમની માતાનુંં નામ [દેવકી| અને પિતાનું નામ વસુદેવ હતું. કૃષ્ણ તેમના માતા-પિતાનું આઠમું સંતાન હતા. કૃષ્ણની પહેલાંં તેમના ૭ ભાઈઓને તેમના મામા કંંસે ક્રૂરતાપૂર્વક પોતાના મૃત્યુના ભયથી મારી નાખ્યા હતા. કૃષ્ણના જન્મ પછી તેમના માતા પિતાએ કંસ તેમના આઠમા સંતાનને મારી ન નાખે તે માટે દેવીશક્તિ દ્વારા પ્રેરાતા કૃષ્ણને કારાગૃહમાંંથી બહાર કાઢીને પોતાના મિત્ર નંદજીના ઘરે મૂકવા નીકળ્યા. પણ ગોકુળ અને મથુરાના વચ્ચે યમુના નદી પાર કરવાની હતી. આઠમના રાત્રે વરસાદ વરસી રહ્યો હતો ને યમુનાજીના પાણી કૃષ્ણના પગ સ્પર્શ કરવા ઉછાળા મારી રહ્યું હતુ. તેથી કૃષ્ણના પિતાએ તેમને ટોકરીંંમા માથા ઉપર રાખ્યા હતા અને નદી પાર કરી રહ્યા હતા. એટલામાંં તો કૃષ્ણના પગનો સ્પર્શ યમુના નદીએ ઉછાળો મારી કરી લીધો અને શાંત થઈ ગયા ત્યાર બાદ તેઓ નંદજીના ઘરમાં ગયા અને તેમના મિત્ર ને વાત કરી અને કૃષ્ણને યશોદાજીના પાસે મૂકીને તેમની પુત્રી નંદાને લઈ પાછા મથુરાની કેદમાં ગયા પછી દ્વારપાળ દ્વારા કંસને આઠમા સંતાનની જાણ થતાંં કારાગૃહમાં પહોંચી દેવકીના નવજાત શિશુને મારવા તેણે તે શિશુ બાળકી હોવાની જાણ છતાંં તેણે તે બાળકીને મારવા દીવાલથી અથડાવવાનો પ્રયાસ કર્યો. પણ તે બાળકી દેવી મા દુર્ગા હતા. તે કંસના હાથમાંથી છૂટીને આકાશમાઁઁ પ્રગટ થઈ ગયા અને કંસને કહ્યું કે તારો કાળ તને મારનારો પ્રગટ થઈ ગયો છે એવુંં કહીને આકાશમાંં અલોપ થઈ ગયા તે દેવી દુર્ગા પુરાણ અનુસાર દેવી નંદાના નામે ઓળખાય છે.

નૃત્ય પ્રદર્શનમાં કૃષ્ણનું પાત્ર ભજવતા કલાકાર

કુરુક્ષેત્રના યુદ્ધમાં information[ફેરફાર કરો]

જીવનનો ઉત્તરાર્ધ[ફેરફાર કરો]

મહાભારત મુજબ, કુરુક્ષેત્ર યુદ્ધમાં ગાંધારીના તમામ સો પુત્રો મૃત્યુ પામ્યા હતા. દુર્યોધનના મૃત્યુ પહેલાની રાત્રે કૃષ્ણ ભગવાને ગાંધારીની મુલાકાત લીધી અને સમજાવ્યા પણ ગાંધારીએ કૃષ્ણને શ્રાપ આપ્યો કે તેમની સાથે સમસ્ત યાદવોનો વિનાશ થશે. કૃષ્ણ પોતે જાણતા હતા કે યાદવો ભવિષ્યમાં ખૂબ જ અભિમાની અને અધર્મી, ઘમંડી બની જશે જેથી તેઓએ "તથાસ્તુ" (તેથી તેમ થાય) કહેતાંં ગાંધારીનાં ભાષણનો અંત આવ્યો હતો. શ્રીમદ્ ભાગવતમ્ અનુસાર ઋષિ દુર્વાસા સાથે યાદવબાળકોએ મજાકમાં નાટક કર્યું હતું તેના પરિણામે તેમણે 'તમારો સમગ્ર સમુદાય મૃત્યુ પામે' એવો શ્રાપ આપ્યો હતો.[સંદર્ભ આપો]

૩૬ વર્ષ પછી, કોઈ પણ લડત વગર યાદવોનો નાશ થયો. એક તહેવાર ખાતે યાદવો વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું. કૃષ્ણના મોટા ભાઈ બલરામે તો યોગની મદદથી પોતાનું શરીર છોડી દીધું હતું. કૃષ્ણએ જંગલમાં એક વૃક્ષ હેઠળ ધ્યાન શરૂ કર્યું ત્યારે એક શિકારીનું તીર તેમના ડાબા પગમાં લાગતા તે સમયે જ તેમનું મૃત્યુ થયું. આ સ્થળ આજે ભાલકા તીર્થ તરીકે ઓળખાય છે, જે ગુજરાતમાં સોમનાથની નજીક આવેલું છે. પૌરાણિક કથાઓ અનુસાર એ શિકારી રામાવતાર સમયમાં થઈ ગયેલા સુગ્રીવનો ભાઈ બાલી હતો. તે અવતારમાં કૃષ્ણએ બાલીનો વધ છળથી કર્યો હતો. આથી બાલીએ વરદાન માગ્યું હતું કે દ્વાપરમાં પોતાના હાથે કૃષ્ણનું મૃત્યુ થાય.

ભાગવત મહાપુરાણમાં જણાવ્યા મુજબ જે સમયે કૃષ્ણએ દેહ છોડ્યો તે ઘડીએ જ દ્વાપર યુગનો અંત થયો અને કળિયુગનો પ્રારંભ થયો.

અન્ય ધર્મોમાં[ફેરફાર કરો]

બૌદ્ધ ધર્મ[ફેરફાર કરો]

હિંદુ ધર્મની સાંપ્રદાયિક માન્યતાઓ[ફેરફાર કરો]

હિંદુ ધર્મમાં વૈષ્ણવ માન્યતા ભગવાન કૃષ્ણ વિષે એકેશ્વરવાદ ધરાવે છે, બીજા શબ્દોમાં કહીએ તો વૈષ્ણવ માન્યતા ધરાવતા દરેક સંપ્રદાયમાં ભગવાન કૃષ્ણને જ આરાધ્ય દેવ ગણવામાં આવે છે. 'રૂઢિચુસ્ત ગૌડીય વૈષ્ણવો'ના મત મુજબ કૃષ્ણનું સ્વરૂપ ત્રણ પ્રકારે વિસ્તાર પામે છે, તેમનું સ્વયં રૂપ અથવા તો દિવ્ય સ્વરૂપ સ્વયંસ્થિત છે એટલે કે અન્યાશ્રિત નથી. તેમનું તદેકાત્મ રૂપ હૂબહૂ તેમના મૂળ રૂપ જેવું જ છે, પરંતુ દેખાવમાં તે કૃષ્ણના મૂળ દેખાવ કરતાં જુદું હોય છે, (જેમકે નારાયણ કે વાસુદેવ રૂપ). તેમના આવેશ રૂપમાં કૃષ્ણ પોતાના મૂળ રૂપના જુદા જુદા અંશ સાથે વિવિધ સ્વરૂપે અવતરે છે.[૩][૪][૫][૬] શાસ્ત્રીય વિગતો અને જ્યોતિષીય ગણતરીઓના આધારે પરંપરાગત માન્યતા કૃષ્ણના જન્મની તારીખ ૧૮ કે ૨૧ જુલાઇ, ઇ.પૂ. ૩૨૨૮ હોવાની ધારણા બાંધવામાં આવે છે. કૃષ્ણ મથુરાના રાજપરિવારના હતા, અને રાજકુમારી દેવકી અને તેમના પતિ વસુદેવના કુળમાં જન્મેલા આઠમા પુત્ર હતા. મથુરા એ રાજધાની હતી, જેમાં કૃષ્ણના માતા-પિતા વસુદેવ અને દેવકીનો સંબંધ હતો. દેવકીનો ભાઈ રાજા કંસ, તેના પિતા રાજા ઉગ્રસેનને કેદ કરીને રાજગાદીએ બેસી ગયો હતો. દેવકીના આઠમા પુત્રના હાથે તેના મૃત્યુની આગાહી કરનારી એક ભવિષ્યવાણીથી ડરીને તેણે આ દંપતિને કારાવાસમાં પૂર્યા હતા. કંસે પ્રથમ છ બાળકોની હત્યા કર્યા પછી, બલરામને રોહિણીના પુત્ર તરીકે સ્થાનાંતરિત કર્યા પછી કૃષ્ણએ દેવકીના પુત્ર તરીકે જન્મ લીધો હતો.

વસુદેવ માનતા હતા કે કૃષ્ણનું જીવન જોખમમાં છે, કૃષ્ણને ગોકુળમાં તેમના પાલક માતાપિતા યશોદા અને નંદ બાવાએ ઉછેર્યા હતા. તેમના અન્ય બે ભાઈબહેનો પણ બચી ગયા, બલરામ (દેવકીનું સાતમું સંતાન, રોહિણીના ગર્ભાશયમાં પરિવર્તિત, વાસુદેવની પ્રથમ પત્ની) અને સુભદ્રા (વાસુદેવ અને રોહિણીની દીકરી, જે બલરામ અને કૃષ્ણ કરતા ઘણી પાછળ જન્મી હતી). ભાગવત પુરાણ મુજબ, એવું માનવામાં આવે છે કે કૃષ્ણ વસુદેવના મનથી દેવકીના ગર્ભાશયમાં "માનસિક પ્રસારણ" દ્વારા જન્મ્યા હતા. હિન્દુઓ માને છે કે તે સમયે, આ પ્રકારનું સંઘર્ષ માણસો માટે શક્ય હતું. [૭] "ઉપર જણાવેલા બધાજ અવતારો ભગવાનના અંશાવતાર છે, અથવાતો અંશાવતારના અંશ છે, પરંતુ કૃષ્ણ તે સ્વયં પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છે.[૮] વૈષ્ણવ શિક્ષાનું અગત્યનું પાસુ એ છે કે તેમાં ભગવાન, એટલે કે શંકર અથવા વિષ્ણુ[૯][૧૦] પણ પરમ ભગવાન તો કૃષ્ણ. સદેહે વર્ણવવામાં આવે છે અને તેમનાં દ્વારા થયેલા સર્જનને પણ વાસ્તવિકતામાં બતાવવામાં આવે છે.[૧૦][૧]

વૈષ્ણવ માન્યતામાં કૃષ્ણ અને વિષ્ણુ વચ્ચેનો ખરેખરો સંબંધ, ખાસ કરીને કોણ પહેલા આવ્યું અને કોણ તેનો અવતાર છે તે વિષે, હંમેશા ચર્ચાઓ અને મતમતાંતરો પ્રવર્તતા આવ્યાં છે. વૈષ્ણવ માન્યતાના લગભગ બધા જ સંપ્રદાયોમાં વિષ્ણુને પરમાત્મા માનવામાં આવે છે જે બધાજ અવતારોનાં મૂળ સ્ત્રોત છે, જ્યારે કૃષ્ણને વિષ્ણુના પૂર્ણ અવતાર તરિકે પૂજવામાં આવે છે અને તે કારણે જ તેમને વિષ્ણુથી અભિન્ન ગણવામાં આવે છે.[૩] કેટલાંક વૈષ્ણવ સંપ્રદાયોમાં (જેમકે ગૌડીય વૈષ્ણવ સંપ્રદાય),[૩][૪] વલ્લભ સંપ્રદાય (પુષ્ટિ માર્ગ) અને નિંબાર્ક સંપ્રદાયમાં કૃષ્ણને સ્વયં ભગવાન તરિકે પૂજવામાં આવે છે અને તેમને બધાજ અવતારોનાં મૂળ ગણવામાં આવે છે, વિષ્ણુને પણ કૃષ્ણનો અવતાર માનવામાં આવે છે.[૫][૬]

આ પણ જુઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

 1. ૧.૦ ૧.૧ રીચાર્ડ થોમ્પ્સન, પી.એચ.ડી. (ડીસેમ્બર ૧૯૯૪). "રીફ્લેક્શન્સ ઓન ધ રીલેશન બીટ્વીન રીલીજન એન્ડ મોડર્ન રેશનાલિઝમ". મૂળ માંથી 2008-10-07 પર સંગ્રહિત. મેળવેલ 2008-04-12. Cite journal requires |journal= (મદદ); Check date values in: |year= (મદદ)
 2. સંદર્ભ ત્રુટિ: અયોગ્ય <ref> ટેગ; Mahony1987નામના સંદર્ભ માટે કોઈ પણ સામગ્રી નથી
 3. ૩.૦ ૩.૧ ૩.૨ સંદર્ભ ત્રુટિ: અયોગ્ય <ref> ટેગ; Guyનામના સંદર્ભ માટે કોઈ પણ સામગ્રી નથી
 4. ૪.૦ ૪.૧ કેનેડી, એમ.ટી. (૧૯૨૫). ધી ચૈતન્ય મુવમેન્ટ: એ સ્ટડી ઓફ ધી વૈષ્ણવીઝ્મ ઓફ બેંગાલ. એચ. મિલફોર્ડ, ઓક્સફોર્ડ યુનિવર્સિટી પ્રેસ.
 5. ૫.૦ ૫.૧ ડેલ્મોનીકો, એન. (૨૦૦૪). "ધી હીસ્ટરી ઓફ ધી ઇન્ડિક મોનોથીઇઝ્મ એન્ડ મોડર્ન ચૈતન્ય વૈષ્ણવીઝ્મ". ધી હરે કૃષ્ણ મુવમેન્ટ: ધી પોસ્ટકૅરિસ્મેટિક ફેટ ઓફ અ રીલીજીયસ ટ્રાન્સ્પ્લાન્ટ. મેળવેલ ૨૦૦૮-૦૪-૧૨.
 6. ૬.૦ ૬.૧ ઓઝા, પી.એન. (૧૯૭૮). આસ્પેક્ટ્સ ઓફ મેડિઇવલ ઇન્ડિયન સોસાયટી એન્ડ કલ્ચર. બી.આર. પબ્લીશીંગ કોર્પોરેશન; નવી દિલ્હી: ડી.કે. પબ્લીશર્સ' ડિસ્ટ્રીબ્યુટર્સ.
 7. "ભાગવત પુરાણ ૧.૩.૨૮". મૂળ માંથી 2013-01-23 પર સંગ્રહિત. મેળવેલ 2008-04-16.
 8. જુઓ મૅકડૅનીયલ, જુન, "ફૉક વૈષ્ણવીઝ્મ એન્ડ ઠાકુર પંચાયત: લાઇફ એન્ડ સ્ટેટસ અમોંગ વીલેજ કૃષ્ણ સ્ટૅચ્યુઝ" બૅક ૨૦૦૫, p. 39
 9. સંદર્ભ ત્રુટિ: અયોગ્ય <ref> ટેગ; GJનામના સંદર્ભ માટે કોઈ પણ સામગ્રી નથી
 10. ૧૦.૦ ૧૦.૧ સંદર્ભ ત્રુટિ: અયોગ્ય <ref> ટેગ; Elkman1986નામના સંદર્ભ માટે કોઈ પણ સામગ્રી નથી