ઢાંચાની ચર્ચા:વિષ્ણુ અવતારો

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

[તમારી ચર્ચાના પાનામાં આ પ્રમાણે આપેલું છે...] દંડવત પ્રણામ પ્રભુ, આપે બ્રહ્મામાં ફરીથી પાછું આ વાક્ય લખ્યું હતું જે મેં દૂર કર્યું છે, કેમકે ...એ ત્રણેના નિયંતા કૃષ્ણ છે એવી માન્યતા ફક્ત ગૌડિય વૈષ્ણવ પરંપરામાં જ છે, તે સિવાય અન્ય પરંપરાઓમાં કૃષ્ણને વિષ્ણુથી પર નથી માનવામાં આવતાં. વિષ્ણુના એક અવતાર રૂપે કૃષ્ણને જોવામાં આવે છે, જ્યારે આપણી ગૌડિય વૈષ્ણવ ફિલોસોફીમાં આપણે કૃષ્ણનાં વિસ્તાર તરિકે માનીએ છીએ. કોઈ એક સંપ્રદાયની માન્યતાઓને આપણે અહીં ભારપૂર્વક ના રજૂ કરી શકીએ. મહદંશે હિંદુ ધર્મમાં શું માનવામાં આવે છે તે અહીં આપણે રજૂ કરવાનું છે, નહીકે ઇસ્કોન/ગૌડિય વૈષ્ણવો શું માને છે તે. આશા છે કે આપ મારી વાત સમજી શકશો અને નિરપેક્ષ દૃષ્ટિએ યોગદાન કરશો.--ધવલચર્ચા/યોગદાન ૧૪:૦૬, ૨૦ જુલાઇ ૨૦૧૦ (UTC)


ઉપરોક્ત ચર્ચા આ ઢાંચા માટે પણ લાગુ પડે છે... કોઈ સંપ્રદાયની માન્યતાઓને આપણે અહીં ભારપૂર્વક ના રજૂ કરી શકીએ. ફરી વિનંતી કે આપ નિરપેક્ષ દૃષ્ટિએ યોગદાન કરશો. સીતારામ.. મહર્ષિ --Maharshi675 ૦૮:૩૮, ૧૩ ઓગસ્ટ ૨૦૧૦ (UTC)