મંત્ર

વિકિપીડિયામાંથી
તિબેટમાં ઘણા બૌધ્ધ સમાધિના રૂપમાં શિલાઓ પર મંત્રને ઉત્કિર્ણ કરે છે.

મંત્ર એવો ધ્વનિ, ઉચ્ચારણ, શબ્દ અથવા શબ્દોનો સમૂહ છે જેને રૂપાંતર નિર્માણ ની (સવિશેષત: આધ્યાત્મિક રૂપાંતર) ક્ષમતા ધરાવતો હોવાનું ગણવામાં આવે છે.[૧] મંત્રોનો ઉપયોગ અને પ્રકાર તેની સાથે સંકળાયેલી વિચારશ્રેણી અને તત્ત્વમીમાંસા અનુસાર ભિન્ન-ભિન્ન હોય છે. મંત્ર (દેવનાગરી લિપીમાં मन्त्र) નો ઉદ્ગમ ભારતની વૈદિક પરંપરામાં થયો અને સમયાંતરે હિંદુ પરંપરા અને બૌદ્ધવાદ, શીખવાદ અને જૈનવાદની અંદર રૂઢિગત પ્રણાલીઓના આવશ્યક અંગરૂપે સ્થાન લીધું. મંત્રોનો ઉપયોગ હવે સમગ્ર વિવિધ આધ્યાત્મિક પ્રચલનો વ્યાપક ફેલાવો થયો છે જે પહેલાંની પૂર્વિય દેશોની પરંપરાઓ અને ધર્મોની પ્રેક્ટિસો આધારિત હોય અથવા તેની શાખા હોય.

ૐ ના ઉચ્ચારને વેદાંત અધ્યાત્મવિદ્યામાં પોતાને જ મંત્ર ગણવામાં આચવે છે.

વેદોના સંદર્ભમાં મંત્ર એ શબ્દમાં સમગ્ર ભાગનો સંદર્ભ છે જેમાં ઋગ, યજુર, અથવા સામ સામેલ છે - જે ગદ્ય બ્રાહ્મણ ટિપ્પણીથી વિરુધ્ધનો છંદોબધ્ધ ભાગ છે. કર્મકાંડી વૈદિક પરંપરાઓમાંથી યોગ, વેદાંત, તંત્ર અને ભકિતના ગૂઢ અને સમતાવાદી હિંદુ સંપ્રદાયોમાં થયેલા સંક્રમણ સાથે મંત્રજ્ઞાનના ઉચ્ચપ્રકારના ધર્મનિષ્ઠ અભિગમથી સામાન્ય રીતે અમુક સમાન લક્ષણો સાથે કર્મના સ્વરૂપમાં માનવ ઈચ્છા અથવા માનવઆંકાક્ષાના રૂપાંતર તરીકે મંત્રના આધ્યાત્મિક અર્થઘટનનો માર્ગ મોકળો થયો.

ઉપનિષદોના હિંદુ ધર્મગ્રંથોના રચયિતાઓ માટે - જે સ્વયં મંત્ર છે તે બ્રાહ્મણ, ઈશની દિવ્ય પ્રતિમા તેમ જ સમગ્ર સર્જનનું પ્રતિનિધિત્વ કરે છે. કુકેઈના મતાનુસાર તમામ ધ્વનિ ધર્મકાય બુધ્ધનો નાદ છે - એટલે કે હિંદુ ઉપનિષધક અને યોગિક વિચારધારામાં હોય છે તેજ રીતે, આ ધ્વનિઓ અંતિમ અને પરમ સત્યની ઘોષણા છે, ધ્વનિના અર્થમાં, જે મંત્રોનો કંઠય ધ્વનિ, મંત્રના ઉચ્ચારણ કરતી વ્યકિતના બોગ્રહણથી સ્વતંત્ર રહીને નિહિત અર્થ ધરાવતો હોય છે. કયા મંત્રનો પ્રતિકાત્મક અર્થ કેવો છે અથવા તેનું કાર્યાન્વયન કઈ રીતે થાય છે તેની સમજ તે વિવિધ પરંપરાઓમાં ભિન્ન હોય અને તે એની પર પણ આધાર રાખે છે કે કયા સંદર્ભમાં તે મંત્ર લખાયેલો છે અથવા ઉચ્ચારાયેલો છે. અમુક પ્રસંગે દરેક નાદ - જેમાંના ઘણા બધા કોઈ નિશ્ચિત વિચાર-શ્રેણી માટે વિશિષ્ટ હોય છે તેવા નાદ સાથે સંકળાયેલા પ્રતિકવાદના સ્તરો અનેકવિધ હોય છે. ઉદાહરણ તરીકે નું ઉચ્ચારણ જુઓ જે હિંદુ અને બૌધ્ધ પરંપરાઓમાં કેન્દ્રસ્થાને છે.

હિંદુ તંત્રએ, અક્ષરો અને ધ્વનિને દિવ્યતાના પ્રતિનિધિ તરીકે સ્વીકાર્યા ત્યારે લેખન પ્રત્યેનો અભિગમ ઉદ્ભવ્યો જ્યારે બૌદ્ધવાદ ચીન સુધી પ્રસર્યો. તે સમયે ચીનમાં સંસ્કૃત જેવી એકસૂત્રી ધર્મભાષાનો અભાવ હોવા છતાં ચીને ઉચ્ચારણમાં સ્થિતિસ્થાપક પરંતુ અર્થમાં વધુ સચોટ હોય તેવા પંકિત અક્ષરો ધરાવતી લેખિત ભાષાથી સાંસ્કૃતિક એકતા સિધ્ધ કરી. ચાઈનીઝ લોકો લિખિત ભાષાને ભારતીય બૌધ્ધ ધાર્મિક સંસ્થાઓ કરતા પણ વધુ આદર આપતા હતા, અને મંત્રલેખનની પ્રવૃત્તિ સ્વયમેવ એક આધ્યાત્મિક પ્રણાલી બની ગઈ. બ્રાહ્મણો જયારે મંત્રના શુધ્ધ ઉચ્ચારણના કઠોર આગ્રહી હતા ત્યારે ચાઈનીઝ અને ખરેખર તો ફાર-ઇસ્ટર્ન બૌદ્ધવાદીઓ આ માટે ખરેખર ઓછી ચિંતા ધરાવતા હતા અને તેની લેખનશુધ્ધિ સાથે વધુ ચીવટ ધરાવવા માટે આગ્રહી હતા. આધ્યાત્મિક પ્રણાલીના ભાગરૂપે મંત્રલેખન અને પાઠની પ્રતો બનાવવાની પ્રથા જાપાનમાં અત્યંત વિશુધ્ધ હતી અને ઘણા બધા બૌધ્ધસૂત્રોનું સંસ્કૃત જેમાં લખાયેલ છે તે સિધ્ધમ્ હસ્તપ્રતોનું લખાણ હવે ખરેખર માત્ર જાપાનમાં જ જોવા મળે છે. તેમ છતાં, હિંદુ પ્રણાલીઓમાં કોઈપણ હસ્તપ્રતોમાં સંસ્કૃત સાથે મંત્રોની પુનરાવૃત્તિ ભારતમાં ઘણા બધા સંપ્રદાયોમાં વિખ્યાત છે. ખન્ના (2003: p. 21) મંત્રો અને યંત્રોનો વિચારસ્વરૂપો સાથે સાંકળે છે:

મંત્રો - યંત્રો પર ઉત્કીર્ણ કરેલા સંસ્કૃત ઉચ્ચારણ, દિવ્યતા અથવા વૈશ્વિક શકિતઓનું પ્રતિનિધિત્વ કરતા વિચાર સ્વરૂપો છે જે ધ્વનિ-કંપનના માધ્યમથી પોતાના પ્રભાવનું કાર્યાન્વયન કરે છે.[૨]

વ્યુત્પત્તિશાસ્ત્ર[ફેરફાર કરો]

સંસ્કૃત શબ્દmantra- (એમ.; તથા સં. મંત્રમ ) - મૂળ ક્રિયાપદ મન- એટલે વિચારવું (માનસ માં પણ મન) અને તેને લગતા અનુગ -ત્ર એટલે કે ઓજારો કે સાધનો એવી રીતે બનેલો છે તેથી મંત્રનું શબ્દશ: રૂપાંતર કે અનુવાદ "વિચારનું સાધન" એવો થાય.[૩][૪]

ભારતીય-ઈરાની *મંત્ર અવેસ્તન મંન્થ્રા માં સચવાયેલો છે જેનો અસરકારક અર્થ છે શબ્દ પણ તેનો સૂચિતાર્થ દૂરવ્યાપી છે :મંથ્રાસ અંતર્ગત રીતે "સત્ય" અસા છે અને તેના યોગ્ય પઠનથી તેમાંનું નિહિત સત્ય પ્રગટ થાય છે. એમ પણ કહી શકાય કે મંત્રો અસ્તિત્વની અનુભૂતિ અને "સત્કાર્ય" બન્ને છે અને તેનું પઠન વિન્યાસ અને સત્વના સંવર્ધન માટે અત્યાવશયક છે. (અવેસ્તન અસા- અને વૈદિક પણ જુઓ [[ṛtá-]] )

ભારતીય ઈરાની સત્ય મંત્રો (યાસના 31.6: હેઈન માથ્રેમ ) "નો અર્થ કેવળ ’સત્ શબ્દ’ એટલો જ નહિ પરંતુ સૂત્રબધ્ધ વિચાર એવો થાય છે જે વાસ્તવિકતા અથવા ’અંતનિર્હિત પરિપૂર્ણતા સાથે છંદોબધ્ધ સુત્ર હોય.’"[૫][૬] ચાઈનીઝ રૂપાંતર ઝેન્યાન 眞言, 真言, શબ્દશ: "સત્ શબ્દો" છે. જાપાનીઝ ઓન’યોમીનું ચાઈનીઝમાં વાંચન શિનગોન (જેનો શિન્ગોન સંપ્રદાય માટેના ખાસ નામ તરીકે પણ ઉપયોગ કરવામાં આવે છે) થાય છે.

હિંદુધર્મમાં મંત્ર[ફેરફાર કરો]

મંત્રોની મૂળ કલ્પના વેદોમાં થયેલી હતી. મોટા ભાગના મંત્રોમાં બે ચરણના "શ્લોક"ની લેખિત પધ્ધતિ અનુસરવામાં આવે છે કે જો કે તે અમુકવાર એક પંક્તિ અથવા તો માત્ર એક જ શબ્દના રૂપમાં પણ જોવા મળે છે. સૌથી મૂળ મંત્ર છે જે હિંદુધર્મમાં "પ્રણવ મંત્ર" તરીકે પણ ઓળખાય છે અને તે તમામ મંત્રોનું સ્ત્રોત છે. આની પાછળનું હિંદુ તત્વચિંતન નામ-રૂપનો (સંજ્ઞા) નો વિચાર છે જેમાં એવું માનવામાં આવે છે કે પ્રતિનિધિ વિષયક (દૃશ્યજયત) વિશ્વની અંદર અસ્તિત્વ ધરાવતી વસ્તુઓ, વિચારો અથવા સત્વો કોઈપણ પ્રકારે નામ અને રૂપ ધરાવે છે. સૌથી વધૂ મુલાધાર નામ અને રૂપ એ નું આદિકાળથી અસ્તિત્વ ધરાવતું સ્પંદન છે, કારણ કે તે બ્રાહ્મણનું પ્રથમ ઉદ્ઘોષિત નામરૂપ છે જે અનુદ્ઘોષિત વાસ્તવિકતા/અવાસ્તવિકતા છે. સવિશેષત: અસ્તિત્વ પૂર્વે અને અસ્તિત્વ પછી એકમાત્ર વાસ્તવિકતા - બ્રહ્મા છે અને અસ્તિત્વમાં બ્રહ્માનું પ્રથમ પ્રાગટય ૐ છે. આ જ કારણસર ‘ૐ’ ને સર્વશ્રેષ્ઠ મૌલિક અને શકિતશાળી મંત્ર તરીકે ગણવામાં આવે છે અને આવી રીતે ‘ૐ’ તમામ હિંદુ પ્રાર્થનાઓની આરંભમાં અને અંતમાં (પૂર્વાંગ અને અનુગ તરીકે) હોય છે. જયારે અમુક મંત્રોથી કોઈ ચોક્કસ દેવો અથવા મૂળ તત્ત્વને આહ્વાન કરી શકાય છે, ‘ૐ,’ ’શાંતિમંત્ર,’ ’ગાયત્રીમંત્ર’ અને અન્ય તમામ મંત્રો જેવા સૌથી વધુ મૌલિક મંત્રો આખરે તો એક જ સત્ય પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

હિંદુ તંત્રમાં બ્રહ્માંડ એક નાદ છે. પરમ, શબ્દના માધ્યમથી અસ્તિત્વમાં આવે છે. સર્જન, વિવિધ આવૃત્તિ અને વ્યાપ ધરાવતા કંપનોથી બનેલું છે જે વિશ્વના પ્રતીતિવિષયને ઉગમ આપે છે. સૌથી શુદ્ધ કંપનો વર્ણ છે-અવિનાશી અક્ષરો જે આપણી સમક્ષ શ્રવણક્ષમ (શ્રાવ્ય) ધ્વનિઓ અને દૃશ્ય રૂપમાં પ્રગટ થાય છે. વર્ણા ધ્વનિ (નાદ) ના અણુઓ છે. અક્ષરો અને તત્વો, દેવતાઓ, રાશી ચિહ્નો, શરીરના અવયવો વચ્ચે એક જટિલ પ્રતિકાત્મક સાહચર્ય સ્થાપ્યું - આ સાહચર્યમાં અક્ષરો સમૃધ્ધ બન્યા. ઉદાહરણ તરીકે ઐતરીય અરણ્ય ઉપનિષદમાં આપણને આ રીતે જોવા મળે છે:

"અઘોષ વ્યંજનો પૃથ્વીનું , ઉષ્ણ ધ્વનિઓ આકાશનું, સ્વરો સ્વર્ગનું પ્રતિનિધિત્વ કરે છે અઘોષ વ્યંજનો અગ્નિનું, ઉષ્ણ ધ્વનિઓ વાયુનું અને સ્વરો સૂર્યનું પ્રતિનિધિત્વ કરે છે? અઘોષ વ્યંજનો ચક્ષુનું ઉષ્ણવર્ણો કાનનું અને સ્વરો મનનું પ્રતિનિધિત્વ કરે છે"

વસ્તુત: દરેક અક્ષર મંત્ર બન્યો અને વેદોની ભાષા સંસ્કૃત, વસ્તુની પ્રકૃતિ સાથે ગહનતાથી સંવાદ સાધે છે. આમ વેદો પોતે જ તાત્વિકતાનું પ્રતિનિધિત્વ કરવા લાગ્યા. બીજાક્ષર ‘ૐ’ તત્વની અંતર્ગત એકતાનું પ્રતિનિધિ કરે છે - જે બ્રાહ્મણ છે.

વિશ્વના તમામ તત્વો અને ઊજાર્ઓ મંત્રથી પ્રભાવિત અને માર્ગદર્શિત કરી શકાય છે. મંત્રના કેટલાંક સ્વરૂપો છે:[૭][૮]

  • ભજન - આધ્યાત્મિક ગીત.
  • કિર્તન - ગીતમાં પ્રભૂના નામનું રટણ .
  • પ્રાર્થના - પ્રાર્થના ઈશ્વર સાથેના સંવાદનો માર્ગ છે.
  • ઉપચાર મંત્ર - ઉપચાર મંત્રના કંપનથી ઉપચાર શકિત કાર્યરત થાય છે.
  • ગુરૂમંત્ર - ગુરૂમંત્ર પ્રાર્થનાના સત્વનું પ્રતિનિધિત્વ કરે છે અને આપણામાં ઈશ્વર, આત્મા અને પરમાત્માનું સ્થાન આરોપિત કરે છે. આ મંત્ર ગુરુ પોતાના શિષ્યને આધ્યાત્મિક માર્ગ પર આપવામાં આવતો પ્રથમ પ્રારંભ છે.
  • બીજમંત્ર - બીજમંત્ર ગુરૂમંત્રના અર્કનું પ્રતિનિધિત્વ કરે છે. તે આત્માનું સ્પંદન અને ’આહવાન’ છે. ગહન સમાધિમાં તેનો પ્રભાવ વધુ ત્વરાથી થાય છે. નક્ષત્ર સ્તરે તે કામ કરતું હોઈ આપણા દૈવના ક્રમનું માર્ગદર્શન કરીને તેને પ્રભાવિત કરે છે.

મંત્રના નિરંતર અનુષ્ઠાનથી ચેતના અને મનની શુદ્ધિ થાય છે અને જેમ જંગલી ઘાસ પર સતત ચાલવાથી તે કચડાઈ જાય તે રીતે કર્મોનો લોપ થાય છે. આધ્યાત્મિક મંત્ર હંમેશા ‘ૐ’ શબ્દ અને દિવ્યાવતારનું નામ ધરાવે છે. પ્રાચીન ગુરુશિષ્ય પરંપરા અનુસાર માત્ર ગુરુ જ અન્યને ગુરમંત્ર (સિધ્ધ મંત્ર) આપી શકે. સિધ્ધમંત્ર એવી રીતે કામ કરે છે કે શબ્દ (દો) ના કંપનની અંદર સમાવિષ્ટ આધ્યાત્મિક શકિત આપણી અંદર સાકાર થાય છે. આધ્યાત્મિક મંત્ર સામાન્યરીતે સંસ્કૃતમાં લખાય છે અને ચક્રોને જાગૃત કરવામાં તે મહત્વની ભૂમિકા ભજવે છે. ભગવાન શિવે માનવોમાં સંસ્કૃત ભાષાનો પ્રસાર કર્યો અને તેનો ધ્વનિ દેવો તરીકે ઓળખાય છે. "દેવ" શબ્દ ત્રણ અર્થો ધરાવે છે : ઈશ્વર, રક્ષણહાર (એટલે કે રક્ષક દેવતા/પાલનહાર) અને વૈશ્વિક સ્પંદન ભગવાન શિવજીએ દેવોનું અવતરણ અક્ષરના સ્વરૂપમાં કર્યું અને તેથી જ સંસ્કૃત અક્ષરોને દેવનાગરી (ઇશ્વરના નાગરિકો) તરીકે ઓળખવામાં આવે છે. સ્પંદન શ્રાવ્ય અથવા અશ્રાવ્ય હોઈ શકે છે. વિચારો અને લાગણીઓને નાદવિહીન સ્પંદનો તરીકે ગણવામાં આવે છે. તે બોલવામાં આવતા શબ્દથી બિલકુલ ઓછ્હો પ્રભાવ ધરાવતા નથી.

મંત્રને તેની પ્રકૃતિ અનુસાર પાંચ અવસ્થામાં વિભાજીત કરેલા છે:

  • લિખિતા-લેખન દ્વારા
  • વેખરી-વાણી દ્વારા
  • ઊપાંશું-ગુંજારવ દ્વારા
  • મનસા-વિચાર દ્વારા
  • અજાપા-નિરંતર મનોરટણ દ્વારા

મંત્રજાપ[ફેરફાર કરો]

મંત્રજાપ વૈદિક મુનિઓની એવી વિભાવના હતી કે પૂજા અથવા પ્રાર્થનાના એક મુખ્ય રૂપ તરીકે મંત્ર હતા જેમનો અંતિમ ઉદ્દેશ મોક્ષ/મુકિતનો હોય. મંત્રજાપ એટલે મંત્રનું રટણ,[૯] અને યોગથી તંત્ર સુધીના તમામ હિંદુ પ્રવાહોમાં મંત્રજાપ એક સ્થાપિત પ્રણાલી બની ચૂકી જાય છે. તેમાં, મંત્રના સતત રટણનો, સામાન્યરીતે પવિત્ર અંક (ત્રણના ગુણાંકમાં), જેમાં 108નો અંક બહુવિખ્યાત છે, તેની આવૃત્તિમાં રટણ કરવાનો સમાવેશ થાય છે. આ જ કારણસર, 108 મણકા ધરાવતી (જેમાં મુખ્ય મણકાને ’મેરુ’ અથવા ’ગુરૂ’ મણકા તરીકે ઉલ્લેખવામાં આવે છે તેવી) હિંદુમાળાનો (મણકા ધરાવતા હારનો) વિકાસ થયો. જાપ કરતો ભક્ત પોતે પસંદ કરેલા મંત્રનું રટણ કરતો જાય તેમ પોતાની આંગળીઓથી દરેક મણકો ગણે છે. મંત્રનું 108 વખત પુનરાવર્તન થયા પછી ભકત મંત્રનું ચક્ર સતત ચાલુ રાખવા ઈચ્છતો હોય તો તેણે મુખ્ય મણકાને પાર કર્યા વગર ફેરવતા રહેવું જોઈએ.

એવું કહેવાય છે કે જાપ દ્વારા ભકત પોતાના ઈષ્ટ દેવ અથવા મંત્રની મુખ્ય વિભાવના પર અતિશય એકાગ્રતા અથવા ધ્યાન પ્રાપ્ત કરે છે. મંત્રના સ્પંદનો અને ધ્વનિઓને અત્યંત મહત્વના ગણવામાં આવે છે અને ધ્વનિના આવા પ્રતિઘોષ કુંડલિની[૧૦] અથવા આધ્યાત્મિક ચેતનાને જાગૃત કરતા હોવાનું અને મોટાભાગની હિંદુ વિચારસરણી અનુસાર ચક્રોનું ઉદ્દીપન થતું હોવાનું પણ માનવામાં આવે છે.[૧૧]

વેદો, ઉપનિષદો, ભગવગ ગીતા, યોગસૂત્ર અને મહાભારત, રામાયણ, દુર્ગા સપ્તશતી અથવા ચંડી જેવા પવિત્ર હિંદુ ધર્મગ્રંથોમાંના કોઈપણ શ્લોકને સાધના માટે રટણ કરવાથી શકિતશાળી ગણવામાં આવે છે, અને તેથી તે મંત્રનું સ્થાન ધરાવે છે. નામ જપ જેવા કેટલાંક સામાન્ય મંત્રો દેવનું નામ લઈને "ૐ નમ: (દેવનું નામ) " (અર્થાત "હું ...... ને પ્રણામ/વંદન કરું છું") અથવા "ૐ જય (દેવનું નામ) " (અર્થાત "-----નો જય હો") આ રીતે પ્રણામ કરીને રચવામાં આવે છે. આવા ક્રમ પરિવર્તન ધરાવતા બીજા મંત્રો પણ છે જે આ પ્રમાણે છે :

  • ૐ નમ: શિવાય અથવા ૐ નમો ભગવતે રુદ્રાય નમ: (ૐ અને ભગવાન શિવને નમસ્કાર)
  • ૐ નમો નારાયણયા અથવા ૐ નમો ભગવતે વાસુદેવાય (ૐ અને ભગવાન વિષ્ણુને નમસ્કાર)
  • ૐ શ્રી ગણેશાય નમ: (ૐ અને શ્રી ગણેશને નમસ્કાર)
  • ૐ કાલિકાયે નમ: (ૐ અને કાલિને નમસ્કાર)
  • ૐ શ્રી મહાકાલિકાયે નમ: (ઉપરના મૂળ કાલિને મંત્રને શ્રી (સન્માનસૂચક અભિવ્યકિત) અને મહા [મહાન] એ શબ્દોથી સુદૃઢ કરવામાં આવ્યો છે. એવું કહેવાય છે કે આ મંત્ર ભાગ્યે જ કોઈને આપવામાં આવે છે કારણ કે તે ગહન મંત્ર છે.)[૧૨]
  • ૐ હિં ચંડિકાયૈ નમ: (ૐ અને ચંડિકાને નમસ્કાર)
  • ૐ રાધા કૃષ્ણાય નમ: (રાધાનો મંત્ર, જે સંબંધમાં પ્રેમને ઉત્તેજન આપવા કહેવાયો છે)[૧૩]
  • ૐ નમો વેંકટેશાય (ૐ અને ભગવાન વેંકટેશવરાને નમસ્કાર)

દુર્ગા સપ્તશતી જેવા સમગ્ર મંત્રપાઠના રટણને પાઠ કહેવાય છે.

મંત્ર શાસ્ત્રની રચના કરતા વિવિધ ગ્રંથો (શાસ્ત્ર વિધિપોથી, નિયમ અથવા મીમાંસા [૧૪])માં મંત્રોના ઉપયોગનું વર્ણન છે.

કેટલાંક જૈન/હિંદુ મંત્રો[ફેરફાર કરો]

નવકાર[ફેરફાર કરો]

નવકાર મંત્ર પરમ જૈન મંત્ર છે અને જૈનધર્મની મૂળ પ્રાર્થના છે જેનું દિવસના કોઈપણ સમયે પઠન કરી શકાય છે. આ મંત્રપઠનથી પ્રાર્થના કરતી વખતે, ભકત અરિહંતો, સિધ્ધો, આચાર્ય, ઉપાધ્યાયો અને તમામ મુનિઓને આદરપૂર્વક નમન કરે છે. આ મંત્રપઠનથી એકાદ નિશ્ચિત વ્યકિતની પૂજા કે ભકિત કરવાને બદલે સર્વ પરમ આધ્યાત્મિક જનોના સદગુણોની પૂજા કરવામાં આવે છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે નવકાર મંત્રમાં તીર્થકંરો અને સિધ્ધોનો નામોઉલ્લેખ પણ નથી કરેલો. પઠન સમયે, જૈન ભકત તેમના સદ્ગુણોનું સ્મરણ કરીને અનુસરણ કરવાનો યત્ન કરે છે. આ મંત્રમાં, જૈનો આ પરમ આધ્યાત્મિક વિભૂતિઓને નમન કરે છે અને તેથી તે નમોકાર મંત્ર તરીકે પણ ઓળખાય છે.

નમો અરિહંતાણમ્ નમો સિધ્ધાણમ્ નમો આયરિયાણમ્ નમો ઉવજ્ઝાયણમ્ નમો લોએ સવ્વ સાહુણમ્ એસો પંચ ણમોકકારો, સવ્વ પાવપ્પણાસણો, મંગલાન ચ સવ્વેસિં, પઢમમ્ હવઈ મંગલમ્ .

નમો અરિહંતાણમ્ હું અરિહંતોને નમન કરું છું.
નમો સિધ્ધાણમ્ હું સિધ્ધોને (મુકત આત્માઓને) નમન કરું છું.
નમો આયરિયાણમ્ હું આચાર્યોને (નિર્દેશક અથવા ધાર્મિક નેતા) નમન કરું છું
નમો ઉવજ્ઝાયણમ્ હું ઉપાધ્યાયો (શિક્ષકોને) નમન કરું છું
નમો લોએ સવ્વ સાહુણમ્ હું તમામ સાધુઓને નમન કરું છું.
એસો પંચ ણમોકકારો, સવ્વ પાવપ્પણાસણો
મંગલાન ચ સવ્વેસિં, પઢમમ્ હવઈ મંગલમ્
આ પંચગુણી નમન (મંત્ર) થી સર્વ પાપો અને વિઘ્નો નાશ પામે છે
અને આ મંત્ર સર્વ પાવન મંત્રોમાં પ્રથમ કોટિનો છે.

સાર્વત્રિક પ્રાર્થના[ફેરફાર કરો]

सर्वेषां स्वस्ति भवतु । सर्वेषां शान्तिर्भवतु ।
सर्वेषां पूर्नं भवतु । सर्वेषां मड्गलं भवतु ॥
સર્વેષમ સ્વસ્તિર ભવતુ
સર્વેષમ શાંતિર ભવતુ
સર્વેષમ પૂર્ણમ ભવતુ
સર્વેષમ મંગલમ ભવતુ
સર્વનું કલ્યાણ થાઓ,
સર્વને શાંતિ થાઓ,
સર્વ પૂર્ણતા પામે,
સર્વને એનો અનુભવ થાય જે શુભ હોય.
सर्वे भवन्तु सुखिनः। सर्वे सन्तु निरामयाः।
सर्वे भद्राणि पश्यन्तु। मा कश्चित् दुःख भाग्भवेत्॥
Sarve bhavantu sukhinaḥ
Sarve santu nirāmayāḥ
Sarve bhadrāṇi paśyantu
Mā kaścit duḥkha bhāgbhavet
ઓમ્, સર્વ સુખી થાઓ સર્વનું આરોગ્ય સ્વસ્થ રહે
સર્વને શ્રેષ્ઠતાની અનુભૂતિ થાય અને કોઈને સહન ન કરવું પડે.

વિષ્ણુ મંત્રો[ફેરફાર કરો]

કેટલાંક પ્રસિધ્ધ વૈષ્ણ્વ મંત્રો છે:

"ૐ નમો નારાયણાય"
"ૐ નમો ભગવતે વાસુદેવાય"
"ૐ શ્રી રામ જય રામ જય જય રામ"
"હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ હરે રામ રામ રામ હરે હરે"
"ૐ શ્રી કૃષ્ણાય ગોવિંદાય ગોપીજના વલ્લભાય નમ:"

શાંતિ મંત્રો[ફેરફાર કરો]

ૐ.. ૐ.. ૐ..
સહનાવવતુ સહનૌ ભુનકતુ
સહવીર્યમ્ કરવાવહૈ
તેજસ્વિનાવધિતમસ્તુ
માવિદ્દ વિષા વહે હી
ૐ શાંતિ.. શાંતિ.. શાંતિહી.
આપણે જે અભ્યાસ ભેગા લઇએ તે તેજસ્વી બને;
આપણામાં કયારેય દ્વૈષભાવના ઉત્પન્ન ન થાય;
ૐ... શાંતિ, શાંતિ, શાંતિ.
(વિદ્યારંભે પઠન કરવાનો મંત્ર)
-બ્લેક [કૃષ્ણ] યજુર્વેદ તૈતરિય ઉપનિષદ 2.2.2.

મને અજ્ઞાનથી જ્ઞાન તરફ લઇ જાવ[ફેરફાર કરો]

असतोमा सद्गमय। तमसोमा ज्योतिर् गमया।
मृत्योर्मामृतं गमय॥
Asato mā sad gamaya
Tamaso mā jyotir gamaya
Mṛtyormā amṛtam gamaya
Aum śānti śānti śāntiḥ (Bṛhadāraṇyaka Upaniṣad 1.3.28)
અજ્ઞાનથી, મને જ્ઞાન તરફ લઇ જાવ;
અંધકારથી, મને પ્રકાશ તરફ લઇ જાવ;
મૃત્યુથી, મને અમરત્વ તરફ લઇ જાવ
શાંતિ, શાંતિ, શાંતિ

ગાયત્રી[ફેરફાર કરો]

ગાયત્રી મંત્ર સાર્વજનિક બ્રાહ્મણને જ્ઞાનના સિધ્ધાંત તરીકે અને આદિકાળથી દૈદિપ્યમાન સૂર્યના તેજ તરીકે આવાહન કરતો તમામ હિંદુ મંત્રોમાંના સાર્વત્રિક મંત્રો પૈકીનો એક મંત્ર ગણાય છે.

ॐ भूर्भुवस्व:
तत्सवितुर्वरेण्यम्
भर्गो देवस्य धीमहि
धियो यो न: प्रचोदयात्
ૐ ભૂર્ભુવસ્વ:
(ૐ) તત્સવિતુર્વરેણ્યમ
ભર્ગો દેવસ્ય ધીમહિ
ધિયો યોન: પ્રચોદયાત, (ૐ) [૧૫]

વધારાના હિંદુ મંત્રો[ફેરફાર કરો]

નવહિંદુ નૂતન ધાર્મિક જાગૃતિ[ફેરફાર કરો]

ઈન્દ્રિયાતીત ધ્યાન પ્રયુકિત જે TM તરીકે પણ પ્રસિધ્ધિ છે, જેમાં કોઈપણ અર્થ કે વિચારના જસંબંધ વગર માત્ર ધ્વનિ તરીકે ઉપયોગ કરવા માટે અભ્યાસને આપવામાં આવતા હોય તેવા મંત્રોનો ઉપયોગ થાય છે.[૧૭] સૂરત શબ્દ યોગના આધ્યાત્મિક અભ્યાસમાં સિમરન (રટણ, ખાસ કરીને પ્રારંભમાં આપેલા મંત્રનું મૂક રટણ), ધ્યાન (ઘ્યાન, અવલોકન, અથવા તો વિચારવું, ખાસ કરીને ઇનર માસ્ટર પર) અને ભજન (શબ્દ અથવા મુખ્ય શબ્દના અંર્તધ્વનિનું શ્રવણ)નો સમાવેશ થાય છે.

"મંત્રમ્" (એટલે કે મંત્ર)ના અથવા પવિત્ર નામનું રટણ, એકનાથ ઈશ્વરન, જેમણે પૂર્વ કે પશ્ચિમની સંપ્રદાય પરંપરામાંથી ઉદ્ધૃત કરેલા મંત્રમનો ઉપયોગ કરવાણી ભલામણ કરેલી તેઓ દ્વારા શિખવાડવામાં આવતા પેસેજ ધ્યાન કાર્યક્રમના આઠ મુદ્દામાં ક્રમાંક 2 છે. મંત્રમનો ઉપયોગ સમગ્ર દિવસ દરમિયાન કોઈપણ સાનુકૂળ ક્ષણે કરવાનો હોય છે.[૧૮] મંત્રમ્ પઠનની આ પધ્ધતિ અને બૃહદ કાર્યક્રમ કોઈપણ મોટી સંપ્રદાય પરંપરા અથવા સંપ્રદાયોની બહાર પણ ઉપયોગ કરવા માટે વિકસાવવામાં આવી હતી..[૧૯] ઈશ્વરનની મંત્ર પઠનની પધ્ધતિ સાન ડિયાગો વેટરન્સ એડમિનિસ્ટ્રેશન ખાતે વૈજ્ઞાનિક સંશોધનનો વિષય બનેલી છે, જેમાં માનસિક તણાવ અને PTSD પોસ્ટ ટ્રોમોટિક સ્ટ્રેસ ડિસઓર્ડર ના લક્ષણો દૂર કરવાનો સમાવેશ કરતા સ્વાસ્થય લાભો પણ સૂચવેલા છે.[૨૦][૨૧]

બૌદ્ધવાદમાં મંત્ર[ફેરફાર કરો]

પ્રગટ મહાયાન બૌદ્ધવાદમાં મંત્ર[ફેરફાર કરો]

ચાઈનીઝ બૌદ્ધવાદમાં, સમ્રાટ શુનઝીના ગુરુ સાધુ યુલિન (玉琳國師) દ્વારા સાધુ, સાધ્વીઓ અને સંસારી લોકો માટે પ્રભાતમાં પઠન કરવા માટે દસ લઘુ મંત્રોને [૨૨][૨૩][૨૪][૨૫][૨૬][૨૭][૨૮] અંતિમ રૂપ આપવામાં આવેલું. દસ મંત્રોની સાથે, મહાનુકંપા મંત્ર, શુરંગમાનો શુરંગમા મંત્ર, હૃદયસૂત્ર અને નિઓન્ફોના વિવિધ રૂપોનું પણ પઠન કરવામાં આવે છે.

શિનગોન બૌદ્ધવાદમાં મંત્ર[ફેરફાર કરો]

કુકેઈ (774-835) નામના મહાન બૌધ્ધ સાધુએ બૌધ્ધ ધાર્મિકભાષા : ધરણી (ધારા.ની.) અને મંત્ર ના બે સ્વરૂપોના પોતાના વર્ગીકરણના આધારે ભાષા આધારિત સામાન્ય સિધ્ધાંતનો વધુ વિકાસ કર્યો. મંત્ર જૂજ સંખ્યામાં જ દીક્ષીત બૌધ્ધો પૂરતો સીમિત છે જયારે ધરણી દીક્ષીત બૌધ્ધો અને જનસાધારણ માટેના ધાર્મિક ક્રિયાકાંડમાં જોવા મળે છે. ઉદાહરણ તરીકે ધરણી, હૃદયસૂત્રમાં મળી આવે છે. શબ્દ "શિનગોન" (અર્થ સાચો શબ્દ ) એ મંત્ર માટેના ચાઈનીઝ શબ્દ ચેન યેન નો જાપાની ઉચ્ચાર છે.

ધરણી શબ્દ સંસ્કૃત મૂળ ક્રિયાપદ ધ્ર પરથી આવેલો છે જેનો અર્થ ધારણ કરવું અથવા પોષવું એવો થાય. રયુઈચી અબે એવું સૂચવે છે કે તેને સામાન્યરીતે સ્મરણવિદ્યાત સાધન તરીકે ગણવામાં આવે છે જે સૂત્રના ખંડ અથવા અધ્યાયના અર્થને પ્રાવૃત્ત કરે છે. ધરણી નું મંત્રપઠન કરતી વ્યકિતને દુષ્પ્રભાવી શકિતઓ અને આપત્તિઓમાં રક્ષણ મળે છે. એવું પણ માનવામાં આવે છે. મંત્ર એ શબ્દ બે મૂળ, મન એટલે વિચારવું; અને ક્રિયાલક્ષી અનુગ -ત્ર પરથી ઉતરી આવેલો હોવાનું પરંપરાગત રીતે કહેવાય છે. આમ, મંત્રને કોઈના વિચારોને ગહન બનાવવા માટેનું ભાષાવૈજ્ઞાનિક સાધન અથવા બૌદ્ધવાદના સંદર્ભમાં પ્રબુધ્ધ મનના નિર્માણ માટેના ભાષાવૈજ્ઞાનિક સાધન તરીકે ગણવામાં આવે છે. તેમ છતાં, એ વાત પણ સાચી છે કે સમૃધ્ધિઅને દીધાર્યુ તેમ જ શત્રુનાશ જેવા ઐહિક હેતુઓ માટે મંત્રોનો ઉપયોગ મોહિની શકિત તરીકે પણ થતો આવ્યો છે. દૈનિક જીવનમાં ઘણા એવું વિચારે છે કે મંત્રની અસર તેનો ઉચ્ચાર એટલો બધો મહત્વનો નથી અને સ્થાયી કર્મોને (定業) કારણે અથવા પરિસ્થિતિના ઉકેલ માટે વધુ સારી પધ્ધતિઓ દેખાતી હોવાથી તેનો અપેક્ષિત પ્રભાવ પડતો નથી.

ધરણી અને મંત્ર વચ્ચેનો ભેદ આંકવો મૂશ્કેલ છે. આપણે એમ કહી શકીએ કે તમામ મંત્રો ધરણી હોય છે પરંતુ તમામ ધરણી મંત્રો નથી હોતી. મંત્રો સંક્ષેપમાં હોય છે. બંન્નેમાં ૐ અથવા હયુ મ જેવા અમૂર્ત સ્વરાત્મક ખંડની સંખ્યા હોય છે જેથી કદાચ ઘણા લોકો તેને અનિવાર્યપણે નિરર્થક ગણે છે. કુકેઈએ મંત્રને ધરણીનો વિશિષ્ટ વર્ગ બનાવ્યો જેમાં એવું દર્શાવવામાં આવ્યું કે ધરણીનો દરેક ઉચ્ચાર વાસ્તવિકતાની સત્ય પ્રકૃતિની ઘોષણા છે - બૌદ્ધવાદમાં તમામ ધ્વનિ શૂન્યતા અથવા સ્વ-પ્રકૃતિની રિકતતાની ઘોષણા છે. આમ, અર્થથી વંચિત રહેવાને બદલે, કુકેઈ એવું સૂચવે છે કે ધરણીઓમાં ખરેખર અર્થસભરતા છે - દરેક ઉચ્ચારણ બહુવિધ સ્તરે પ્રતિકાત્મક છે. કૂકેઈનું એક વિશિષ્ટ યોગદાન મંત્રો અને પવિત્ર પાઠો અને સાધારણ ભાષાના ઉચ્ચારણો વચ્ચે મહત્વનો કોઈ ભેદ નથી એમ કહીને પણ વધુ પ્રતીકાત્મક સાહચર્ય લેવામાં કુકેઈનું એક વિશિષ્ટ યોગદાન હતું. જો કોઈને મંત્રના કાર્યો સમજાય તો પછી કોઈ પણ ધ્વનિ પરમ સત્યનો પ્રતિનિધિ બની શકે. ધ્વનિઓ પરનું આ મહત્વ કુકેઈની દવન્યાત્મક (ફોનેટિક) લેખન શૈલી કનાને પ્રથમ પંકિતમાં મૂકવા માટેનું એક માધ્યમ હતું, જે જાપાનમાં તેના સમય દરમિયાન અપનાવવામાં આવેલી. તેને સામાન્ય રીતે કના લેખન શૈલીના આવિષ્યકારનો યશ આપવામાં આવે છે પરંતુ વિદ્વાનોમાં આ વાત વિશે દેખીતી રીતે કેટલીક શંકા પ્રવર્તે છે.

ભાષાના આ મંત્ર આધારિત સિધ્ધાંતે જાપાની વિચારસરણી અને સમાજ પર શક્તિશાળી અસર કરી હતી, જે, કુકેઇના સમય સુધી રાજદરબાર અને સાક્ષરોમાં તેમ જ પ્રબળ પ્રભુત્વ ધરાવતી રાજકીય વિચારસરણી કોન્ફયુશયસવાદમાં પ્રયોજાતી શિષ્ટ ચાઈનીઝ ભાષાના સ્વરૂપમાં આયાત કરેલી ચાઈનીઝ ચિંતન સંસ્કૃતિ દ્વારા પ્રભાવિત હતી. ખાસ કરીને, કુકેઈ સ્વદેશીય જાપાની સંસ્કૃતિ અને બૌદ્ધવાદ વચ્ચેની કડીઓ જોડવા માટે ભાષાના આ નવા સિધ્ધાંતોનો ઉપયોગ કરી શકયો. ઉદાહરણ તરીકે તેણે બુધ્ધ મહાવૈરોકના અને શીન્ટો સૂર્ય દેવી અમેતારાસુ વચ્ચે કડી જોડી. સમ્રાટો અમેતારાસુમાંથી અવતરતા હોવાનું માનવાને કારણે, કુકેઈએ સમ્રાટોને બુધ્ધ સાથે જોડતો સબળ સંપર્ક શોધી કાઢયો અને શિન્ટોની બૌદ્ધવાદ સાથે સમન્વયનો માર્ગ પણ શોધ્યો જે કોન્ફયુશયસવાદમાં ન બન્યું. બૌદ્ધવાદ પછી એ રીતેનો સ્વદેશી ધર્મ બન્યો જે રીતનો કોન્ફયુશયસવાદ ન બની શકયો. અને આ જોડાણ ભાષા અને મંત્રથી થયું. કુકેઈએ મંત્રો વિશે જે કંઈ સ્પષ્ટતા એ રીતે તેવો પ્રયાસ આ પહેલા કયારેય કરવામાં નહોતો આવ્યો. પાઠ શું છે; સંજ્ઞા કઈ રીતે કામ કરે છે અને તેમાંય ખાસ તો ભાષા શું છે તે અંગેના પાયાના પ્રશ્નોની છણાવટ કુકેઈએ કરી છે. આમાં તે ભાષાના કેટલાંક નિયમવાદીઓ અને અન્ય વિદ્વાનોની જેમ એવા જ કેટલાંક આધારોને આવરી લે છે, જો કે તેના તારણો ઘણા જ અલગ છે.

વિચારની આ પધ્ધતિમાં, તમામ ધ્વનિઓ "અ" જે ‘Father’ માં હસ્વ છે તેમાંથી ઉદ્ભવ્યો હોવાનું કહેવાય છે. દીક્ષિત બૌધ્ધોમાં "અ" વિશેષ કાર્ય ધરાવે છે કારણ કે તે પોતાની રીતે જ કશું જ અસ્તિત્વમાં નથી પરંતુ કારણો અને સ્થિતિને લીધે આકસ્મિક હોય છે એવી વિચારધારા અથવા શૂન્યતા સાથે તે સંકળાયેલો છે. (ડિપેન્ડેન્ટ ઓરિજિનેશન નો સંદર્ભ લેવો). સંસ્કૃતમાં ‘અ’ પૂર્વગ છે જે શબ્દના અર્થનું તેથી વિરુધ્ધમાં પરિવર્તન કરે છે તેથી "વિદ્યા" જ્ઞાન છે અને "અવિદ્યા" અજ્ઞાન છે. (આ જ પ્રકારની વ્યવસ્થા ઘણા ગ્રીક શબ્દોમાં જોવા મળે છે-ઉદાહરણ તરીકે "એથેઈઝમ" વિ. "થેઈઝમ" અને "એપથી" વિ. "પેથોસ"). અક્ષર અ સિધ્ધમ્પ્રતમાં વ્યકત થાય છે અને ધાર્મિક વિધિઓ તેમજ ધ્યાન પ્રણાલીઓમાં તેનું ઉચ્ચારણ થાય છે. શિનગોન બૌદ્ધવાદના કેન્દ્રસ્થાને રહેલું મનોવૈરોકાના સૂત્રમાં કહેવાયું છે: બોધ્ધો અને બોધિસત્વોના મૂળ સંકલ્પને આભારી, મંત્રમાં એક ચમત્કારિક શકિત વસે છે, તેથી તેના ઉચ્ચારણથી અસીમ પાત્રતા મેળવાય છે". [કોન્ઝેમાં-પૃષ્ઠ-183]

ઈન્ડો-તિબેટન બૌદ્ધવાદમાં મંત્ર[ફેરફાર કરો]

મંત્રના માર્ગ તરીકે પ્રસ્તુત થયેલો મંત્રાયન (સંસ્કૃત) ન્યીગંમપા તરીકે કૃતનિશ્ચયી થયેલા માટે આવતા તેનું મૌલિક સ્વ-અભિજ્ઞાત નામ હતું.[સંદર્ભ આપો] ન્યીગંમપા જેને "તે પ્રાચિન માર્ગ" તરીકે પ્રસ્તુત કરી શકાય – જે સર્મા "નવતર" "નૂતન" પરંપરાઓના ઉદ્ગમને લીધે પડેલું એક નામ હતું. મંત્રાયન વજ્રાયનના સમાનાર્થી તરીકે વિકાસ પામ્યું છે. બૌધ્ધ ગ્રંથોના ગણનાપાત્ર અનુવાદક એડવર્ડ કોન્ઝ (1904-1979) બૌધ્ધોમાં મંત્રોના ઉપયોગની ત્રણ અવસ્થાઓનો અલગ તારવે છે.

પ્રારંભમાં પોતાના ભારતીય સાથીઓની જેમ જ કોન્ઝના મતાનુસાર, બૌધ્ધો મંત્રનો ઉપયોગ દુષ્ટ શકિતઓનો દૂર કરવા માટે રક્ષણાત્મક નિર્મિત તરીકે કરતા. વિનય નિયમો ભૌતિક લાભ માટે મંત્રપઠનની બ્રાહ્મણ પ્રથામાં જોડાવાનો બૌધ્ધ સાધુઓને નિષેધ કરેલો હોવા છતાં તપસ્વી યતિઓના વર્ગ માટે ઘણાબધા રક્ષાત્મક ઉપાયો છે. તેમ છતાં આ પ્રારંભિક અવસ્થામાં નિર્વાણવાદી વિચારસરણીની કંઈક વિશેષ ચમત્કારિક રીતે કામ કરતી હોય છે. ખાસ કરીને રત્ન સુત્રના કિસ્સામાં પદ્યોની ક્ષમતા "સત્ય"ની વિભાવવાના સંબંધમાં હોવાનું જણાઈ આવે છે. સુત્રના દરેક પદ્યનો અંત "આ સત્ય થકી ખુશી આવે છે".

કોન્ઝ એવું નોંધે છે કે સમયાંતરે મંત્રોનો ઉપયોગ મંત્રોપચાર કર્તાના આધ્યાત્મિક જીવનને રક્ષવાના હેતુથી વધુ ને વધુ થયો અને શ્વેત કમલ સૂત્ર અને લંકાવતાર સૂત્ર જેવા અમુક મહાયાનસૂત્રોમાં મંત્રોના વિભાગો ઉમેરાવા લાગ્યા. આ સમયમાં મંત્રો પરના રક્ષણના વ્યાપમાં પણ પરિવર્તન આવ્યું. સ્વર્ણિમ પ્રકાશ ના સૂત્રમાં ચાર મહાન રાજાઓ સમસ્ત જંબુદ્વિપ (ભારતીય ઉપ-ખંડ)નું રક્ષણ કરવા માટે, સૂત્રની ઉદ્ઘોષણા કરતા સાધુઓને આશ્રય આપવા માટે અને જે સાધુઓ સૂત્રની ઉદ્ઘોષણા કરતા હોય તેઓને માન આપતા રાજાઓનું રક્ષણ કરવા માટે અંશાવતારોના વિવિધ વર્ગ પર સાર્વભૌમત્વ કરવાનું વચન આપે છે. આ પ્રકારના અભિગમનું દેવત્વારોપણ કરનાર બૌદ્ધવાદની નીશીરેન સંપ્રદાય છે જેની સ્થાપના જાપાનમાં 13મી સદીમાં થઈ હતી અને જેણે અગાઉની ઘણી જટિલ બૌધ્ધ પ્રથાઓને દેઈમોકૂની પ્રાર્થના : "નમ મ્યોહો રેન્ગો કયો"-એટલે કે "પદમ સૂત્રને પરમ આદરની પ્રાર્થના" થકી પદમસૂત્રની શ્રધ્ધામાં પરિવર્તિત કરી.

કોન્ઝના મતાનુસાર કેન્દ્રસ્થાને લેવા માટે અને સ્વને મુકિતનું માધ્યમ બનાવવા માટે આશરે 7મી સદીમાં ત્રીજો તબક્કો શરૂ થયો. છઠ્ઠી અને સાતમી સદીમાં, તંત્રજે બૌધ્ધોએ ઈસ્વીસન 300 સીઈમાં રચના કરેલી હોવાનું જણાય છે તેનો વેગ વધવાનું શરૂ થયું: મંત્રાયન જે હવે સામાન્ય રીતે વજ્રાયન તરીકે વિખ્યાત થયું છે, જે આપણને ઇન્ડો-તિબેટન બૌધ્ધવાદમાં મંત્રોના સ્થાન વિશે સંકેત આપે છે. વજ્રાયન પ્રથાનો ઉદ્દેશ અભ્યાસુને વસ્તુઓ ખરેખર જે રીતે હોય તેની વાસ્તવિકતાનો પ્રત્યક્ષ અનુભવ આપવાનો છે. મંત્રો તે વાસ્તવિકતાના પ્રતિક તરીકે કામ કરે છે અને વિવિધ મંત્રો તે વાસ્તવિક્તાના વિવિધ પાસાઓ છે - ઉદાહરણ તરીકે પ્રજ્ઞા અથવા અનુકંપા. મંત્રો ઘણીવાર, પ્રજનાપરામિતા મંત્ર હૃદય સૂત્ર સાથે સંકળાયેલા આ મંત્રોના એકાદ અપવાદ સિવાય કોઈ નિશ્ચિત દેવ સાથે સંકળાયેલ હોય છે. વાસ્તવિકતાના પ્રત્યક્ષ અનુભવ વિશેના બોધન માટે મહત્વનો એક વજ્રાયન વ્યુહ સમગ્ર મનો-દૈહિક તંત્રને આચરણમાં મૂકવાને લગતો છે. એક બૌધ્ધ વિશ્લેષણમાં મનુષ્ય ‘દેહ, વાણી અને મન’ (સંદર્ભ : ત્રણ વ્રજ) થી બને છે. તેથી વિશિષ્ટ સાધના અથવા ધ્યાનમાં, મુદ્રાઓ અથવા સાંકેતિક હાથના હાવભાવ, મંત્રોના પઠન તેમ જ દૈવી જીવોનું પ્રત્યક્ષીકરણ અને પઠન થતું હોય તે મંત્રોનો અક્ષરોનો પ્રત્યક્ષીકરણનો સમાવેશ થાય. સ્પષ્ટ રીતે અહીં મંત્ર વાણી સાથે સંકળાયેલો છે. ધ્યાન ધરનાર પોતાની જાતની સમક્ષ અથવા પોતાના દેહમાં અક્ષરોને આત્મસાત્ કરી શકે. મંત્રના અક્ષરોને મોટેથી ઉચ્ચારી શકાય અથવા તો માત્ર માનસિક પઠન કરી શકાય.

ઓમ મણી પદ્મે હં[ફેરફાર કરો]

સંભવત : બૌદ્ધવાદનો સૌથી વધુ વિખ્યાત મંત્ર : ૐ મણી પદ્મે હં છે જે બોધિસત્વ, અવલોકિતેશ્વર-અનુકંપા (તીબેટી ભાષામાં: ચેનરેઝિગ, ચીનમાં ગ્યુઆનીન)નો છ અક્ષરનો મંત્ર છે. આ મંત્ર સવિશેષત: અવલોકિતશ્વરની રૂપ એવા ચતુર્ભુજ સદાક્ષરી સાથે સંબંધ ધરાવે છે. દલાઈ લામાને અવલોકિતશ્વરનો અવતાર હોવાનું ગણવામાં આવે છે અને તેથી મંત્રને તેના ભકતો દ્વારા અત્યંત આદર આપવામાં આવે છે.

લામા અંગારિકા ગોવિન્દ લિખિત ફાઉન્ડેશન ઓફ તિબેટન મિસ્ટીસિઝમ (તિબેટી અગમ્યવાદનો આધાર) નામનું પુસ્તક ઓમ મણી મદ્મે હં જેવો મંત્ર કઈ રીતે અનેક સ્તરના પ્રતિકાત્મક અર્થો ધરાવે છે તેનું ઉત્કૃષ્ટ દૃષ્ટાંત છે. ડોનાલ્ડ લોપેઝ પોતાના પુસ્તક પ્રિઝનર્સ ઓફ શાંગ્રીલા : તિબેટન બુધ્ધિઝમ એન્ડ વેસ્ટ માં આ મંત્રની વિશેષ ચર્ચા કરીને તેના વિવિધ અર્થઘટનો આપે છે. લોપેઝ એક ઓથોરિટેટિવ લેખક છે અને "પદ્મમાંના રત્ન" એવા અર્થઘટનને ન તો ભાષા વિજ્ઞાનનો કે ન તો તિબ્બતી પરંપરાનું સમર્થન છે અને જે વિદેશ જ પૂર્વનો પાશ્ચાત્ય સંસ્કરણવાદી અભિગમ છે તેના અર્થ મુજબ મંત્રના બીબાઢાળ વિશ્લેષણને પડકારે છે તે એવું સૂચવે છે કે મણી પદ્મ એ વસ્તુત: પદ્મપાણિ અથવા હાથમાં કમળ ધારણ કરનાર એ સહિત અન્ય રીતે બહુનામધારી અવોલકિતેશ્વરનું એક રૂપ એવા બોધિસત્વનું જ એક નામ છે. સંસ્કૃતિના તદન શુધ્ધ ઉચ્ચારનો બ્રાહ્મણી આગ્રહ છૂટતો ગયો અને બૌદ્ધવાદનો પ્રસાર એવા અન્ય દેશોમાં થયો કે જયાં રહિશોને તે જ ધ્વનિની પુનરુકિતમાં ખૂબ મૂશ્કેલી જણાઈ. તેથી તિબેટમાં, ઉદાહરણ તરીકે તિબેટી લોકો પોતાની વ્યસ્તતા દરમિયાન તેમના હોઠથી આ મંત્રનું રટણ કરતા હોય ત્યારે આ મંત્રનું ઉચ્ચારણ ૐ મણી પેમે હં કરતા હોય છે.

તિબેટી બૌદ્ધવાદમાં બીજા કેટલાંક મંત્રો:[ફેરફાર કરો]

મંત્રોની નીચેના સૂચિ કૈલાસ જર્નલ ઓફ હિમાલયન સ્ટડીઝ, વોલ્યુમ-1, નંબર-2, 1973 (પાના 168-169) અન્ય સંપાદકો દ્વારા સંવર્ધિત)માંથી લીધેલી છે. તેમાં ૐ મણી પદમે હં ની પ્રસ્તુતિનો સમાવેશ પણ છે. અત્રે એ ખાસ ઉલ્લેખનીય છે કે સ્વાહા શબ્દને ઘણી વખત સ્વહા તરીકે દર્શાવવામાં આવે છે. અને તિબ્બતી લોકો દ્વારા સામાન્ય રીતે તેનો ઉચ્ચાર 'સો-હા' તરીકે થતો હોય છે. અંગ્રેજીમાં લિપ્યાંતરણ કરતી વખતે શબ્દની જોડણીમાં ફેરફાર થઈ જતો હોય છે; ઉદાહરણ તરીકે હં અને હંગ સામાન્ય રીતે એક જ શબ્દ છે. તિબ્બતી બૌધ્ધ આચારમાં વપરાતા મંત્રો તેની મૂળ સ્થિતિ જાળવી રાખવા માટે સંસ્કૃતમાં છે. માનસ દર્શન અને અન્ય આચરણ સામાન્ય રીતે તિબ્બતી ભાષામાં કરવામાં આવે છે.

  • ઓમ વાગેશ્વરી હં આ મહાબોધિસત્વ મંજુશ્રીનો મંત્ર છે, તિબ્બતી ભાષામાં : જમ્પેલ્યાંગ (વાઇલી "જમ દ્પેલ દબ્યાંગ્સ")... બુધ્ધ તેની મનીષી અવસ્થામાં.
  • ઓમ મણી પદ્મે હંગ અવલોકિતેશ્વરા, મહાબોધિ સત્વનો મંત્ર, બુધ્ધ તેની અનુકંપા અવસ્થામાં.
  • ઓમ વ્રજયાણિ હંગ ગુપ્ત વિદ્યાના રક્ષણહાર તરીકે બુધ્ધનો મંત્ર એટલે કે મહાબોધિસત્વ ચન્ના દોર્જે (વજ્રપાણિ).
  • ઓમ વ્રજસત્વ હંગ વજ્રસત્વ માટેનો લઘુમંત્ર, વજ્રસત્વ માટે 100 અક્ષરનો પૂર્ણ મંત્ર પણ છે.
  • ઓમ એહ હંગ વજ્ર ગુરુ પદ્મ સિધ્ધિ હંગ તિબ્બ્તમાં મહાયાન બૌદ્ધવાદ અને તંત્રના સ્થાપક વજ્રગુરુ ગુર પદ્મ સંભવનો મંત્ર/
  • ઓમ તારે તુતારે તુરે સ્વાહા બુધ્ધની માતા જેત્સન દોલ્મા અથવા તારાનો મંત્ર.
  • ઓમ તારે તુતારે તુરે મામા આયુર્જનાના પુન્યે પુષ્તિંગ સ્વાહા દોલ્કર અથવા શ્વેત તારાનો મંત્ર છે.
  • ઓમ (ઓહ્-મ્) તારે (તારે-ય) તુતારે (તૂ-તાર-અય) તૂરે (તૂ-રાય) સોહા (સો-હાહ), હરિત તારાનો મંત્ર ૐ તારાના પવિત્ર તન, વાણી, અને મનનું પ્રતિનિધિત્વ કરે છે. તારે એટલે સર્વ વિવાદોમાંથી મુકિત. તુતારે એટલે અષ્ટ ભય, બાહ્ય ભય પરંતુ મુખ્યત્વે આંતરિક ભય, ભૃમણાઓમાંથી મુકિત. તુરે એટલે દ્વૈતાવસ્થામાંથી મુકિત; તે દ્વિધાનો સંપૂર્ણ અંત દર્શાવે છે. સો-હા એટલે "મંત્રનો અર્થ મારાં મનમાં આરોપિત થાઓ."

તિબ્બતી બૌદ્ધવાદ અનુસાર આ મંત્ર (ઓમ તારે તુતારે તુરે સોહા) સર્વ વિઘ્નહર્તા, રોગહર્તા, અને કર્મહર્તા છે એટલું જ નહી પરંતુ તેમાં શ્રધ્ધા રાખનાર પર કૃપા, દીર્ધાયુ અને પોતાના પુન અવનાર ચક્રની ઈન્દ્રિયાતીત અનુભૂતિ માટે પ્રજ્ઞાનો આશીવાર્દ મળશે. તારા દીધાર્યુ અને નિરામયનું પ્રતિનિધિત્વ કરે છે.

  • ઓમ અમારાનિ જીવંતિયે સ્વાહા બુધ્ધનો અમર્યાદિત જીવનનો મંત્ર: બુધ્ધ અમીતાયુસ (તિબેટી ભાષામાં ત્સેપાગ્મેદ) જે દિવ્ય સ્વરૂપમાં છે.
  • ઓમ ધ્રુન્ગ સ્વાહા માતા નામગ્યાલમાનો શુધ્ધિકરણ મંત્ર.
  • ઓમ આમી ધેવા હ્રિ પશ્ચિમી પુનિત ભૂમિના બુધ્ધ અમિતાભ હોપાગમેદનો મંત્ર, અસ્ત થતા સૂર્ય સમાન જેનો દેહવર્ણ છે.
  • ઓમ આમી દેવા હ્રિ અમિતાભ (તીબ્બતી ભાષામાં ઓમપાગ્મે)નો મંત્ર.
  • ઓમ આહ રા પા ત્સા ના ધીહુ મધુર ભાષા વાળાનો મંત્ર જામ્પેલ્યાન્ગ (વ્યીલી જામ દપેલ દબ્યાંગ્સ) અથવા મંજુશ્રી, પ્રજ્ઞાવાન બોધિસત્વનો મંત્ર.
  • ઓમ મુનિ મુનિ મહા મુનિયે સાકયમુનિ સ્વાહા બુધ્ધ સાકયમુનિ, ઐતિહાસિક બુધ્ધનો મંત્ર
  • ઓમ ગતે ગતે પરગતે પરસંગતો બોધિ સ્વાહા અક્કલની પૂર્ણતા સુત્રનો હૃદયનો મંત્ર હૃદયસૂત્ર
  • ઓમ મૈત્રી મૈત્રેય મહા કરણા યે મૈત્રીમંત્ર, મૈત્રયનો બીજમંત્ર.
  • નમો ભાગવતે ભૈષજન્ય-ગુરુ વૈદર્યુ-પ્રભા-રાજાય તથાગતય અર્હતે સમ્યક્-સમબુધ્ધાય-તદયતા તદયતા ઓમ ભૈષજન્ય મહા ભૈષજન્ય રાજા-સમુદ્ગતે સ્વાહા "ઔષધ બુધ્ધ"નો મંત્ર, ઉપચારસૂત્રના ગુરુના ચાઈનીઝ ભાષાંતરમાંથી

અન્ય સંપ્રદાયો અને ધર્મોમાં મંત્રો[ફેરફાર કરો]

શીખધર્મમાં મંત્ર[ફેરફાર કરો]

શીખ ધર્મમાં, મંતર અથવા મંત્ર ઈશ્વર અને દશ ગુરુઓના સંદેશ પર મનને એકાગ્ર કરવાના હેતુથી ગુરબાનીમાંથી નીકળેલો શબ્દ (શબ્દ અથવા રટણ) છે. મંત્ર પ્રાથમિક મહાત્મ્યના બે ઘટકો ધરાવે છે - અર્થ અને ધ્વનિ . પ્રથમ ઘટક શબ્દ અથવા શબ્દોનો સાચો અર્થ છે અને બીજું ઘટક પ્રભાવી સ્પંદન છે. મંત્રને પ્રભાવી બનાવવા માટે શુદ્ધ ઉચ્ચારણ પર અને પઠન થતા મંત્રના શબ્દ અથવા શબ્દોના અર્થ પર માનસિક એકાગ્રતા સ્તર પર વિશેષ મહત્વ આપવામાં આવે છે. આ મહત્વને લીધે મંત્ર પઠન થતું હોય તે સ્થાન અને આસપાસના વાતાવરણ અને તેના સંભાષણની પધ્ધતિ એટલે કે ઉચ્ચ સ્વર; મૃદુ સ્વર; વૃંદગાન; સંગીત સાથે; સંગીત વગર; વિ. જેવી પધ્ધતિઓ સંબંધે કેટલીક ચીવટ રાખવાની હોય છે. મંત્રોનો હેતુ મનને ભ્રમણ અને ભૌતિક એષણાઓમાંથી મુકત કરીને મન પર એકાગ્રતા અને ધ્યાન કેન્દ્રિત કરવાનો છે.

શીખ ધર્મના મુખ્ય મંત્રો છે:

અન્ય પ્રણાલીઓ અથવા સંદર્ભોમાં મંત્ર[ફેરફાર કરો]

મનીશેઈઝમ (એક પર્શીયન સંપ્રદાય)માં કિવન્ગજિન્ગ ગ્યૂઆગ્મિન્ગ દલી ઝિહૂઈ વૂશાન્ગ ઝિઝેન મોની ગ્યૂઆન્ગફો (清淨光明大力智慧無上至真摩尼光佛) જેવા મંત્રો છે.[૪૧][૪૨]

તાઓવાદમાં દસન યિન્યુ વૂલ્યાંગ યિનમાં (大梵隱語無量音) શબ્દો ધરાવતા અને તિબ્બતી બૌદ્ધવાદમાં મંત્ર (唵) જેવા મંત્રો છે.[૪૩]

ઈસ્લામિક સૂફી પરંપરામાં અલ્લાહના 99 નામના મંત્રો પયગમ્બરના નામ પ્રમાણે તેના ગુણોનું પ્રિય આવાહન છે, ઢીક્ર જુઓ.

બ્રેસ્લોવરહઝિદત યહૂદીના ભટકતા જૂથમાં ના નચ નચમા નચમાન મે-ઉમાન પ્રસિધ્ધ મંત્ર છે.

ડોમ જોન મેઈન દ્વારા શીખવવામાં આવેલી ખ્રિસ્તી ધ્યાન પ્રણાલીના રૂપમાં મંત્રના મૂક રટણનો સમાવેશ થાય છે. હેઝિચેઝમ પણ જુઓ.

રૂઢિચૂસ્ત ખ્રિસ્તી ધર્મમાં, ઇશુની પ્રાર્થનાને નિરંતરણ રટણ કરવામાં આવે ત્યારે મંત્રનો કેટલોક પ્રભાવ ધરાવતી હોવાનું માનવામાં આવે છે.

આ પણ જુઓ[ફેરફાર કરો]

નોંધ[ફેરફાર કરો]

  1. ફયુરસ્ટેઈમ, જી. ધ ડિપર ડાઈમેન્સન ઓફ યોગ . શંબાલા પબ્લિકેશન્સ, બોસ્ટન, એમએ. 2003.
  2. ખન્ના, મધુ (2003). યંત્ર:ધ તાંત્રિક સિમ્બોલ ઓફ કોસ્મિક યુનિટી ઈનર ટ્રેડિશન્સ. આઇએસબીએન 0892811323 & આઇએસબીએન 978-0892811328. પાનું.21
  3. મેકડોનેલ, આર્થર એ., એ સંસ્કૃત ગ્રામર ફોર સ્ટુડન્ટસ § 182.1.b, પાનું. 162(ઓકસફોર્ડ યુનિવર્સિટી પ્રેસ, ત્રીજી આવૃત્તિ, 1927).
  4. વ્હિટની, ડબલ્યુ ડી, સંસ્કૃત ગ્રામર § 1185.c, પાનું. 449(ન્યુ યોર્ક, 2003, આઇએસબીએન 0-486-43136-3).
  5. Schlerath, Bernfried (1987), ""Aša: Avestan Aša"", Encyclopaedia Iranica, 2:694-696, New York: Routledge & Kegan Paul  પાનું. 695.
  6. Schlerath, Bernfried (1987), ""Aša: Avestan Aša"", Encyclopaedia Iranica, 2:694-696, New York: Routledge & Kegan Paul  પાનું. 695.
  7. પરમહંસ સ્વામી મહેશ્વરાનંદ, ધ હિડન પાવર ઈન હયુમન્સ, ઈબેરા વેરલાગ, 2004, પાનાઓ 58-62 આઇએસબીએન 3-85052-197-4
  8. પરમહંસ સ્વામી મહેશ્વરાનંદ, ધ સિસ્ટમ "યોગ ઈન ડેઈલી લાઈફ”, 2005 ઈબેરા વેરલાગ દ્વારા, આઇએસબીએન 3-85052-000-5, પાનું. 400-401
  9. અ ડિકશનરી ઓફ હિંદુઈઝમ, માર્ગારેટ, એન્ડ જેમ્સ સ્ટટલે (મુનશીરામ મનોહરીલાલ પબ્લિશર્સ) 2002, પાનું.126
  10. અ ડિકશનરી ઓફ હિંદુઈઝમ, પાનું.156
  11. અ ડિકશનરી ઓફ હિંદુઈઝમ, પાનું.57,58
  12. મેડિટેશન એન્ડ મંત્રાઝ, સ્વામી વિષ્ણુ-દેવાનંદ (મોતીલાલ બનારસીદાસ પબ્લિશર્સ) 1981, પાનું.66
  13. શકિત મંત્રાઝ, થોમસ એશલે-ફેરાન્દ (બેલેન્ટાઈન બૂકસ) 2003, પાનું.182
  14. એ ડિકશનરી ઓફ હિંદુઈઝમ, પાનું.271
  15. મેડિટેશન અને મંત્રાઝ, પાનું.75
  16. ૧૬.૦ ૧૬.૧ ૧૬.૨ મેડિટેશન અને મંત્રાઝ, પાનું.80
  17. શિઅર, જોનાથન, એડિટર.ધ એકસપીરિઅન્સ ઓફ મેડિટેશન : એકસપર્ટસ ઈન્ટ્રોડયુસ ધ મેજર ટ્રેડિશન્સ ,પાનું.28.પેરેગોન હાઉસ. સેન્ટપોલ, એમએન.,2006.
  18. હિંદુધર્મમાં, અનુકૂળ સમયે સતત રટણ જાપનો એક સામાન્ય પ્રકાર છે.
  19. એકનાથ એશ્વરન્ (2008). ધ મંત્રમ્ હેન્ડબુક સંગ્રહિત ૨૦૧૧-૦૮-૧૬ ના રોજ વેબેક મશિન (5 મી આવૃત્તિ.). થોમાલે, સીએ: નીલગીરી પ્રેસ આઇએસબીએન 1586380281 (મુળ પ્રકાશન 1977).
  20. જિલ ઈ. બોરમાન, સ્ટિવન થોર્પ, જુલી એલ. વેથેરેલ અને શાહરોખ ગોલશન (2008). અ સ્પિરિચ્યુઅલી બેઝડ ગ્રૂપ ઈન્ટરવેન્શન ફોર કોમ્બેટ વેટરન્સ વિથ પોસ્ટ ટ્રોમેટિક ડિસઓર્ડર. જર્નલ ઓફ હોલિસ્ટિક નર્સિંગ v26 n2, pp 109-116. પીએમઆઇડી 18356284, ડીઓઆઇ: 10.1177/0898010107311276.
  21. જિલ ઈ. બોરમાન એન્ડ ડગ ઓમાન (2007). મંત્રમ્ ઓર હોલી નેઈમ રિપીટેશન : હેલ્થ બેનીફિટસ્ ફ્રોમ અ પોર્ટેબલ સ્પિરિચ્યુઅલ પ્રેકિટસ. ઈન થોમસ જી. પ્લાન્ટે, અને કાર્લ ઈ. થોરેસેન (એડિશન્સ) સ્પિરિટ, સાયન્સ એન્ડ હેલ્થ : હાઉ ધ સ્પિરિચ્યુઅલ માઈન્ડ ફયુઅલ્સ ફિઝીકલ વેલનેસ (પાના 94-112) (ટેબલ ઓફ કન્ટેન્ટસ) વેસ્ટપોર્ટ, સિટી : પ્રેગર આઇએસબીએન 978-0-275-99506-5
  22. "pinyin of ten mantras". મૂળ સંગ્રહિત માંથી 2007-03-24 પર સંગ્રહિત. મેળવેલ 2007-03-24.
  23. ઈન્ટ્રોડકશન ટુ મહાયાન બુધ્ધિસ્ટ સૂત્રાસ એન્ડ મંત્રાઝ
  24. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2010-07-27 પર સંગ્રહિત. મેળવેલ 2010-09-07.
  25. "ક્વાન ડુક". મૂળ માંથી 2010-02-21 પર સંગ્રહિત. મેળવેલ 2010-09-07.
  26. "ટયૂ વિએં હયુ સેન". મૂળ માંથી 2010-04-26 પર સંગ્રહિત. મેળવેલ 2010-09-07.
  27. "વાન ફેટ દાન્હ: કોન્ગ ફૂ ખૂયા". મૂળ માંથી 2010-08-10 પર સંગ્રહિત. મેળવેલ 2010-09-07.
  28. "આર્કાઇવ ક .પિ" (PDF). મૂળ (PDF) માંથી 2009-03-04 પર સંગ્રહિત. મેળવેલ 2010-09-07.
  29. "本師『大自在王佛』的出處". મૂળ માંથી 2012-04-25 પર સંગ્રહિત. મેળવેલ 2010-09-07.
  30. "問(無太佛彌勒)是什麼意思 ?". મૂળ માંથી 2012-12-17 પર સંગ્રહિત. મેળવેલ 2021-07-26.
  31. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2008-12-22 પર સંગ્રહિત. મેળવેલ 2010-09-07.
  32. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2010-09-05 પર સંગ્રહિત. મેળવેલ 2010-09-07.
  33. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2008-04-26 પર સંગ્રહિત. મેળવેલ 2010-09-07.
  34. 口訣辨正
  35. "同善社#". મૂળ માંથી 2013-05-14 પર સંગ્રહિત. મેળવેલ 2010-09-07.
  36. 在理教与杨柳青[હંમેશ માટે મૃત કડી]
  37. "(三)理 教". મૂળ માંથી 2011-06-05 પર સંગ્રહિત. મેળવેલ 2010-09-07.
  38. "畫符念咒:清代民間秘密宗教的符咒療法" (PDF). મૂળ (PDF) માંથી 2012-03-01 પર સંગ્રહિત. મેળવેલ 2010-09-07.
  39. 歹年冬,厚肖人
  40. "人生守則廿字真言感恩、知足、惜福,天帝教祝福您!". મૂળ માંથી 2012-03-01 પર સંગ્રહિત. મેળવેલ 2010-09-07.
  41. "摩尼教"大神咒"研究 - 傳統中國研究". મૂળ માંથી 2010-09-20 પર સંગ્રહિત. મેળવેલ 2010-09-07.
  42. 摩尼教的转世生命:从救世到捉鬼
  43. "道教咒術初探". મૂળ માંથી 2009-12-18 પર સંગ્રહિત. મેળવેલ 2010-09-07.

સંદર્ભો[ફેરફાર કરો]

  • એબે, આર. ધ વિવિંગ ઓફ મંત્ર : કુકેઈ એન્ડ ધ કન્સ્ટ્રકશન ઓફ એસોટેરિક બુધ્ધિસ્ટ ડિસ્કોર્સ (ન્યૂયોર્ક : કોલંબિયા યુનિવર્સિટી પ્રેસ, 1999.)
  • બેયર એસ. મેજિક એન્ડ રિચ્યુઅલ ઈન તિબેટ : ધ કલ્ટ ઓફ તારા . (દિલ્હી: મોતીલાલ બનારસીદાસ, 1996).
  • કોન્ઝ, ઈ. બુધ્ધિઝમ : ઈટ્સ એસેન્સ એન્ડ ડેવલપમેન્ટ . (લંડન : ફેબર, c1951).
  • એકનાથ એશ્વરન્ મંત્રમ્ હેન્ડબુક નીલગીરી પ્રેસ (ચોથી આવૃત્તિ. આઈએસબીએન 9780915132980) (પાંચમી આવૃત્તિ. આઇએસબીએન 9780761933250.
  • ગેલોન્ગ્મા કર્મા ખેચોન્ગ પાલ્મો. મંત્રાઝ આર્ન ધ પ્રેયર ફલેગ . કૈલાસ-જર્નલ ઓફ હિમાલયન સ્ટડીઝ, વોલ્યુમ 1, નંબર 2, 1973. (પાનું. 168–169).
  • ગોંબરીચ, આર. એફ. થેરવાડા-બુધ્ધિઝમ : અ સોશ્યલ હિસ્ટરી ફ્રોમ એન્શયન્ટ બનારસ ટૂ મોડર્ન કોલંબો . (લંડન, રૂટલેજ, 1988)
  • ગોવિંદા (લામા અંગારિકા). ફાઉન્ડેશન ઓફ તિબેટીયન મિસ્ટીસિઝમ . (લંડન : રાઈડર, 1959).
  • ખન્ના, મધુ. યંત્ર : ધ તાંત્રિક સિમ્બોલ ઓફ કોસ્મિક યુનિટી (ઈનર ટ્રેડિશન્સ, 2003). આઇએસબીએન 089 2811 323 અને આઇએસબીએન 089 2811 328
  • લોપેઝ, ડી. પ્રિઝનર્સ ઓફ શાંગ્રિ-લા : તિબેટન બુધ્ધિઝમ એન્ડ ધ વેસ્ટ . (શિકાગો : યુનિવર્સિટી ઓફ શિકાગો પ્રેસ, 1998)
  • મ્યુલીન, જી. એચ દલાઈ લામાસ ઓન તંત્ર , (ઈથાકા : સ્નો લાયન, 2006).
  • ધ રાઈડર એન્સાયકલોપીડીયા ઓફ ઈસ્ટર્ન ફિલોસોફી એન્ડ રિલીજિયન . (લંડન : રાઈડર, 1986).
  • સ્કિલ્ટન, એ. અ કન્સાઈઝ હિસ્ટરી ઓફ બુધ્ધિઝમ . (બર્મિંગહામ : વિન્ડહોર્સ પબ્લિકેશન્સ, 1994).
  • સંઘરક્ષિતા. ટ્રાન્સફોર્મિંગ સેલ્ફ એન્ડ ર્વલ્ડ; થીમ્સ ફ્રોમ ધ સૂત્ર ઓફ ગોલ્ડન લાઈટ . (બર્મિંગહામ વિન્ડહોર્સ, પબ્લિકેશન્સ, 1994).
  • વોલ્શ, એમ. ધ લોન્ગ ડિસ્કોર્સિસ ઓફ ધ બુધ્ધ : અ ટ્રાન્સલેશન ઓફ ધ દીધા નીકાયા . (બોસ્ટન : વિઝડમ પબ્લિકેશન્સ, 1987)
  • દૂર્ગાનંદ, સ્વામી. મેડિટેશન રિવોલ્યુશન . (અગામા પ્રેસ, 1997). આઇએસબીએન 0-907061-05-0
  • વિષ્ણુ-દેવાનંદ, સ્વામી. મેડિટેશન અને મંત્રાઝ . (મોતીલાલ બનારસીદાસ પબ્લિશર્સ, 1981). આઇએસબીએન 81-7304-025-7
  • એશ્લે-ફરાન્દ, થોમસ. શકિત મંત્રાસ . (બેલેન્ટાઈન બુકસ 2003). આઇએસબીએન 0-907061-05-0
  • સ્ટટલે, માર્ગારેટ એન્ડ જેમ્સ. એ ડિકશનરી ઓફ હિન્દુઈઝમ . (મુનશીરામ મનોહરલાલ પબ્લિશર્સ, 2002). આઇએસબીએન 81-7304-025-7

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

હિંદુઈઝમ મંત્ર[ફેરફાર કરો]

બૌદ્ધિસ્ટ મંત્ર[ફેરફાર કરો]

વૈદિક અને હિંદુ મંત્ર[ફેરફાર કરો]