પંચામૃત

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો

પંચામૃત હિંદુ ધર્મના પૂજન વેળા ઉપયોગમાં આવતું એક મિશ્રણ છે. આ મિશ્રણ ગાયનું દૂધ, દહીં, મધ, ઘી અને સાકર વડે બનાવવામાં આવે છે. ભારતના બધા ભાગોમાં પૂજા-પાઠના સમયે ભગવાનને અર્પણ કર્યા બાદ પંચામૃત બધાને વહેંચવામાં આવે છે. તહેવારોના દિવસોમાં પંચામૃતનું મહત્વ વિશેષ હોય છે, જ્યારે મંદિરોમાંથી પણ પૂજાપાઠ કર્યા બાદ પંચામૃત વહેંચવામાં આવે છે. ભગવાનને અભિષેક કરાવવા દરમ્યાન આ પાંચ દ્રવ્યો વપરાતાં હોય, તે ભેગાં કરી બનાવવામાં આવતા પંચામૃતને ચરણામૃત તરીકે પણ ઓળખવામાં આવે છે.

પંચામૃતમાં તુલસીનાં પાન, ઈલાયચી, સુકો મેવો, જાયફળ, નારિયેળ વગેરેનો પણ ઉપયોગ કરવામાં આવે છે(સંદર્ભ આપો).