લખાણ પર જાઓ

સુકો મેવો

વિકિપીડિયામાંથી
સુકો મેવો
કિસમિસ એક સામાન્ય સૂકો મેવો છે.
સૂકવેલો ઓર્ગેનિક જરદાળુ.

સૂકો મેવો એટલે પ્રાકૃતિક કે કૃત્રિમ રીતે સૂકવણી કરીને તેમાં રહેલ ભેજ ઓછો કરેલા ફળો કે શિંગો. ગુજરાતીમાં સૂકવેલ ફળો અને શિંગોમાટે એક જ શબ્દ વપરાય છે. જ્યારે અંગ્રેજીમાં સૂકવણી કરે ફળો માટે ડ્રાયફ્રુટ અને શિંગો માટે નટ્સ એ શબ્દ વપરાય છે. સૂકી દ્રાક્ષ (મનુકા, કિશમિસ), જરદાલુ, સૂકવેલા અંજીર અને ખજૂર એ ડ્રાય ફ્રુટના ઉદાહરણ છે. બદામ ,કાજુ, પિસ્તા આદિ નટ્સના ઉદાહરણ છે. અન્ય ફળો જેમ કે સફરજન, આલુ, કેળાં, ચેરી, ક્રેન બેરી, , કીવીફળ, કેરી, પપૈયા, પીચ, પેર, પેર્સીમોન, પાઈનેપલ, સ્ટ્રોબેરી અને ટમેટાંની પણ સૂકવણી કરી શકાય છે.

સૂકવણી ફળોને શીતકની (રેફ્રિજરેટર) ગેરહાજરીમાં પણ ફળોને લાંબાસમય સૂધી સાચવવામં મદદ કરે છે.જ્યારે તાજા ફળો નથી મળતાં, અમુક ક્ષેત્રમાં ન મળતા હોય કે અમુક જગ્યાએ લઈ જવા અયોગ્ય હોય, તેવા સમયે ડ્રાયફ્રુટ એક વિકલ્પ પૂરું પાડે છે. સવારના નાસ્તામાં ખવાતી સિરિયલ નામની વાનગીને પકવતી વખતે તેમાં સૂકાફળો ઉમેરવામાં આવે છે.

તાજા ફળોની જેમ, સૂકા મેવા પણ (વિટામિન,A, B1, B2, B3,B6, પેન્ટોથેનીક એસિડ) અને પાચક ક્ષાર (કેલ્શિયમ, આયર્ન લોહ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ, સોડિયમ, કોપર, મેન્ગેનીઝ) માં સમૃદ્ધ હોય છે.[૧]

સૂકવણી આ ફળોની જળ ધારકતા ઓછી કરે છે આને લીધે આ ફળોની સોડમ તાજા ફળો કરતાં વધુ તીવ્ર હોય છે.

ગ્રાહક ઉત્પાદનો

[ફેરફાર કરો]

આખા સૂકાફળો સાથે, ફળોનો રસ પ્યૂરી ને સૂકવીને તેની પાતળી ચાદરો બનાવાય છે. તેને ફ્રુટ લેધર કહે છે કેમકે તે ચામડા જેવી દેખાવમાં અને સપાટીમાં લાગે છે. [૨]

ધંધાદારી રીતે તૈયાર કરેલ સૂકવેલા ફળોમાં સલ્ફર ડાયોક્સાઈડ હોવાની શક્યતા છે જે સંવેદી લોકોમાં અસ્થમા પેદા કરી શકે છે. [૩]; સલ્ફર ડાયોક્સાઈડ વિનાના ડ્રાય ફ્રુટ પણ મળે છે. ઓક્સિડેશન થી થતાં ફળોના નુકશાનથી બચવા તેમાં સલ્ફર ઉમેરવામાં આવે છે, જેથી ઘેરા રંગના ફળો અને એક હળવી ચા જેવી સોડમ સૂકા ફળોને મળે છે. ફળોના રંગોને પણ અમુક હદે બદલી શકાય છે.આના સ્વાદને પણ અમુક હદે સુધારાય છે (જેમકે ફળોને સૂકવતા પહેલાં લીંબુ અને પાણી ના મિશ્રણમાં પલાળવામાં આવે છે.)

હાલના વર્ષોમાં સૂકા ફળો તે " ખાવા માટે તૈયાર " હોય છે તે પ્રચલિત બન્યાં છે. આ ફળોને સાચવવાતેને સીલ બંદ રાખવા જોઈએ.આ પ્રકારના જર્દાલુ જેવા ફળો ચાવવા પડતાં નથી તે નરમ હોય છે.

સ્વાસ્થ્ય મુદ્દા

[ફેરફાર કરો]

તાઈપેઈ, તાઈવાનના ૩૩% સૂકા ફળોએ સ્વાસ્થની મૂળભૂત પરીક્ષા પાર ના કરી, તેમાં સાયક્લેમેટની આત્યંતીક માત્રા હતી., તેમાંના અમુકમાં તો નિર્ધારીતે પ્રમાણ કરતાં ૨૦ ગણું હતું.[૪] સાયક્લેમેટનું વધુ પડતું સેવન બ્લેડર કેન્સર કરાવે છે..[૪]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "Dried fruit information". મૂળ માંથી 2007-10-09 પર સંગ્રહિત. મેળવેલ 2010-05-25.
  2. National Center for Home Food Preservation - Drying Fruits and Vegetables સંગ્રહિત ૨૦૧૦-૦૫-૩૦ ના રોજ વેબેક મશિન, accessed 28 June 2009
  3. Sulfites: An Important Food Safety Issue સંગ્રહિત ૨૦૦૭-૦૭-૦૯ ના રોજ વેબેક મશિન- August/September 2000, posted online by the US .
  4. ૪.૦ ૪.૧ http://www.chinapost.com.tw/taiwan/national/national-news/2010/01/18/241326/Nearly-30.htm

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]