મેગ્નેશિયમ

વિકિપીડિયામાંથી

મેગ્નેશિયમરાસાયણિક તત્ત્વ છે જેની સંજ્ઞા Mg, પરમાણુ ક્રમાંક ૧૨, અને સામાન્ય બંધનાંક +૨ છે. આ એક આલ્કલાઈન મૃદા ધાતુ છે અને પૃથ્વી પર સૌથી મોટા પ્રમાણમાં ઉપલબ્ધ આઠમું તત્ત્વ છે. પૃથ્વીનું ૨% દળ મેગ્નેશિયમનું બનેલું છે, અને સમગ્ર વિશ્વમાં નવમું સૌથી વધુ ઉપલબ્ધ તત્ત્વ છે.[૧][૨]

મેગ્નેશિયમની બહુતાયતનું કારણ એમ મનાય છે કે તે સુપરનોવા તારાઓમાં કાર્બનના એક પરમાણુમાં (જે હિલિયમના ત્રણ કેંદ્રોથી બનેલો હોય છે) હિલિયમના ત્રણ અણુઓ ક્રમગત રીતે ઉમેરાતા તે સરળતાથી નિર્માણ પામે છે. મેગ્નેશિયમ આયન પાણીમાં અત્યંત દ્રાવ્ય હોવાને કારણે તે દરિયાના પાણીમાં ઓગળેલું ત્રીજું સૌથી મોટું તત્વ છે.[૩]

મેગ્નેશિયમએ માનવ શરીરમાં ૧૧મું સૌથી વિપુલ પ્રમાણમાં મળી આવતું દ્રવ્ય છે. આના આયનો દરેક જીવ કોષમાંથી જરૂરી છે. જ્યાં તે મહત્ત્વપૂર્ણ જૈવિક પોલીફોસ્ફેટ સંયોજનો જેવાકે એડિનોસીન ટ્રાય ફોસ્ફેટ, ડી.એન.એ. અને આર.એન.એ. આદિની રચનામાં મહત્વનો ભાગ ભજવે છે. આમ હજારો ઉત્પ્રેરકો(ઉદ્દીપકો)ને કાર્ય કરવા માટે મેગ્નેશિયમની જરૂર હોય છે. મેગ્નેશિયમ દરેક ક્લોરોફીલના કેંદ્રમાં રહેલું ધાતુ તત્ત્વ છે. આથી દરેક ખાતરોમાં ઉમેરાતું તે સામાન્ય તત્ત્વ છે.[૪] મેગ્નેશિયમના સંયોજનો વૈદકિય ક્ષેત્રમાં રેચક તરીકે એન્ટી એસિડ તરીકે વપરાય છે દા.ત. મિલ્ક ઓફ મેગ્નેશિયા. આ સિવાય ચેતાતંત્રની ઉત્તેજના અને રક્ત-વાહિનીઓની તાણ આદિમાં પણ ઉપયોગ થાય છે દા.ત. એક્લેમ્પશિયા. મેગ્નેશિયમના આયનો સ્વાદે તૂરા હોય છે અને હલકા પ્રમાણમાં મિનરલ પાણીમાં ઉમેરતા તે પાણીને પ્રાકૃતિક તૂરાશ આપે છે..

આ ધાતુ મુક્ત રીતે પૃથ્વી પર નથી મળતી કેમકે તે ઘણી સક્રીય છે. જોકે કૃત્રિમ મેગ્નેશિયમને ઓક્સાઈડની પાતળી સપાટીથી ઢાંકતા તે પરોક્ષીકરણ હેઠળ સક્રીયતા ઓછી કરે છે. મેગ્નેસિયમ સફેદ રંગની જ્યોત સાથે બળે છે, જેના લીધે તે છમકારા મારતો જ્વાળા પદાર્થ બનાવવા વપરાય છે. આ ધાતુ મુખ્યત્વે મેગ્નેશિયમ સંયોજનોના સંતૃપ્ત દ્રાવણના વિદ્યુત પૃથક્કરણ દ્વારા મેળવાય છે. વાણિજ્યિક રીતે તેનો પ્રમુખ ઉપયોગ મેગ્નેલિયમ નામની એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમની મિશ્રધાતુ બનાવવા થાય છે. મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ કરતા ઓછી ઘનતા ધરાવતું હોવાથી, તેની બનેલી મિશ્ર ધાતુઓ તેમના હલકા વજન અને મજબૂતી માટે માંગ ધરાવે છે.

સંદર્ભો[ફેરફાર કરો]

  1. ઢાંચો:Housecroft3rd
  2. Ash, Russell (2005). The Top 10 of Everything 2006: The Ultimate Book of Lists. Dk Pub. ISBN 0756613213. મૂળ માંથી 2010-02-10 પર સંગ્રહિત. મેળવેલ 2011-10-06..
  3. Anthoni, J Floor (2006). "The chemical composition of seawater".
  4. "Magnesium in health".