પ્લેટિનમ

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

મહાતુ (પ્લેટિનમ) એ એક રાસાયણિક તત્વ છે જેની સંજ્ઞા Pt અને અણુ ક્રમાંક ૭૮ છે. આનું નામ સ્પેનિશ રૂઢિ પ્રયોગ પ્લેટિના ડેલ પિંટો, જેનો અર્થ થાય છે "પિંટો નદીનું નાનકી ચાંદી." [૧] આ એક અત્યંત ઘનત્વ ધરાવતી, પ્રસરણશીલ, તંતુભવન, મૂલ્યવાન, રાખોડી-સફેદ સંક્રાંતિ ધાતુ છે. આના પ્રકૃતિમાં છ સમસ્થાનિકો મળી આવે છે. પ્લેટિનમ પૃથ્વી પર મળી આવતી એક સૌથી દુર્લભ ધાતુઓમાંની એક છે. આ ધાતુ અમુક નિકલ અને તાંબા ની ખનિજમાંથી મળી આવે છે. આની ખનિજો સાઉથ આફીકામાં મળી આવે છે જે વિશ્વનું ૯૦% પ્લેટિનમ ઉત્પાદન કરે છે.

પ્લેટિનમ જૂથના અને આવર્તન કોઠાના દસમા જૂથના સભ્ય સમાન આ ધાતુ રાસાયણિક દ્રષ્ટિએ નિષ્ક્રીય છે. આ ધાતુ કાટ અને ખવાણ સામે, ઉચ્ચ તાપમાને પણ ઘણી પ્રતિરોધ ક્ષમતા ધરાવે છે અને તેને આદર્શ ધાતુ ગણવામાં આવે છે. આને કારણે પ્લેટિનમ પ્રાય: અસંયોજોત અવસ્થામાં મળે છે. આ ધાતુ પ્રાકૃતિક રીતે નદીઓની રેતીમાં મળે છે. આનો સૌપ્રથમ ઉપયોગ પૂર્વ કોલંબિયાના દક્ષિણ એમેરિકન સ્થાનિય લોકો વિવિધ સાધનો બનાવવા માટે કરતાં. આનો ઉલ્લેખ ૧૬મી સદી ના યુરોપીય સહિત્યમાં મળી આવે છે. પણ ૧૭૪૮માં આનો વૈજ્ઞાનિક અભ્યાસ થયો.

પ્લેટિનમ નો ઉપયોગ કેટલિક કન્વર્ટર, પ્રયોગશાળાના સાધનો બનાવવામાં, ઈલેક્ટ્રિકલ સંપર્કો બનાવવા માટે, પ્લેટિનમ અવરોધી થર્મોમીટર, દંત વૈદક ઓજરો અને ઝવેરાત બનાવવા માટે. માત્ર અમુક સો ટન જ પ્લેટિનમનું વાર્ષિક ઉત્પાદન માત્ર અમુક સો ટન તથતું હોવાથી આ એક મૂલ્યવાના ધાતુ છે. આ ધાતુ એક ભારે ધાતુ હોવાથી તેના ક્ષારો સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે. પણ તેના કાટ રોધી ગુણધર્મોને કારણે ધાતુ સ્વરૂપે ઝેરી નથી. આના અમુક સંયોજનો ખાસ કરીને સીસ્પ્લેટીન કેમોથેરેપીમામ્ વાપરવામાં આવે છે.[૨]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. Woods, Ian (2004). The Elements: Platinum. The Elements. Benchmark Books. ISBN 978-0761415503. Check date values in: |year= (મદદ)
  2. "The status of platinum anticancer drugs in the clinic and in clinical trials". Dalton transactions (Cambridge, England : 2003). 39 (35): 8113–27. 2010. doi:10.1039/c0dt00292e. PMID 20593091. Unknown parameter |last૨= ignored (મદદ); Unknown parameter |last૩= ignored (મદદ); Unknown parameter |last૧= ignored (મદદ); Unknown parameter |first૨= ignored (મદદ); Unknown parameter |first૧= ignored (મદદ); Unknown parameter |last૪= ignored (મદદ); Unknown parameter |first૪= ignored (મદદ); Unknown parameter |first૩= ignored (મદદ); Check date values in: |year= (મદદ)