બિસ્મથ

વિકિપીડિયામાંથી

બિસ્મથ એ એક રાસાયણિક તત્વ છે જેની સંજ્ઞા Bi અને અણુ ક્રમાંક ૮૩ છે. આ ધાતુ ત્રિ-બંધ ધરાવે છે જે આર્સેનિક અને અન્ટિમની સમાન હોય છે. શુદ્ધ તત્વ તરીકે બિસ્મથ અસંયોજિત અવસ્થામાં મળી આવી શકે છે. આના સલ્ફાઈડ અને ઓક્સાઈડ મહત્ત્વની ઔદ્યોગિક ખનિજ છે. આ ધાતુ સીસા કરતા ૮૬% વધુ ભારી છે. આ એક બરડ ધાતુ છે. નવી બનેલી ધાતુ સફેદ - ચળકતી હોઅ છે જ્યારે હવામામ્ ખુલ્લી રાખતાં તેનું ઓક્સિડેશન થઈ તેની સપાટી પર ગુલાબી રંગની ઝાંય જોવા મળે છે.પ્રાઅચીન સમયથી આ ધાતુના અસ્તુત્વની જાણ માનવને છે પણ ૧૮મી સદી સુધે આને સીસા અને ટીન સાથે થાપ ખાઈ જવાતી હતી, કેમકે તેઅના પણ અમુક ભૌતિક ગુણધર્મો બિસ્મથ જેવા જ હતાં. આનુઆ નામની વ્યૂત્પતિની ચોક્કસ માહિતી નથી પણ એમ મનાય છે કે તે "બાઈ ઈસ્મીડ" નામના શબ્દ પરથી ઉતરી આવેલ હોવી જોઈએ કેમકે અરેબિક ભાષામાં તેનો અર્થ "એંટિમનીના ગુણધર્મો જેવો" એમ થાય છે.[૧] અથવા તે જર્મન શબ્દ વીસે મેસ (weisse masse) કે વિસ્મથ (wismuth) અર્થાત સફ્દ દ્રવ્ય.[૨]

પ્રાકૃતિક રીતે મળતા પદાર્થમાં બિસ્મથ સૌથી વધુ પ્રતિચુંબકત્વ ધરાવે છે. માત્ર પારોજ આ ધાતુ કરતા ઓછી ઔષ્ણીક વાહકતા ધરાવે છે.

પારંપારિક રીતે બિસ્મથને સૌથી વધુ ભારી પ્રાકૃતિક તત્વ ગણવામાં આવતું રહ્યું છે. હાલમાં સંશોધન્ પર્થે જણાઈ આવ્યું છે એ ગણું હલકું કિરણોત્સારી છે. આનો મૂળ સમસ્થાનિક બિસ્મથ - ૨૦૯ આલ્ફા કિરણોના ક્ષયથી ખંડન પામે છે અને થેલિયમ - ૨૦૫માં રૂપાંતરીત થઈ જાય છે જેનો અર્ધ આયુષ કાળ વિશ્વના આયુષ્ય કરતાં ૧૦૦ કરોડ ગણાથી વધુ હોય છે. [૩]

બિસ્મથના સંયોજનો (તેની પેદાશનો અડધો ભાગનો વપરાશ) સૌંદર્ય પ્રસાધનો, રંગદ્રવ્યો અને અમુક ફાર્માસ્યૂટીકલ્સમાં વપરાય છે. ભારી ધાતુ હોવાં છતાં તે ઘણું ઓછું ઝેરી છે. સીસાની વિષ ગુણધર્મો વધુ પ્રમાણમાં સામે આવતાં હોવાથી તેનું સ્થાન હવે બિસ્મથ લેવા લાગ્યો છે. અને તેનું ઔદ્યોગિક મહત્વ વધ્યું છે.

સંદર્ભો[ફેરફાર કરો]

  1. Web Mineral
  2. Handbook of Mineralogy
  3. Dumé, Belle (2003-04-23). "Bismuth breaks half-life record for alpha decay". Physicsweb.