લખાણ પર જાઓ

વેનેડિયમ

વિકિપીડિયામાંથી

વેનેડિયમરાસાયણિક તત્વ જેની સંજ્ઞા V અને અણુ ક્રમાંક ૨૩ છે. આ એક સખત , રાખોડી, ચળકતી , તંતુભવનક્ષમ અને ટીપીને કેળવી શકાય તેવું સંક્રાંતિ ધાતુ તત્વ છે. આ ધાતુની સપાટી પર નિર્માણ થતી ઓક્સાઇડની સપાટીને કારણે વધુ ખવાણ કે ઓક્સિડેશન થતું નથી પ્રકૃતિમાં આ તત્વ માત્ર સંયોજિત અવસ્થામાં જ મળે છે. એન્ષ્રીસ મેન્યુએલ ડેલ રીઓ એ ૧૮૦૧માં એક નવા સીશા ધારક ખનિજના વિશ્લેષણ કરતી વેળા આ તત્વની શોધ કરી હતી. આ ખનિજનો રંગ રતાશ પડતો કથ્થઈ હતો તેથી તેણે આ ખનિજને કથ્થઈ સીસું એવું નામ આપ્યું અને તેમાંથી મળેલા તત્વને એરીથોરિયમ (રાતા રંગ માટૅનો ગ્રીક શબ્દ) નામ આપ્યું કેમકે તેને ગરમ કરતાં તેના મોટા ભાગના ક્ષારો રાતા રંગમાં પરિવર્તિત થઈ જતાં. ચાર વર્ષ્હ પછી અન્ય વૈજ્ઞાનિકો દ્વારા સમ્જાવતા તેને વિશ્વાસ બેઠોકે એરિથોરિયમ ક્રોમિયમ સમાન જ હતો. નીલ્સ ગેબ્રિયલ સેફસ્ટોર્મ દ્વારા આની ફરીથી શોધ થઈ અને તેમણે આનું નામ સ્કેન્ડીનેવિયન સુંદરતા અને આબાદીની દેવી, વેનેડિસ (ફ્રેયજા) પરથી આનું નામ વેનેડિયમ પાળ્યું. આ બંને નામ વેનેડિયમના ક્ષારના વિવિધ રંગોને કારણે તેને અપાયું હતું. ડેલ રિઓના ખનિજને પાછળથેએ વેનેડિનાઈટ એવું નામ અપાયું હતું.

વેનેડિયમ સ્ટીલથી બનેલા ઓજારો

આ તત્વ પ્રાકૃતિક રીતે ૬૫ ખનિજોમાં અને જીવાશ્મિ અવશેષોમાં મોજૂદ હોય છે. ચીન અને રશિયામાં આને પોલાદની છારી માંથી મેળવવામાં આવે છે. અન્ય દેશો આને ઈધણ રાખ કે ભારી તેલમાંથી મેળવે છે અથવા તે યુરેનિયમ ઉત્ખનનની ઉપપેદાશ હોય છે. આનો મુખ્ય ઉપયોગ ખાસ પ્રકાન સ્ટીલ જેમકે તીવ્ર ગતિના ઓજાર ના પોલાદ બનાવવા માટૅ થાય છે. સૌથી મહત્ત્વનું ઔદ્યોગિક વેનેડિયમ સંયોજન છે વેનેડિયમ પેન્ટોક્સાઇડ, આનો ઉપયોગ સલ્ફ્યૂરિક એસિડના નિર્માણમાં ઉદ્દીપક તરીકે થાય છે.

ઘણી પ્રજાતિમાં મોટાં પ્રમાણમાં વેનેડિયમ આયન જોવા મળે છે. પ્રાય: તે વિષ સ્વરૂપે હોય છે. વેનેડિયમના ઓક્સાઈડ અને અન્ય ક્ષારોમાં મધ્યમ ઝેરીપણું જોવા મળે છે. ખાસકરીને સમુદ્રમાં અમુક પ્રજાતિઓ ( અમુક સમુદ્રી શેવાળ) દ્વારા વેનેડિયમ ઉત્પ્રેરકો જેમકે વેનેડિયમ બ્રોમેપેરોક્સિડેઝમાં તેને સક્રીય કેંદ્ર તરીકે વાપરવામાં આવે છે. માનવ સહીત સસ્તન પ્રાણીઓમાં વેનેડિયમ કદાચ સૂક્ષ્મ પોષક તત્વ હોઈ શકે, પણ તેનો ઉપયોગ કે અસર અજ્ઞાત છે.