ડાર્મસ્ટેડીયમ

વિકિપીડિયામાંથી

ડાર્મસ્ટેડીયમ એ એક રાસાયણિક તત્વ છે જેની સંજ્ઞા Ds અને અણુ ક્રમાંક ૧૧૦ છે. આ તત્વ એ દસમા જૂથનું સૌથી ભારે તત્વ છે. પણ આના રાસાયનિક ગુણધર્મો ચકાસી શકાય તેટલો સ્થિર સમસ્થાનિક હજી મળ્યો નથી. આ તત્વ સૌ પ્રથમ વખત ૧૯૯૪માં જર્મની ના શહેર ડાર્મસ્ટેડમાં બનાવવામાં આવ્યો હતો. આથી આનું નામ આવું પડ્યું. આના એક સમસ્થાનિક 281aDsનો અર્ધ આયુષ્યકાળ ૧૦ સેકન્ડનો છે આના એક અન્ય બહુરૂપ 281bDs નો અર્ધ આયુષ્ય ૪ મિનિટ હોવાની શક્યતા છે.