યુરેનિયમ

વિકિપીડિયામાંથી

યુરેનિયમ એ એક ચળકતી-સફેદ રાસાયણિક તત્વ છે તેનો અણુ ક્રમાંક ૯૨ છે અને તે એક્ટિનાઈડ શ્રેણીનો તત્વ છે. આની સંજ્ઞા U છે. આ તત્વ ૯૨ પ્રોટાેન અને ૯૨ ઇલેક્ટ્રોન ધરાવે છે જેમાં ૬ બંધનાંક ઇલેક્ટ્રોન છે. યુરેનોયમ અણુની નાભિ કે કેંદ્રમાં ૧૪૧ થી લઈને ૧૪૬ ન્યૂટ્રોન હોય છે. આને કારણે આના છ સમસ્થાનિકો હોય છે (U-233 થી લઈને U-238), તેમા યુરેનિયમ - ૨૩૮ સૌથી સામાન્ય છે. આના દરેક સમસ્થાનિકો અસ્થિર હોય છે અને યુરેનિયમ એક નબળું કિરણોત્સારી તત્વ છે. પ્રકૃતિક રીતે મળી આવતાં તત્વોમામ યુરેનિયમ બીજું સૌથી વધુ અણુભાર ધરાવતું તત્વ છે. (પ્લુટોનિયમ સૌથી વધુ ભારે છે).[૧] આની ઘનતા સીસા કરતાં ૭૦% વધારે હોય છે. પણ આ ધાતુ ટંગસ્ટન કે સોના જેટલી ઘનત્વ ધરાવતી નથી. આ ધાતુ યુરેનાઈટ નામની ધાતુમાં મળી આવે છે. આ ધાતુ ઘણાં ઓછા પ્રમાણમાં મળી આવે છે.

પ્રકૃતિમાં જે યુરેનિયમ મળી આવે છે તેમાં યુરેનિયમ-૨૩૮ (૯૯.૨૭૪૨%), યુરેનિયમ-૨૩૫ (૦.૭૨૦૪%) અને અતિ અલ્પ પ્રમાણમાં યુરેનિયમ-૨૩૪(૦.૦૦૫૪%) હોય છે. આલ્ફા કણોનું ઉત્સર્જન કરીને યુરેનિયમ ખંડિત થાય છે. યુરેનિયમ-૨૩૮નો અર્ધ આયુષ્ય કાળ ૪૪૭ કરોડ વર્ષ અને યુરેનિયમ-૨૩૮નો અર્ધ આયુષ્યકાળ ૭૦.૪૦ કરોડ વર્ષ છે,[૨] આને કારણે તેનો ઉપયોગ પૃથ્વીની ઉંમર સાથેની સરખામણી થાય છે.

હાલના કાળમાં યુરેનિયમના ઉપયોગો તેની કિરણોત્સારે ગુણધર્મને જ આધારિત હોય છે. યુરેનિયમ-૨૩૫ એ એક માત્ર પ્રાકૃતિક રીત મળી આવતું કિરણોત્સારી સમસ્થાનિક છે. યુરેનિયમ ૨૩૮ નું વિભાજન કે ખંડન થાય છે અને તે ફળદ્રુપ હોય છે. અર્થાત્ કે આના ખંડન પછી પ્લુટોનિયમ-૨૩૯ મળે છે કે પણ કિરણોત્સારી હોય છે. યુરેનિયમ-૨૩૩ નું નિર્માણ પ્રાકૃતિક થોરીયમમાંથી થઈ શકે છે અને નાભિકીય તંત્રજ્ઞાનમાં તેનું પણ ઘણું મહત્ત્વ છે.

યુરેનિયમ કાંચમાં રંગ દ્રવ્ય તરીકે યુરેનિયમનો ઉપયોગ થાય છે. જેમાં આ તત્વ કેસરી-લાલ થી પીળા રંગનો પ્રકાશ ઉત્પન્ન કરે છે. પ્રાચીન ફોટોગ્રાફીમાં છાયા ભેદ લાવવા આનો ઉપયોગ થતો હતો. આની શોધ ૧૭૮૯માં થઈ હતી. માર્ટિન હીનરીચ ક્લેપ્રોથ એ આની પીચબ્લેંડ નામની ખનિજમાંથી શોધી હતી. ૧૭૮૯માં પીચબ્લેંડનામની ખનિજમાંથી માર્ટિન હીનરીચ ક્લેપ્રોથ એ આ ધાતુની શોધ કરી હતી. અને આ ધાતુનું નામ યુરેનસ નામના ગ્રહ પરથી પાડ્યું હતું. યુજીન-મેલચીયોર પીલીગોટ એ આ ધાતુને છૂટી પાડી હતી અને આના કિરણોત્સારી ગુણધર્મોની શોધ એન્ટની બેક્વેરલે કરી હતી. એનરીકો ફર્મીએ ૧૯૩૪માં આ ધાતુ પર સંશોધન કર્યું અને આનો ઉપયોગ અણુ ઊર્જા ક્ષેત્રે અણુભઠ્ઠીઓમાં ઈંધણ તરીકે અને અણુબોમ્બ બનાવવા માટે થવા લાગ્યો. યુદ્ધમાં વપરાયેલ પ્રથમ આણ્વીક શસ્ત્ર અણુબોમ્બ "લીટલ બોય"માં પણ આનો ઉપયોગ થયો હતો. અમેરિકા અને સોવિયેત રશિયા વચ્ચે ચાલી રહેલા શીત યુદ્ધમાં ઘણાં આણ્વીક હથિયારો નું નિર્માણ કરવામાં આવ્યું જેમાં યુરેનિયમ અને પ્લુટોનિયમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. રશિયાના વિભાજન પછી આ શસ્ત્રોને કારણે લોકોના સ્વાસ્થય અને આ શસ્ત્રોની સુરક્ષા ભયમાં મુકાઈ છે.[૩]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. Hoffman, D. C.; Lawrence, F. O.; Mewherter, J. L.; Rourke, F. M. (1971). "Detection of Plutonium-244 in Nature". Nature. 234 (5325): 132–134. Bibcode:1971Natur.234..132H. doi:10.1038/234132a0.
  2. "WWW Table of Radioactive Isotopes". મૂળ માંથી 2007-04-27 પર સંગ્રહિત. મેળવેલ 2011-11-16.
  3. "U.S. to pump money into nuke stockpile, increase security," સંગ્રહિત ૨૦૧૩-૦૫-૦૨ ના રોજ વેબેક મશિન RIA Novosti February 18, 2010