ટેન્ટેલમ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

ટેન્ટેલમ એ એક રાસાયણીક તત્વ છે જેની સંજ્ઞા Ta અને અણુ ક્રમાંક ૭૩ છે. પહેલાં આ ધાતુ ટેન્ટેલિયમ તરીકે ઓળખતી હતી. આ ધાતુ નું નામ ગ્રીક દંતકથા ના એક પાત્ર ટેન્ટેલસ પરથી પડ્યું છે. આ એક દુર્લભ, સખત, ભૂરી-રાખોડી, ચળકતી, સંક્રાંતિ ધાતુ છે. આને આ ધાતુ ઉત્કૃષ્ટ કાટ રોધી છે. આધાતુનો સમાવેશ આડિયલ ધાતુની (refractory metals) શ્રેણીમાં કરાયો છે. તેનો ઉપયોગ મિશ્રધાતુના સૂક્ષ્મ ભાગ તરીકે થાય છે. આ ધાતુની રાસાયણિક નિષ્ક્રિયતાને કારણે પ્રયોગ શાળાના સાધનો બનાવવા માટે કે પ્લેટિનમના વિકલ્પ તરીકે આ ધાતુ ઉપયોગી છે. પરંતુ આજકાલ આ ધાતુનો મુખ્ય ઉપયોગ ટેન્ટેલમ કેપેસિટર બનાવવા માટે થાય છે જે મોબાઈલ ફોન , ડિવીડિ પ્લેયર , વિડિયો ગેમ સિસ્ટમ અને કૉમ્યુટરમાં વપરાય છે.

ટેન્ટલમ ટેન્ટેલાઈટ , કોલ્મ્બાઈટ અને કોલ્ટન નામની ખનિજમાં નાયોબિયમ સાથે મળી આવે છે.