આઇન્સ્ટેનીયમ

વિકિપીડિયામાંથી

આઇન્સ્ટેનીયમ અથવા ક્યારેક ઍથેનીયમ[૧]) એ એક કૃત્રિમ તત્વ છે જેની સંજ્ઞા Es અને અણુ ક્રમાંક ૯૯ છે. આ સાતમું ટ્રાંસ ઉરેનિક તત્વ અને એક્ટિનાઈડ છે.

આ ધાતુ ૧૯૫૨માં કરાયેલા પ્રથમ હાયડ્રોજન બોમ્બ ધડાકાના કાટમાળમાંથી મળી આવી હતી. અને આનું નામ આલ્બર્ટ આઇનસ્ટાઈનના નામપરથી રખાયું. આનો સૌથી સામાન્ય સમસ્થાનિક આઇન્સ્ટેનીયમ-૨૫૩ અમુખ આની માટે જ સમર્પિત એવા ખાસ ઉચ્ચ શક્તિ અણુ ભઠ્ઠીઓમાં કરાય છે. અને એક વર્ષમાં એલ મિલીગ્રામ જેટ્આલી ધાતુ મેળવી શકાય છે. અણુભઠ્ઠીમાં કૃત્રીમ નિર્માણ બાદ આને એક અટપટી પ્રક્રિયા દ્વારા તૈયાર થયેલા અન્ય કિરણોત્સારી ધાતુઓથી આને છૂટી પાડ્આવામાં આવે છે. અન્ય ભારે સમસ્થાનિકો પણ ઉત્પન કરી શકાય છે પણ તેના નિર્માણ અત્યંત ધીમું હોય છે. તેના ઉત્પાદનનું ઓછું પ્રમાણ, ટૂંકો અર્ધ આયુષ્ય કાળ આદિને કારણે આનો કોઈ ઔદ્યોગિક ઉપયોગ નથી. આનો ઉપયોગ કરીને ૧૯૫૫માં મેન્ડેલિવીયમના ૧૭ અણુઓ બનવાયા હતાં.

આ એક મૃદુ, ચળકતી, સફેદ અને પ્રતિ ચુંબકીય ગુણધર્મ ધરાવતી ધાતુ છે. આ ધાતુ સર્વ સામાન્ય પાછલી એક્ટિનાઈડ ધાતુઓના ગુણ ધર્મો ધરાવે છે. તેની ઓક્સિડેશન સ્થિતી +૯ છે પણ ઘન અવથામાં +૨ની સ્થિતી પણ શક્ય છે. આનો તીવ્ર કિરણોત્સાર આ ધાતુને એક આંતરિક દીપ્તી ચમક આપે છે અને તેના સ્ફટીકીય માળખામાં બદલાવ પણ લાવે છે. આની ઉત્સર્જીત ઉર્જા પ્રતિ ગ્રામ ૧૦૦૦ વૉટ જેટલી હોય છે. આ સિવાય આની સાથે કાર્ય કરવાની તકલેફ એ છે કે તે પ્રતિ દિવસે ૩% ના હોસાબે પ્રથમ બર્કેલીયમ અને કેલિફોર્નીયમમાં રૂપાંતરીત થાય છે. અન્ય સૌ કૃત્રીમ તત્વોના સંયોજનોની જેમ આના સંયોજનો પણ અતુયંત કિરણોત્સારી હોય છે અને શરીરમામ્ ગ્રહણ કરતાં કે સંપર્કમાં આવતાં પણ તે સ્વાસ્થ્ય માટે જોખમી છે.[૨]

આ એક અંતિમ તત્વ છે કે જેને તેના શુદ્ધ સ્વરૂપે આંખે જોઈ શકાયું છે,[૩] જોકે ફર્મિયમને પણ તે રીતે જોવું શક્ય છે.

સંદર્ભો[ફેરફાર કરો]

  1. New American Webster Handy College Dictionary. Philip D. Morehead, Loy Morehead, 2006. p. 44
  2. Hammond C. R. (2005) "The elements" in ઢાંચો:RubberBible86th ISBN 0-8493-0486-5
  3. Haire, Richard G. (2006). "Fermium, Mendelevium, Nobelium and Lawrencium". માં Morss; Edelstein, Norman M.; Fuger, Jean (સંપાદકો). The Chemistry of the Actinide and Transactinide Elements (3rd આવૃત્તિ). Dordrecht, The Netherlands: Springer Science+Business Media. ISBN 1-4020-3555-1.CS1 maint: ref duplicates default (link)