લખાણ પર જાઓ

સીસીયમ

વિકિપીડિયામાંથી

સીસીયમ કે સેસીયમ એ એક રાસાયણિક તત્વ છે જેની સંજ્ઞા Cs અને અણુ ક્રમાંક ૫૫ છે. આ એક મૃદુ ચળકતી, રૂપેરી-સોનેરી આલ્કલી ધાતુ છે. તેનું ગલન બિંદુ ૨૮°સે (૮૨°ફે). આમ તે ઓરડાના સામાન્ય ઉષ્ણતામાને પ્રવાહી સ્વરૂપે રહેલા માત્ર પાંચ ધાતુ તત્વોમાંનું એક તત્વ છે.(તે પાંચ તત્વો રુબિડીયમ (૩૯°સે [૧૦૨°ફે]), ફ્રેન્સીયમ (અનુમાનિત ૨૭°સે [૮૧°ફે]), પારો (-૩૯°સે [૩૮°ફે]), અને ગેલિયમ (૩૦°સે [૮૬°રે]); બ્રોમિન પણ ઓરડાના ઉષ્ણતામાને પ્રવાહી સ્વરૂપે હોય છે. (ગલન બિંદુ −૭.૨°સે, ૧૯°ફે) પણ તે એક હેલોજન છે, ધાતુ નથી.)[૧] આના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો રુબિડીયમ અને પોટેશિયમ જેવા છે. આ ધાતુ અત્યંત સક્રીય છે અને ઉત્ફૂરીત જ્વલન નો ગુણધર્મ ધરાવે છે, તે પાણી સાથે −૧૧૬°સે (−૧૭૭°ફે) જેટલા નીચા ઉષ્ણતામાને પણ પ્રક્રિયા કરે છે. સ્થિર સમસ્થાનિક ધરાવતું હોય તેવું તે સૌથી નિમ્ન વિદ્યુત ઋણભાર ધરાવતું તત્વ છે. આનું માત્ર એક સ્થિર સમસ્થાનિક છે, સીસીયમ-૧૩૩. સીસીયમને પ્રાયઃ પોલ્યુસાઈટ નામની ખનિજમાંથી મેળવવામાં આવે છે. તેના કિરણોત્સારી સમસ્થાનિક ક્ખાસ કરીને સીયમ-૧૩૭ને કેંદ્રીય ખંડનની પ્રક્રિયા દરમ્યાન આડ પેદાશ તરીકે અણુભઠ્ઠીઓમાંથેએ મેળવવામાં આવે છે.

બે જર્મન રસાયણ શાસ્ત્રીઓ રોબર્ટ બન્સન અને ગુસ્તાવ કીર્ચોફએ ૧૮૬૦માં ફ્લેમ-સ્પેક્ટ્રો-સ્કોપી પદ્ધતિ દ્વારા આ તત્વની શોધ કરી. સેસીયમનો સૌથી પહેલો ઉપયોગ અવકાશી નળીઓમાં ગ્રાહક તરીકે અને સૌર કોષ માં કે પ્રકાશીય કોષ થયો હતો. ૧૯૬૭માં આંતરરાષ્ટ્રીય માપન સંસ્થાન દ્વારા સેસીયમ-૧૩૩ના ઉત્સર્જન સ્પેક્ટ્રમને એક સેકન્ડના પ્રમાણભૂત માપન તરીકે સ્વીકારવામાં આવ્યું. ત્યાર બાદ આણ્વીક ઘડિયાળોમાં મોટે પાયે સીસીયમ વાપરવામાં આવે છે.


૧૯૯૦થી આ ધાતુનો પ્રમુખ ઉપયોગ ડ્રીલિંગ પ્રવાહી તરીકે થતો આવ્યો છે. તે સિવાય વિદ્યુત નિર્માણ,ઈલેક્ટ્રોનિક્સ અને રસાયણ ઉદ્યોગમાં પણ આ ધાતુ ઉપયોગિ છે. કિરણોત્સારી સીસીયમ -૧૩૭ નો અર્ધ આયુષ્ય કાળ ૩૦ વર્ષનો છે. તેનો ઉપયોગ ઈલાજ માટે, ઔદ્યોગિક માપન સાધનો અને પ્રવાહીશાસ્ત્રમાં થાય છે. આ તત્વ આંશિક પ્રમાણમાં ઝેરી છે પણ તે ધાતુ સ્વરૂપે જોખમી છે અને તેના કિરણોત્સારી સમસ્થાનિકો જો ગળવા લગે તો સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે.

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. "WebElements Periodic Table of the Elements". University of Sheffield. મેળવેલ 2010-12-01.