હાફનીયમ

વિકિપીડિયામાંથી

હાફનીયમ એ એક રાસાયણીક તત્વ છે જેની સંજ્ઞા Hf અને અણુ ક્રમાંક ૭૨ છે. આ એક ચળકતી , રાખોડી ચતુર્બંધ ધરાવતી સંક્રાતિ ધાતુ છે. રાસાયનિક દ્રષ્ટીએ આ ધાતુ ઝિર્કોનિયમ જેવી છે અને ઝિર્કોનિયમની ખનિજમાંથી મળી આવે છે. મેંડેલીફ નમના વૈજ્ઞાનિકે આના અસ્તિત્વને આગાહી ૧૮૬૯માં કરી એ હતી. એક સમયે હાફનીયમ એક માત્ર સ્થિર સમસ્થાનિકો ધરાવતું તત્વ હતું ( રેનિયમ બે વર્ષ પછી શોધાયું). આ શબ્દ લેટિન ભાષાના શબ્દ હાફનીઆ પરથી ઉઅતરી આવ્યો છે, તેનો અર્થ થાય છે આજનું કોપનહેગન શહેર જ્યાં આની શોધ થઈ.

હાફનીયમ ઈલેક્ટ્રોડ અને ફીલામંટમાં વપરાય છે. અમુક અર્ધવાહકોના નિર્માણમાં આના ઓક્સાઈડ વાપરાય છે. અમુક ખાસ મિશ્ર ધાતુઓ હાફનિયમ ને નાયોબિયમ, ટાઇટેનિયમ અને ટગસ્ટન વાપરે છે. આ ધાતુ ઉચ્ચ ન્યૂટ્રોન શોષણ આડ છેદ ધરાવે છે આથી તેનો ઉપયોગ અણુ ભઠ્ઠીઓમાં થાય છે. આ સાથે આને ન્યૂટ્રોન પારદર્શી ઝિર્કોનિયમ મિશ્રધાતુના અણુભઠ્ઠીના ભાગોમાંથી કાઢવું પણ તેટ્આલું આવશ્યક છે