કેલ્શિયમ

વિકિપીડિયામાંથી

કેલ્શિયમ એ એક રાસાયણિક તત્વ છે જેની સંજ્ઞા Ca અને અણુ ક્રમાંક ૨૦ છે. આનો અણુભાર 40.078 amu છે. કેલ્શિયમ એ નરમ આલ્ક્લાઇન પાર્થિવ ધાતુ છે અને દળના હિસાબે તે પૃથ્વીના પેટાણમાં પર પાંચમું સૌથી વધુ બહુતાયત ધરાવતું તત્વ છે. તે સોડિયમ , ક્લોરિન, મેગ્નેશિયમ સલ્ફેટ પછી તે દરિયાના પાણીમાં સૌથી વધુ ઓગળેલું તત્વ છે.[૧]

સજીવ પ્રાણીઓને તેઅમના અસ્તિત્વ માટે કેલ્શિયમ જરૂરી છે, ખાસ કરીને કોષ વિજ્ઞાનમાં આનું મહત્ત્વ ઘણું છે જ્યાં કોષરસ કે જીવરસ (સાયટોપ્લાસ્મ)માં કેલ્શિયમ આયન Ca2+નો પ્રવેશ કે નિકાસ ઘણી કોષીય જૈવિક ક્રિયાઓ માટેનું નિર્દેશન કરે છે. હાડકા અને કવચના ખનિજી કરણમાં વપરાતું મુખ્ય તત્વ હોવાને કારણે કેલ્શિયમ એ ઘણા પ્રાણીઓના શરીરનો સૌથી વધુ બહુતાયત ધરાવતું તત્વ હોય છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Dickson, A. G. and Goyet, C. (1994). "5". Handbook of method for the analysis of the various parameters of the carbon dioxide system in sea water, version 2 (PDF). ORNL/CDIAC-74. મૂળ (PDF) માંથી 2011-05-25 પર સંગ્રહિત. મેળવેલ 2011-10-15.CS1 maint: multiple names: authors list (link)