લખાણ પર જાઓ

રુથેનિયમ

વિકિપીડિયામાંથી

રુથેનિયમ એ એક રાસાયણિક તત્વ છે જેની સંજ્ઞા Ru અને અણુ ક્રમાંક ૪૪ છે. આવર્તન કોઠાના પ્લેટિનમ જૂથનું આ એક દુર્લભ સંક્રાંતિ ધાતુ તત્વ છે પ્લેટિનમ જૂથની અન્ય ધાતુઓની જેમ રુથેનિયમ પણ મોટા ભાગના રસાયણો સામે નિષ્ક્રીય હોય છે. ૧૮૪૪માં રશિયાના એક વૈજ્ઞાનિક કાર્લ એનર્સ્ટ કોઑસ એ આની શોધ કરી હતી અને આનું નામ રશ(રશિયા)માટૅના લેટિન શબ્દ રુથેનિયા પરથી રુથેનિયમ રાખ્યું. રુથેનિયમ પ્લેટિનમના ખનિજમાં અલ્પ પ્રમાણમાં મળી આવે છે. આનું વાર્ષિક વૈશ્વિક ઉત્પાદન માત્ર ૧૨ ટન જેટલું છે. મોટા ભાગના રુથેનિયમનો ઉપયોગ ઘસારા પ્રતિરોધક વિદ્યુત સંપર્કો અને જાડી-ફીલ્મ અવરોધકો બનાવવા માટૅ થાય છે. અલ્પ પ્રમાણમાં તે અમુક પ્લેટિનમ ની મિશ્રધાતુઓમાં થાય છે.