લખાણ પર જાઓ

ઝિર્કોનિયમ

વિકિપીડિયામાંથી

ઝિર્કોનિયમ એ એક રાસાયણિક તત્વ છે જેની સંજ્ઞા Zr અને અણુ ક્રમાંક ૪૦ છે. તેનું આ નામ તેના ખનિજ ઝિરકોન પરથે પડ્યું છે. આનો અણુભાર ૯૧.૨૨૪ છે. આ એક ચળકતી, રાખોડી-સફેદ, સખત સંક્રાંતિ ધાતુ તત્વ છે અને તે ટાઈટેનીયમને મળતું આવે છે. ઝિર્કોન મુખ્યત્વે ઉચ્ચૌષ્ણતામાન રોધક અને અપારદર્શિત ગુણધર્મ લાવવા માટે વપરાય છે. ખવાણ સામે આના જોરદાર પ્રતિરોપ્ધક ક્ષમતાને કારણે આને અમુક ધાતુઓમાં પણ વાપરવામાં આવે છે. જિર્કોનિયમ મોટે ભાગે તેના ખનિજ ઝિર્કોનમાંથી મેળવવામાં આવે છે.

ઝિર્કોન ઘણાં કાર્બનિક અને કાર્બનિક-ધાતુ જેમકે ઝિર્કોનિયમ ડાયોક્સાઈડ અને ઝિર્કોનિયમ ડાઈક્લોરાઈડ જેવા સંયોજનો બનાવે છે. પ્રાકૃતિક રૂપે આના પાંચ સમસ્થાનિકો મળી આવે છે જેમાંના ત્રણ સ્થિર છે. ઝિર્કોનિયમ સંયોજનો કોઈ જવિક ઉઓપયોગ ધરાવતાં નથી.