ટર્બિયમ

વિકિપીડિયામાંથી

ટર્બિયમ એ એક રાસાયણિક તત્વ છે જેની રાસાયણિક સંજ્ઞા Tb અને અણુ ક્રમાંક ૬૫ છે. આ સફેદ , ચળકતી દુર્લભ પાર્થિવ ધાતુ તત્વ છે. તે પ્રસરણશીલ, તંતુભવનક્ષમ અને ચપ્પુથી કાપી શકાય તેવી મૃદુ છે. ટર્બિયમ પ્રકૃતિમાં શુદ્ધ સ્વરૂપે મળી આવતી નથી, પણ ઘણાં ખનિજોમાં તે મળી આવે છે જેમકે સેરાઈટ, ગેડોલિનાઈટ, મોનેઝાઈટ ક્ઝેનોટાઈમ અને યુક્સેનાઈટ.

ટર્બિયમને ઘન સ્વરૂપ ઈલેક્ટ્રોનિક્સ સર્કીટમાં કેલ્શિયમ ફ્લોરાઈડ , કેલ્શિયમ ટંગસ્ટેટ અને સ્ટ્રોન્શિયમ મોલિબેટ ની અલ્પ અશુદ્ધિ પદાર્થ તરીકે વાપરવામાં આવે છે અને ઉચ્ચ તાપમાન પર કામકરતાં ઈધણ કોષમાં આને સ્ફટિક સ્થિરક તરીકે વાપરવામાં આવે છે. ટૅફલોન-ડી નામનો પદાર્થ કે જે ચુંબકીય પ્રભાવ હેઠળ અન્ય પદાર્થ ની સરખમણેએ એ વધુ સંકુચન કે પ્રસરણ પામે છે તેની બનાવટ્આમાં ટર્બિયમ વપરાય છે. તેનો ઉપયોગ એક્ચુએટર અને નૌકા સોનાર પ્રણાલીમાં અને સંવેદક તરીકે ઉપયોગ થાય છે.

વિશ્વના ટર્બિયમનો સૌથી મોટો જથ્થો લીલા ફોસ્ફરસને બનાવવા માટૅ થાય છે. ટ્આર્બિયમ ઓક્સઈડ ફ્લોરોસેંટ્આ ટ્યુબ અને ટીવી ટ્યુબ માં વપરાય છે. ટ્આર્બિયમ લીલો ફોસ્ફરસ, દ્વી-બંધ યુરોપિયમ ભૂરો ફોસ્ફરસ અને ત્રિ-બંધ યુરોપિયમ લાલ ફોસ્ફરસ વાપરીને ટ્રાઈક્રોમેટિક લાઈટિંગ તંત્રજ્ઞાન વિકસાવાયું છે. ઉચ્ચ ક્ષમતા ધરાવતી સફેદ પ્રકાશ બત્તીમાં આનો ઉપયોગ થાય છે.