બોરોન

વિકિપીડિયામાંથી
બોરોન

બોરોન એ એક રાસાયણિક તત્વ છે જેનો અણુ ક્રમાંક ૫ છે અને જેની સંજ્ઞા B છે. બોરોન એ એક ધાતુ સદ્શ અથવા ધાત્વાભ છે. સ્ટેલર અણુ સમન્વય પ્રક્રીયાથી ઉત્પન્ન ન થતું હોવાને કારણે બોરોન પૃથ્વી અને વિશ્વ બંનેમાં ખૂબ અલ્પપ્રમાણમાં મળે છે. જોકે બોરોન તેના બોરેટ નામના ખનિજ ની પાણીમાં દ્રાવ્યતાને પરિણામે તે પૃથ્વી પર વધુ સામાન્ય છે. આને ખાણમાંથેએ બાસ્પ ખનિજ તરીકે ખાઢવામાં આવે છે દા. ત. બોરેક્સ અને કરનાઈટ.

પ્રકૃતિમાં શુદ્ધ બોરોન નથી મળતું. ઔદ્યોગિક રીતે બોરોન ને ખૂબ કઠિનાઈથી ઉત્પાદન કરાય છે કેમકે કાર્બન અને અન્ય તત્વો સાથે મળી ઉચ્ચ ઉષ્ણતારોધી પદાર્થ બનાવે છે. બોરોન પણ વિવિધ રૂપો ધરાવે છે. અસ્ફટિકમય બોરોન એ એક કથ્થઈ રંગનો ભૂકો છે અને સ્ફટિકમય બોરોન એ કાળો હોય છે અને તે અત્યંત સખત હોય છે (મોહના સ્કેલ પર ૯.૫), અને ઓરડાના તાપમાને તે ઉષ્ણતાનું અવાહક છે. સેમીકન્ડક્ટર ઉદ્યોગ માં બોરોનનો ઉપયોગ ડોપન્ટ તરીકે થાય છે.

બોરોનનો ઔદ્યોગિક ઉપયોગ તેના સંયોજનો સ્વરૂપે સોડિયમ પર્બોરેટ બ્લીચ (રંગ કે મેલ હટાવવાની પ્રક્રીયા કે ધવલકરણ) અને ફાઈબર કાંચમાં બોરેક્સ સંયોજનનો ઉપયોગ અવાહકતા માટે થાય છે. હલકા વજનના માળખાકીય અને ઉચ્ચ ઉષ્ણતામાન સહી શકે તેવા સાધનો બનાવવા નોરોન પોલિમર વપરાય છે. સિલિકા આધારિત કાંચ અને સિરેમિક્સ બનાવવા માટે બોરેક્સ વપરાય છે, જે તેમને ઉષ્ણ આંચકાથી બચાવે છે. કાર્બનિક સંયોજન સંયોગિકરણ માટે બોરોન ધરાવતા સંયોજનો સૂક્ષ્મ રસાયણોના સંયોજન માટે અંતરિમ રસાયણ વપરાય છે. અમુક બોરોન ધરાવતા કાર્બનિક સંયોજનો દવા તરીકે વપરાય છે અથવા તો પ્રયોગો હેઠળ છે. પ્રાકૃતિક બોરોન બે સ્થિર વિવિધ રૂપ ધરાવે છે તેમાંનો બોરોન-૧૦ ના ઘણાં ઉપયોગ છે તેને ન્યૂટ્રોન રોધક કે શોષક તરીકે વપરાય છે.

બોરેટો સસ્તન પ્રાણીઓ પર હલકી વિષકારી અસર ધરાવે છે (મીઠા જેવી).પણ સંધિપાદ પ્રાણીઓ માટે તે વિષકારી છે અને જંતુ નાશક તરીકે વપરાય છે. બોરિક એસિડ એ હલ્કા જીવાણુનાશક ગુણ ધરાવે છે અને તે પ્રાકૃતિક બોરોન ધરાવતી કાર્બનિક જીવાણુરોધક તરીકે જાણીતી છે. જીવનમાં બોરોન જરૂરી છે. હલકા પ્રમાણમાં બોરોન પ્રાણી અને વનસ્પતિની કોષ દિવાલ મજબૂત કરવામાં મદદ કરે છે માટે માટીમાં બોરોન હોવું જરૂરી છે. પ્રયોગો પરથી જણાયું છે કે પ્રાણીઓ માટે તે અત્યલ્પ પ્રમાણમાં જરૂરી એવું પોષક તત્વ છે પણ તેની પ્રાણીના સ્વાસ્થ્ય પર અસર હજી જણાઈ નથી.