ઈરિડીયમ

વિકિપીડિયામાંથી

ઈરિડીયમ એ એક રાસાયણિક તત્વ છે જેનો અણુ ક્રમાંક ૭૭ અને તેની સંજ્ઞા Ir છે. આ પ્લેટિનમ જૂથની એક અત્યંત સખત, બરડ, ચળકતી-સફેદ સંક્રાંતિ ધાતુ છે. આ બીજી સૌથી વધુ ઘનત્વ ધરાવતી ધાતુ છે. ૨૦૦૦ °સે જેટલા ઊંચા ઉષ્ણતામાને પણ આ ધાતુ અત્યંત કાટ પ્રતિરોધી છે . જોકે અમુક દ્રાવ ક્ષારો અને હેલોજન જ ઈરિડીયમનું ખવાણ કરે છે પણ ભૂકા સ્વરૂપે ઈરિડીયમ વધુ સક્રીય અને જ્વલનશીલ હોઈ શકે છે.

૧૮૦૩માં આ તત્વની શોધ પ્લેટિનમની અદ્રાવ્ય અશુદ્ધી તરીકે થઈ હતી. સ્મીથસન ટેનન્ટ નામના શોધકે આનું નામ ઈંદ્ર ધનુષના ગ્રીક દેવી આયરિસ પરથી રાખ્યું કેમકે આ ના સંયોજનો વિવિધ રંગો ધરાવતા હતાં. ઈરિડીયમ પૃથ્વી પરની ખૂબ જ દુર્લભ તત્વ છે આનું વાર્ષ્હિક ઉત્પાદન અને ખપત માત્ર ૩ ટન જેટલી છે. Ir -૧૯૧ અને Ir-૧૯૩ એ આના બે સમસ્થાનિકો છે એ પ્રાકૃતિક રીતે અસ્તિત્વ ધરાવે છે.

ઈરિડિયમના ક્લોરાઈડ સંયોજનો અને એસિડો એ સૌથી વધુ ઔદ્યોગિક ઉપયોગ ધારાવે છે. જોકે તેના ઘણા કાર્બનિક સંયોજનો પણ ઉદ્દીપક અને સંશોધન કાર્યમાં ઉપયોગિ છે. આનો ઉપયોગ એવા સ્થળોએ થાય છે જ્યાં ઉંચા ઉષ્ણતામાને કવાણ રોધી ગુણધર્મો જરૂરી હોય.જેમકે ઉંચા તાપમાનના સ્પાર્ક પ્લગ, અર્ધવાહના રીસાયલ્કિંગ માટેની ક્રુસીબલ, અને ક્લોરિનના ઉત્પાદનમાં ઈલેક્ટ્રોડ તરીકે. ઈરિડીયમ કિરણોત્સારી સમસ્થાનિકો અમુક થર્મોઈલેક્ટ્રીક વિદ્યુત જનિત્રમાં વપરાય છે.

પૃથ્વીના સ્તરમાં કે-ટી સીમા નામે એક ચીકણી માટીનો સ્તર આવેલો છે જેમાં ઈરિડીયમ વિપુલ પ્રમાણમાં હાજર મોજૂદ હોય છે. આને કારણે અલ્વારેઝના સિદ્ધાંતનો જન્મ થયો કે કોઈ અવકાશીય પિંડના પૃથ્વી પર અથડાવાથી જેના દ્વારા ડાયનોસોર નાશ થવાનું કારણ મળ્યું. ઉલ્કાઓમાં પૃથ્વી કરતા ઘણી વધુ બહુતાયતમાં ઈરિડીયમ મળી આવે છે. એમ માનવામાં આવે છે કે પૃથ્વી પર અનુમાનિત પ્રમાણ કરતાં ઘણું વધુ ઈરિડિયમ મોજૂદ છે પણે તેની લોખંડ સાથે સંયોજાવાની ક્ષમતાને કારણે તે પીગળેલી અવસ્થા કાળમાં પૃથ્વીના પેટાણમાં ઊંડે ચાલ્યો ગયો.