લખાણ પર જાઓ

ફ્લોરિન

વિકિપીડિયામાંથી

ફ્લોરિન એ એક રાસાયણીક તત્વ છે જેનો અણુ ક્રમાંક ૯ છે, અને તેની રાસાયણિક સંજ્ઞા F છે. આવર્તન કોઠામાં હેલોજન શ્રેણીના તત્વોમાં આ સૌથી હલકું તત્વ છે. આ તત્વનો એક માત્ર સ્થિર આઈસોટોપ છે , ફ્લોરિન - ૧૯. વાતાવરણાના પ્રમાણભૂત તાપમાન અને દબાણે ફ્લોરિન એ એક હલકા પીળા રંગનો વાયુ છે, જે દ્વી પરમાણુ સંરચના ધરાવે છે આથે તેનું અણુ સૂત્ર F2 છે. તારાઓમાં અન્ય હલકા તત્વોના પ્રમાણમાં ફ્લોરિનનનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે. પૃથ્વી પર ફ્લોરિન ઘણો સામાન્ય છે, પૃથ્વીના પોપડામાં તે ૧૩મો સૌથી બહુતાયત ધરાવતો પદાર્થ છે.

ફ્લોરિનની સૌથી મહત્વની ખનિજ ફ્લોરાઈટની શોધ ૧૫૩૦માં એક ધાતુ ગાળણ પ્રક્રિયા દરમ્યાન થઈ હતી. ફ્લોરિન શબ્દ લેટિન ભાષાના શબ્દ fluo (ફ્લુઓ) પરથી ઉતરી આવ્યો છે જેનો અર્થ થાય છે "ઝરણું અથવા વહેવું." ખનિજોના ગલન બિંદુને નીચું લાવવા માટે ફ્લોરાઈટ વપરાતી હોવાથી આનું આવું નામ પડ્યું છે.

૧૮૧૧માં ફ્લોરિનને એક તત્વ તરીકે માન્યતા મળ્યા પછી આનું નામ આની સ્ત્રોત ખનિજ ફ્લોરાઈટ પરથી ફ્લોરિન એવું રખાયું.૧૮૮૬માં સુધી ફ્લોરિનને શુદ્ધ સ્વરૂપે મેળવી શકાયો ન હતો. ૧૮૮૬મં ફ્રેંચ રસાયણ શાસ્ત્રી હેન્રી મિસાન એ તેની વિદ્યુત પૃથ્થકરણની ક્રિયા દ્વારા ફ્લોરિનને છૂટો પાડ્યો. આજે પણ ઔદ્યોગિક સ્તરે તે પ્રક્રિયા દ્વારા જ ફ્લોરિન છૂટો પાડવામાં આવે છે. શુદ્ધ સ્વરૂપના ફ્લોરિનનો ઉપયોગ મેનહટન પ્રોજેક્ટ દરમ્યાન ફ્લોરિન યુરેનિયમ એનરિચમેંટ માટે કરાયો હતો. વાણિજ્યિક ક્ષેત્રે શુદ્ધ ફ્લોરિનનો ઉપયોગ ખૂબ ઓછો છે.

ક્લોરિન પછી ફ્લોરિન એ ઈલેક્ટ્રોન પ્રત્યે સૌથી વધુ આકર્ષણ ધરાવતું તત્વ છે. આને કારણે આ તત્વ અત્યંત તીવ્ર ઓક્સિડેશન કારક છે. ફ્લોરિન એ હિલિયમ અને સિવાય દરેક તત્વો સાથે મળીને ફ્લોરાઈડ્સ નામે સ્થિર સંયોજનો બનાવે છે. હાડ્રોફ્લોરિક

હાયડ્રોફ્લોરિક એસિડ, એ હાયડ્રોક્લોતિક એસિડ જેવા અન્ય હેલોએસિડથી વિપરિત પાણીમાં એક મંદ એસિડ બનાવે છે, પણ તેની ખવાણ શક્તિ ખૂબ વધુ હોય છે. હળવી ધાતુઓ સાથે બનેલા સંયોજનો આયનિક સંયોજનો (મીઠા જેવા ક્ષાર) બનાવે છે જે પ્રાયઃ પાણીમાં દ્રાવ્ય હોય છે. યુરેનિયમ જેવા ભારી ધાતુ તત્વો ઉર્ધ્વપાતી એવા સહસંયોજક બંધ બનાવે છે. (જેમાં ધાતુ તત્વના અણુઓ ફ્લોરિન દ્વારા ઘેરાઇ વળે છે). ફ્લોરિનના કાર્બનિક સંયોજનો વધુ રાસાયણિક અને ઉષ્ણતા પ્રત્યે સ્થિરતા ધરાવે છે. આ સાથે તેઓ જળ વિરોધી ગુણ ધરાવે છે. તેમાંના અમુક ઘણાં મોટા પાયે ઔદ્યોગિક ઉપયોગ ધરાવે છે, જેમકે ફ્લોરિનેટેડ પ્લાસ્ટીક પોલીટેટ્રાફ્લોરોઇથિલિન ("ટેફલોન") નો ઉપયોગ નોન સ્ટીક વાસણો બનાવવા માટે થાય છે. અન્ય મહત્ત્વનો ઉપયોગ છે ફ્લોરિનેટેડ રેફ્રીજરેટરમાં. પારંપારિક ક્લોરોફ્લોરોકાર્બન ("ફ્રેઓન્સ") ઓઝોન આવરણના ક્ષય કરતા હોવાથી, તેને બદલે ફ્લોરિન વાયુ વપરાય છે.

ફ્લોરિન દાંતનો સડો રોકવામાં મદદ કરે છે તેમ છતાં સસ્તનો માટે ફ્લોરિન જીવનાવશ્યક તત્વ નથી. ફ્લોરિનના અમુક કાર્બનિક સંયોજનોને અમુક જીવાણુઓ અને વનસ્પતિઓ દ્વારા લેવામાં આવે છે. ફ્લોરિનના અમુક સંયોજનો અને શુદ્ધ સ્વરૂપે ફ્લોરિન અત્યંત ઝેરી હોય છે. તેમ છતાં વધુ અને વધુ દવાઓ ફ્લોરિન ધરાવતી થઈ ગઈ છે (લગભગ ૧૦% જેટલી નવી દવાઓ)